રિવર્સલ પ્રકરણ ૩૬

રિવર્સલ

Couple

પ્રકરણ ૩૬

 

‘હની આજે કિચન બંધ છે? ચાલોસરસ, બહાર રોમેન્ટિક ડિનર અને રોમાન્સસભર રાત. બોલ ક્યાં જવું છે?’

‘તમતમારે જ્યાં જવું હોય ત્યાં જજો, જે ખાવું હોય તે ખાજો, તમારી રોઝી મમ્મી ના હાથની વીગન રસોઈ ઝાપટજો અગર ભૂખા મરજો. મારે શું? હું તો ચાલી મારા પપ્પા-મમ્મીને ત્યાં!’

‘કેમ! કેમ, શું થયું માય માયા ડાર્લિંગ?’

‘ડોન્ટ ડાર્લિંગ મી. આઘા રહો, ખબરદાર મને બાઝવા આવ્યા તો! આટ આટલા વર્ષોથી પરણી ને આવી અને તમારા ઘરના વૈતરા કર્યા તો પણ બાપ દીકરા અંદર અંદર શું ઘડભાંજ કર્યા કરે તે  મને ખબર જ ન પડે! આતે કેવું? સવાર પડે ને નીચે ઓફિસમાં, બપોરે લંચ માટે ઉપર આવો અને બાઝાબાઝ, સાજે ખાઈને બેડરૂમમાં શાંતિથી ઘર સંસારની વાતને બદલે શમ્મીકપુરનું યાહૂ.  એક જ ઈન્દ્રિનું ભાન! હદ થઈ ગઈ. આ બધા તમારા બાપાના જ સો ટકા જીન્સ છે. તમારી બાના દશ ટકા સંસ્કાર આવ્યા હોત તો યે, આ ઘર ઊજળું હોત.  વકીલને ત્યાં જઈને બાપા કોર્ટમાં લગન કરવાના અને કાલે રોઝીવહુ, સોરી મારી રોઝીસાસુમા આ ઘરમાં પુનિત પગલા પાડવાના તેની વાત આજે સવારે ટીવી પરની ત્રીસ સેકંડની કોમર્શીયલ હોય તેમ ઠોકીને ચાલ્યા જવું એ તે કંઈ ઘરસંસારની રીત છે? ડોક્ટર અંકલ અને મંગળામાસીના લગ્ન થયા તેમાં સહકાર આપ્યો એ વાત અલગ છે અને બાપા છાના માના કોર્ટમાં જઈને પરદેશી બૈરું લઈ આવે તે વાત જૂદી છે. મેં હજાર વાર ચરોતરની પટલાણીની જેમ થાળી વગાડીને કહ્યું કે બાપાને આ ઉમ્મરે બીજા મેરેજ નથી કરવા દેવાની. આખરે એ કાલે મારા ઘરમાં આવવાની જ.’

‘ઓ મહામાયા મહાદેવી. શાંતમ શાંતમ શાંતમ, બાપાને જે કરવું હોય તે કરવા દે ને. હું નથી માનતો કે તારે માટે બાપા સાસુ લાવવાના છે. એઓ તો તારે માટે એક સાથીદાર એટલે કે પાર્ટનર લાવવાના છે. તારે એન્ગ્રી થવાની કંઈ જરૂર નથી. જો કે આપ ગુસ્સેમેં ઓર હસીન લગતી હો. તું મારી ગોરી ગોરી છોરી, બ્યુટિફલ બારડોલીયન, જ્યારે ગુસ્સામાં હોય ત્યારે એવી રતુમડી થઈ જાય છે. તારા લાલ લાલ ગાલ કરડી ખાવાનું મન થાય છે.’

‘અત્યારે બાપા અને આવતી કાલે આ ઘરમાં આવનાર તમારા નવા માતુશ્રીની વાત છે. જતાં પહેલાં જણાવી દો કે તામારા પિતાશ્રીના નવા શ્રીમતિજી ક્યારે પધારવાના છે, કયા રૂમમાં શયન કરવાના છે. હનીમૂન પર ક્યારે અને ક્યાં જવાના છે જરા જણાવશો?’

‘માય ડાર્લિંગ હું તને ફુલ સ્ટોરી કહેવા તૈયાર છું. બટ આઈ એમ વેરી હન્ગ્રી. પહેલાં તું કહે તે જગ્યાએ જઈને પેટ પૂજા કરીએ, પછી બેડરૂમમાં યાહૂઊઊઊ પછી, યુ નો વોટ આઈ મીન, તારે જે કંઈ જાણવું હોય તે જણાવવા તૈયાર જ છું. આખ્ખી રાત આપણી જ છે ને?’

‘મેં કહ્યું ને, આધા ખસો. બે શરમ, હું જાઉં છું. મારી કારમાં ગેસ નથી. તમારી લઈ જાઉં છું. તમારા નવા ગોરા ગોરા મીઠા મીઠા અમેરિકન મમ્મી આપણાં ઘરમાંથી ટળશે પછી જ પાછી આવીશ.

ઓહ નો; અપશૂકન થયા. બાપા અને નવી બા આવી ગયા લાગે છે છે. ચાલો એમના દર્શન કરીને જ પછી જઈશ. એઓ તો કંઈ મોં ઉઘાડશેને?

૦૦૦

‘હલ્લો માયા, યે બેગ લેકે વ્હેર યુ ગોઈંગ?’

‘મૈકે, મેરી કામિની મમ્મી કે પાસ…. રોઝી મમ્મીજી. પ્લીઝ ટેક ઓફ માય એન્ડ યોર હબી’

‘ સમજમેં નહિ આયા. યુ મીન યુ આર ગોઇંગ ટુ કામિની મમ્મીકે ધર? ક્યા હૂવા? ઇઝ સી ઓલ્રરાઈટ. એન્ડ માયા યુ સૅ’ડ મી મમ્મીજી?’

‘રોઝીમમ્મી, યુ આર મચ ઓલ્ડર ધેન માય મૉમ. કેન આઈ સે ગ્રાન્ડમા?’

‘ડોન્ટ બી સિલી માય ચાઇલ્ડ. ડોન્ટ ટ્રાય ટુ બી સો ફની. કામિની ઇઝ માય ગુડ ફ્રેન્ડ એન્ડ સી ઇઝ વેરી પ્રીટી. બટ સી નીડ્ઝ સમ એક્ષરસાઇઝ. વ્હેન વી સ્ટેન્ડ સાઈડ બાય સાઈડ સી લુક્સ માય એલ્ડર સીસ્સ્ટર.

અરે! ભગવાન, બાપા આ બન્નેને બીજી વાતમાં વાળો નહીં તો કોણ ડોસી અને કોણ જુવાન; કોણ જાડી અને કોણ પાતળી ઉપર વૉર શરૂ થઈ જશે. માયાને એમ છે કે એટર્નીને ત્યાં સાથે ગયા હતા અને કાલથી રોઝી આપણે ત્યાં રહેશે એટલે એમ કે તમે કોર્ટમાં જઈને લગ્ન કરવાના. અપસેટ છે અને મમ્મીને ત્યાં જવા તૈયાર થઈ છે.’

‘પણ વિનોદ તારે એને પૂરી વાત તો કરવી હતી. મને એમ કે તું બધી વાત માયાને જણાવતો હશે.’

‘બાપા તમે જ વાત કરોને! મારાથી ભૂખે પેટે કંઈ વાત થાય એમ નથી.’

‘ઓકે ઓકે હું વાત કરું છું.’

‘લેડિઝ લેડિઝ પ્લીઝ ક્વાયટ ફોર એ મિનિટ. માયા ડઝ નોટ નો એબાઉટ અવર પ્લાનિંગ. વિનોદ સપોઝ ટુ. ઇન્ફોર્મ માયા બટ હી વોઝ ટૂ બીઝિ ટુ ટોક ટુ હર.’

‘માયા જરા શાંતિથી બેસ અને મારી વાત સાંભળ.’

‘બાપા, હમણાં શાંતિથી બેસવાનો મને ટાઈમ નથી. આ અહીં જ ઊભી છું તમારી વાત જલ્દી પૂરી કરો એટલે ચાલવા માંડું.’

‘હું અને રોઝી લગ્ન નથી કરવાના, બીજી વાત રોઝીના મોટા ઘરને રેસીડેન્સીયલ પ્રોપરટીમાંથી રેસિડેન્શીયલ કમ કોમર્શિયલ પ્રોપરટીમાં બદલવા અને નવી પરમિટ લેવા સીટીહોલમાં ખટપટ ચાલતી હતી. આખરે તે મંજુર થઈ હતી. આવતી કાલથી કોન્ટ્રાકટર એ ઘરનું જરૂરી રીસ્ટ્રક્ચરિંગ અને રીનોવેશન શરૂ થશે. તો જ્યાં સૂધી એ કામ પૂરું ન થાય ત્યાં સૂધી રોઝી હોટેલમાં રહેવા જવાની હતી પણ મેં આગ્રહ કરીને આપણે ત્યાં રહેશે. પણ એ એ શરતે રહેશે કે તું જે રેન્ટ નક્કી કરે તે તને આપી દેશે.’

‘અરે હાંભળો છોઓઓઓ…..! ક્યાં ગયા?’

‘આ તારી પાછળ ઊભો છું.’

‘જૂઓ અત્યારે મારે બાપાની બધી વાત સાંભળવી છે. ટાઈમ લાગશે. તમ તમારે પિઝા સેન્ડવિચનો ઓર્ડર આપી દો. બાપા ભલે ગર્લફ્રેન્ડ સાથે વીગન રેસ્ટોરાન્ટમાં જમી આવ્યા હોય પણ હું જાણું છું કે એ વીગન યાત્રામાં પરાણે જોડાયલા જાત્રાળુ છે. એ પણ પિઝા ખાસે જ. મહેમાનને માટે પણ એમને ફાવે તે ઓર્ડર કરી દેજો.’

‘પણ માયા તૂં તો…….? મમ્મીને ત્યાં….?’

“હવે ચાંપલાશ છોડશો? ઓવર સ્માર્ટ થવાની જરૂર ન. એમ કાંઈ ઘર રેઢું મૂકીને ના જવાય. જાવ તમે તમારું કામ કરો. અને હાં …આ મારી બેગ પાછી આપણાં બેડરૂમમાં મૂકી દો’.

‘હાં તો બાપા. એ પ્રોજેક્ટની ડિટૅઇલ જણાવોને? રોઝીમમ્મા ના મકાનમાં શું ભાંગફોડ, થવાની છે?’

‘એના આખા બેઝમેન્ટને એક ફિટનેશ સ્ટૂડીયોમાં કન્વર્ટ કરવાનો છે. ગ્રાઉન્ડફ્લોર પર વિશાળ ઓફિસ બનાવવાની છે. અને તેની ઉપર રોઝીનો લક્ઝૂરિયસ વન બેડરૂમ સ્વીટ બનાવવાનો છે. આઉટડોર સ્વિમિંગ પૂલને ગ્લાસ રૂફથી કવર કરીને ઓલ સિઝન ઇનડોર પૂલમાં કનવર્ટ કરવાનો છે. આ કામ પુરુ થાય ત્યાં સૂધી રોઝી આપણે ત્યાં રહેશે. એની પાસે શું રેન્ટ લેવું તે તું નક્કી કરીને એને કહી દેજે. આ વાતથી તને સંતોષ થયો?’

‘આપણાં મકાનની બાજુમાં આ કોમર્સિયલ બિલ્ડિંગ? નો વે. મારો ઓપોઝ છે. સખ્ખત વિરોધ છે. આઈ ઓબ્જેટ.’

‘બેટા બધું જ મંજૂર થઈ ગયું છે.’

‘બાપા રોઝીના બિલ્ડિંગમાં તમારા આ બધા કેમ ધખારા? વોટ ઇઝ ગોઈંગ ઓન?’

‘બાપા પિઝા ડિનર આવી ગયું છે. મને તો કકડીને ભૂખ લાગી છે. હું તો શરૂ કરી દઉં છું. તમે તમારી ગૃહલક્ષ્મીને બધી વાત કર્યા પછી ખાજો. હું અને રોઝી પહેલા પિઝા પતાવી દઈએ. લેટ્સ ગો રોઝી.’

 

‘વિનોદ મને યે ભૂખ તો છે જ. બાકીની વાત તું તારી સગવડ પ્રમાણે માયાને કરી દેજે. આપણે ખાઈ લઈએ.’

‘ડાર્લિંગ તો ફાઈનલ પ્લાન શું છે? અહીં રહી ને પિઝા ખાઈને બેડમાં જવું છે કે પછી પિઝા ખાઈને મમ્મીને ત્યાં જવું છે? આતો તેં જે બેગ લઈને પિયર જવાની હતી તે બેગ તો તદ્દન ખલી જ હતીને. મેં તારા ઓર્ડર પ્રમાણે આજ્ઞાંકીત પતીની જેમ બેગ ઉંચકી ત્યારે ખબર પડી. કે ભલાભોળા વિનોદ પટેલને પરેશાન કરવાનો જ પ્લાન હતો ને?’

‘ડોન્ટ ગેટ ટૂ સ્માર્ટ. મારો પ્લાન જાણવાની કંઈ જરૂર નથી. પિઝા ખાતાં ખાતાં  આપ સૌની શું સ્કિમ છે તે જાણવું છે. પછી નિરાંતે સવાર સૂધી ઊંઘવું છે. આઈ મીન ઊંઘવું એટલે ઘસઘસાટ ઊંઘવું સમજ્યાને? ચાલો વિનોદકુમાર તમે બોલવા માંડો અને હું શરૂ કરું છું. મારા કાન ખુલ્લા છે.’

‘મેડમ મારું મોં તારી જેમ બે કામ સાથે નથી કરી શકતા. ખાવાનું અને બોલવાનું બે સાથે ના બની શકે. આઈ એમ સોરી, હની. ફર્સ્ટ પ્રાયોરિટી ગોસ ટુ ફૂડ. બેડમાં જો તું જાગતી હશે તો બધી વાત થશે. નહીં તો જ્યારે સાઈન કરવાનો સમય આવશે ત્યારે બધું સમજાઈ જશે.’

‘વ્હોટ? કઈ સાઈન? શાની સાઈન? વ્હોટ ગોઈંગ ઓન?બાપા! પ્લીઝ મને સમજાવોને?

માયા બેટી થોડું કોમ્પ્લીકેટેડ છે. એમ ખાતાં ખાતાં સમજાવાય એવું નથી. આપણે પહેલાં પેટ પૂજા કરી લઈએ  પછી વિનોદ બધી વાત સમજાવશે. જો એ ન સમજાવે તો કાલે સવારે હું કે રોઝી સમજાવી દઈશું. આપણી વચ્ચે કશું જ ખાનગી કે છૂપાવવાનું નથી.’

‘તો ચાલો જલ્દી ડિનર પતાવીને બેડરૂમમાં જઈએ. ભલે તમારા દીકરા પાસે સીધી વાત ઓકાવવાનું હમણાં હમણાં અઘરું પડે છે.’

૦૦૦

‘ચાલો રોઝીના હાઉસની કેમ કાયાપલટ કરવાની છે? અને એમાં આપણે શું લેવા દેવા? તેમાં બાપાએ મને કેમ સહી કરી આપવાનું કહ્યું? આ બધા શા ધંધા છે?’

‘એતો બધી લાંબી વાત છે. તને ના સમજાય આખો પ્લાન બહુ કોમ્પ્લીકેટેડ છે. એમાં એવું ને ડાર્લિંગ બારડોલી બ્રેઈન….’

‘જો આગળ એક પણ શબ્દ બોલ્યા ને તો તમારી વેલણથી પુજા કરીશ.’

‘સારું મોં બંધ. ગુડ નાઈટ હની. કાલે બાપા પાસે ડાહી દીકરી થઈને બધી વાત સમજી લેજે. આપણે એટલે કે મને કાંઈ જ લેવા દેવા નહીં.’

‘ઓલ રાઈટ જ્યાં સુધી મને પર્ફેક્ટ ઈન્ફોર્મેશન ના મળે ત્યાં સુધી કોઈ પેપર પર સાઈન કરવાની નથી. ગુડ નાઈટ. આજે મને પણ સરસ ઊંઘ આવશે કોઈ જાતના શમ્મીકપૂરનું ભૂત મને હેરાન નહીં કરે. ‘

‘હું તો પહેલાં બાપાની ધૂન અને પછી શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી ની ધૂન ગણગણતાં નિરાંતે ઊંઘી જઈશ.’

‘બાપાના રૂમ પાસે બાપાના ભજન કરજે, ફાયદો થશે.’

‘તમારા બાપા નહીં. આખા જગતનું કલ્યાણ કરનાર સ્વામિનારાયણ બાપાની ધૂનની વાત. સમજ્યાને?’

‘જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય,…’

‘પ્લીઝ પ્લીઝ હની, તારું રૂપ સરસ છે એ વાત બધા કબુલ કરે પણ ગમે તેવી સુંદરી હોય તેને પણ લતાનો સહારો લેવો પડે. તું અવાજ કર્યા વિના ખાલી હોઠ ફફડાવ. કાલે તારે માટે પ્લેબેક સિંગરની વ્યવસ્થા કરીશું.’

‘જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ,…..’

‘પ્લીઝ આજે મને હેડેક છે.’

‘બધી વાત કરવી છે કે નહીં…..’

‘ઑકૅ. બધી પુરી વાત કરી દઉં પણ હવે હેડેક જ નહીં પણ બોડી પેઇન પણ છે?’

‘ચાલો એસ્પિરીન આપું.’

‘ના ના હની એ એસ્પિરીનથી જાય એવો દુખાવો નથી. જરા લવિંગ મસાજ થાય તો તરત બધું સારું થઈ જશે.’

‘વાહ વિનોદકુમાર વાહ. આજા ફસાજા જાણે તમને જ આવડે છે!’

‘ઑકૅ…લેટ્સ મે’ક આ ડીલ. પહેલા વાત પછી મસાજ,’

‘નોપ, પહેલા મસાજ પછી વાત.’

‘ના, પહેલા વાત, પછી મસાજ.’

‘વાત… ભલે વીતી જાય રાત…’

‘રહ ગઈ અધૂરી બાત’

.’જય શ્રી કૃષ્ણ. ‘

 

Advertisements

1 ટીકા (+add yours?)

  1. pragnaju
    એપ્રિલ 15, 2016 @ 22:41:52

    હેડેક અને બોડીએક દેખાય નહીં અને તેના ગ્રેડ ૦ થી ૧૦ મા તમે ૯ કહો તો હોસ્પિ.મા દવાનો ડોઝ વધારતા જાય અને ….તો કાયમ મટી જાય.૯૧૧ કે ઇમરજન્સી સારવાર લેવી હોય તો હાર્ટ ઍટેક કે લકવાના ચિહ્નો વર્ણવા ….હેલીક્પ્ટર આવશે!

    Like

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: