કાવ્ય ગુંજન ૪૦

કાવ્ય ગુંજન ૪૦

કાવ્યશાસ્ત્ર એ અભ્યાસનો વિષય છે. કાવ્યો માણવા માટે, કાવ્યમય માનસ અને કાવ્યસર્જન માટે કાવ્યહૃદય જરૂરી છે. કાવ્ય સર્જકો પર માશારદાએ આપેલા વિશિષ્ટ આશિષ છે. જે મેળવવા હું ભાગ્યશાળી થયો નથી.

++++

આ કવિમિત્ર સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી દ્વારા અપાયલી સરસ ભાવિક માતૃવંદના છે.

S.Gandhi

*

મા

સર્જનહારે કરી કેવી  કમાલ

બે દિવસ ની જિંદગી માં

ઘડ્યો એક દિ મા નો

ને બીજો વગડા નાં વા  નો

ઉચ્ચ આસને  થઇ વિરાજમાન એક દિવસ પુરતી

ને બની બીજે દિવસે  બેબી સીટર એ વાત્સલ્ય મૂર્તિ

ફક્ત ઝુક્યા એક દિ એના ચરણ માં

પામવાને અનંત સુખ એના શરણ માં

અનાયાસે થયા માતૃત્વ ના ફાંટા

ક્યાંક ફૂટી કુંપળો ને ક્યાંક ઉગ્યા કાંટા

મૂલવ્યો અમૂલ્ય નેહ જેનો ધરી ને બે પાંખડી

ને નિરંતર દીધા જેણે અંતર થી આશિષ

કદી નવ થાયે અશ્રુભીની એની આંખડી

+

બીજું કાવ્ય છે અમારા નટવરભાઈ મહેતાનું. નટવરભાઈ જેવા અનેક કવિઓ મયખાનામાં કાવ્ય સર્જન કરતાં મળી આવશે. કવિઓની અસીમકૃપાથી જ લિકર બિઝનેશ જીવંત રહ્યો છે.

Natavar Maheta

*

poet

મયખાનામાં રહું તો હું મસ્ત રહું છું;
આ દુનિયામાં રહું તો હું ત્રસ્ત રહું છું.

જામ પર જામ ખાલી કરું છું હું આહિસ્તા;
સાકીનો શબાબ જોઈ હું વ્યસ્ત રહું છું.

મયકશોને સંભળાવું મારી શેર શાયરીઓ;
મયકશો સાથે પી પી ને મદમસ્ત રહું છું.

ઊગું છું સનમની આંખોમાં હું શમણું બની;
તલ બની ગુલાબી ગાલે હું અસ્ત રહું છું.

પ્રેમ મારી પૂજા, ઇશ્ક એ જ મારો ઈશ્વર;
એમનાં પ્રેમમાં હરદમ હું પરસ્ત રહું છું.

પ્રેમમાં મળતી પીડા હોય ભલે પારાવાર;
મનગમતી પ્રેમપીડામાં હું અલમસ્ત રહું છું.

શબ્દો સાથે રમત રમતો આવ્યો છે નટવર;
ગઝલ, નજમ, ગીતો સાથે હું ગ્રસ્ત રહું છું.

+

અને આ છે એક યુવાન કવિ તુફાન પણ પ્રિયતામાની વિરહ વેદનાને હૈયું વિંધાઈ જાય એવા શબ્દોમાં સાકાર કરે છે. આ યુવાન ડોક્ટર પટેલ, આલ્કોહોલને અડતા નથી, મયખાનામાં જતા નથી, લઠ્ઠાની બોટલ લઈને ગટરમાં સૂતા નથી પણ, હમેશા યાદોના આંસુ વહાવતા રહે છે.

ToofanPatel

*

LostLove

 

કોઈ અજનબીના નામની પીઠીયું ચડતી હશે,
અશ્ક એ અણીયાળી આંખડીયું વહાવતી હશે,

છુપાવતી’તી નામ મારું હરરોજ જે હથેળીયો,
કુણા એ હાથે ભાત આજ મહેંદીની પડતી હશે,

ચુંદડીમાં યાદો ગુંથી સપના મારા સજાવીયા,
સાજણ એ મારી કેવી પાનેતરમાં શોભતી હશે,

કઠણ કાળજે પ્રિત ભુલી દિલમાં દર્દ દબાવીને,
પરદેશી સાથે ચોરીએ સનમ મારી ચડતી હશે,

આવાજ મારો સાંભળી જે સુખેથી રોજ પોઢતી,
જાણું છું પાગલને આજ નિંદર પણ કનડતી હશે,

ખીલતી વસંત જેવો જે ખુશીથી છલકતો મુખડો,
એ હસતા ચહેરાને આજે ઉદાસી પણ ડસતી હશે,

હવે ના ઓળખતી મુજને અજાણ્યો થઈ ગયો હું,
પારકો હાથ પકડી પ્રિયતમા ઉંબર ઉતરતી હશે,

ભીંજે હવે તો કાળજ ‘તૂફાન’ ભીતર સુના લાગે છે,
મુને યાદ કરી કરી આજ એ નાદન કેટલું રડતી હશે…

-તૂફાન પટેલ

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: