રાગ મલ્હાર

રાગ મલ્હાર

saraswat

 

મલ્હાર રાગના અનેક પ્રકારો છે

શુધ્ધ મલ્હાર, મિયામલ્હાર, ગૌડમલ્હાર, રામદાસી મલ્હાર, સૂર મલ્હાર, દેશમલ્હાર, નટમલ્હાર, મીરાંકી મલ્હાર.

AROHAN: S,R,g,M,P,DHA,N,SA

AVAHORAN: SA,n,DHA,P,M,g,R,S

chalan: N(KHAD) SA RE dha MA(SLAR)

ગૌડ મલ્હાર ખમાજ થાટમાં છે જ્યારે મિયાંમલ્હાર કાફી થાટમાં છે.

*

મેધ મલ્હાર

Arohana
S m R m P n S’
Avarohana
S’ n P m R m ‘n R S

 

શાસ્ત્રીયતાની ગંભીર ચર્ચા આ સાથેના સાહિત્ય સંગમના વિડીયોમાં સરસ રીતે થઈ છે એટલે શરૂઆત કરીશ મલ્હાર રાગ પર આધારિત ફિલ્મી ગીતોથી

Megh Malhar

Barasorey  Film – Tansen  Year – 1942  Rag – Megh Malhar Tal – Tintal Music Director(s) – Khemchand Prakash – Singer(s) – Khurshid

 

Dukha Bhare Din Bite Re Bhaiya

 

 

 

 

Tan Ranga Lo Ji Aaj Man Ranga Lo Baraso Re

 

 

 

Mian Ki Malhar

 • Film – Saaz Year – 1998  ·  Rag – Mian Ki Malhar  ·  Tal – Tintal
 • Music Director(s) – Zakir Hussain, Bhupen Raj
 • Singer(s) – Kavita Krishnamurthy (Female version), Suresh Wadkar (Male version)

 

 

 

Bhaye Bhanjana…Darasa Tere Mange Main Tera Pujari

 • Film – Basant Bahar Year – 1956 Rag – Mian Ki Malhar Tal – Jhaptal
 • Music Director(s) – Shankar, Jaikishan Singer(s) – Manna Dey

 

 

*Bole Re Papihara, Papihara

 • Film – Guddi Year – 1971 Rag – Mian Ki Malhar Tal – Kaherava
 • Music Director(s) – Vasant Desai Singer(s) – Vani Jayraman

 

 

Karo Sab Nichhavar

 • Film – Ladki Sayadri Ki Year – 1966 Rag – Mian Ki Malhar Tal – Jhaptal
 • Music Director(s) – Vasant Desai Singer(s) – Asha Bhosle

 

 

Na Na Na Baraso Baadal

 • Film – Samrat Prithviraj Chauhan Year – 1959 Rag – Mian Ki Malhar Tal – Kaherava
 • Music Director(s) – Vasant Desai Singer(s) – Lata Mangeshkar

 

 

Nach Mere Mora Zara Nach

 • Film – Tere Dwar Khada Bhagwan  Year – 1964  Rag – Mian Ki Malhar  Tal – Dadra
 • Music Director(s) – Shanti Kumar Desai Singer(s) – Manna Dey

 

 

 

Nacha Re Mayura

 • Film – Kathputli  Year – 1957  Rag – Mian Ki Malhar  Tal – Kaherava
 • Music Director(s) – Shankar, Jaikishen Singer(s) – Lata Mangeshkar

 

 

Gaur Malhar

Garajat Barsat Bheejata Ailo

 • Film – Malhar   Year – 1951  Rag – Gaur Malhar  Tal – Tintal
 • Music Director(s) – Roshan Singer(s) – Lata Mangeshkar

 

 

 

Jurm-e-Ulfat Pe

{ Comments – It has been suggested that this song is actually in Shuddha Nat.  However, even within the classical music community, there are differences of opinion as to what exactly constitutes both Gaud Malhar as well as Shuddha Nath.  When the somewhat overlapping nature of these two rags is added to the often careless interpretation of the filmwallas, we are left with a situation where an exact categorisation of this song may be impossible.   However since the plurality of opinion categorises this song as Gour Malhar, we are bowing to popular opinion and placing this song here.}

 

 

Jhir Jhir Barase Savani Ankhiyan

 • Film – Ashirvad Year – 1968 Rag – Gaur Malhar Tal – Kaherava
 • Music Director(s) – Vasanth Desai

 

 

Sharabi, Sharabi Ye Savan Ka Mausam

 • Film – Noor Jahan Year – 1967 Rag – Gaur Malhar Tal – Jhaptal
 • Music Director(s) – Roshan Singer(s) – Suman Kalyanpur

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

Film Songa based on Raag Megh Malhar

 

 

 

 

Raga Miyan Ki Malhar | Ustad Bismillah Khan (Album: Thaat Kafi & Khamaj)

 

 

 

 

https://www.youtube.com/watch?v=Et6QAyouWKA

 

Ustad Amjad Ali Khan | Raag : Miyan Ki Malhar | Taal : Teentaal

.

 

Ustad Rashid Khan – Miyan Ki Malhar

 

 

Malhar Magic : Hindustani Raga with Fusion Arrangement || IndianRaga Fellows

 

 

 

Published on Jul 13, 2013

 

સૌજન્યઃ શ્રી જનક નાયક, સાહિત્ય સંગમ – સુરત

 

રાગ મલ્હારની સરગમ
સૂરત — સાહિત્ય સંગમના ઉપક્રમે દર મહિને શાસ્ત્રીય સંગીતના એક રાગ આધારિત કાર્યક્રમ ‘સરગમ’ની શ્રેણીમાં તા. ૨જી જુલાઈના મંગળવારે શ્રી નાનુભાઈ નાયક પ્રેરિત સંસ્કાર ભવન, બાવાસીદી, ગોપીપુરા મુકામે ‘રાગ મલ્હારની સરગમ’નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મલ્હાર રાગનાં જુદાં જુદાં પાસાં વિશે પંડિત જયંતકુમાર શાસ્ત્રી, ડૉ. હેમંતકુમાર ગંધર્વ અને ડૉ. સુનીલ મોદીએ માહિતી આપી હતી અને બંદિશો રજુ કરી હતી. એ રાગ પર આધારિત ચીજોની રજૂઆત રત્નાબેન જાળવણી દ્વારા કરાઈ હતી. મલ્હાર રાગની રોગો પર અસર અંગે ડૉ. પ્રફુલ્લ દેસાઈએ જાણકારી આપી. તબલા પર શ્રી જસરાજ શાસ્ત્રીએ અને હાર્મોનિયમ પર શ્રી સુધીર યાર્દીએ રજુઆત કરી હતી.

ભારતીય શાસ્ત્રીય સંગીતના મહાનતમ ગાયકોમાં તાનસેનનું નામ ગણવામાં આવે છે. તેઓ શહેનશાહ અકબરના નવરત્નોમાંના એક હતા.

તાનસેનનો ગુજરાત સાથેનો નાતો પણ હતો. જ્યારે શહેનશાહ અક્બરે તાનસેનને રાગ દિપક ગાવા ખૂબ જ આગ્રહ કર્યો, ત્યારે આ રાગ ગાવાને કારણે તાનસેનના આખા શરીરમાં બળતરા થવા લાગી હતી. આ બળતરા શાંત કરવા માટે તાનસેન આખા હિન્દુસ્તાનમાં ફર્યા, પણ તેમની બળતરા કોઇ શાંત કરી શક્યું નહીં. ત્યારે ગુજરાત રાજ્યના એક સમયના પાટનગર વડનગર ખાતે રહેતી બે બહેનોએ રાગ મલ્હાર ગાઇ તાનસેનના શરીરની બળતરાને શાંત કરી હતી. આ બહેનોનાં નામ તાના અને રિરિ હતાં. તાનસેનનું મૂળ નામ રામતનુ પાન્ડે હતું.

https://www.youtube.com/watch?v=u7R4kdCi1zY

 

 

Miyan Ki Malhaar. Ayesha Omer, Fariha Pervez, Zara Madani

‘Malhar Jam’ – Agam, Coke Studio @ MTV Season

https://www.youtube.com/watch?v=grHr39Ej7P8

 

 

 

સૌજન્યઃ ગુજરાત સમાચાર, : 21-July-2012, Saturday

કહેવાની જરૂર ખરી કે આ પંક્તિઓ માં માનવમન ઉપર મોન્સૂનના મસ્ત મિજાજના કેફનું અદ્‌ભુત દ્રશ્ય ઝિલાયું છે ?
વસંત જો ૠતુઓનો રાજા ‘રસરાજ’ છે, તો વર્ષાૠતુ અવશ્ય ૠતુઓની ‘રાણી’ છે. વાસ્તવમાં વસંતની શોભા-શણગાર પણ વરસાદની રહેમદિલીને જ આભારી છે. વરસાદનું આગમન માત્ર કવિઓ-સંગીતકારો-ખેડૂતો કે જુવાન હૈયાંને જ નહિ, પરંતુ આબાલવૃદ્ધ સામાન્ય જનોનેે સુઘ્ધાં પ્રફુલ્લિત-પુલકિત-રોમાંચિત કરી મૂકે છે.
વર્ષાૠતુએ સદીઓથી મનુષ્યોની કલ્પનાને અને ધરતીને સતત ફળદ્રુપતા બક્ષી છે. સૃષ્ટિના કણેકણમાં નવચેતનનો સંચાર કરનારો વરસાદ તેના ઘમઘમતા નાદ અને મઘમઘતા સાદ સાથે ગીત-સંગીતરસિકોને ડોલાવતો રહ્યો છે.
વેદોમાં સંગીત અને વરસાદ વચ્ચેના અતૂટ સંબંધનો ઉલ્લેખ વાંચવા મળે છે. ભારતના પ્રાચીન ૠષિમુનિઓ માનતા કે સંગીતની ખાસ ઘુનો કે તરજોથી એવાં આંદોલનો રચાય છે, જેનાથી વાદળાં કાજળઘેરાં કે ઘનશ્યામ બનીને પૃથ્વી પર વરસી પડવા પ્રેરાય છે. હકીકતમાં પર્જન્ય કે વરુણ દેવતાને રિઝવવા માટે આજેય આ પરંપરાનો સહારો લેવામાં આવે છે.
વરસાદ લાવવા માટેના વિશિષ્ટ રાગોની શરૂઆત ધર્મપ્રેમી અને સાહિત્ય-સંગીત-કલારસિક મોગલ બાદશાહ અકબરના દરબારમાં થઈ હોવાનું મનાય છે. આપણા સંગીતસમ્રાટ તાનસેને હિન્દુસ્તાની સંગીતના મુખ્ય છ રાગોમાં ‘મેઘ રાગ’ને ગણાવ્યો હતો. તાનસેન એટલી તન્મયતાથી રાગ છેડતો કે તે જ્યારે ‘મન કી મલ્હાર’માં પોતાની બંદિશો ગાતો ત્યારે વરસાદના દેવો ભાવવિભોર બની જતા. પોતાની તાન અને આલાપો વડે તે હાથી-સંિહ-હરણ જેવાં વન્ય પશુઓને શાંત-સૌમ્ય બનાવી મૂકતો અને ‘દીપક’ રાગ ગાઈને તેણે દરબારમાં રોશની રેલાવ્યાની વાત ઘણી જાણીતી છે.
ત્યારપછી બૈજુ બાવરાએ પણ તીવ્ર સંવેદનાના સૂરો રેલાવીને ‘મલ્હાર’ કુળના રાગોને એક ઊંડાણ આપ્યું હતું. રાગ મલ્હાર મૂશળધાર વરસાદ સાથે સંકળાયેલો છે. તેના વિશે અનેક કંિવદન્તીઓ – લોકકથાઓ અને દંતકથાઓના લિખિત ઉલ્લેખો વાંચવા મળે છે. એક જાણીતાં શાસ્ત્રીય ગાયિકા મીરા પંડિત કહે છે કે ‘‘તાનસેનનો ‘મિયાં કી મલ્હાર’ વરસાદનો મુખ્ય રાગ છે. બીજા રાગોમાં ‘રામદાસી મલ્હાર’, ‘ગૌડ મલ્હાર’ અને ‘સરજુ મલ્હાર’નો સમાવેશ થાય છે. મલ્હારની સુંદરતા તેના વૈવિઘ્યમાં છે. તે ખૂબ સુંદર રાગ છે. સાંગીતિક અભિવ્યક્તિમાં અને ગાયનની રજૂઆત બન્નેમાં તે ઉત્કૃષ્ટ છે.
એવું કહેવાય છે કે તાનસેને જ્યારે દીપક રાગ છેડ્યો ત્યારે તે આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો હતો અને પછી તેની દીકરીઓએ મલ્હાર રાગ ગાઈને તેને બચાવ્યો હતો. સંગીતના સ્વરોમાં ઉત્તેજક અને શાતાદાયક અથવા ક્રૂર અને સૌમ્ય સંવેદનાઓ જાગૃત કરવાની અદ્‌ભુત શક્તિ રહેલી છે. આપણા પ્રાચીન ૠષિઓ મંત્રોચ્ચાર કરતી વખતે વિવિધ સૂરોના સહારે વરસાદનું આવાહન કરતા અને કેટલીક બીજી બાહ્ય શક્તિઓ પ્રગટ કરી શકતા હતા. આવી ઊર્જા આપણી અંદર જ રહેલી હોવાથી તેઓ તેમ કરી શકતા.
મલ્હાર રાગ એટલો શક્તિશાળી અને સામર્થ્યવાન છે કે વરસાદની ધારા વરસતા ં જ મન આપોઆપ ઝૂમી ઊઠે છે અને ગાવા માંડ ે છે. ગૌડ મલ્હાર રાગ ગાવો બહુ કઠિન મનાય છે. એમાં એક એવી સુંદર બંદિશની ઠુમરી છે કે ‘‘સૈયાં મોરા રે મૈં તો વારી રે વારી’’. આવી સુંદર બંદિશ ગાતી વખતે બહાર વરસતો વરસાદ જુઓ તો એક અદ્‌ભુત અને અલૌકિક અનુભૂતિ થાય છે, એમ મીરા પંડિત કહે છે. બાળપણમાં પંડિત વરસાદી પાણીનાં ઝરણાંમાં કાગળની હોડીઓ તરતી મૂકતી અને તેને તરતી જોઈને આનંદવિભોર બની જતી.
બીજાં એક પ્રતિષ્ઠિત શાસ્ત્રીય ગાયિકા કુમુદ દીવાન કહે છે કે ‘‘દુનિયાભરના તમામ સંગીત કરતાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં દરેક દિવસ, કલાક કે મોસમના મૂડને અભિવ્યક્ત કરનારાં અઢળક ગીતો છે. વિશ્વના કોઈપણ પ્રદેશ કે ભાગની સરખામણીમાં ભારતમાં ચોમાસાનો એક આગવો મહિમા છે અને આપણી સંગીત-સંસ્કૃતિમાં તેનું અનોખું સ્થાન છે.
વરસાદની મોસમમાં ‘કજરી’ ગીતો ગવાય છે. આ શબ્દ ‘કજરા’ પરથી બન્યો છે. તે કાજળઘેરી, શ્યામલ આંખો માટે વપરાય છે. ‘કજરારે કજરારે તેરે કારે કારે નૈના’, ‘યે કજરારી ચંચલ અખિયાં’ કે ‘યે કામ-કમાન ભવેં તેરી, નૈનોં કે કિનારે કજરારે’ જેવાં અનેક ફિલ્મી ગીતોમાં આપણે ઘણીવાર આ શબ્દ સાંભળ્યો છે. આ રૂપક વાદળછાયા આકાશ માટે પણ વપરાય છે. ઉત્તર પ્રદેશ, મઘ્ય પ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં હિન્દુસ્તાની શાસ્ત્રીય સંગીતમાં કજરી ગીતો મશહૂર છે.
ઉપરાંત આ મોસમમાં ‘ઝૂલા’ ગીતો પણ એટલાં જ લોકપ્રિય છે. બ્રજ ભૂમિમાં કુંવારી ગ્રામકન્યાઓ હીંચકા(ઝૂલા)માં બેસીને ગીતો ગાય છે, જ્યારે પરિણીતાઓને તેમની પ્રથમ રાત્રિનો સમાગમ માણવા માટે આવાં ગીતો ગાઈને ઘરે આમંત્રણ આપવામાં આવે છે. વરસાદની મોસમ બહાર હરવાફરવાની, મોજમસ્તી કરવાની અને હળીમળીને એકમેકની રોમાંચક લાગણીઓને વાચા આપવાની મોસમ છે અને ઝૂલા ગીતો શાસ્ત્રીય, અર્ધ-શાસ્ત્રીય અને લોકગીતો સાથે સંકળાયેલું એક અંગ છે. આ ગીતો રોમેન્ટિક અથવા ભક્તિરસપ્રધાન હોય છે અને સામાન્ય રીતે તેમાં ગોપીઓનો શ્રીકૃષ્ણ પ્રત્યેનો ગાઢ અનુરાગ કે પ્રેમ વ્યક્ત થાય છે. ‘ઝૂલા ધીરે ધીરે સે ઝુલાઓ, બનવારી અરે સાવરિયા હો’ જેવા ગીતમાં એક તરફ સમાગમના આનંદ-ઉન્માદનો સંકેત છે, તો બીજી તરફ સર્જનની શાશ્વત પ્રક્રિયાનું સન્માન પણ છે.
મેઘ, મલ્હાર અને મૂશળધાર મોસમની વાત માંડીએ અને મહાકવિ કાલિદાસ ન સાંભરે, તો આપણો અવતાર એળે ગયો ગણાય. હિમાલયમાં પોતાની પ્રિયતમાને સંદેશો મોકલવા માટે વિરહી યક્ષ સંદેશવાહક તરીકે વરસાદી વાદળ કે ‘મેઘદૂત’ની પસંદગી કરે છે, એ કલ્પના જ કેટલી રોમાંચક અને અદ્‌ભુત છે. વાદળની જેમ પોતાના હૈયાની લાગણીઓ ઠાલવવા માટે આવું પ્રતીક કેટલું પરફેક્ટ છે.
બીજા એક જાણીતા સ્વરસાધક પંડિત મઘુપ મુદ્‌ગલ કહે છે કે ચોમાસા દરમિયાન ‘ઠુમરી’ પણ ગવાય છે, કેમકે તેમાં પ્રેમની ભાવના કેન્દ્રમાં હોય છે અને ગીતોમાં વિરહનો તલસાટ-તડપન વર્ણવવામાં આવે છે. ધરતી સાથે વર્ષાના મિલનના પ્રતીકરૂપે વૃન્દાવનની અન્ય ગોપીઓ સહિત રાધા અને કૃષ્ણની ‘રાસલીલા’નાં હૃદયસ્પર્શી વર્ણનો અવારનવાર વાંચવા મળે છે અને તે દ્વારા કુદરતી તત્ત્વોના આશીર્વાદરૂપ મેળાપનો મહિમા ગવાય છે.
જાણીતા સિતારવાદક શુભેન્દુ રોય મલ્હારમાં આઘ્યાત્મિક સમન્વયની અનુભૂતિ જુએ છે. ‘‘આ એક અદ્‌ભુત અનુભવ છે. તમે ચોમાસાની ૠતુ દરમિયાન હૈયાની ભીતરમા ં ઉત્કટતાથી મલ્હારની કલ્પના કરો અને વરસાદ વરસવાનું શરૂ થઈ જાય છે. આવો કિસ્સો તાજેતરમાં જ મારા જીવનમાં બન્યો હતો. કદાચ એ એક યોગાનુયોગ હોઈ શકે, પરંતુ એક સવારે મારી પત્ની અને હું પંડિત એ. કાનનના સૂરમાં ગવાયેલો મિયાં કી મલ્હાર રાગ સાંભળી રહ્યાં હતાં અને એવામાં વર્ષા થઈ હતી.
દિલ્હીમાં પણ આવી ઘટના ઘટી હતી. મિશ્રા બંઘુઓ મલ્હારની તાન છેડી રહ્યા હતા એવામાં અચાનક વરસાદનાં ઝાપટાં વરસવાં શરૂ થઈ ગયાં હતાં. બે બંઘુઓમાંના રજનીશ મિશ્રા કહે છે કે બનારસમાં ગંગાના તટ પર વર્ષાૠતુ દરમિયાન મલ્હાર રાગ ગાતી વખતે અમને આવો ચમત્કારિક અનુભવ થયો હતો. તેમનું ગાયન સાંભળીને આસપાસ જતા-આવતા લોકો મંત્રમુગ્ધ બનીને ઊભા રહી ગયા હતા. તેમાંના ઘણાખરાને રાગ-રાગિણીની સમજણ નહિ હોય એ શક્ય છે. પરંતુ સંગીતના નાદના આકર્ષણે તેમને રોકી રાખ્યા હતા. આવો અનુભવ કોઈ બંધ ઓડિટોરિયમ કે હૉલમાં ક્યારેય સંભવી ન શકે.
જોકે દિલ્હીમાં મલ્હાર રાગ અને મેઘરાજાના આગમનના યોગાનુયોગના બીજા કિસ્સા પણ બન્યા છે. થોડાંક વરસો પહેલાં ઉસ્તાદ રહીમ ફહીમુદ્દીન ડાગરના ‘ઘુ્રપદ’ના સ્વરગાન સાથે નહેરુ પાર્કના ઓપન-એર પ્રાંગણમાં મોસમનાં પહેલાં ઝાપટાં વરસ્યાં હતાં.
મઘ્ય રાત્રિએ ઘેરાયેલાં નીલરંગી જલસભર વાદળાંથી ઘેરાયેલા વાતાવરણમાં કોઈક સુંદરીનાં ભીનાં વસ્ત્રો તેનાં અંગોના માદક મરોડને આલંિગન આપી રહ્યાં હોય અને તે ટાણે નીલાં નેત્રોવાળા રાસબિહારી કૃષ્ણ મોર અને હરણાં સાથે મંંદ સ્મિત વેરતા ઊભા હોય….આવા મનોરમ દ્રશ્યમાં મલ્હાર રાગની સૂરીલી તાન છેડાઈ હોય, પછી પૂછવું જ શું ?

ઋણ સ્વીકારઃ

આ શ્રેણીમાં રજુ થતા દરેક ગીત-સંગીત યુ-ટ્યૂબમાંથી સાભાર લેવામાં આવ્યા છે. લેખ અને માહિતી ગુગલમાંથી સંપાદન કરવામાં આવી છે.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  જુલાઈ 13, 2016 @ 14:32:39

  ધન્ય ધન્ય
  અહીં ગોરંભાયલું ગગન…ફોરાં પડવા માંડ્યા બધા જ મધુર મધુર ગીતો માણ્યા
  તેમા ફીલ્મ આધારીત…બે વાર માણ્યું
  મન થાય ત્યારે ફરી ફરી માણીશું
  કોઈ ગીતની સાથે હોય તો ખબર નથી પણ આ ગમે છે

  Search Results
  Megh Bhimsen Joshi – YouTube
  Video for raag megh malhar bhimsen joshi▶ 35:01

  Dec 15, 2012 – Uploaded by Sgc Icm
  Pt Bhimsen Joshi- Raag Megh Malhar- garaje ghata ghana kare ri karee … Megh Malhar Volume 3 …
  Bhimsen Joshi: Raga Sur Malhar (1) – YouTube
  Video for raag megh malhar bhimsen joshi▶ 10:52

  Dec 15, 2008 – Uploaded by Warren Senders
  Pt. Bhimsen Joshi sings raga Sur Malhar. Laxmi Krida Mandir, Pune, August 2, 1986. Purushottam …
  Pt Jasraj Raga Megh Malhar – YouTube
  Video for raag megh malhar bhimsen joshi▶ 41:30

  Jun 10, 2013 – Uploaded by Raju Asokan
  Pt Jasraj Raga Megh Malhar- Calcutta. … 1:00:02. Pt Bhimsen Joshi- Raag Megh Malhar- garaje …
  2 Pt. Bhimsen Joshi- Raag: Sur Malhar – YouTube
  Video for raag megh malhar bhimsen joshi▶ 49:01

  Aug 8, 2015 – Uploaded by Dipankar Sen
  2 Pt. Bhimsen Joshi- Raag: Sur Malhar. Dipankar … Pt Bhimsen Joshi- Raag Megh Malhar- garaje ..
  અને સુરતમા પં ૐકારનાથ ઠાકુરે ગાયેલું અને સાચેજ વરસાદ પડેલો તે ગીત શોધ્યું પણ ન જડ્યુ
  સુરત જઇએ તો સૂરત — સાહિત્ય સંગમમા તો જઇએ જ

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જુલાઈ 13, 2016 @ 14:57:55

   અને સુરતમા પં ૐકારનાથ ઠાકુરે ગાયેલું અને સાચેજ વરસાદ પડેલો તે ગીત શોધ્યું પણ ન જડ્યુ આ વાત મને પણ ખબર છે. પણ તે સમયે બધા પ્રોગ્રામ રેકર્ડ થતા મ હતા. અને થયા હોય તો સચવાયા ન હતા. સાહિત્ય સંગમમાં પં. મહાદેવ શર્માના પુત્રને માણ્યા. એની બેસંટ હોલ સોની ફળિયામાં એમનું મકાન. મારા કાકાના ખાસ મિત્ર. હું નાનો હતો ત્યારે એમની બેઠક અમારે ત્યાં રાખી હતી અને આખી રાત જલશો ચાલ્યો હતો. અમારા હરની પાછળ જ રહેતા પં જગન્નાથ અને પં. દિનાનાથ સાથે પણ અમારો સારો ગરોબો હતો.
   મારા સ્કુલ સમયમાં એક વાર આખા દિવશ માટે કિલ્લાના મેદાનમાં થયેલો પ્રોગ્રામ આકાશવાણી અમદાવાદ-વડોદરાએ રીલે કર્યો હતો. ત્યારે પણ મહાદેવ શર્માજીએ સંગીત રજુ કર્યું હતું.
   તમે સૂચવેલી યુ ટ્યુબ સાઈટ સરસ છે. મેં માણી છે. મારી આ શ્રેણીમાં પંદર વીશ મિનિટ કરતાં લાંબી લિન્ક નથી મૂકતો. સંગીત રસિયાઓતો ખરેખર માણી જ ચૂક્યા હોય છે. મારી આ શ્રેણીમા મને એક બે રસિયા રસ લે તો મને મારો સમય વેડફાયો ન લાગે. પ્રજ્ઞાબેન આપનો ઘણો આભાર.

   Like

   જવાબ આપો

 2. Vinod R. Patel
  જુલાઈ 15, 2016 @ 01:06:39

  મલ્હાર રાગની મહેફિલ મન ભરીને માણી અને આનંદની હેલીમાં મન પલળી ગયું !

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: