મારી પૌત્રી તાન્યા નું ગ્રેજ્યુએશન હોવાથી અને આ વખતે રટગર યુનીવર્સીટી એ પ્રેસિડેન્ટ ઓબામાને આ પ્રસંગે ખાસ તેડાવેલો હોવાથી અમો સહુ ત્યાં ન્યુ જર્સી ગએલા હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ અને એના સગાં વ્હાલાં હોવાથી જબરી ભીડ હતી . એટલે સ્થાન ઉપર જવાની સંખ્યામાં કાપ મુકેલો , પણ હું વ્હીલ ચેર વાળો હોવાથી મારી સાથે મારો પુત્ર દેવ અને એની પત્ની રેશ્મા આવી શકેલાં અને અમને જગ્યા પણ સારી મળેલી . ડેવિડ અમને સહુને ટે ને સી થી 8 કલાકની રાઈડ કરીને લઇ ગએલોપણ એમને કોઈને સ્થળ ઉપર જગ્યા મળેલી નહિ . એટલી બધી સિક્યુરીટી હતી કે કહેવાની વાત નહી . વ્યક્તિગત માણસોને પણ બહુ ચોકસાઈ થી ચેક કરતા હતા . કારને પાર્ક કર્યા પછી એ જગ્યાએથી યુની , ની બસ સ્થળ ઉપર લઇ જતી હતી . અમો મારા માટે નવી ખરીદેલી વ્હીલ ચેર ની જરૂર નહી પડે એમ સમજીને સાથે નહી ગએલા પણ અમુક ઠેકાણે ખાસ જરૂર હોવાથી મારા દીકરા દેવને …
પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
હું તેલ ખાઉં છું . ગળપણ ખાઉં છું .ડેવિડની દીકરી gianna હું તો એને ज़िआ કહીને બોલાવું છું . ज़िआ મૂળ અરબી શબ્દ છે જેનો અર્થ સૂર્ય પ્રકાશ અથવા પ્રકાશ થાય છે .
ક્રુઝમાં હું નાસ્તામાં પેન કેક પીનટ બટર અને મધ ખાતો રસ પીતો ખાંડ ભૂરી ખાઉં છું . બાકી હું પરિસ્થિતિને અનુકુળ થઇ જાઉં છું , મેં શરીરને બહુ લાડ લડાવ્યા નથી .
બાકી તમારા સુરતી ભાઈને ત્યાં પીવા માટે પાણી હોય એ પણ મસાલેદાર હોય હું ચુપચાપ પી લઉં . મારા જેવો સોરઠિયો સુરતીના 53 જાતના મુખવાસ જોઈનેજ હેબતાઈ જાય અમારા મલકના સોરઠીયા રબારીના તમે મેમાન બનો તો (રેખા બેન સિંધલ રબારી છે . ) ભાત બાફેલા મગ અને ઘી ગોળ ખાવા મળે અને ઘી ટી સ્પુન થી પીરસવાનું ના હોય તાંબડીથી રેડવાનું હોય में ब्रिटिश आर्मीका जवान था मैंने गटरका पानी पिके प्यास बुझानेकी ट्रेनिंग ली है બકરા ઘેટાની માફક વહેતું પાણી પીધું છે .
તો હવે હું તમારો મેમાન બનું તો મને ભાવતા ભોજનજ તમે ખવડાવશો . એની મને ખાતરી છે .
LikeLiked by 1 person
હવે પાછા આવો તો યે મસાલેદાર સુરતી ઉંધીયું તો તમારાથી ન જ ખવાય. માફેલા તેલ મરચા વગરના બટાકા સક્કરીયા ખવડાવવાનો અર્થ શું? તમે ભલે દ્વારકાધીશ થૈઈને આવો, મારે વિદુર નથી બનવું. તમે કહેશો તે જ ખવડાવીશું. જરૂરથી પધારો.
LikeLike
ઓબામાને મળવાની હાય હોયમાં
પ્રવીન્કાંત શાસ્ત્રીના ઘરનું ઊંધિયું ન ખવાનુ ઈનો વહ વહો રહી ગયો .
LikeLiked by 1 person
મારી વાતો વિદ્વત્તા પૂર્ણ ન હોવા છતાં લોકોને ગમે છે એ નાથી મારામાં લખવાની ઉમંગ વધે છે . અને પ્રવીણ કાન્ત શાસ્ત્રી જેવા શાસ્ત્ર વેત્તાને પણ ગમે છે . એથી રૂડું બીજું શું ?
LikeLiked by 1 person