ઓવરડૉઝ

ઓવરડૉઝ

OverDose

 

પ્રાર્થના સભા કહો કે બેસણું. ચન્દ્રકાન્ત અને મૃદુલાબેનની એકની એક પુત્રી, પચ્ચીસ વર્ષની નિયતીનું અકાળ મૃત્યુ થયું હતું.  કહેવાતું હતું કે બિચારીને ઊંધમાં જ કાર્ડિયાક એરેસ્ટ થયું હતું.  ગૂસપૂસ ચાલતી હતી કે નિયતીએ આત્મહત્યા કરી હતી.

 દિવાન ખંડમાં ચારે બાજુ નિયતીના બાળપણથી માંડી આજ સૂધીના ફોટોગ્રાફ ગોઠવાયલા હતા. ગીતા પાઠના અધ્યાયોના મંદ ધ્વનિ રેકોર્ડર પરથી વહેતા હતાં. માબાપનાં વહેતા અશ્રુ થોભવાનું જાણતા ન હતાં. અપંગ પતિ નિર્ણય બંધ આંખે વ્હિલચેરમાં બેસી ‘શ્રી કૃષ્ણ ગોવિંદ  હરે મુરારે’ની ધૂન હાથ જોડી ગણગણતો હતો.

બે વર્ષ પહેલા નિયતીના લગ્ન ઈન્ડિયામાં એના બાળપણના મિત્ર કહો તો મિત્ર કે બોયફ્રેન્ડ નિર્ણય સાથે થયા હતા.

ચન્દ્રકાન્ત અને રજનીકુમાર બન્ને એક જ જ્ઞાતિના પાડોસી અને મિત્રો. રજનીકુમાર હાઈસ્કૂલમાં શિક્ષક. ચન્દ્રકાન્ત એન્જિનિયર. બન્ને સારા દોસ્ત.  રજનીકુમારનો પુત્ર નિર્ણય અને ચન્દ્રકાન્તની સમવયસ્ક દીકરી નિયતી એક સાથે મોટા થયા. પ્રેમ પાંગર્યો. વડીલોને વાંધો ન હતો. બન્ને પક્ષે આનંદ સહિત આશીર્વાદ મળ્યા હતા.

નિયતીની હાઈસ્કુલ પૂરી થઈ અને તે જ સમયે ચંદ્રકાન્તને અમેરિકાના વિઝા મળ્યા. નિર્ણય નિયતીના વેવિશાળ નક્કી કરીને ચન્દ્રકાંતનો પરિવાર અમેરિકા ગયો અને ત્યાં સ્થાયી થયો. નિયતી દરેક વેકેશનમાં ભારત આવતી. યુવાનોના એ સુવર્ણ દિવસો હતાં. બસ ક્યારે એક થઈએ એ જ સ્વપના જોવાતાં હતાં. બન્નેનું કૉલેજ ગ્રેડ્યુએશન પુરું થતાં લગ્ન થયાં. નિયતીને એક સારી ફર્મમાં સારી નોકરી પણ મળી. નિર્ણય અમેરિકા આવ્યો. નિયતીના બૉસ રીકીએ એ જ ઓફિસ બિલ્ડિંગમાં બીજી ઓફિસમાં નિર્ણયને પણ જોબ અપાવી દીધી. જો કે નિયતી અમેરિકન યુનિવર્સિટીની ગ્રેડ્યુએટ હતી. એનો પગાર સ્વાભાવિક રીતે જ નિર્ણય કરતાં વધુ હતો. શરૂઆતમાં તો એને જરા ખણ્યું હતું પણ વાસ્તવિકતા ખૂબ સહેલાઈથી સ્વીકારી લીધી હતી. બધું જ શુભમ શુભમ હતું.

રોજ બન્ને એકજ કારમાં સાથે નોકરીએ જતાં. સાથે આવતાં.

પણ ઉપરવાળાની નીયત કાંઈ જૂદી જ હતી.

નિર્ણય ડ્રાઈવ કરતો હતો. એક ટ્રક ડ્રાઈવરે બેધ્યાન પણે પાછળથી ટક્કર મારતા એક્સિડન્ટ થયો. આ અક્સ્માતને કારણે બિચારો નિર્ણય કાયમને માટે (Sacral Spinal Cord Injury S1 – S5) કારણે, સીધી રીતે કહેવાય કે સ્પાઈનલ કોર્ડ ઇન્જરીને કારણે) કમર નીચેના ભાગથી પેરેલાઇસીસથી અપંગ થઈ ગયો. સદ્ભાગ્યે નિયતીને નાજુક ઈજા જ થઈ હતી. નિર્ણય કમ્મર નીચેના બધા જ અવયવોની સંવેદનશીલતા ગુમાવી ચૂક્યો હતો.

ઈન્સ્યોરન્સનની સારી જેવી રકમ મળી પણ પૈસા સંપૂર્ણ જીવન કદાપી ન બક્ષી શકયા. નિર્ણય શારીરિક માનસિક રીતે પીડાતો રહ્યો. પ્રેમાળ સાસુ સસરા કે જેમને એ બાળપણથી જ કાકી અને કાકા કહેતો એઓ દીકરા સમાન નિર્ણયની ખૂબ જ કાળજી રાખતાં. હિમ્મત આપતાં. સધ્યારો આપતાં ધીમે ધીમે ટ્રીટમેન્ટ અને થેરાપીથી સારું થઈ જશે. બાધાઓ મતાથી હતી. ખરેખર તો નિયતીનો પ્રેમ વધ્યો હતો.વડીલોની હાજરીમાં પણ વળગી વળગીને વ્હાલ કરતી. જોબ સિવાયનો તમામ સમય નિર્ણય સાથે એની સરભરામાં જ પસાર થતો.

બેડમાં વાતો થતી. એ નિયતીને નીની કહેતો, નીની એને નીનો કહેતી.

“નીની, હું તારે માટે નક્કામો થઈ ગયો. મારી ભૂખ તો ઊડી ગઈ પણ તારી ભૂખનું શું.”

“અરે યાર થોડા સમયમાં તેં એટલું બધું અને એટલું સરસ ખવડાવ્યું છે કે હવે પેટમાં જગ્યા જ નથી. નીનો જીવનભરનો આહાર મને મળી ગયો છે.” માથાથી પેટ સૂધીના ભાગને કીસથી નવડાવી દેતી. “હું તો આટલાથી જ ધરાઈ જાઉં છું.”

“સાચું બોલે છે કે મને પટાવે છે?”

“આઈ સ્વેર નીનો. બસ તું મારી સાથે જીવનભર આમ જોડાયલો રહે એ જ ઈચ્છું છું” બસ નિનોની નીની એને વળગી રહેતી અને ઊંઘી જતી. નિર્ણયની આંખમાંથી ગરમ રેલા આખી રાત ઓશિકાને ભીના કરતા રહેતા.

“હની આઈ વોન્ટ ડિવૉર્સ. હું તને કોઈ સુખ આપી શકું એમ નથી. તું તને યોગ્ય લાગે તેની સાથે લગ્ન કરીને સંસાર સુખ ભોગવ. લીવ મી એલોન. તું તારું જીવન ના બગાડ.”

“યુ શટ અપ, ડાર્લિંગ. લવારા કરીને મારું દિમાગ ના બગાડ. આજે સાંજે આપણે હેન્ડિકેપ કાર મોડેલ્સ જોવા જવાના છે. કેડિલેક્સની દિસેબલ પરસન માટેની ફુલ્લી હેન્ડ કન્ટોલ કાર આવી છે. અગેઈન યુ વીલ ડ્રાઈવ, યુ વીલ ગો ટુ જોબ એન્ડ વી વિલ એન્જોય સેઇમ લાઈફ અગેઇન. સારે જહાં મે જાયેંગે, ખાયેંગે ઔર મોજ કરેંગે.” એને કીસથી નવડાવીને જોબ પર ચાલી જતી.

નિર્ણયના માનસમાં અપંગ, હેન્ડિકેપ, ડિસેબલ શબ્દો હથોડા મારતા. સૌના પ્રેમને પ્રેમ નહીં પણ દયા, અપંગ માટેની માત્ર અનુકંપા જ સમજતો.

“નીની જો તને કોઈ દિવસ કાંઈ ઈચ્છા થાય તો…….”

“તો શુ?”

એ નીચું જોઈને કહેતો, “કોઈક ગમતા મેન સાથે….”

વાક્ય અધુરું રહેતું. નિયતી એના મોં પર હાથ મૂકી દેતી.

નિયતીની કારમાં પ્રોબ્લેમ હતો. હેન્ડિકેપ કારનો ઓર્ડર અપાયો હતો પણ કસ્ટમાઈઝ થઈને બે મહિના પછી આવવાની હતી. નિયતીનો બોસ એને આવવા જવાની રાઈડ આપતો. થોડું વહેલું જવું પડતું.  છેલ્લા ત્રણ દિવસથી તો રાતે અગિયાર વાગી ગયા હતા. આવતાં ઘણું મોડું થતું. નિર્ણય ગમે એટલું મોડું થાય, એના આવ્યા પછી સાથે જ ડિનર લેતો. નિયતી એના વાળમાં હાથ ફેરવી વ્હાલથી કહેતી. “હની નીનો પ્લીઝ ડોન્ટ વેઈટ ફોર મી, ડેડી મમ્મી સાથે ડિનર લઈ લેવું. જોને આજે મારે રીકી સાથે ડિનર માટે જવું પડ્યું. હમણાં યર એન્ડિંગ છે. રીકીને મોડું થાય એટલે મારે રોકાવું પડે. સિંગલ છે એટલે જોબ પછી મને મૂકવા આવતાં પહેલાં ડાય્નરમાં ડિનર લીધું હતું.”

“હું સમજુ છું ડાર્લિંગ. કશો વાંધો નહીં. સે થેન્ક્સ ટુ હિમ બિહાફ ઓફ મી. એણે જ મને પણ જોબ અપાવી હતી. એની મદદ અને કુનેહથી જ મને આટલા બેનિફીટ મળતા થયા છે. આઈ એપ્રીશિયેટ હીઝ હેલ્પ.”

અઠવાડિયા પહેલાં ક્રિસમસ પાર્ટી હતી. નિયતીને રીકી મળશ્કે ત્રણ વાગ્યે મૂકી ગયો હતો. તેના પગ લથડતા હતા. મોંમાંથી આલ્કોહોલની દુર્ગંધ આવતી હતી. ગાતી હતી મૂઝકો “યારો માફ કરના મૈં નશેમેં હૂં….. એક ગલતી તો ખૂદાભી માફ કરતા….. ઓહ રીકી, યુ આર ફન, યુ આર ગ્રેઈટ.”

માબાપ અને નિર્ણય આખી રાત નિયતીના બેડરૂમમાં જાગતા બેસી રહ્યા. વસ્ત્રો અને એના લવારાથી સૌ જાણતા હતાં કે શું થયું હતું. કોઈ નામ પાડતા ન હતાં. બીજી સવારે મોડી ઉઠેલી નિયતીએ નિર્ણયને એટલું જ કહ્યું હતું. “ નીનો યુ આર ધ ઓન્લી પરસન ઈન માય લાઈફ હુમ આઈ લવ ધ મોસ્ટ. પણ તારી મંજુરી હતી એટલે એકવાર ભૂખ સંતોષી લીધી હતી. બસ પહેલી અને છેલ્લીવાર. મને માફ કરજે.”

એ વાતને બે મહિના વીતી ગયા. વ્હાલના રોજીંદા શબ્દો અને વર્તન તો એ જ હતું. પણ ઉષ્માનો અભાવ હતો. પોતાની કાર લઈને જતી તો યે મોડી આવતી.  એક દિવસ સવારે એને ઉલટી થઈ. મા દીકરીએ કંઈ વાતો કરી.  નિર્ણયે મા દીકરીની વાતો સાંભળી. ડોકટરને ત્યાં જવાની વાતો ચાલતી હતી. નિયતી કહેતી હતી હું તો રાખીશ.

બીજે દિવસે મળશ્કે ચાર વાગ્યે મોટી બુમ પડી, કાકીઈઈઈ. નિયતી બોલતી નથી. કાકા કાકી સફાળા દોડ્યા. શ્વાસ બંધ હતો. કાકાએ ઇમર્જન્સી નંબર ૯૧૧ ડાયલ કર્યો. પોલિસ એમ્બ્યુલન્સ માત્ર બે મિનિટમાં જ આવી પહોચી. નિયતીના  દેહને લઈને એમ્બ્યુલન્સ હોસ્પિટલ તરફ દોડી. પોલિસ ઘર ફેંદતી રહી. માતા પિતા અને નિર્ણયના સ્ટેટમેન્ટ લીધાં. લેવા જેવું લાગ્યું તે લીધું અને તેની રસીદ ચન્દ્રકાન્તભાઈને આપી.

પોસ્ટમોર્ટમ ઓટોપ્સી રિપોર્ટ પ્રમાણે અને પ્રારંભિક રીતે પ્રિસ્ક્રીપશન મેડિસીનના ઓવર ડોઝને લીધે મૃત્યુ થયું હતું. નિયતીના અગ્નિદાહ પછી. રિપોર્ટ આવ્યો હતો કે એ એક્સીડેન્ટલ ઓવરડોઝ ન હતો. પણ ઈરાદાપૂર્વક આત્મહત્યા માટે લેવાયલો ડોઝ હતો. નિયતી બે માસની પ્રેગ્નન્ટ હતી. મા બાપ તો હાર્ટ એટેક આવ્યો હતો એમ જ કહેતાં હતાં

આજે નિયતીનું બેસણું હતું. ફેમિલીરૂમ મિત્રો સ્વજનોથી ચિક્કાર ભરેલો હતો. કોઈ બોલતું ન હતું પણ ગૂસપૂસીનો ગણગણાટ વર્તાતો હતો. કેટલાક ત્યાં શાંતિથી બેઠા હતા અને કેટલાક બહાર ટોળે વળી વાતો કરતાં હતાં.

એવામાં લાલ ભૂરી ફરતી લાઈટ સાથે બે પોલિસકાર આવીને ઊભી રહી. બે ઓફિસર ઘરમાં દાખલ થયા. ગણગણાટ વચ્ચે ચાલતી પ્રાર્થના અટકી ગઈ; પણ ઓફિસરે સહાનુભૂતિ પૂર્વક પ્રાર્થના પૂરી કરવા જણાવ્યું. પ્રાર્થના પૂરી થતાં. ચન્દ્રકાન્ત અને મૃદુલાએ સૌને નમસ્કાર કર્યા. એ સૌને વિદાય થવાનો સંકેત હતો. ઉત્સુકતા છતાં સૌએ વિખરાવું પડ્યું,

“આઈ એમ સોરી ટુ સે, ધેટ એસ પર અવર ઇન્વેસ્ટિગેશન એન્ડ એવિડન્સ ઈટ ઈઝ નોટ એક્સિડેન્ટલ ઓવરડોઝ ઓર સ્યૂસાઈડ બટ ઇટ ઇઝ હોમોસાઈડ. મિસ્ટર નિર્નય યુ આર અન્ડર એરેસ્ટ. યુ હેવ રાઈસ્ટ ટુ રિમેઇન સાયલન્ટ.’

ઓફિસરે પ્રોટોકોલની બહાર જઈને હેન્ડકફ વગર નિર્ણયની વ્હિલચેરને જાતે પુશ કરીને સ્પેશિયલ વાનમાં ગોઠવી.. પોલિસને બાથરૂમમાંથી ૧૦ મિલિગ્રામની પર્કોસેટની નિર્ણયની પ્રિસ્ક્રિપ્શનની ખાલી બોટલ અને એનું તોડેલું તાજું પ્લાસ્ટિક રેપર અને પેકેજીંગ કોટન મળ્યા હતા. એ બધા પર નિર્ણયના જ ફિંગર પ્રિન્ટ હતા. એક્સિડન્ટ પછી એ નિર્ણય કોઈકવાર બ્રાન્ડી લેતો હતો. એના પર પણ એના જ ફિંગર પ્રિન્ટ હતા.

 પોલિસ ઇન્ટરોગેશનમાં  નિર્ણયે તરત જ કબુલ કરી જણાવ્યું હતું કે “મેં જ બળ જબરી કરીને મારી  પેઇન કિલર મેડિસિન ‘પર્ગોસેટ’ એના ગળામાં રેડી હતી. દશ મિલિગ્રામ ઓક્ષ્સીકોડૉન અને ૩૨૫ મિલિગ્રામ એસિટામિનેફેનની ૩૦ ટેબ્લેટનો ભૂકો કરી એને બ્રાન્ડીમાં ઓગાળી એને પીવડાવી દીધી હતી. એના મૃત્યુ બાદ મારે પણ સ્યુસાઈડ કરવાનો પ્લાન હતો. મારી પાસે ન વપરાયલી પેઈન કિલરની બીજી બોટલ પણ હતી.”

“પણ મ્રૂત્યુ પહેલાની નિયતીની તડપન જોતાં હું હિમ્મત હારી ગયો હતો. હું ગભરાઈ ગયો હતો. હું પ્રેમાળ કાકા કાકીને કહી ના શક્યો કે મેં જ નિયતીને મારી નાંખી છે. એઓ તો મને સાંત્વન આપતાં હતાં. મન મનાવી મારે બદલે જસ્ટીસ સિસ્ટિમજ મારા મોતની વ્યવસ્થા કરે એ માટે હું તૈયાર જ બેઠો બેઠો હતો. બધી ધાર્મિક વિધી પંદર દિવસ પછી પત્યા પછી હું જાતે જ મારી જાતનું સમર્પણ કરવાનો હતો. મારી મૃત્યુની તૈયારી જ હતી એટલે મેં કોઈ એવીડન્સનો નાશ નહોતો કર્યો. “

“મેં ડિવોર્સની માંગણી કરી હતી તે સમયે પ્રેમના લાગણીવેડાને બદલે વાસ્તવિકતા સ્વીકારી છૂટા થઈ ગયા હોત તો આ પરિસ્થિતિ ના હોત. મેં જાતે જ એને અન્ય સાથે દૈહિક સુખ મેળવવા છૂટ આપી હતી પણ જ્યારે એણે એ છૂટ લીધી ત્યારે હું એ સહન ન કરી શક્યો. અને તેમાયે એ માતા બનવાની હતી. જેને મેં ખૂબ નાનપણથી મારી જ માની હતી તેને બીજા સાથેના સંવનન માત્રનો વિચાર પણ કરી શક્તો નથી. હું ભાન ભૂલી ગયો હતો. આઈ કિલ્ડ હર. આઈ કિલ્ડ હર. કોર્ટમાં હું ગિલ્ટી પ્રીડ કરીશ. પ્લીસ કેસ વગર મને જલ્દી ડેથ સેન્ટન્સ આપો. હું ગિલ્ટી છું. આઈ એમ ગિલ્ટી આઈ એમ ગિલ્ટી પ્લીઝ શૂટ મી. પ્લીઝ શૂટ મી. આઈ વોન્ટ્ ટુ યુનાઈટ વીથ માય નીની;  પ્લીઝ પ્લીઝ….”

પોલિસ અને ડિસ્ટ્રિક્ટ એટર્નીની હાજરીમાં જ બોલતાં બોલતાં  નિર્ણયનું કાર્ડિયાક એરેસ્ટ થી એનું હાર્ટ બંધ થઈ ગયુ.. પોલિસે આપેલા સીપીઆર કામ ન લાગ્યા.

 નિર્ણય ત્યાં જ ઢળી પડ્યો.

 

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  એપ્રિલ 15, 2016 @ 20:38:08

  નીનો અને નીની -નિર્ણયને નિયતિ -ની પ્રેમ કહાની છેવટે પ્રપંચ કહાની માં બદલાઈ ગઈ !
  વાર્તાનો ચઢાવ ઉતરાવ અને બન્ને પાત્રોના મનની સંવેદનાઓ અને નબળાઈઓ નું બહુ સરસ શબ્દોમાં નિરુપણ કર્યું છે એ ગમ્યું .

  એક વધુ સારી વાર્તાના સર્જન માટે અભિનંદન .

  Liked by 1 person

  જવાબ આપો

 2. સુરેશ
  એપ્રિલ 15, 2016 @ 21:36:08

  આમ જ બને. પુરૂષ મુક્ત મનનો થાય એ લગભગ અશક્ય છે.
  પણ…
  કદાચ …
  મુક્ત બનાય ખરું હોં!

  Liked by 1 person

  જવાબ આપો

 3. pragnaju
  એપ્રિલ 15, 2016 @ 22:01:48

  વારંવાર પ્રચાર થાય છે કે Oxycodone is the deadliest prescription drug in the U.S., according to statistics released by the Food and Drug Administration. The agency received more than 5,500 reports of deaths caused by oxycodone between 1998 and 2005, more than any opioid painkiller or other prescription drug. અને હાલ પણ ચુંટણીમા આવા ડ્રગ બંધ કરવાની વાત પર મત લેવાય છે તે વાતને ગુંથી લઈ સરસ વાર્તા બની.કરુણ અંત કોઇને કદાચ ન ગમે પણ આ વાર્તા સત્ય ઘટના પર આધારિત લાગે છે વળી કોઇ કેસમા તો આવી પાર્ટીની યુ-ટ્યુબ બનાવે !

  Liked by 1 person

  જવાબ આપો

 4. mhthaker
  એપ્રિલ 25, 2016 @ 23:18:04

  very realistic story of love and devotion-and deception…kharej aksharo na architect cho tame !!!!!

  Liked by 1 person

  જવાબ આપો

 5. મનસુખલાલ ગાંધી
  જૂન 15, 2016 @ 14:23:36

  જીંદગીની સુંદર શરૂઆત અને પછી વેદનાભરી કરૂણતા…..પુરુષનો અહંમ ઘવાયો…..અને નિયતીનો ભોગ લેવાયો…

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: