રિવર્સલ ૩૯

રિવર્સલ ૩૯

REVERSAL1

‘એઇ હવે ઉઠશો? આ ત્રીજી વખત ઉઠાડવા આવી. એક દિવસ સવારે વહેલા ઉઠવું પડે તોય આ સમરમાં ટાઢ ચડી જાય છે. આજે આપણા બિઝનેશની ઓપનિંગ સેરીમોની છે. સવારે આપણે પૂજામાં બેસવાનું છે.’

‘તારો બિઝનેશ છે; તું પૂજામાં બેસ. મને યાર, આ બામણો સંસ્કૃતમાં બોલે તેમાં એક પેનીની યે સમજ પડતી નથી.’

‘મારું એકલાનું કશું જ નથી. મને ખબર છે કે મારા નામે તમારા પિતાશ્રીએ તમારા લાભ માટે જ આ બિઝનેશ શરુ કર્યો છે. જે મારું છે તે મારું બાકીનું બધું આપણા બન્નેનું સમજ્યા! અને બીજી વાત તમારા ભેજામાં બરાબર સમજી લેજો. બામણ નહિ; બ્રાહ્મણ કહેવાનું. બ્રાહ્મણ તો ભૂદેવ કહેવાય. એ હાથમાં ફૂલ, સોપારી, કે પાણી જે આપે તે પકડવાનું. મંત્ર બોલે તે ભલે ન સમજાય પણ સામે જે ભગવાન બેસાડ્યા હોય તેના પર માઈન્ડ રાખવાનું; મહારાજ સમરપયામી કહે એટલે હાથમાં જે હોય તે ભગવાનને ચઢાવી દેવાનું કે તરભાણાંમાં મૂકી દેવાનું. હાથ જોડીને બેસી રહેવાનું. એમ તો તમે આપણાં લગનમાં પણ મારો હાથ પકડીને બાઘા ગગાની જેમ બેસી રહ્યા જ હતા ને! ક્યાં કશી સમજ પડતી હતી. લગ્ન જેવી જીવનની એક માત્ર ગંભીર વીધિમાં શું થાય છે એનો ક્યાં જરાયે ખ્યાલ હતો?’

‘લગ્ન વખતે તો હું મારી સામે બેઠેલી, કુમળી કુમળી, ફ્રેસ ફ્રેસ, ગોરી ગોરી હેવનની અપ્સરા બાર્ડોલિયન બ્યુટીને જોતો હતો. બ્રાહ્મણનું સાંભળવા કોણ નવરૂ હતું? અને તું જેમને ભુદેવ કહે છે તે અમેરિકાના બ્રાહ્મણો મોટા ભાગના વીકેન્ડ પાર્ટ ટાઈમરો છે. સત્યનારાણની કથા કરે અને કથાની આવક ઈન્કમટેક્ષમાં બતાવે નહીં એવા સત્યવાદીઓ.’

‘સારે સપરમે દા’ઢે પુજા કરરાવનાર બ્રાહ્મણ માટે આવું વાંકુ બોલીને પાપમાં પડવાની જરૂર નથી. આપણે આપણી ભાવનાથી પૂજાપાઠ કરીયે છીએ. મંદીરે જઈએ છીએ. દાન ધર્મ કરીયે છીએ. ભલે બ્રાહ્મણો બોલે અને ન સમજીએ પણ એક પવિત્ર વાતાવરણ ઉભું થાય છે. મહારાજને બોલાવીએ છીએ તો એઓ આવે છે. એમનેમ કોઈ તમારા ડાચા જોવા આવતા નથી. પ્લીઝ ડોન્ટ સ્પોઈલ માય મૂડ. ઈન્ડિયન માને પેટે જન્મ્યા છો અને બારડોલી બ્રાન્ડને પરણ્યા છો એટલે થોડું કલ્ચર તો જખ્ખ મારીને સાચવવું પડશે, સમજ્યા?’

‘ઓહ માય ગોડ, આજે મહામાયાજી એંગ્રી દુર્ગા બની ગયા છે. માનતા હું બોસ, બટ માય સ્વીટ  હની, તું જાણે છે કે મારાથી દશ મિનિટ માટે પણ પલાંઠી વાળીને નીચે બેસાય એમ નથી. એક કામ કરો તારી રોઝી મેડમને અને બાપાને પૂજામાં બેસાડ?’

‘ખોટા બહાના કાઢવાનો અર્થ નથી. પલાંઠી વાળીને ન બેસાતું હોય તો રોજ સવારે વહેલા ઉઠીને યોગા કરવા મારી સાથે આવી જજો. અર્થ વગરની વાત ના કરો. એમ તો મારી બર્થડે વખતે પણ ડેડી મેડમ સાથે બાની સાડી પહેરાવીને બેસવા તૈયાર હતા તે યાદ છે? પણ આ તો મારા આપણા બિઝનેશની પૂજા છે.’

‘તો તારા, આપણાં બિઝેનેશ પાર્ટનર ડોક્ટર અંકલને અને મંગલામાસીજીને પૂજા કરવા દે. ઈટ્સ નોટ બીગ ડીલ. અરે બાપા બાપાની ફ્રેન્ડ રોઝીમેડમ, ગાયનેકોલોજીસ્ટ ડોક્ટર અંકલ, એવર યંગ મંગલામાસી, બે કપલ વચ્ચે પટેલબાપાની બાર્ડોલિયન બહુરાની મહાલક્ષ્મીમા માયાવતી એમ પાંચ જણા સાથે પૂજા કરશો તો તમારા બધા જ પ્રોજેક્ટ સફળ થશે.’

‘બસ હવે સવાર સવારમાં આવા લવારા કરવાનું છોડો. આપણે બન્ને એ જ પૂજા કરવા પાટલે બેસવાનું છે. ફાયનલ.’

‘આપણે બન્ને અત્યારે ખાટલે પૂજા કરીયે તો ન ચાલે?’

‘એઈ, મેડમ આવતાં લાગે છે. છોડો મને. કપડા સરખા કરીને ઊભા થાવ.’

***

‘ગુડ મોર્નિંગ ડિયર વિનુ.’

‘ગુડ મોર્નિંગ મેમ.’

‘ડીડ યુ રિસિવ કોલ ફ્રોમ મેયર્સ ઓફિસ?’

‘યેસ મેમ. મેયર કૉલ્ડ હિમસેલ્ફ. હી ઈઝ ગોઈંગ ટુ કમ વીથ અવર કોન્ગ્રેસમેન. સેનેટર ઈઝ સ્ટીલ ઈન ડીસી. હી ઈઝ ગોઈંગ ટુ ટ્રાય ટુ સ્ટોપ બાય. વી હેવ રીસીવ્ડ મેસેજ ફ્રોમ ગવર્નર ઓફિસ.’

‘આઈ એમ પ્રાઉડ ઓફ યુ વિનુ. થેન્ક્સ ફોર ઓલ યોર હેલ્પ.’

‘માયા બેટી, ટુ ડે ઈઝ માય લાસ્ટ ડે વીથ યુ. થેન્ક્સ ફોર એકોમોડેટિંગ મી ફોર ફાઈવ વીક્સ. ટુમોવરો આઈ વીલ મુવ ઈન માઈ ન્યુ એપાર્ટમેન્ટ.’

‘મેમ વ્હાઈ ડોન્ચ્યુ મુવ પેરમેનન્ટલી વીથ અસ.’

‘નો ડિયર. ટુ વીમેન ઈન વન કિચન ઇઝ વેરી બૅડ આઈડિયા. યુ આર વેરી સ્વીટ હની બટ પરમેનન્ટ? યુ વિલ હૅઇટ મી. નો. વી કેન નોટ મેઇન્ટૅઇન અવર પ્રાઈવસી.  આઈ ઓવરહર્ડ યોર કોન્વરસેશન. વીનુ પ્લીઝ, માયા કો મત સતાઓ. તુમને હી તો પ્રિસ્ટકે સાથ ગનપતી પૂજાકી બાત કી થી. માયા અચ્છી લડકી છે. જલ્દી તૈયાર હો જાઓ. મૈં જાતી હું.’

***

‘સીઈ વ્હોટાઈમીન….સાંભળ્યું ને મેમ સાહેબે શું કહ્યું? નો હેન્કી પેન્કી ઈન ધ મોર્નિંગ. જલ્દી તૈયાર હો જાઓ.’

‘મારી બા નરમ હતી તો પણ તને નહોતી ગમતી અને હવે આ ધંધો માંડ્યો છે ત્યારથી નોઝી મેમ સાહેબની ચમચી બની ગઈ છે. માયાદેવીનું પણ જબરું યુ ટર્ન છે. પર્ફેક્ટ રિવર્સલ.’

‘હા હા પહેલાં, તમને બાપા સાથે રોઝી સંકળાતી હતી તેમાં વાંધો ન હતો અને મને હતો. હવે મને વાંધો નથી અને તમને પેટમાં દુખાવો ઉપડ્યો છે. જીવનમાં બધું જ બદલાતું હોય છે. ક્યારેક કોઈ રસ્તે ગયા પછી પાછા પણ વળવું પડે. આ બધું રિવર્સલ જ છે ને? મને તો હવે બાપા મેમની સાથે સંસાર માડે તો પણ જરાયે વાંધો નથી. એઝ લોંગ એઝ આપણે એક ઘરમાં રહેવાનું ન હોય ત્યાં સૂધી મને જરાયે વાંધો નથી. સમજ્યા?’

‘એનો અર્થ એ થયો કે મારા બાપાને કાટમાલ સમજીને તું  સરસ રીતે કેશ કરીને રોઝીમેમને પધરાવવા માંગે છે એમને? પહેલાં રોઝીને બહાને બાપાને ઈન્ડિયા મોકલવાનો પ્લાન કર્યો હતો. હવે બાપા રોઝી સાથે મેરેજ કરીને એની સાથે રહેવા જાય એવું ગોઠવવા માંગે છે, એમને? તારું બાર્ડોલી બ્રેઈન ફેમિલી પોલિટિક્સમાં એવૉર્ડ વીનર થાય એવું છે.’

જાવ હવે…. આવું ખોટું ખોટું ઈન્ટરપ્રીટેશન ના કરતા. મને તો આવો વિચાર પણ નથી આવતો. હું કાંઈ આજ કાલની છોકરીઓ જેવી નથી. હવે તો આજકાલની છોકરીઓ મુરતિયાઓને સીધો જ સવાલ કરે છે કે ઘરમાં કેટલા ગાર્બેજ છે. કે કેટલા કાટમાલ સંગ્રહેલા છે? મને બાપા સાથે કશો જ વાંધો નથી પણ એક રસોડામાં બે સ્ત્રીઓ ન હોય એમાં જ સંસારનું સુખ છે. મેમ સાહેબ પણ એમ જ કહી ગયા. પણ અત્યારે આ બધી ચર્ચાનો સમય નથી. મોડું થાય છે. હવે જલ્દી તૈયાર થઈ જાવ. મારે ઘણું લડવાનું અને હિસાબ કરવાનો બાકી છે પણ અત્યારે તો મને તમારી સાથે લડવાનો સમય નથી. ડેડી અને મેમ સાથે ઘરમાંને ઘરમાં ફોન અને ટેક્સ્ટ કરીને વાતો કરો, બધું જ મેનેજ કરો અને મારી સાથે જાણે કંઈ જાણતા જ નથી એમ મને ઉલ્લુ બનાવવા એવા નાટકો કરો છો તે હવે બંધ કરો. હવે હું યે તમને કશી વાત કરવાની નથી.’

‘મને તો ગમશે. ભલે, હું પણ બિઝનેશની વાત ન કરું અને તારે પણ ન કરવાની…..બસ, યુવાની નાસી જાય તે પહેલાં એન્જોય કરી લેવાની.’

‘તમને તમારા યાહૂહૂહૂઉ સિવાય બીજા એન્જોયમેન્ટની ખબર જ ક્યાં છે? શનિ રવિના વિકેન્ડમાં ટીવી સામે બેસીને ગેઇમ જોયા કરવી. તમારી નજીક આવું ત્યારે બાઝાબાઝ અને માત્ર યાહુની વાત. વનટ્રેક માઈન્ડ છે.’

‘હની એ જ તો મિડલાઈફની મજા છે. તારી યોગા-ડેન્સ ક્લબનું રિબન કટિંગ કરવાની છે તે મિશેલ, આપણા મેયરની વાઈફ શું કહેતી હતી તે ખબર છે?’

‘મને શું ખબર! એની સાથે વાત તો તમે કરી છે. શું કહેતી હતી?’

‘એનો યોગામાં ઈન્ટરેસ્ટ કેમ છે તે જાણવું છે? યોગાથી માત્ર સ્ટ્રેસ ઘટે એટલું જ નહિ પણ પોશ્ચરની ફ્લેસિબિલિટી વધે, હાર્ટ વધુ ઓપન થાય અને બોડીના બઘા જ પાર્ટના બ્લડ ફ્લોમાં વધારો થાય જે હોટ સેક્સના આનંદ માટે જરૂરી છે. એણે કેટલાક યોગાસનો મેયર સાહેબને પણ શીખવ્યા છે. અને યોગથી એમનું જીવન વધારે રોમેન્ટિક બન્યું છે. એ તો કદાચ ડોસા ડોસીઓને પણ સેક્સાસન શિખવશે’

 જાવ હવે. આવી વાત કરતાં શરમ નથી આવતી. મારા પપ્પા મમ્મી પણ પણ વીકમાં બે વાર યોગા માટે આવવાના છે.તમને તો બધી વાતમાં બસ આવું જ દેખાય. આપણી યોગા ક્લબ સેક્સ વધારવા માટે નથી. અહિ તો બધા બધી રીતે પરવારી ગયેલા સીધા સાદા સિનીયરો માટેના યોગા છે. ઓલ્ડ પીપલને ચેર યોગા અને ચેર એક્સરસાઈઝ કરવાના અને કરાવવાના છે, સમજ્યા. યોગા અને મેડિટેશનની વાત છે.’

‘માયા મેમસાહેબ, તમારી રોઝીમમ્મા મેમસાહેબ તો કહેતા હતા કે સિનીયરો મગજમાંથી “હવે ઓલ્ડ થઈ ગયા” અને “હવે આ ઉમ્મરે આમ ન થાય, તેમ ન થાય” એ મનોગ્રંથી દૂર કરવાની છે. ઓલ્ડ શબ્દ જ કાઢી નાંખવાનો છે. શરીર અને મનને દશ કે વીશ વર્ષ પાછું ધકેલવાનું છે. રિવર્સ કરવાનું છે. વિચાર અને વિઝનમાં આગળ અને શરીરની શક્તિમાં રિવર્સ થવાનું છે. એટલે તો તમારી હેલ્થ ક્લબનું નામ “રિવર્સલ” રાખ્યું છે. નાવ, આઈ વીશ કે તું પણ વીશ વર્ષ પાછાળની યંગ કૂડી પંજાબણ થઈ જા. બસ મજા જ મજા. તું પણ તારા મગજમાંથી ઓલ્ડ શબ્દ કાઢી નાંખ.’

‘શું ફાયદો? મિડલાઈફના વધેલા મોટા ડુંડાળા  પેટવાળા ફેટ પટેલ સાથે કૂડી પંજાબણને મજા યે શું આવે. જરા થોડી કસરત કરીને પેટ ઘટાડો પછી યાહુ કરવા આવજો. અત્યારે તૈયાર થઈ જાવ.’

‘કોણે કહ્યું કે મારું પેટ વધારે છે. જરા અજવાળામાં મને જોઈ લે.’

‘હા હા હા હા. બસ એમ જ ઊંડો શ્વાસ કાયમ રાખીને કેટલી મિનિટ પેટ અંદર રાખશો?  સરસ લાગો છો. બસ આમ જ રહો.’

……

‘છેને!! હવા નીકળી ગઈને? પેટમાં બાસ્કેટ બોલ પાછો આવી ગયો ને? એના કરતાં રોજ રામદેવ  રામદેવબાબાની જેમ યોગા કરશો તો ……..’

‘તો શું?’

‘તમારું યાહૂ વધારે સ્ફૂર્તિ વાળું થશે.’

‘રીયલી?’

‘યસ’ પણ અત્યારે પૂજા માટે તૈયાર થઈ જાવ. દરેક શુભકાર્યની શરૂઆત ગણેશ પૂજનથી થવી જોઇએ.

ઓકે બોસ.

(ક્રમશઃ)

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. mhthaker
  જુલાઈ 06, 2016 @ 04:23:50

  saras reversal ni waato yoga sathevani lidhi che–yahooo…

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 06, 2016 @ 10:32:35

   આ એક અનોખા અમેરિકાના પટેલ કુટુંબની વાતો છે. એક નવા પ્રયોગ તરીકે કોઈ પણ જાતના વર્ણન વગરની પાત્રો દ્વારા થતી સંવાદાત્મક વાર્તા તરીકે જ આ શ્રેણી વહેતી રહી છે.

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: