રાગ માલકૌંસનો ખજાનો

રાગ માલકૌંસ

saraswat

માલકૌંસ મારા પ્રિય રાગોમાંનો એક છે.

ગુજરાતી લેક્ષિકોન્માં માલકોશ રાગની સરસ રસિક માહિતી છે એ લેક્ષિકોનના સૌજન્ય સાથે આપને માટે રજુ કરું છું

( સંગીત ) હનુમંત મત પ્રમાણે સંગીતના મુખ્ય છ માંહેનો એક રાગ. તેના શરીરનો વર્ણ શ્યામ છે. ક્વચિત ગૌર પણ લખે છે. શ્વેત વસ્ત્ર પહેરેલાં છે, ક્વચિત આસમાની રંગના કપડાં પહેર્યા છે એમ પણ મનાય છે. હાથમાં સુગંધિત પુષ્પની છડી છે, માથા ઉપર મુકુટ શોભી રહ્યો છે, ગળામાં મોતીના હાર પડેલા છે અથવા કવચિત માણસની ખોપરીની માળા ગળામાં છે એમ પણ મનાય છે. સુંદર વરાંગનાઓનું યૂથ સાથે છે, તે ગાઈ બજાવી નૃત્ય કરી રહ્યું છે, અને પોતે વિવિધ વિલાસ કરવામાં અતિ નિપૂણ છે. કોઈ મતમાં તેના ડાબા હાથમાં શત્રુનું શીશ છે, અને જમણા હાથમાં ખુલ્લી તરવાર છે, અને તેની આગળ કોઈ ભાટ અથવા ચારણ તેનું ગુણ કથન કરી રહ્યો હોય એવી પણ માન્યતા છે, જ્યારે કોઈ મતમાં માલકોશ રાગનું સ્વરૂપ શ્રીકૃષ્ણ જેવું લખે છે. તેમાં પોતે બંસરી બજાવી રહ્યો છે અને સાથે પાંચ સ્ત્રીઓ છે તેની સાથે વિલાસ કરે છે. ઋતુ શિશિર એટલે મહા અને ફાગણ માસની છે. આ રાગ ગાવાથી અગ્નિ એની મેળે પ્રગટ થાય છે અથવા પાણીનો કોસ એની મેળે ચાલવા માંડે છે એવો તેનો પ્રભાવ છે. વળી એમ પણ મનાય છે કે આ રાગ ગાવાથી છાતીના દરદો અને ક્ષય રોગ નાશ પામે છે. એને સાંભળ્યાથી આંખમાં ઘેન આવી જાય છે. આ રાગ કોઈથી મિશ્ર નથી, શુદ્ધ છે. જાતિ ઓડવ છે એટલે તેમાં ખરજ શુદ્ધ, ગંધાર કોમળ, મધ્યમ કોમળ, ધૈવત કોમળ અને નિખાદ કોમળ એમ પાચ સ્વર આવે છે. રિખવ અને પંચમ એ બે સ્વર વર્જ્ય છે. ગ્રહ સ્વર ખરજ છે. વાદી સ્વર મધ્યમ છે, ન્યાસ સ્વર ધૈવત અને સંવાદી સ્વર નિખાદ છે. કોઈ આ રાગને ઓડવ એટલે છ સ્વરથી પણ ગાય છે. તેમાં પંચમ વર્જ્ય છે અને રિખવ ઉત્તરી છે અને કોઈ સંપૂર્ણ પણ ગાય છે. તેમાં સાતે સ્વર આવે છે પણ ઓડવ અને સંપૂર્ણ મતથી બરાબર માલકોશ રાગનું સ્વરૂપ થતું નથી. ઓડવથી બરાબર ચોખ્ખું સ્વરૂપ થાય છે. આ રાગની પાંચ રાગિણીઓ, આઠ પુત્ર અને આઠ પુત્રવધૂઓ છે. પાંચ રાગિણીઃ ૧. સુહા, ૨. ખંભાવતી, ૩. કમાલી ગૌરી, ૪. જેતી ગૌરી, ૫. શ્યામ ગુજરી છે. બીજા મતેઃ ૧. ગૌરી, ૨. ધુમ્રાલી અથવા રિયાવતી, ૩. ટોડી, ૪. ખંભાવતી અને ૫. કુકુભ છે. આઠ પુત્રઃ ૧. ગંધાર, ૨. શુદ્ધ, ૩. પરીક્ષણ, ૪. શહાના, ૫. ત્રપક્ષણ, ૬. સગત બુલૈયા, ૭. માલીગૌરી અને ૮. કામોદ છે. આઠ પુત્રવધૂઃ ૧. ધનાશ્રી, ૨. માલશ્રી, ૩. જેતશ્રી, ૪. સુધરાઈ, ૫. ગંધારી, ૬. ભીમપલાસી, ૭. દુર્ગા અને ૮. કામોદી છે.

 

થાટ- ભૈરવી/આશાવરી, પ્રકૃત્તિ-શાંત-ગંભીર, જાતિ- ઓડવ ઓડવ;

વાદી-મ M, સંવાદી- સા, S

પકડ સ્વર d n S M, g M g S

આરોહ –S g m d n S’ –

અવરોહ – S’ n d m g S;

વર્જ્ય – R and P

સમય- મધ્ય રાત્રી,

‘Man Tarpat Hari Darshan Ko Aaj’ (film Baiju Bawra),

‘Aadha Hai Chandrama Raat Aadhi’ (film Navrang),

‘Chham Chham Ghunghroo Bole’ (film Kaajal),

‘Ankhiyan Sang Ankhiyaan Laagi Aaj’,

‘Balma Maane Na’ (film Opera House)

‘Rang raliyaan karat sautan sang’ (film Birbal My Brother),

‘Gori tera gaon bada pyara’ (film Chitchor),

‘Ek Ladki Thi’ (film Love You Hamesha),

‘Tumko Lekar Chale’ (film Jism),

are a few Hindi film compositions based on Malkauns.

‘Rajasekhara’ in the film ‘Anarkali’ in Tamil and Telugu is a composition based on this in South India.

Raga :Malkauns in Vilambit “Pir Na Jani and Pag Ghungro Bandh- Pt. Omkarnath – Malkauns…

 

Pt Sajan & Rajan Mishra – Raag Malkauns

 

 Bismillah Khan – Raag Malkauns

 

 

‘Best Ghazal’ Nind Raato Ki Uda Dete Hai ‘Malkauns’ – Osman Mir (Mayank)

 

Chinese Traditional Music

Chinese Folk Music

આને હું ચાઈનીસ માલકૌસ કહીશ.

 

અને આ પણ ગમશે.

Published on May 18, 2012

Dr. Kalyani Bondre (Vocal), Amit Joshi (Electronic Percussion) and Rohit Kulkarni (Keyboard) present a famous composition in the Indian Classical Raga Malkauns at the fusion concert ‘Raga on the Beat’. The original composition in Teental is presented here in the Jazz style. April 2012

 

Raga Malkauns Fusion (Jazz style) – Dr. Kalyani Bondre

 

 

 

6 responses to “રાગ માલકૌંસનો ખજાનો

 1. pravinshastri May 22, 2016 at 10:47 AM

  આવતા માસ માટે યમન કલ્યાણની તૈયારી ચાલે છે. ક્લાસીકલમાં જે ૧૦-૧૫ કરતાં વધુ હોય તો કદાચ મિત્રો કંટાળે. એટલે કલાક દોઢ કલાકના કોન્સર્ટ મૂકતો નથી.

  Like

 2. pravinshastri May 22, 2016 at 10:43 AM

  સરયુબેન અપ્ને ગમ્યાનો આનંદ.બ્લોગ પર પધારવા બદલ આપનો આભાર.

  Like

 3. SARYU PARIKH May 22, 2016 at 9:43 AM

  રસ પડ્યો. પહેલાં બધાં સંગીતકારને સાંભળી આનંદ માણ્યો છે.
  નમસ્તે.
  સરયૂ પરીખ

  Liked by 1 person

 4. kaushik May 22, 2016 at 9:41 AM

  માલકૌંસની સ્વર હોય, એકાંત હોય અને આનંદના ઝાપટાની તલાશ હોય તો ભગવાન “તથાસ્તુ!” કહી ને ઉભા રહે છે- રાગ સંભાળવા સ્તો! ઉસ્તાદ બિસ્મિલ્લા ખાન ની શરણાઈ ઉપરની આ રાગની ટયુન હજુય ગણગણું છું, ત્યારે- બીજાના ત્રાસના ભોગે- હું દિવ્ય આનાદમાં ડૂબું છું! આભાર.

  Liked by 1 person

 5. ગાંડાભાઈ વલ્લભ May 20, 2016 at 7:47 PM

  માલકૌંસ મારો પણ એક પ્રીય રાગ છે. હું જેમની પાસે થોડું શીખ્યો હતો તેમણે મીરાંબાઈનું ભજન ‘પગ ઘૂંઘરું બાંધ મીરાં નાચી રે’ માલકૌંસમાં ગાયું હતું. અહીં વેલીંગ્ટનમાં પણ કોઈક પાસે મેં આ ભજન આ જ રાગમાં સાંભળ્યું છે.
  માલકૌંસમાં ઘણાં બધાં ફીલ્મી ગીતો તમે આપ્યાં છે, એ પૈકી મલ્લિકા શેરાવતે ગાયેલું ગીત મેં સાંભળ્યું હોય એવું યાદ નથી. ખુબ ગમ્યું. હાર્દીક આભાર પ્રવીણભાઈ.

  Liked by 1 person

 6. pragnaju May 20, 2016 at 6:50 PM

  ફરી ફરી માણી આનંદ
  ચાઈનીસ માલકૌસ અંગે આજે જ જાણ્યુ
  ઓદછકિા્ષ આભોગી,માલકૌસ. અતયંત ્ીડાઓદછ કરિારાગ. ધાની,હૃદયરોગદુર કરિા. રાગઆનંદભવૈરિઅમુક સમય. સુધી દનયદમત્ણે ્ધધદતસર રીતે. સુસંગીત રાગ સાંભળિાથી રોગને. દનયંત્રણમાં લાિી િકાય છે

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: