ટૂંકી ને ટચ અને અર્થવગરની વાત.

ટૂંકી ને ટચ અને અર્થવગરની વાત.Chaiyya_Chaiyya

હું, કવિતા અને ચંદુ ચાવાલા

‘એઈ શાસ્ટરી મેં આજે ફેસબુક પર કોઈ ડેહાઈના  કવિ સમ્મેલનના વિડીયોમાં ટારા જેવા  એક બટકા જોકરને જોયો. કવિઓની વચ્ચે ડખો કરવા ભરાઈ ગૈલો ઓહે. સાલો કાઠીયાવારી હોટલના વેઈટર જેવો લાગટો હતો. ડેખાવ ને બોલવામાં ડિટ્ટો ટૂ ડિટ્ટૉ  ટારા જેવો જ લાગટો ઊટૉ.’

અમારા સુરતી માનસમિત્ર ચંદુભાઈ ચાવાલાએ આવતાંની સાથે જ સિક્સર ફટકારી.

‘તમારું ક્યાં  ફેસબુકનું એકાઉન્ટ છે? શું યાર તમે પણ ગપ્પા ઉડાવો છો?’

‘ સાસટરી, ટને તો ખબર છે કે એકાન્ટ વગર પણ મને કોઈ બી બેન્કવારા લોન આપ્પા કાલાવાલા કરે છે. મારે કોઈ બી એકાઉન્ટની જરૂર જ નઠી. આતો મારી ડોટર ઈન લોએ મને બતાઈવો. મેં ટારા જેવાને જ જોયો, બસ ફેસબુક પર જોયો એટલે જોયો.’

‘ઓકે, જરા ધીમેથી બોલો. ચંદુભાઈ એ વિડીયો મારો જ હતો. એક કવિ સંમેલનમાં મારી વાર્તા વાંચવા ગયો હતો.’

‘ખરેખર ટુ જ ઉટો? ઓ માય ગોડ ટુ ફેંટામાં બીલકુલ ફની લાગટો ઉટો.’

‘ચંદુભાઈ મેં વાતો કરી લોકોને મજા કરાવી હતી.’

‘ટારામાં મજા કરવાની  કે કરાવવાની સેન્સ જ નઠી. યેસ, લોકો ટો ટારા ડાચા પર જ હસટા ઉટા. એક વાટ; જો ટુ કવિ સમ્મેલનમાં ગીયો ટો ટારે કવિટા બોલ્વી ઉટીને?’

‘મને ક્યાં કવિતા લખતા કે બોલતા આવડે છે? પદ્યમાં આપણું કામ નહિ.’

‘જો કવિટા ની આવરે ટો સુ મેઠી મારવા ટાં પોંચી ગૈલો. બગલાની નાટમાં કાગરો. જરાબી શરમ ની લાગી? ટને ટો ખબર છે કે આજનો જમાનો જ કવિટાઓનો છે? છોકરીઓનું નામ બી લોકો કવિટા રાખે છે. કોઈએ પોટાની છોકરીનું નામ વાર્ટા રાખેલું છે? સાહિટ્ય સભામાં લારવા ખાવા જવું ઓય ટો કવિટા લખટા શીખ.’

‘ચંદુભાઈ,  આપણે એસ.એસ.સી સૂધી જૂના જમાનાના કવિઓની પદ્ય કવિતાઓ શીખેલા; પણ સિલેબસમાં કવિતા કેમ લખવી એવું તો હતું જ નહિ.’

ટું જ ટો કે’ટો ઉટો કે ફેસ-બુક અને બ્લોગમાં ટારા બઢ્ઢા ફ્રેન્ડસ એન્જીનિયરો કે સાયન્ટિસ્ટો છે, એ બઢ્ઢા સારા સારા ઈન્ટેલિજ્ન્ટ ઓથર અને પોએટ છે. એઓ બઢા કાં આર્ટ્સ કોલેજમાં કવિટા શીખવા ગૈલા. બધા વાંચી વાંચીને જ જાટે કવિટા કરટા ઠૈ ગઈલા. જો કવિટા લખટા ના આવરે તો ગીટો લખ. ટને ટો મ્યુઝિકમાં ઈનટરેસ્ટ છે. કવિટા વારો ભલે ફેમસ ઠાય પન પૈસા ના કમાય. સિનેમાના ગીટ લખ. જાવેડ અખ્ખ્ટર કૅટલો રીચ છે!’

‘અરે એમ કાંઈ ગીત લખાતું હશે. અને તમે ફિલ્મના ગીતની વાત વાત કરતા હો તો લોકો પહેલાં એક્ટર એક્ટ્રેસને યાદ કરે પછી ડાન્સરને યાદ કરે, પછી પ્લેબેક સિંગરને યાદ કરે પછી ન્યુઝિક ડાયરેક્ટરને યાદ કરે અને છેલ્લે કોઈ ચીકણો કે ચીકણી હોય તે લીરીક રાઈટરને યાદ કરે ને પૈસા પણ એજ ઓર્ડરમાં મળે..

ચાલો પેલું ગીત “છૈયા છૈયા છૈયા” સોંગ યાદ છે? હું તો પિક્ચર જોતો નથી પણ વિડીયો જોયો છે. તમે તો રોજના બે ત્રણ મુવી જૂઓ છો.”

‘ઓહ યસ યેસ. મેં ટો બે વાર “દિલ સે” મુવી જોઈલું. પેલી સલમાનના ભાઈ અરબાઝ ખાનની એક્ષ, મલાઈકા અરોરાવાલી.. ટ્રેઈન પર શાહરૂખ બંડર ખાન હાટે ગાટી હટી ટે સોંગ ને? દોસ્ટ સાસ્ટ્રી, યંગ એઇજ યાડ આવી જાય એવું મશ્ત સોંગ.’

‘યુ સી ધેટ્સ, વ્હોટ આઈ મીન. તમને સોંગનો કવિ નહિ પણ સૌ પહેલા મલાઈકા યાદ આવી ગઈ. તમને એ ગીત કોણે લખ્યું એની ખબર છે?’

‘નો.’

‘કેસ ક્લોઝ.  કોણે ગાયું છે તે ખબર છે?’

‘યેસ, સુખવિંદરસિંગ’

‘અને ફિમેલ સિંગર?’

‘સાસ્ટરી ટારી એક્ઝામ આપ્પા મૂવી જોવા નૈ ગયેલો.’

‘હમણાં હમણાં મારા બ્લોગમાં હું નવા જૂના ફિલ્મી સોંગ અને રાગની માહિતી મૂકું છું. એટલે આ ગીત પણ નજરે ચડ્યું હતું. સાથેની ગાયીકા સપના હતી. મ્યુઝિક કમ્પોઝિશન એ.આર. રહેમાનનું હતું અને શબ્દો કોના હતાં ખબર છે.’

‘પાછો ક્વેશ્ચન? ટુ મારુ ભેજૂ નૈ ખા.જો ડોસ્ટ આ બઢું જાનવાની જરૂર નથી. ટને ખબર હોય તો મને કૈ ડે કે આવું ભંગાર ને આટલું ફેમસ સોંગ કોને લખેલું.’

‘જો એ જાણવાની જરૂર ના હોય તો લેખકો અને કવિઓની કિંમત કેટલી? આ તો મહાન કવિ ગુલઝારે લખેલું.’

‘એ તારી વાત બરાબર. રાખીનો એક્ષ ગુલ્ઝાર ટો ગ્રેઇટ પોએટ છે. અમેરિકા આવેલો ટિયારે વીઆઈપીની ટિકિટ લૈને હું આગલ બેઠેલો. પન જો આ સોંગ ગુલઝારનું જ હોય ટો એના આ સોંગના વર્ડિંગ ટારી વારતાઓ જેવા ભંગાર જ છે.’

‘આપને ટો છૈયાનું મ્યુઝિક ને મલાઈકા ગમેલી. હિમ્મટ રાખી ટુ ટારે આમ ટેમ વર્ડ એરેન્જમેન્ટ ઠોકવા માંડ. એક ડારો ટુ બી સારો ટો નહિ પન ફેમસ પોએટ થઈ જહે.

જસ્ટ જોકીંગ પરવિનભાઈ; એક સીરીયસ વાટ. જો ટારે સીરીયસ પોએટ ઠવું હોય ટો છંદ બી શીખવા જરૂરી છે તો દાવરાજીની સલાહ પરમાને જુગલભાઈના બ્લોગમાં ઘૂસી જા. એમાં chhando ange કેટેગરી માંથી ઢીમે ઢીમે સીરીયસલી છંદશાસ્ટ્ર ભનવા માંદ. થોરું શીખશે ટો ટને ખરેખર કવિસંમેલનમાં કવિટા માટે બોલાવહે.’

***

દોસ્તો અમારા ચંદુભાઈની વાત મારે માટે, કાવ્યો અને કવિઓ માટે કે ફિલ્મી ગીતો અને લોકોની માન્યતાઓ અંગે કેટલી સાચી છે તે તો તમારે જ નક્કી કરવાનું છે; બાકી ચંદુ ચાવાલા એક વિચિત્ર અને મજાના મારા માનસમિત્ર છે, એ વાત ચોક્કસ.

***

આ સાથે જ્યારે “છૈયા છૈયા” વાત નીકળી છે તો, જરા જાણવા જેવી આ રસિક વાત પણ જાણી લો.

છૈયા છૈયા ગીત,  બુલી શાહ નામના કવિના  સૂફી લોકગીતના શબ્દો “થૈયા થૈયા” પર આધારિત છે. એ. આર રહેમાન પંજાબી ભક્તિ ગીત શોધતો હતો. એને આ ગીત મળ્યું.  અને ગુલઝારે આ ગીતની નવી શબ્દ રચના કરી હતી. એ. આર. રહેમાનનું આ ગીત એના વિશ્વ પ્રસિધ્ધ મ્યુઝિકલ, “બોમ્બે ડ્રીમ” ના બીજા ભાગની શરૂઆતનું થીમ સોંગ પણ હતું.

૨૦૦૨ના સર્વેમાં વિશ્વના સાત હજાર ગીતોમાંથી પહેલા દશ ગીતોમાં આ ગીતનો નંબર નવમો હતો.

૨૦૦૬ની હોલિવુડ ફિલ્મ “Inside Man.” ની ટાયટલ ક્રેડિટમાં પણ આનું રિમિક્ષ વપરાયું હતું. આ ઉપરાંત ‘માયામી વાઇસ’ અને અન્ય દેશોના ટીવી પ્રોગ્રામોમાં પણ એક યા અન્ય રીતે એના સૂરો નું રિમિક્સ પ્રસરેલું રહ્યું છે.

૩ ઓક્ટોબર ૨૦૧૦ની કોમન્વેલ્થ ગેઇમ્સમાં પણ ઓપનિંગ સેરિમની વખતે આ ગીત ગવાયું હતું.

જાન્યુઆરી ૨૦૧૬ સૂધીમાં આ ગીત યુ ટ્યૂબ વિડિઓ પર ૧૯ મીલિયન (૧૯,૦૦૦,૦૦૦) વખત જોવાયું હતું. મને ખાત્રી છે કે તમે પણ જોયું હશે છતાં ચાલો પાછા એ ગીત એક વાર ફરી માણી લઈએ.

 

 

બીજી એક વાત…..મેં “દિલ સે” ફિલ્મ જોઈ નથી.

9 responses to “ટૂંકી ને ટચ અને અર્થવગરની વાત.

  1. mhthaker July 2, 2016 at 3:13 AM

    Vachama 1 kutumbi me tya Laguna ma giyo huto!!!!

    Like

  2. pravinshastri June 4, 2016 at 11:01 AM

    તમારી મજાનો મને આનંદ મહેન્દ્રભાઈ, સુરત જવાનું થાય છે ખરું?

    Like

  3. mhthaker June 4, 2016 at 10:51 AM

    સુરતી લોચો ખાવા ની મઝા આવી ગૈ હોં….

    Liked by 1 person

  4. Vinod R. Patel May 28, 2016 at 12:38 PM

    માહ્યલે બેઠો હુરટી ચન્દુ એ તમારું મુખોટુ બની ગયો છે. એ બકવાસ નથી કરતો પણ સમજવા જેવી વાતો પણ કરે છે.એને અવાર નવાર બોલાવતા રહેજો.

    Liked by 1 person

  5. pravinshastri May 28, 2016 at 11:23 AM

    આપને તો બોયા યે નથી ને ચાયા યે નથી આતો માહ્યલે બેઠો હુરાટી ચન્દુ જ બકવાસ કરે છે.

    Like

  6. Vinod R. Patel May 27, 2016 at 11:12 PM

    પ્રવીણભાઈ, તમારા સુરતી મિત્ર ચંદુ ચાવાળા ( કે ચાવળા !)ને ફરી બોલાવી લાવી એમના મુખે લાલા કાવ્યો અને કવિઓ માટે કે ફિલ્મી ગીતો અને લોકોની માન્યતાઓ અંગે તમારે જે કહેવું હતું એ આબાદ રીતે કહી દીધું છે !
    મજા કરાવતી પોસ્ટ.

    Liked by 1 person

  7. મનસુખલાલ ગાંધી May 26, 2016 at 5:00 PM

    બહુ મજા આવી ગઈ………

    Liked by 1 person

  8. pravinshastri May 26, 2016 at 3:40 PM

    ાંદર બેઠેલો ચંદુભાઈ આમ તો સીધું બોલવાવાળો ભદ્ર સજ્જન છે, માત્ર મારી થે જ સખણો નથી રહેતો. મેં ક્યાયે સુરતી ( અને ખરેખર સુરતી ) ક્યારે યે હુરટી વાપરી છે? મને ક્યાં આવડે છે?

    Like

  9. P.K.Davda May 26, 2016 at 2:52 PM

    તમે તો છૈંયા છૈંયા કરાવી દીધું. અમેરિકામાં રહીને આવું હુરટી ક્યાંથી શીખ્યા ચંદુભાઈ?

    Liked by 1 person

Leave a comment