“સ્પેર ધ રૉડ”

મિત્રો આ એક જૂની વાત પી.ડી.એફ ફોર્મેટ્સમાં ડાઉન્લોડ કરવી પડતી હતી અને ઘણાં વાચકો વાંચી શકતા ન હતા.  ફરીથી આપ સૌની સરળતા માટે  ક્લિક કરતાં  જ સરળતાથી વાંચી શકાય એ માટે, “મધર્સ ડે”  નિમિત્તે ફરીથી રજુ કરું છું.  આશા છે કે આપ સૌને ગમશે.

સ્પેર ધ રૉડ

 

SpareTheRod

ડિયર મોમ્,

ઘણાં લાંબા સમય પછી લખું છું. ખરુંને?  શક્ય છે કે હું ક્યાં હતી તે તને કદાચ ખબર ન પણ હોય. હું કેલિફોર્નિયા, કરેક્શન એન્ડ રિહેબ સેન્ટરમાં હતી. જેલને માટેનું આ સરસ નામ છે. અકળાવાની જરૂર નથી મોમ.  હવે હું બહાર આવી ગઈ છું. આજે તો હું ફ્રી છું.

મારો ગુનો?

મેં મારી મુન્નીને થપ્પડ મારી હતી…. ચમચમતી થપ્પડ… જાહેર જગ્યાએ… શોપિંગમોલમાં… વાત નાની અને સામાન્યજ હતી. મૂળવાત તો ભુલાઈ ગઈ છે. પણ મને એટલું યાદ છે કે એ મારી સામું બોલી હતી. મને સામો જવાબ આપ્યો હતો. મેં તારી જેમજ ધિરજ ગુમાવી દીધી. માત્ર એક તામાચો……

મુન્નીએ મોટો ભેંકડો તાણ્યો. એક ચાંપલી ડોસીએ આ જોયું. તેણે પોલીસને ફોન કર્યો. મૉમ, આઈ વોઝ એરેસ્ટેડ…હેન્ડકફડ્.  એક રાત લોકાઅપમાં ગાળી.

જીમીતો મુન્નીના જન્મ પછી અમને મા દીકરીને છોડીને ચાલ્યો ગયો હતો. મેં એકલીએ કેટલા લાડથી મુન્નીને ઉછેરી!…. એકલે હાથે…. કોઈ દિવસ ટપલાની વાત તો બાજુ પર રહી પણ એનું મન દુભાય એવી રીતે ખીજવાઈ પણ નહોતી. અને એક દિવસમાં, એક થપ્પડમાં બધુંજ ધોવાઈ ગયું.

ત્રણ મહિનાની જેલ થઈ. તે દરમ્યાન મારી ફ્રેન્ડ મૌલીએ મુન્નીને પ્રેમથી સંભાળી. ત્રણ મહિનાની જેલ હતી પણ પાંચ વીકમાં જ છૂટકારો થયો. થેન્કસ ગોડ.

મુન્નીને વળગીને કેટલું રડી હતી! જેલનું દુઃખ ન હતું. પણ વગર વિચાર્યે શામાટે મેં મારી દીકરી પર હાથ ઉપાડ્યો એ આજે પણ સમજાતું નથી. આજે મારી પાસે કોઈ જ નથી. માત્ર છે મારી મુન્ની.

પાંચ વીકના રિહેબ પ્રોગ્રામમાં ચાઈલ્ડ એબ્યુઝ અંગે કેટલું બધું સમજાવાયું હતુ.

 

બે નાની છોકરી.

 

એક છોકરી… તેની ઢિંગલીને પ્રેમથી વળગે…. કપડાં પહેરાવે…. વહાલથી બકી કરે…..  પ્રેમથી પોતાની સાથે સુવડાવે. ….હાલરડું ગાય…. બસ પ્રેમ, પ્રેમ અને પેમ. વહાલનો દરિયો. બસ જાણે  મારી અને મારી મુન્નીની જ વાત.

બીજી છોકરી…. એની પોતાની ઢિંગલી…. એને અફાળે…. ખીજવાતી હોય એમ બબડે…. જાણે ઢિંગલી તોફાન કરતી હોય એમ એને શિક્ષા કરે…. હા, એ એમ કરી શકે કારણકે,   એ એની પોતાની ઢિંગલી છે. એનો એના પર અધિકાર છે…મને થતું કદાચ એ મારી અને મારી મૉમ એટલે કે તારી વાત જ હશે.

મને ગળા સુધીની ખાત્રી છે. યુ રિયલી લવ મી. તેં જ મને જન્મ આપ્યો છે. હા, તું થોડી ડિસએપોઇન્ટ થઈ હતી મને ભગવાને છોકરાને બદલે છોકરી બનાવીને મોકલી હતી. પ્રેમ હોવા છતાં તારામાં પ્રેમ પ્રદર્શિત કરવાની સમજ ન હતી. આવડત ન હતી. કદાચ તારી દૃષ્ટિએ એવા વેવલાવેડાની જરૂર ન હતી. કદાચ પ્રેમ જણાવવાની વૃત્તિ નહતી. હું આખી જીંદગી, મને પ્રમથી કચડી નાંખે એવા તારા આલિંગનની તરસીજ રહી છું. મારી ફ્રેન્ડસ્ ની મમ્મીઓ પણ જ્યારે મને દીકરી દીકરી કહીને વહાલથી બોલાવતા ત્યારે મારું મન તારામાં ખોવાઈ જતું. તેં બને કદીયે દીકરી કે બેટી કહીને બોલાવી નથી. શીલા કહી ને જબોલાવી છે.  તારી પાસેથી એ શબ્દોની અપેક્ષા આજે યે અધુરી જ રહી છે.

મોમ, અગેઇન આઈ સે, યુ મસ્ટ હેવ લવ્ડ મી બટ યુ કુડ નોટ એક્ષપ્રેસ ટુ મી.

યાદ છે મોમ્ હું અઢાર વર્ષની હતી. આપણા ઘરે મારી જ બર્થડેપાર્ટી હતી. એક જરા સરખી વાતમાં તેં મને થપ્પડ મારવાની વાત કરી હતી. તેં મને મારી તો ન હતી, પણ બધાની હાજરીમાં અઢાર વર્ષની પુત્રીને મારવાની વાત… મારાથી મારું હ્યુમિલીયેશન સહન ન થયું….આખી રાત હું રડતી રહી. તે વખતનો મિત્ર અને મીનુના બાપનો સ્વાર્થી સહારો મળી ગયો. મેં ઘર છોડ્યું. ભણવાનું પુરું ન કરી શકી. મારી સમજ અને વિવેકબુદ્ધિ નષ્ટ થઈ ગઈ. વગર લગ્ને મુન્નીની મા બની ગઈ.  

મારે તને બતાવવું હતું કે હું તારા કરતા મારા સંતાનની સારી અને પ્રેમાળ માતા છું. બટ આઈ ફેઇલ્ડ. એક વખતના ગુસ્સાએ મને જેલમાં મોકલી. મોમ્!   મને તારો પ્રદર્શિત પ્રેમ મળ્યો હોત તો?   મારી જીંદગી કદાચ  જુદી જ હોત. હું નાની હતી ત્યારે તારા કેટલાયે ટપલા, ટોણાનો લાભ લીધો છે. ટપલાના કોઈ ઘા તો પડ્યા જ ન હતા, છતાંયે જીવન ભર દુખતા રહ્યા.

રિહેબના સેસન્સમાં જાણ્યું કે આ જીવન શૈલી ઘણીવાર વારસાગત હોય છે.  શું નાનીમાએ તને આ જ રીતે ઉછેરી હતી?  મુન્નીની હઠને હસી કાઢવાને બદલે મેં હાથનો ઉપયોગ કેમ કર્યો?  હવે તો મારા પર “ચાઈલ્ડ એબ્યુઝર”નું લેબલ લાગી ગયું છે.  શું હું  ખરેખર ચાઈલ્ડ એબ્યુઝર છું?  મને પણ તારો વારસો તો નથી મળ્યો ને?

આપણે ત્યાં ઈન્ડિયામાં કહેવાતું ‘સોટી વાગે ચમ ચમ અને વિદ્યા આવે ઝમ ઝમ.’  આજે તો ત્યાં પણ કાયદો બદલાયો છે. અહિ પણ અસલના સમયમાં કહેવાતું  ‘સ્પેર ધ રોડ, એન્ડ સ્પોઈલ ધ ચાઈલ્ડ’. પણ   હવે લોકોનું દૃષ્ટિબીંદુ બદલાયું છે. નબળું એબ્યુઝ્ડ ચાઈલ્ડ આખી જીંદગી ડિપ્રેશન ભોગવે છે. એનો વિકાશ અટકે છે. માર ખાઈને મોટું થયેલું સબળુ બાળક બુલી થઈ જાય છે. મોટું થતા ક્રિમિનલ થઈ જાય છે.

‘કોર્પોરલ પનીસ્મેન્ટ’ પણ ચર્ચાનો વિષય છે. જેલમાં અમારી પાસે સોગંદ લેવડાવ્યા છે કે અમે અમારા બાળકોને મારીશું નહિ કે ‘કોર્પોરલ પનીસ્મેન્ટ’ની ધાક ધમકી આપીશું નહિ. બાળકોને પ્રેમથી ઉછેરીશું અને કેળવીશું.

આમ છતાંએ મૉમ આઈ લવ યું. આઈ નો…માઈ હાર્ટ સેઝ, યુ લવ મી ટુ. મામ, આઈ મીસ યુ. આપણે જ્યારે મળીશું ત્યારે મન મુકીને હગ કરીશું. કરીશ ને?

યોર વન એન્ડઓન્લી ડોટર શીલા.

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. harnishjani52012
  મે 06, 2016 @ 18:48:39

  દેશના કાયદા જુદા છે. અમેરિકાના જુદા છે. મા દીકરીનો પ્રેમ તો તે જ છે.
  સરસ વાર્તા.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Vinod R. Patel
  મે 06, 2016 @ 21:02:19

  જ્યારે નાના હતા ત્યારે શાળામાં તોફાની વિદ્યાર્થીને શિક્ષક ફૂટપટ્ટી થી ફટકારતા એ દ્રશ્ય જોયું છે. એ વખતે બધે એમ કહેવાતું સોટી વાગે ચમ ચમ , વિદ્યા આવે ગમ ગમ. અમેરિકામાં આ વાર્તામાં આવે છે એમ બાળક ઉપર હાથ ઉપાડવો એ ગુનો બને છે અને જેલમાં સમય વિતાવવો પડે છે.

  મધર્સ ડે ને અનુરૂપ સરસ સંદેશ આપતી વાર્તા . બધી માતાઓને હેપ્પી મધર્સ ડે !

  Liked by 1 person

  જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી, યુ.એસ.એ.
  મે 07, 2016 @ 01:51:01

  સરસ વાર્તા.

  Like

  જવાબ આપો

 4. pragnaju
  મે 07, 2016 @ 08:54:05

  ‘ઘણાં વાચકો વાંચી શકતા ન હતા.’
  એમા અમે પણ

  રસમ અહીંની નોખી…

  હવે તો ટપલી મારવી હોય તો ઇંડીયા લઇ જવા પડે !

  Liked by 1 person

  જવાબ આપો

 5. Kalpana Desai
  મે 07, 2016 @ 09:43:10

  સરસ વાર્તા.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: