ખરેખર કાવ્યપ્રેમ?

 

 

હું ૧૯૭૦માં અમેરિકા આવ્યો. તે પહેલા ઘણાં ગુજરાતી વિદ્યાર્થીઓ અમેરિકા સ્કોલશીપ મેળવીને અમેરિકા આવ્યા હતા અને કાયમને માટે સ્થાયી થયા હતા. મોટા ભાગના ડોક્ટર્સ ઈન્જીનીયર્સ કે સાયન્ટીસ હતા. ત્યારપછી અમારા જેવા નશીબદારો પ્રોફેશનલ વીઝા પર અમેરિકામાં ખડકાયા. કેટલાક પ્રોફેશન બદલીને હોટેલ મોટેલ ગ્રોસરી કન્વિનિયન સ્ટોરોમાં આગળ વધ્યા. બીજો મોટો ફાલ એમના શિક્ષિત અર્ધશિક્ષિત પણ પુરુષાર્થી સ્વજનોનો આવ્યો. તેઓનો દેહ અમેરિકામાં  પણ ર જ દેહમાં રહેલું મગજ ગુજરાતમાં જ. મંદિરો બન્યા એમણે અમેરિકામાં ઠેર ઠેર ગુજરાત ઊભા કર્યા.

સ્વાભાવિક રીતે સિનેમા, મંદિરો ઊભા થયા. મંદિરો આવ્યા એટલે બાવા બાપુઓની ની પધરામણી શરૂ થઈ.

બોલીવુડના આર્ટિસ્ટો ભાળી ગયા કે ભારત કરતાં પરદેશોમાં જલસા છે. મિડલ ઈસ્ટ યુરોપ આફ્રિકા અને અમેરિકામાં ઊનાળો શરૂ થાય એટલે એમનો વ્યવસ્થીત બિઝનેશ ચાલુ થવા માડ્યું.

આ તો એન્ટટેઇનમેન્ટ. પણ આપણી ભાષાનું શું? આપણી સંસ્કૃતિનું શું? આપણા ગુજરાતી સાહિત્યનું શું?

અરે, અમે છીએ ને?

અમે દેશીઓએ સાહિત્ય મંડળો લિટરરી સોસાયટીઓ ઊભી કરી. સમરસીયા ભેગા થઈને અહોરૂપમ અહોધ્વનિ કરતાં કરતાં સાહિત્ય સેવક તરીકેની એક શિષ્ટ ઓળખ ઊભી કરી.

અહિ સ્થાયી થયેલા ડાયસ્પોરિ ઉચ્ચકક્ષાના A ક્લાસના સાહિત્યકારો છે જ. જેઓ ભારત અને વિશ્વમાં વંચાય છે. બી ક્લાસના સાહિત્યકારો પણ છે અને મારા જેવા સી ક્લાસના લેખકો પણ છે. અમને સાહિત્યમાં ખાસ ગતાગમ નહિ પણ ઉચ્ચ સાહિત્યકારોના ટોળામાં સાહિત્યપ્રેમી તરીકે જઈએ છીએ.

હવે પહેલા જે વાત કરી તેના અનુસંધાનમાં કહું તો પહેલાં ૧૯૬૦ થી ૧૯૮૦ના સમયમાં કોઈ જાણીતા કે અજાણ્યા સાહિત્યકારો સ્વજનો પ્રવાસી તરીકે અમેરિકા આવતાં, તેઓને મિત્રો અને સ્વજનો કોઈકના ઘરમાં ભેગા થઈ એમની વાતો સાંભળતા. મજા આવતી. કોઈકને પુષ્પાંજલિ કે બુકે અને સાલ અપાતાં. સાહિત્યકારનું સન્માન થતું અને એમને પણ સંતોષ થતો.

હવે બધા ગુજરાતી સાહિત્ય મંડળો, સીનીયર ક્લબ, એરિયા પ્રમાણે જાત જાતના એસોસિયેશન્સ, વયસ્ક સંસ્થાઓ,  શરૂ થઈ છે.  સાહિત્યકારો પણ એન્ટરટેઈનર બિઝનેશમેન બની ગયા છે. હવે સાહિત્યસેવા નથી થતી પણ તગડા પુરસ્કારો સાથેનો એક વ્યવસાય બની ગયો છે. એમણે મેળવેલ ખ્યાતી-પ્રખ્યાતી પ્રમાણે અગાઉથી પુરસ્કારની ગેરંટી નક્કી થાય છે. અને એમાં કોઈ જ વાંધો ન હોવો જોઈએ. કેટલાયે સાહિત્યકારો કે વક્તાઓએ કલમને ખોળે માથું મૂક્યું છે. પુસ્તક વેચાણ અને પ્રવચનો એમની આજીવિકા છે. તો એમાં પણ શું વાંધો શી રીતે લેવાય.

ના એમાં જરાયે વાંધો નથી.

સાહિત્ય કલા અને સાહિત્યકારોને યોગ્ય રીતે પુરસ્કૃત કરવા જ જોઈએ.

હવે જ્યારે આયાતી કવિઓ અમેરિકામાં આવે છે ત્યારે કેટલીક વાસ્તવિકતાઓ સર્જાય છે. આ વાસ્તવિકતા હાસ્યાત્મક અને કેટલેક અંશે દુખદ પણ છે. એવી પરિસ્થિતિનું એક સચોટ ચિત્ર મારા મિત્ર શ્રી નવીન બેન્કર એમની આગવી રીતે રજુ કરે છે. એમના સૌજન્ય સાથે એમનો લેખ આપ સાહિત્ય રસિકો માટે રજુ કરું છું.

બેલેન્ડ પાર્કના બાંકડેથી        

Navin Banker

નવીન બેન્કર

http://navinbanker.gujaratisahityasarita.org/

******

ચંદુભઈચ્યમ બોંકડે બેઠોં સો ? મીટીંગમાં નથી બેહવું ?’ –૯૦ વર્ષના જમનામાસીએ , બાંકડે બેઠેલા ચંદુ ડોહાને પુછ્યું.

ના.  માસી, પેલા  કવિના કાર્યક્રમની ટીકીટો આપવા કોઇ આવવાનું છે  એની રાહ જોઉં છું

તે કુનો પ્રોગ્રામ આવવાનો સે ?’

કવિ અને ગઝલકાર છે તેનો.

તે ભઈ,   હું ગાવાનોસે ?’

માસી, એ ગાવાનો નથી. કવિતા સંભળાવશે.

તે કવિતા તો ઇસ્કુલમોં ભણાવે ને ? એ કોંઇ ગાવાની થોડી હોય ? અનેએ હોંભળવા લોકો ગોંડા સે તે ટીકીટું લઈને આવે ? તેહું ટીકીટું રાખીસે ?’

છ ડોલર. -ભોજન સાથે.

ખાવાનું હું ?’

પરોઠાકઢી પકોડાગુલાબજાંબુ..પુલાવઅથાણું  ને બીજું ઘણું બધું.

તેછ ડોલરમોં પોહાય ?’

ખાવાનું તો કોઇએ સ્પોન્સર કર્યું છે પણ આ તો હોલના ભાડા અને કવિના પુરસ્કાર માટે જ ટીકીટ રાખી છે.

તો તો ભઈલા, મારી અને મારી દીકરીની એમ બે ટીકીટ આલજે.

લગભગ  એકસો સિત્તેર ટીકીટો વેચાઈ ગઈ. ગુજરાતથી આવેલા કવિને બીજા શહેરમાંથી બોલાવવાની એર ટીકીટના ૫૦૦ ડોલર અને પુરસ્કારના ૫૦૦ ડોલર આપતાં ખર્ચો તો નીકળી ગયો. કોઇ ભામાશાએ હોલનું ભાડુ અને ભોજનનો ખર્ચ સ્પોન્સર કરી દીધો હતો. ૧૭૦ ની હાજરીમાંથી માંડ ત્રીસેક સાચા શ્રોતાઓ હતા, બાકીના તો છ ડોલરમાં સ્વાદિષ્ટ ભોજન ખાવાવાળા જ હતા જેમને કવિતા સાથે સ્નાન-સૂતકનો યે સંબંધ ન હતો.

બીજા દિવસે લોકલ છાપામાં  ફોટાઓ સહિત લખાણ હતું- ગુજરાતી ભાષાના સંવર્ધન અને પ્રસાર માટે પ્રયત્નશીલ સંસ્થાના કાર્યકરોના અથાગ પરિશ્રમથી આવો મહાન કાર્યક્રમ સફળ થઈ શક્યો હતો. લગભગ બસ્સો જેટલા કાવ્યરસિકો ફલાણા ફલાણા કવિશ્રીને સાંભળવા ઉમટી પડ્યા હતા. અમેરિકાની ધરતી પર, આ સંસ્કારનગરીમાં પણ આટલા બધા સાહિત્યરસિકો વસે છે એ જોઇને ધન્ય ધન્ય થઈ જવાયુ

શ્રીરામ…શ્રીરામ…..

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. mdgandhi21
  માર્ચ 31, 2016 @ 01:03:18

  તદ્દન સત્ય વાત લખી છે… ગુજરાતી કાર્યક્રમો માટે શ્રોતાઓ મળી રહે છે, પણ ગીત-મુશાયરા-નાટકની જગ્યાએ કવિતા સાંભળવા માટે ૧૭૦ ટિકીટો વેચાઈ એ પણ આનંદની વાત કહેવાય…

  Liked by 1 person

  જવાબ આપો

 2. Devika Dhruva
  માર્ચ 31, 2016 @ 13:22:42

  એકદમ સાચું ચિત્ર આપ્યું. વાંચવાની મઝા આવી. આમાંની કેટલીક વિગતો આપની સંમતિથી મારી પત્રશ્રેણીમાં લઈ શકાશે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   માર્ચ 31, 2016 @ 13:52:15

   મારી કોઈ પણ પુછવા ની જરૂર જ નથી. ગમે એટલે ઊઠાવી લેવાનું. પણ આતો આપણા સ્નેહિ નવીનભાઈનું છે હોં….એમની સાથે સંપર્ક સાઘી લેજો. આપણે મળ્યા નથી. કદાચ મળીશું પણ નહિ પણ આપ સૌ સાથે પરિવારિક સંબંધ છે એવું અનુભવું છું.

   Like

   જવાબ આપો

 3. Satish Parikh
  જુલાઈ 25, 2016 @ 22:53:17

  Dada, FYI, Navinbhai Banker and Devikaben Dhruva are brother and sister. Not only that, they both are proud jewel of our Gujarati Sahitya Sarita of Houston.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: