વેરી માઇક્રો વાત

વેરી માઇક્રો વાત

હમણાં હમણાં મારા સાહિત્યકાર મિત્રો સંપ કરીને મને ૧૦૧% ગાંડો કરવાની કોશિષ કરી રહ્યા છે. પણ ખરેખર તેમ કરવાની જરૂર જ નથી. હું છું જ.

[હું ઈચ્છું છું કે કોઈ સાહિત્યકાર મિત્ર મારો આ લેખ ન વાંચે.]

એકબાજુ અમારા ટેક્ષાસવાળા સાહિત્યકાર, સૌજ્ન્યશીલ મિત્ર વિજયભાઈએ અનેક સાહિત્યકાર મિત્રોના સહકારથી, અથાગ પરિશ્રમને અંતે ૧૨,૨૦૦ પાનાં અને ૧૮ કિલો વજનનો  ૩૫૦ ડોલરની કિંમતનો કિમતી મહાગંથ તૈયાર કર્યો છે. એમને મેં ધન્યવાદ અને અભિનંદન પણ પાઠવ્યા છે. ખરેખર ગુજરાતી ભાષાના સંવર્ધન કાજે જ આનું સર્જન પણ થયું છે.

એમ છતાં ભાઈઓ, આટલું બધું તો ક્યારે વંચાય? કશું બોલતો નથી.

બીજી બાજુ મારા જીજ્ઞેશભાઈ જેવા બીજા મિત્રો; સાહિત્યએ પહેરેલા લાંબા પ્રિન્સેસ ડાયેનાના વેડિંગ ગાઉન જેવા વસ્ત્રો ઉતારીને  એને શોર્ટ હોટ પેન્ટ અને બિકિની પહેરાવવા તૈયાર થઈ ગયા છે. એમનું માનવું એવું છે કે સાહિત્ય સર્જનસૌંદર્યનું દર્શન(કે દેહ દર્શન) તો ઓછામાં ઓછા વસ્ત્રોમાં જ …(સોરી…શબ્દોમાં જ થાય) થાય.

weddinggaun diana in bikini

બન્નેની વાત સાચી અને સારી.

પણ મારી હાલત કફોડી અને નઠારી.  

આતો સાહિત્ય અને કપડાની વાત થઈ.

રસાસ્વાદની વાત આવે ત્યારે સુરતના જમણ જેવી સુરતી થાળીની સામે બધા શાકના છૂંદા જેવી પાંવભાજી મેદાન મારી જાયઃ ત્યારે સાલું સુરતી તરીકે લાગી તો  આવે જ. એ કાંઈ ધરાઈને ખાવાની વાનગી થોડી છે. ઈટ ઈસ જસ્ટ એપેટાઈઝર કે સ્ટાર્ટર કે શૂરૂઆત.

Thali  pavbhaji

હું યુ.કે. અમેરિકન પાર્ટીમાં જતો ત્યારે માળાઓ એપેટાઈઝરને બદલે ફ્રેન્ચ શબ્દ વાપરે. કોણ જાણે કેમ પણ,  હજુ પણ, મારાથી એ વર્ડનો ખરો ઉચ્ચાર તો થતો જ નથી. છોકરાંઓએ મને શીખવવા ખૂબ ટ્રાય કરી પણ નાપાસ. તમે સહેલાઈથી બોલી શકશો એની મને ખાત્રી છે. એ શબ્દ છે hors d’oeuvre. બોલી જૂઓ જરા ફ્રેન્ચ સ્ટાઈલે. મારાથી તો ઘોડા સિવાય બીજું કઈ બોલાય જ નહી. જીભના લોચા જ વળે.

એની વે એપેટાઈઝરના દેશી કાઉન્ટરો જેવું નહીં. લાઈવ બેન્ડ ધીમું સંગીત પીરસતું હોય, માઈક્રો યુનિફોર્મમાંથી છલકાતું ઉભરાતું યૌવન બહાર આવવા કૂદાકૂદ કરતું હોય એવી વેઈટ્રેસ વાઈન કે ડ્રીક પિરસતી હોય, બીજી આપણાં કોકટેઇલ સમોસા કે મંચૂરીયા કે સ્પીંગરોલ નહીં પણ તે સાઈઝની વાનગીઓ લઈને ફરતી હોય એ ટ્રેમાંથી મારા જેવો ન ખાનાર પણ કોઈ ફિંગર ફૂડ આઈટમ ઉપાડી લે.  ફોર્ક ચમચી નહીં પણ ટૂથપિક જેવી ડીંગલીથી ખાવાની હોય એને કહેવાય પેલો મને ન આવડે તે વર્ડ

waitress

hors d’oeuvre.

આશાછે તમને આ શબ્દ યાદ રહેશે. મને યાદ કરાવતા રહેજો. આ પણ એ મહાગ્રથ પહેલાની માઇક્રોફિક્ષન જ સમજોને.

 

હવે આપણે દેશીઓ જેમ ઝીણેવાર્તાઓને બદલે અંગ્રેજી વર્ડ માઈક્રો ફિક્શન વાપરીએ છીએ તેમ આ યુરોપના ગોરીયાઓ વાત વાતમાં ખાવા પીવાની વાત આવે ત્યાં ફ્રેન્ચ વર્ડ વાપરતાં થઈ ગયા છે; જેવા કે RSVP.

 

[અહિના ભદ્ર લોકો F@#$% …બોલતા જાય અને વિવેક પૂર્વક “પાર્ડ માય ફ્રેન્ચ” પણ કહેતા જાય.]

ફ્રેન્ચ શબ્દની વાત નીકળી તો RSVP ની વાત કરીએ.

 

સાલુ દેશીઓની ગુજરાતી કંકોત્રીમાં હૌ લગનમાં પણ “ન આવવાના હો તો વેળાસર કહેડાવશો” લખવાને બદલે RSVP લખલું હોય અને અંગ્રેજી કે ફ્રેન્ચનો કક્કો બી નૈ જાણતા હોય એવા લલ્લુભાઈ બી જાણી જાય કે ‘જમવા જવાની હા પાડવાની છે કે ના’. કયો નથ્થુભાઈ ના કહેવાનો છે?

RSVPના જવાબમાં લખી દે, અલા અમે સાત આવીશું. લો; એને વગર ભણે ફ્રેન્ચ Répondez s’il vous plait સમજાઈ ગયું. આ RSV P માઇક્રોફિક્શન ના કહેવાય તો શું કહેવાય? જમવાના આમંત્રણની હા,નાનો જવાબ આપવાનો વિ.વિ.વિ. લાંબી વાતને બદલે માઈક્રો મેસેજ RSVP.

 

In the context of social invitations, RSVP is a process for a response from the invited person or people. It is an initialism derived from the French phrase Répondez s’il vous plait.

 

અમારા એક વાણીયા મિત્રને ત્યાં જમવાનું હોય ત્યારે અમારે માઈક્રોફિક્ષન જેવું એપેટાઈઝર કે પેલો મારાથી ન બોલાય તે ફ્રેન્ચ વર્ડ વાળું તો અમારે ઘેર જ પતાવીને જવું પડે. દોસ્તને ત્યાં, આગળ ફોર પ્લે જેવું કાંઈ મળેજ નહિ. અરે અમની ફૂલ થાળી જ માઈક્રોફોક્શન લાગે. બસ વરિયાળી આવી જાય.

ઘણાંની રૂચિ પણ માઈક્રો જ હોય.

મને મારા સત્યવાદી ફેસબુક મિત્રો સીધું જ લખતાં હોય છે કે તમારી લાંબી વાર્તાઓ વાંચવા અમને ટાઈમ નથી. તમને સારુ લગાડવા માટે જરા ટિક કરી દઈએ એટલે તમને વ્યુઝ અને વિઝીટર મળી જાય.

લો આ આનંદની કે દુઃખની વાત?

પણ મારા મિત્રો હું સમજું તે પહેલા મારા વિદ્વાન મિત્રો સમજ્યા છે કે તેમના લાંબા વર્ણનો અને ફિલોસોફી હવે વંચાતી નથી.  કોઈ લાંબું વાંચતા નથી. તેઓએ ટૂંકા પર્યાય શોધવા અને અપનાવવા માંડ્યા છે.

ત્રણ કલાકની ફિલ્મને બદલે વિદેશી દોઢ કલાકની મૂવી વધારે ગમે છે. પાંચ દિવસની ક્રિકેટ મેચને બદલે ૨૦/૨૦ માં વધારે રસ છે. કપડાં, ફોન, કોમપ્યુટર અને ઈલેક્ટ્રોનિક ટેકનોલોજી માઈક્રો થતી જાય છે. લગ્નજીવન પણ મારી જેમ ૫૩-૫૪ વર્ષનું એક નહિ પણ ચાર પાંચ વર્ષના અનેક થતાં જાય છે. વસ્ત્રો, પ્રેમ અને સેક્સ પણ માઇક્રો થતાં જાય છે. તો સાહિત્ય કેમ નહિ?

મિત્રો હવે હું પણ ટૂંકું માઈક્રો લખતાં શિખીશ. પ્રોમિશ.

Advertisements

9 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  જૂન 05, 2016 @ 22:19:32

  ‘ગાંડો કરવાની કોશિષ કરી રહ્યા છે. પણ ખરેખર તેમ કરવાની જરૂર જ નથી. હું છું જ.’
  અમારી ન્યાતમા વટલાઇ ગયા !
  ૧૯૯૬મા કેનેડાના ડો.ને થોડી ફોબીયાની વાત કરી અને પાગલપણની દવા લખી આપી…અમારા એ કહે -‘તું પાગલ કરે તેવી છે તેં ડૉને પાગલ કર્યો અને તેણે પાગલની દવા લખી આપી!એનો બીજો અર્થ તને શરીરમા રોગ ન લાગ્યો તેથી…હવે કોઇને કહેતી નહી ગાવું પડશે
  puchhati nahin ketalo paagal-પૂછતી નહીં કેટલો પાગલ-Aman …
  Video for હું કેટલો પાગલ▶ 6:01

  Aug 14, 2015 – Uploaded by tia joshi
  પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ… આભમાં જોને કેટલાં વાદળ… એટલો પાગલ… સ્વર : અમન લેખડિયા સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

  હજુ દવા લીધી નથી ! પાગલપણું રાસ આવી ગયું છે

  Like

  જવાબ આપો

 2. છેલ્શન્કર પુરોહિત
  જૂન 06, 2016 @ 02:30:53

  સરસ કટાક્ષ આવુ લખતા રહો હું તો જરૂર વાચિશ –

  Liked by 1 person

  જવાબ આપો

 3. Harnish Jani USA
  જૂન 06, 2016 @ 18:51:11

  સરસ લેખ બન્યો છે. મઝા આવી,

  Liked by 1 person

  જવાબ આપો

 4. mhthaker
  જૂન 13, 2016 @ 02:28:24

  khubaj rasprad ane versatile lakhyu–phota sathe !! now in reality time is for short and SWEET…!!! pirasata rahejo Aavuj. Face book uper pan link muki che..

  Like

  જવાબ આપો

 5. મનસુખલાલ ગાંધી
  ઓગસ્ટ 11, 2016 @ 18:24:52

  લેખ વાંચ્યો, લખાણ પણ ગમ્યું અને “ચિત્ર” પણ ગમ્યું, પણ, એક સવાલ છે, “માઇક્રો” કપડા પહેરેલી વેઈટ્રેસોને ઠંડી નહીં લાગતી હોય….????

  Liked by 1 person

  જવાબ આપો

 6. Satish Parikh
  જુલાઈ 12, 2017 @ 08:07:54

  wonderful. The article/story was already short and sweet. Do not shorten it anymore!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!

  Like

  જવાબ આપો

 7. Vinod R. Patel
  જુલાઈ 13, 2017 @ 14:26:25

  મજાનો લેખ

  આજે હવે લોકોને લાંબા કરતાં ટૂંકુ ગમવા લાગ્યું છે !. સમય પ્રમાણે બધું બદલાતું રહેવાનું .

  સાહિત્યમાં મહાનવલ હોય છે તો માઇક્રોફિક્શ્ન પણ હોય છે. પોતપોતાની રૂચી પ્રમાણે લોકો

  પસંદગી કરતા હોય છે.

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: