કાવ્ય ગુંજન ૪૦

મારા કવિ મિત્રોની કાવ્ય પ્રસાદી

S.Gandhi

 સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી

વફા

ચાહ્યા જેમને, એમને ન મેળવી શક્યો 

(હવે) શેષ સગપણ નિભાવવું શીદ ને

ન કર્યું અણછાજતું કંઇ, ન રીઝવ્યા એમને 

 મહોબ્બત ની રસમો હવે નિભાવવી શીદ ને 

કદાચ સ્વપ્નો માં જ મળ્યા અને વિખુટા થયા 

છતાં હર મિલન નો અંજામ જુદી શીદ ને 

વારંવાર આ ખ્યાલ સતાવી જાય છે 

*

રહે છે શોભાયમાન આંખો, અશ્રુ ના મોતી થી

સહાનુભુતિ વગર નો મલમ ઘાવ પર લગાવ્યા કરો છો શીદ ને 

તમે મારી કિસ્મત માં નથી, નથી હું તમારો 

એ કડવું સત્ય સુણાવ્યા કરો છો શીદ ને 

આવ્યા, બેઠા અને જતા રહ્યા 

મુલાકાત નો રીવાજ નિભાવો છો શીદ ને 

છે દર્દભર્યા દિલ માં પાંગરી વફાદારી ની વેલ 

બેવફાઈ નું આળ ચઢાવ્યા કરો છો શીદને 

પ્રેમ લવ પ્રિતના વળગણમાં પડ્યો છું,
મહોબ્બત અને ઈશ્કના રવાડે ચડ્યો છું,

***************

ToofanPatel

તૂફાન પટેલ

વસંત ના જોઈ કદી પાનખરમાં ખર્યો છું,
હસાવતો રહી સહુને રાત આખી રડ્યો છું,

ના જાણ્યું અંજામ મેં આખરે શું થશે મારું,
એવા મૂળ વિનાના હું ઝાડ પર ચડ્યો છું,

દર્દની સુનામી એ મધદરિયે પડકાર્યો છું,
ડૂબતી નાવ બચાવવા સાગરથી લડ્યો છું,

પ્રિતની રીતો મુજને રાસ કે’દિ ના આવી,
હર ડગરે હું તો બસ આમ જ આખડ્યો છું,

ફૂલડા ના જોયા ‘તૂફાન’ કંટકોને વર્યો છું,
લઈ બુઠ્ઠી તલવાર હું ધાર વગર લડ્યો છું…

-તૂફાન પટેલ

********

Natavar Maheta

નટવર મહેતા

અપૂનકા તો જીનેકા યે જ ઇસ્ટાઈલ હૈ ભીડુ;
દિલમેં દરદ હૈ, થોબડેપે ઇસ્માઈલ હૈ ભીડુ.

અપૂનકો એક રાપચીક છોકરી દે દે અલ્લા.;
અપૂન ભી આદમી એક વર્સેટાઈલ હૈ ભીડુ.

વૈસે ઘર આઈટમકા હૈ દો કદમકી દૂરી પર;
દો કદમ જૈસે લગતે દોસો માઈલ હૈ ભીડુ.

વો રૂઠ ગઈ હમસે, યહ કૈસા વાંધા હો ગયા?
દિલ મેરા ખાલીપીલી તબસે ઘાયલ હૈ ભીડુ.

કૈસે દું ઉનકો? લગતા હૈ ડર ન જાને કાયકુ;
ઉનકો લિખે હૂએ ખતોકી પૂરી ફાઈલ હૈ ભીડુ.

યે ભાઈ લોગ ઐસે જ હમકો કહેતે હે ટપોરી;
વર્ના ભેજા અપૂનકાભી બોત ફર્ટાઈલ હૈ ભીડુ.

અબે ઢક્કન અપૂનકે દિમાગકા ખોલકે દેખો;
ઉસમેં અપની આઈટમકા પ્રોફાઈલ હૈ ભીડુ.

જિંદગી હો જાયે નટવરકીભી એકદમ ઝકાસ;
અપની જિંદગી ઉનકે ઈશ્કકી કાયલ હૈ ભીડુ.

************

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: