પટેલબાપાનો ફાધર્સ ડે.

મારી રિવર્સલ શ્રેણીના આ મહિનામાં ૩૮ માસિક હપ્તા પૂરા થયા. અમારા અમેરિકામાં;  ખાસ કરીને નોર્થ ઈસ્ટ અમેરિકામાં અમે ચારે સિઝનનો સારો અનુભવ કરીયે છીએ. અમારે માટે સમરનો આનંદ જૂદો જ હોય છે. દક્ષિણના રાજ્યોને સમરની ખાસ પડી નથી. અમે આઉટડોર ઈવાન્ટસ મનભરીને માણીયે છીરે. એમાં મધર્સ ડે, મેમોરિયલ ડે, ફાધર્સ ડે, ફોર્થ ઓફ જૂલાઈ અને છેલ્લે લેબર ડે આવે.

આ બધામાં ફાધર્સ ડે ના દિવસની કેટલીક લાક્ષણિકતા અલાયદી જ હોય છે.

 

અમેરિકાના એક પટેલ કુટુંબની હળવી વાતોના સ્વરૂપમાં આ નાટ્યાત્મક વાત ૨૦૧૧ના ફાધર્સ ડે નિમિત્તે લખાઈ હતી. ત્યાર પછી ૨૦૧૨માં બીજા પ્રકરણ સાથે ન્યુ જર્સી પ્રતિષ્ઠીત માસિક ગુજરાત દર્પણમાં નિયમિત રીતે વહેતી થઈ.

પહેલા પ્રકરણની મૂળ વાત કરતાં આજના પટેલ બાપા પણ ઘણાં બદલાયા છે. મને ખાત્રી છે કે પટેલ બાપા પહેલાં કેવા હતા એ જાણવાનું આપને ગમશે જ.

તો ફરી એકવાર વાંચો એક સ્વતંત્ર વાર્તા તરીકે

 

REVERSAL1

પટેલબાપા ના રિવર્સલ નો આદ્ય અધ્યાય  

‘બાપા, હેપી ફાધર્સ ડે.’

‘થેન્ક્યુ બેટા. તું યે બાપ છેને! તને યે હેપી ફાધર્સ ડે.’

‘બાપા, તમારે માટે આ ગિફ્ટ છે.’

‘થેન્ક્યુ બેટા, શું છે એતો કહે.’

‘બાપા, આ ઝભ્ભો છે.’

‘અલ્યા આતો તારો પાંચ વરસ પહેલાનો ઝભ્ભો છે.’

‘હા બાપા, પણ માયાને હું ઝભ્ભો પહેરું તે નથી ગમતું. ઝભ્ભામાં હું તેને ઘરડો દેશી લાગું છું. આ તમને શોભશે. મેં તો માત્ર બે વારજ પહેર્યો છે. એક વાર મંદિરે ગયો હતો ત્યારે અને એકવાર કાનજી કાકાના ફ્યુનરલમાં ગયો હતો ત્યારે.’

‘અલ્યા, તારા ઉતરેલા અને વહુને ન ગમતા કપડા મને પધરાવે છે? તને શરમ નથી લાગતી?’

‘બાપા, હું હાઈસ્કુલમાં હતો ત્યારે તમારા ઉતરેલા શર્ટ જ પહેરતો હતોને! મનેયે ઘણી શરમ લાગતી હતી.

સારુ સારુ. હું તારા સંતોષ ખાતર એક વાર પહેરીને, મારા ફ્યુનરલ વખતે તારાથી પહેરી શકાય તે માટે સાચવી રાખીશ.’

‘બાપા, આવા ફાધર્સ ડે ના શુભ દિવસે આવું ન બોલાય. હજુ તો તમારે બહુ જીવવાનું છે. તમારા વગર, તમારા SSI, ડે કેરના ફાયદાઓ અને ફૂડ સ્ટેમ્પ વગર અમે તો બરબાદ થઈ જઈશું. ના બાપા ના, તમારે તો ખુબ જીવવાનું છે.’

‘થેન્ક્યુ બેટા. તારી શુભેચ્છાઓ હવે મને બરાબર સમજાય છે.   જે કાંઈ સરકારી મેવા મળશે તે વહુ-દિકરાની સેવામાં ધરાવતો રહીશ. ચિંતા નહીં. આપણે ક્યાં ઈન્કમટેક્ષ કે વેલફેરવાળાને ઈન્ડિયાની સાચી મિલ્કત કે બેંક એકાઉન્ટ જણાવ્યા છે.’

‘બાપા! યુ આર ગ્રેઇટ.’

‘હવે મસ્કા છોડ. બોલ, આજનો  તમારો ક્યાં જવાનો પ્રોગ્ર્રામ છે?’

‘બાપા, તમે જલ્દી જલ્દી તૈયાર થઈ જાવ. લાસ્ટ ઈનિંગ ડે કેર વાળાની પિકનીક પર તમને ઉતારી આવીશ.’

‘કેમ બેટા! તું નથી આવવાનો?’

‘ના.’

‘કેમ?’

‘મારેતો હજુ ઘણી ઇનિંગ રમવાની બાકી છે. ડોસાઓ સાથે માયાને ફાવતું નથી. અમારે બહાર જવાનું છે.’

‘એમતો મારી સાથે યે ક્યાં ફાવે છે. પણ બેટા તમારો ક્યાં જવાનો પ્રોગ્રામ છે?’

‘બાપા! તમને કેટલીવાર સમજાવ્યું કે અમે બહાર જવાના હોઈએ ત્યારે અમને પુછવું નહીં. માયાને અપશુકન થાય છે. ‘

‘બેટા, પહેલા તો તું મને પૂછી પૂછીને બહાર જતો. પછી કહીને બહાર જતો. પછી કહ્યા વગર જતો પણ હું પુછ્તો તો સરખી વાત કરતો અને હવે પુછું તો તારી વહુને અપશુકન થાય છે.’

‘બાપા તમે બધી વાતમાં પુછ પુછ કરો તે માયાને નોઝીવેડા લાગે છે. અમારી પ્રાયવસી રહેતી નથી. બાપા હવે તો હું મોટો થયો.’

‘એમ તો તું જેટલો મોટો થયો તેટલોજ હું પણ મોટો થયોજને?’

‘ના બાપા ના. તમે મોટા નથી થયા તમે ડોસા થયા છો. મોટામાં અને ડોસામાં બહુ ફેર છે. બાપા…. બહુજ ફેર છે.’

‘બાપા, તમે જ્યારે સવાલો પુછો છો ત્યારે માયાને તમારા નોઝીવેડા લાગે છે.’

‘હા દીકરા, કાન પકડવા જેવી વાત છે. તારી વાત તો સાચી છે. આપણા સબંધમાં પણ સમુળગો ફેર છે. પહેલાં તું મારી સાથે રહેતો હતો. હવે હું તારી સાથે રહું છું.’

‘પહેલા હું તને સલાહ આપતો. હવે તું મને સલાહ આપે છે. પહેલા હું તારો બાપ હતો,  હવે તું મારો બાપ છે. હેપી ફાધર્સ ડે મારા બાપ, હેપી ફાઘર્સ ડે.’

‘ના.. ના બાપા આવું બોલીને મને શરમાવો નહીં. તમે જ મારા બાપ છો. હું તમને મારો વારસો નથી આપવાનો. તમે મારો વારસો નથી લેવાના. હું તમારો વારસો લેવાનો છું.’

‘હા બેટા, હવે ઠેકાણે આવ્યો. ઈન્ડિયામાં જમીન જાયદાદ છે ચાર બેન્કમાં મોટી એફ.ડી છે. કાકા સાથે ભાગીદારીમાં ફેકટરી છે, એ બધું તનેજ મળશેને. તો હવે કહે કે મને પિકનિક પર ઉતારી ક્યાં જવાના છો?’

‘બાપા ફરી એકની એક વાત?’

[એટલામાં દીકરાના દીકરાની એન્ટ્રી થઈ.]

‘દાદાજી એક ડોલર આપોતો હું ક્યાં જવાના છીએ તે સિક્રેટ કહું.’

‘નાનકા, તુંયે તારા બાપ જેવો ગઠીયો નિકળ્યો! લે આ ડોલર. બોલ ક્યાં જવાના છો?’

‘મમ્મીના ડેડીને એટલે મારા નાનાને ક્રૂઝ ડિનરમાં લઈ જવાના છીએ.’

‘નાનકા, તારા ડેડી-મમ્મી તારા નાનાને શું ગિફ્ટ આપવાના છે?’

‘દાદા, આ ઈન્ફરમેશન માટે બીજા બે ડોલર આપવા પડશે.’

‘ના તો,  બેટા મારે નથી જાણવું. તું જાણે છે કે મારા એસ એસ આઈની રકમ તારા ડેડીના એકાઉન્ટમાંજ ડિપોઝીટ થાય છે. તારી માં મને મહિને મને માત્ર પચાસ ડોલર નું જ એલાઉન્સ  આપે છે. હવે હમણાં હું કડકો છું મને બે ડોલર ના પોસાય. શું જમાનો આવ્યો છે! દીકરાઓ ડોસાઓને લૂંટવા બેઠા છે.’

‘દાદા જાણવા જેવું છે. તમારા ભેજામાં બ્લ્ડ સર્ક્યુલેશન હાઈસ્પીડમાં ફરવા લાગશે.’

‘ના મને ન પોષાય.’

‘ચાલો ફિફ્ટી પર્સેન્ટ ઓફ્ફ.’

‘એકવાર કહ્યુંને! ના મારે જાણવું  જ નથીને. આઈ ડોન્ટ કેર.’

‘દાદા, બધા જ દેશી ડોસલાઓ તમારા જેવા ટફ નિગોશિયેટર હોય છે? તમે કેસિનોમાં અને મંદિરોમાં કેટલા બધા પૈસા વેડફો છો એ મમ્મી ક્યાં નથી જાણતી. મને તમારા ઉપર દયા આવે છે. ચાલો આટલી વાર ફ્રી, મફત. તદ્દન મફત. મારા તરફથી ફાધર્સ ડે ની કોમ્પ્લીમેન્ટરી ગિફ્ટ.’

‘તો, તારી સાર્જન્ટ મમ્મી આવે તે પહેલા જલ્દી ભસ. ‘

‘તારા નાનાને તારા ડેડી મમ્મી કઈ ગિફ્ટ આપવાના છે?’

‘ડેડી  નાનાને લેપટોપ આપવાના છે.’

‘હેં…. એએએએ……….’

‘બાપને ઉતરેલો ઝ્ભ્ભો અને પાંચ ડોલરની પિકનિક.  અને સસરાને  લેપટોપ અને ક્રુઝ ડિનર.

થેન્ક્યુ બેટા હેપી ફધર્સ ડે. શું જમાનો આવ્યો છે. ભગવાને મને દીકરી આપી આપી હોત તો તે મારી યે કાળજી લેત ને.’

‘બાપા! હવે જલ્દી આ ઝભ્ભો ચડાવીને તૈયાર થઈ જાવ. તમને પિકનીક પર પહોંચાડી દઉ એટલે ગંગા ન્હાયા.’

‘દીકરા, મને પહોંચાડવાની હજુ ઘણી વાર છે. જ્યારે મને પહોંચાડે ત્યારે મારી રાખ ગંગામાં નાંખીને પછી છબછબીયા કરીને નાહી નાંખજે. મેં તો અસ્સલના ઘી દૂધ ખાધાં છે. તારી જેમ મારજારિન અને નોન ફેટ દૂઘ નથી પીધું. હવેતો મજા કરવાની ઉમ્મર છે. પહેલા મને ચેક તો કરવા દે. મારી સાથે ત્યાં કઈ કઈ

ડો સીઓ પિકનીકમાં આવવાની છે! નાનકા તારો સેલ ફોન લાય.’

‘દાદા, થ્રી ડોલર પ્લીઝ. ઇટ્સ નોટ ફ્રી ઓલ ધ ટાઈમ.’

‘બેટા, કંઉ છુ. આ તારો ઝભ્ભો પાછો લઈ લે. તારો દીકરો મને ફોન કરવા એનો સેલ ફોન આપતો નથી.  એક કામ કર મને ફાધર્સ ડે ની ગિફ્ટમાં તારો વાપરેલો ઉતરેલો આઈ-ફોન આપી દે અને ઉતરેલો ઝભ્ભો પાછો લઈ લે. અટલે સોદો પત્યો.’

‘લો…લો દાદા. આ મારો સેલ ફોન લો. હું ડેડી પાસે એનો આઈ-ફોન પડાવી લઈશ. મને પણ બે વરસના ટેણકાના રમકડા જેવો સેલ ફોન લઈને સ્કુલે જતાં શરમ લાગે છે. મારો સેલ ફોન જોઈને છોકરીઓ મશ્કરી કરે છે.’

(દાદાએ ફોન કરવા માંડ્યા)

‘હાય કપીલા. પિકનીકમા આવવાની છેને?’

@@@@@@

‘શું કહ્યું?’

‘કમ્મરમાં દુખાવો છે?  દશ પંદર આઈબોપ્રોપેન ફાકી જાને! ઘોડા જેવી થઈ જશે. સેન્ટરમાં તારી કંપની વગર મજા નથી આવતી.  યુ નો, યુ આર ધ મોસ્ટ બ્યુટિફુલ સિનિયર સ્વિટ લેડિ ઇન અવર સેન્ટર.’

@@@@@@@@

‘ઓકેય.. ઓકેય..તો આરામ કર…આવતા વીકમાં કેસિનોમાં તો આવશેને? ‘

@@@@@@@

‘ના…ના..ના…મારે જમના જાડીની કંપની નથી જોઈતી. એને ફોન ના કરીશ. એની સાથે તો મારા ટેસ્ટનું રેપ્યુટેશન બગડે. ઓકે.. ટેઈક રેસ્ટ. બાય.’

(રસોડામાંથી પુત્રવધૂનો અવાજ.)

‘આ ડોસાએ તો રેપ્યુટેશન જેવું રાખ્યુંજ ક્યાં છે? બા હતા ત્યાં સુધીતો થોડા હખણાં રેતા’તા. હવે તો આપણી ઈજ્જતના ચિંથરા ઉડાડવા માંડ્યા છે. જ્યાં જાય ત્યાં બૈરાના ટોળામાં જોક કહેવા બેસી જાય. આના કરતાંતો બા જીવતા હતા ત્યારે સારું હતું. ‘

‘એય મારી માં. તારો હાંકલો જરા ધીમો રાખને! હું ફોન પર છું. બધાના દેખતાં ડહાપણ ડોહળે છે. બા જીવતી હતી ત્યારે તો કામ કરાવી કરાવીને સાસુને અડધીતો મારી નાંખી હતી. હવે મૂંઈ ભેંસના મોટા ડોળા! મરતાં મરતાં તારા ચાર પિયરીના હગલાની હામું તારી સાસુએ કહ્યું હતું તે યાદ છે ને! એણેતો કહ્યું હતું કે આપણે આખું જિવતર પ્રેમથી જીવ્યા એજ ઘણું છે. મને તો બોલતા નથી આવડતું પણ આ ધોળિયા કે છે તેમ મારા મર્યા પછી તમ તમારે લોકોની પરવા કર્યા વગર આનંદથી જીવજો. યાદ છે ને!’

‘પણ ડોહા, તમે તો હદ કરી નાંખી. મને તો તમારા આ લખ્ખણ તમારા દીકરામાં ઉતરે તેની ચિંતા છે.’

‘અરે મહામાયા! તને શું ખબર! આતો રિવર્સલ છે રિવર્સલ. હવાડામાંથી કૂવામાં જાય છે.’

‘મારો દીકરો કોલેજમાં હતો ત્યારે કેટલીયે પટાકડીને ફેરવતો હતો.  ત્યારે મને યે ચિંતા થતી હતી. હવે તમારો વારો. ‘

‘બાપા! હવે બહુ થયું. પ્લીઝ જવા દો ને એની સાથેની જીભાજોડી. ચાલો તૈયાર થઈ જાવ. હું તમને પાર્કમાં ડ્રોપ કરી જાંઉ. ત્યા તમને ઘણી કંપની મળી રહેશે. નાનકાનો ફોન તમે રાખજો હું એને બીજો ફોન અપાવીશ.’

‘વેઈટ..વેઈટ મને આપણી નેઇબર રોઝલિનને પુછવા દે. રોઝી આવશે તો મને મજા આવશે. એને મારી સાથે ગમશે.’

(બાપાએ ફરી ફોન જોડ્યો.)

‘હાય રોઝી….ગુડ મોર્નિંગ હની….આર યુ ફ્રી ટુ ડે?…ગુડ, ગુડ….વેરી ગુડ. કેન યુ ગીવ મી યોર કમ્પની ઈન અવર ઈન્ડિયન પિકનીક?  ઓહ..થેન્ક્યુ…થેન્ક્યુ…થેન્ક્યુ વેરી, વેરી મચ. વી વિલ હેવ ફન ટુગેધર. યા..યા.. યુ વિલ એન્જોય… નો…નો… નો ડોન્ટવરી…માય ફેમિલી ઇઝ નોટ કમિંગ.’

(રસોડામાંથી મોટો અવાજ)

‘અરે જરા હાંભળો છો?  આપણે ડોહાને પિકનીકમાં નથી મોકલવા. ભલે બહો ડોલરનો ધુમાડો. એને આપણી સાથેજ લઈ જઈશું. એતો  આપણી ઈજ્જતનું બારમું કરવા બેઠા છે.’

‘બેટા તારી બૈરીને કે, કે એનુ વોલ્યુમ લૉ કરે. હજુ હું ફોન પર છું. એનો હાંકલો તો ફોન વગર પણ બાજુમાં રોઝીને હંભળાય એમ છે.’

(ડોસા ફોન ચાલુ રાખે છે)

‘યસ…યસ…હની. ઇફ યુ ડોન્ટ લાઈક આઈ, વોન્ટ વેર દેશી ઝભ્ભો. આઈ વિલ વેર વ્હાઈટ શોર્ટ્સ એન્ડ બ્લેક્ ટી શર્ટ. યસ ધ સેઇમ વન. યુ ગેવ મી ઓન વેલેન્ટાઈન ડે. આઈ નો યુ લાઈક ધેટ. ધેર ઈઝ એ લેઇક. વી વિલ ગો ફોર સ્વિમિંગ. કેન યુ ટેઇક યોર કાર? માય સન ઈઝ વેરી બીઝી. થેન્ક્યુ સ્વિટી. સી યુ…’

(અંદરથી અવાજ)

‘આ રોઝલી જ્યારથી બાજુમાં રહેવા આવી છે ત્યારથી તમારા ડોહલાની ડાગળી ચસકી છે. છાંસઠની છે ને છપ્પનની લાગે છે. દોડી દોડીને એના ઘરમાં કંઈ ને કંઈ ફિક્સ કરવા દોડી જાય છે. રામ જાણે બળ્યું શું ફિક્સ કરતા હશે. યાર્ડમાં ઉઘાડા શરીરે કંઈ રોપવા દોડી જાય. ભગવાન જાણે આ ઉમ્મરે શું રોપણ કરવાનું રહી ગયું હોય. મને તો વિચારતા યે શરમ આવે છે. ઘરમાં હાડકુંએ ન હલાવે અને ઘોળીયણની ગ્રોસરી લેવા-મુકવા લાળ પાડતા દોડી જાય.‘

‘કોણ જાણે ડોહામા હું ભાળી ગઈ છે તે પટેલ કેન યુ હેલ્પમી કરીને બાપાને બોલાવતી જ હોય. કાયમ ટૂંકા ને જાત દેખાય એવા આછા કપડા પેરીને ડેક પર ફરતી હોય.’

‘હું કહી દઉં છું ડોહાને પિકનીક પર નથી મોકલવા. ઝભ્ભો પેરીને આપણી સાથેજ આવશે.’

‘બાપા, તમારી વહુની વાત સાચી છે. ઉમ્મર પ્રમાણે જીવવું જોઈએ. આપણા નાનકા પર કેવા સંસ્કાર પડે! તમારે અમારી સાથેજ આવવાનું છે. તમારા વેવાઈને પણ ગમશે. ‘

‘રહેવા દે રહેવા દે. તારા સાસુ સસરાને તો હું કબાબમાં હડ્ડી જેવો લાગું છું. હું તો પિકનીકમાં જ જઈશ. ચાલ મને તૈયાર થવા દે. એવ્રીથીંગ ઈઝ સેટ.’

(અંદરથી અવાજ)

‘અરે સાંભળો છો? આ તમારા ડોસા ધોળિયણના ચક્કરમાં ભેરવાશે તો ઈન્ડિયાની પ્રોપર્ટિમાંથી પણ નાહિ નાખવું પડશે. મારા પપ્પાએ ઈન્ડિયાની જાયદાદ પર તો મને તમારા ઘરમાં નાંખી છે. મારી મમ્મીએ પણ જાગતા રે’વા કહ્યું છે. મેં તો ડોહાને હરખી અક્કલ આવે એની બાધા માની છે.’

‘દીકરા તારી બૈરી મારી અક્કલની વાત કરે છે પણ એના જ સ્ક્રુ ઢીલા છે. અમેરિકામાં છે. મારા કરતાં વધારે ભણેલી છે પણ છેક અઢારમી સદીની પટલણ જ રહેલી છે. હું તો બ્રિટીશ પાઠમાળા શિખેલો ત્યારે પ્લુટોનિક શબ્દ પણ સાંભળ્યો ન હતો. હવે તું જ તારી ભણેલી બૈરીને સમજાવ કે પ્લુટોનિક ફ્રેન્ડશીપ કોને કહેવાય.’

(એટલામાં રોઝી શોર્ટ હોટ પેન્ટ અને સ્લિવલેસ બ્રાલેસ લો કટ ટોપ, સન ગ્લાસીસ, બેઝ્બોલ કેપ પહેરી આવી પહોચે છે.)

‘પટેલ લેટ્સ ગો.’

 @@@@@@@@@@@@@@@@@@@@@

નોંધઃ  આજ પાત્રો અને કૌટુંબિક પરિસ્થિતિ ચાલુ શ્રણીમાં અલગ છે. સાહિત્યકાર નિમિષા દલાલે નવા રિવર્સલને પ્રતિલિપિમાં સ્થાન આપ્યું છે તે માટે આભારી છું. ઘણી વહુઓ અને વિધુર સસરાઓ વચ્ચે આવી શાબ્દિક વાતો ના થતી હોય પણ મનોમમ વૈચારિક વાક્યુધ્ધતો ચાલતું જ હશે.. આપનો શો અભિપ્રાય છે? કોમેન્ટમાં જણાવશો?

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. સુરેશ
  જૂન 07, 2016 @ 22:03:28

  ઓલ ઈઝ વેલ. ઘુમટો બી વેલ અને બીકીની બી વેલ !
  એ ય નથી રે’વાના અને એની નીચેની કાયા અને એની નીચેનાં હાડકાં બી નૈ !

  આજની ઘડીને માણો, જાતને ચપટીક બાજુએ મેલીને થાય એટલો આનંદ અને સુખ ફેલાવો.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જૂન 07, 2016 @ 22:23:54

   ખૂબ સરસ અને મોટી વાત કરી સુરેશભાઈ, વસ્ત્રો નાશવંત છે. સર્જન સમયે પણ વસ્ત્રો ઉતરે છે. વિસર્જન સમયે પણ વસ્ત્રો ઉતરે છે. વસ્ત્રો નાશવંત છે. દેહપણ નાશવંત છે.

   Like

   જવાબ આપો

 2. aataawaani
  જૂન 08, 2016 @ 05:18:14

  પ્રિય પ્રવીણ કાન્ત શાસ્ત્રી ભાઈ
  મનેતો તમારી વાર્તાઓ ખુબ ગમે છે /
  હજી હું કોઈ સમપ્ર દાયના વાડામાં કૈદ નથી .

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: