દીકરી …જીના

દીકરી …જીના

લગ્ન સમયે બધાનું બધામાં ઘ્યાન હોય છે પણ દીકરીની મનઃસ્થિતિની ખબર કોઈને પડતી નથી.
કંકોત્રીમાં પોતાના નામ પછીના કૌંસમાં લખેલું નામ કદાચ છેલ્લી જ વાર પોતાની આઈડેન્ટીટી બતાવી રહ્યું છે… હવે નામની પાછળ બદલાતું નામ અને બદલાતી અટક સાથે વાતાવરણ પણ બદલાવવાનું છે.

દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી.

એટલે જ એ સાસરેથી પિયરમાં આવે છે ત્યારે પહેલાં ઘરના પાણીયારા માંથી જાતે ઊભી થઈને સ્ટીલના જૂના ગ્લાસમાં પાણી પીવે છે,

હજુ પણ એને ઘરના કોક ખૂણેથી બાળપણ મળી આવે છે,

હજુપણ એને પપ્પાની આંગળી ઝાલીને ફરવાનું મન થતું હોય છે,

સીડી પ્લેયરના મોટ્ટા અવાજમાં હીંચકા ખાવાનું મન એને આજે પણ થાય છે.

પણ, ……..હવે એ દીકરીની સાથે સાથે પત્નિ બની છે.

ગઈકાલ સુધી જે દરેક ઈચ્છાઓ પૂરી કરાવીને જ જંપતી હતી આજે એ ઈચ્છાઓ પર કાબૂ
મેળવતા શિખી ગઈ હોય છે કારણ કે દીકરી કોઈને કશું જ કહેવા માંગતી નથી!

સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!

પિતા પાસેથી નાની નાની હથેળીઓ પર હાથ મૂકીને નસીબ અજમાવવાના દિવસો ‘છૂ’ થઈ  જાય છે!

પોતાના જ ઘરમાં મહેમાન બનીને આવવાનું જેટલું દીકરી માટે અઘરું છે એટલું જ મહેમાન બનીને આવતી દીકરીને પોતાની સગ્ગી આંખોએ જોવાનું પણ અઘરું છે…

દીકરો ખૂબ થાકીને ઘરે આવ્યો હશે અને ગમ્મે તેટલો મોટો હશે પણ એનો બાપ એને અડધી રાત્રે ઊઠાડીને કામે મોકલશે… એ જ આશયથી કે દીકરો તો કાલે ફરીથી નિરાંતે ઊંઘી જશે

પણ,

દીકરી ઊંઘતી હશે તો પિતા એને ઉઠાડવાની હિંમત નહીં કરે…! કદાચ આ ઊંઘ ફરી ક્યારેય ન આવે તો?

દીકરો પરણાવતી વખતે બાપ હોય એના કરતાં વધારે જુવાન બની જાય છે…

પણ,

દીકરી પરણાવતી વખતે એ અચાનક જ ઘરડો લાગવા માંડે છે… !!

દીકરીનું લગન એટલે નદીને પાનેતર પહેરાવવાની ક્ષણો…!

દીકરી એટલે ઈશ્વરે આપણને કરેલું કન્યાદાન..

એક લીલા પાન ની અપેક્ષા હોય, પરંતુ આખી વસંત ઘરે આવે એ દીકરી.

દીકરી એટલે માત્ર ઘર માં જ નહિ, હોઠ, હૈયે અને શ્વાસ માં સતત વસેલી વસંત …

દીકરી એટલે ખિસ્સામાં રાખેલું ચોમાસું …

દીકરી એટલે ઈશ્વર ના આશિર્વાદ નહિ ,
દીકરી એટલે આશિર્વાદમાં મળેલા ઈશ્વર …
ooooooo

.

Gina with Us

ઉપરની હ્રૂદયસ્પર્શી આ વાત પહેલાં પણ ફરતી ફરતી આવી હતી. આજે અચાનક જ મારા સ્નેહીમિત્ર શ્રી મનુભાઈ નાયકે ફોર્વર્ડેજ ઇમેઇલમાં આ વાત મોકલી. આજે મિત્રો સાથે શેર કરવાનું મહત્વ એ માટે કે મારી લાડલી પૌત્રી જીનાએ મારા ખભા પર માથું ઢાળી ગઈ રાત્રીએ મારો ખભો ભીનો ભીનો કરી નાંખ્યો. હું તદ્દન શબ્દોરહિત એના માથા પર હાથ ફેરવતો રહ્યો.

આજે અમારા ઘરમાં પુત્રી-પૌત્રી તરીકે એનો આખરી દિવસ છે.

બે કલાક પછી એ લગ્ન માટે સુરત જઈ રહી છે. હું અને યોગિની લગ્નમાં હાજર રહી શકીયે એમ નથી. જ્યારે પાછી આવશે ત્યારે એ એના પોતાના ઘરમાં હશે. બે કલાક પછી દીકરી આવજે કહેવાની છાતી માં હામ નથી. દશ જુલાઈએ મારી જીના, જીના શાસ્ત્રી મટીને જીના ચિન્ચન્કર બની જશે. જ્યારે પાછી આવશે ત્યારે એની અટક બદલાયલી હશે.

Gina&Advait

.

મિત્રો, આપની પાસે મારા મિત્ર તરીકે દીકરીના સુખદ ભવિષ્ય માટેના આશિષની જ અપેક્ષા.

Advertisements

25 ટિપ્પણીઓ (+add yours?)

 1. સુરેશ
  જુલાઈ 01, 2016 @ 14:38:43

  દરેક પિતાના દિલનું દર્દ. But …

  IT HAPPENS.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Valibhai Musa
  જુલાઈ 01, 2016 @ 14:45:18

  નસીબદાર છો, ભાઈ, કે જીના પરણ્યા પછી પાછી અમેરિકા જ પાછી આવશે. જીનાને અમારા દિલી શુભ આશીર્વાદ છે કે તેનું દાંપત્યજીવન સુખમય બની રહે.

  Liked by 1 person

  જવાબ આપો

 3. Amrut Hazari.
  જુલાઈ 01, 2016 @ 15:00:30

  પ્રવિણભાઇ,
  મણિલાલ અને પાર્વતિબેન હઝારીના ચાર. બે દિકરા અને બે દિકરી. આ ચારના જીવનમાં અે કે દિકરી નહિ. બે વરસ પહેલાં મારા મોટા દિકરાને ત્યાં અેક પરી જન્મી…..કેટલા વરસની તરસ છીપી ? ….૬૩ વરસોની……
  તમારા શબ્દોઅે રડાવ્યો…..
  રેયા , ઘી પ્રિન્સેસ…અમારા દીલો..દિમાગને જકડીને અમને બઘાને જીવાડે છે……રમાડે છે…..
  બાળક બનીને અમો કાલી કાલી ભાષા બોલીઅે છીઅે….
  ચાલો ફરી પાછા નિર્દોષ બનવાની કોશીશ કરીઅે……

  અમૃત હઝારી.

  Like

  જવાબ આપો

 4. P.K.Davda
  જુલાઈ 01, 2016 @ 15:32:00

  ખૂબ જ ભાવવાહી. આ અનુભવમાંથી બધા પિતા પસાર થાય છે, ખાસ કરીને આપણી સંસ્કૃતિમાં.

  Like

  જવાબ આપો

 5. asmita
  જુલાઈ 01, 2016 @ 16:42:18

  Dikri ! Jindagi Ni darek kshan Tara mate sukanvati nivde eva Aashish !

  Liked by 1 person

  જવાબ આપો

 6. aataawaani
  જુલાઈ 01, 2016 @ 18:17:54

  કાળજા કેરો કટકો મારી ગાંઠથી છૂટી ગયો .

  Liked by 1 person

  જવાબ આપો

 7. Manubhai, Kumudben Naik
  જુલાઈ 01, 2016 @ 19:25:39

  દીકરી ચિ. જીના ને અમારા હાર્દિક સ્નેહભર્યા શુભાશિષ . છેલ્લા ફાધર્સ દિને આવી જ વિદાય સમયે પિતૃ હૃદય ની લાગણી દર્શાવતું એ ગીત (बाबुल की दुवाएं ….) ની મેં મંદિર માં રજુઆત કરી હતી. આજે એ સ્મૃતિ ફરી જીના ની વિદાય સમયે સળવળી. ફરીથી એમના બંને ના સુખદ ભાવિ ની શુભેચ્છા
  મનુભાઈ, કુમુદબેન
  જુલાઈ 01 2016

  Liked by 1 person

  જવાબ આપો

 8. mhthaker
  જુલાઈ 02, 2016 @ 00:35:40

  Jeena chinchnker me aamara hardic aashish.meetha aansu no dhodh Tamara khabhe Muki ne gai che…..tena chanta aamne pan udya -aankho bhini Kari gay a.

  Liked by 1 person

  જવાબ આપો

 9. Satish Parikh
  જુલાઈ 03, 2016 @ 09:10:15

  સુકાઈ ગયેલા આંસુનું માપ લિટરમાં નથી નીકળતું……!!
  very true, but we all have to accept the reality. Wishing Gina happy married life.

  Liked by 1 person

  જવાબ આપો

 10. Capt. Narendra
  જુલાઈ 03, 2016 @ 12:10:46

  હૃદય હલી ગયું, શાસ્ત્રીજી.
  આવી જ દશા અમારી થઈ હતી જ્યારે અમારી દીકરીને વળાવવા અમે ભારત ગયા હતા, પાછા લંડન આવ્યા ત્યારે ઘર, મન, હૃદય ખાલી થઈ ગયા હતા, આત્મા પર ખાલી ચઢી ગઈ હતી. અમે તો કવિ કે લેખક નહોતા.કશું કહી કે લખી શકતા નહોતા. વાત મનમાં સંઘરી રાખી હતી.
  આજે આપની વાતે હૃદયના દરવાજા ખોલી નાખ્યાં. ફક્ત પ્રતિભાવ લખી શકું છું.
  તકદીરની બલિહારી જુઓ! પરમાત્માએ અમને એક દેશમાં રહેવા સાથે આણ્યાં. કંઈ નહિ તો અઠવાડિયામાં એક વાર મળી શકીએ એટલા નજીક છીએ. આપને પણ તેવું સદ્્ભાગ્ય લાધે એવી પ્રભુ પાસે પ્રાર્થના!

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 03, 2016 @ 15:17:10

   જીના જન્મથી જ અમારી સાથે રહી. પૂરા પચ્ચીસ વર્ષ સાથે ને સાથે. કોલેજમાં જ જીવનસાથી મળી ગયો. વર્ષ પહેલા પરિચય કરાવ્યો. અમારા આશિષ સાથે ૧૦ જુલાઈએ એની અટક બદલાઈ જશે.
   એક સધ્યારો છે. એ અમારાથી માત્ર ૩૫ માઈલ જ છે. મહેમાન બનીને આવશે.

   Like

   જવાબ આપો

 11. Devika Dhruva
  જુલાઈ 03, 2016 @ 15:16:29

  જીંદગીની આ જ તો વાસ્તવિક્તા છે. એના કેટલાં અને કેવાં કેવાં રૂપ છે. જીંદગી ખુદ આપણી છે,પણ આપણા હાથમાં નથી.

  Like

  જવાબ આપો

 12. aataawaani
  જુલાઈ 15, 2016 @ 12:13:31

  દીકરી ને પિતા પ્રત્યેની અદભુત હોય છે . મા પ્રિયે તો ખરીજ પણ બાપ માથે વધુ લાગણી હોય છે . વ્હાલી દીકરી જીના ને મારા હ્ર્દયના આશિષ એનું લગ્ન જીવન સફળ નીવડે એવા મારા હાર્દિક આશીર્વાદ

  Liked by 1 person

  જવાબ આપો

 13. aataawaani
  જુલાઈ 15, 2016 @ 21:37:33

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  તમારી શ્વેતા નવલકથા વાંચ્યા પછી તમારી કદર કરીને આતા યુનિવર્સીટી તરફથી
  p h d ની ડિગ્રી એનાયત કરવામાં આવે છે . આ સમાચાર તમે વ્હાલી જિનાને આપજો અને
  મારા તરફથી તમારું મોઢું મીઠું કરાવવાનું કહજો /

  Liked by 1 person

  જવાબ આપો

 14. aataawaani
  જુલાઈ 16, 2016 @ 06:47:27

  thank you

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: