બે થપ્પડ બે ચુમ્મા

બે થપ્પડ બે ચુમ્મા.

બે થપ્પડ ભેંસslepa

 

બાવીસ વર્ષ પહેલાની વાત છે.

નયનભાઈને બાવીશ વર્ષ પહેલા  જાન્યુઆરીની પહેલી તારીખે એટલે કે રાત્રે બારકલાક અને પાંચ મિનિટે એમના ઘરવાળા મહાકાયા કોકિલાબેને સવાસો મહેમાનોની પાર્ટીમાં એક જોરદાર થપ્પડ ચમકાવી દીધી હતી.

કારણ?

એક્ત્રીસ ડિસેમ્બરની રાતે બાર વાગ્યે  ન્યુ યર ઈવની પાર્ટીના નાચ ગાન થંભી ગયા. બેન્ક્વેટ હોલની લાઈટ બંધ થઈ ગઈ. અને બધા યુગલો એકબીજાને બકી કરવા ચોંટી પડ્યા. હવે તે સમયે કોકિલાબેન બાથરૂમમાં કોઈ  નયનભાઈની બહેનપણી સાથે નયનભાઈના રમુજી રોમેન્ટિક સ્વભાવની વાતમાં પડ્યા હતા. એમને સમયનો ખ્યાલ રહ્યો નહીં. લાઈટ ગઈ અને હેપ્પી ન્યુયર ના નારા સાથે પાછી આવી. અને નયનભાઈના યે બાર વાગી ગયા.

કોકિલાબેને આવીને જોયું તો નયનભાઈના હોઠ સાન્ડ્રાના હોઠ સાથે ચોંટેલા હતા. નયનભાઈ અને સાન્ડ્રાની આંખો બંધ હતી. નયનભાઈનો એક હાથ સાન્ડ્રાના નિતંબ પર અને બીજો હાથ,…..જવા દોને….ખાનગીમાં કહું તો બ્રેસ્ટ પર હતો. સાન્ડ્રા એના બોયફ્રેન્ડ સાથે આવી હતી. પણ એના બોયફ્રેન્ડને કોઈ સારી સબ્ટિટ્યુટ મળી ગઈ હશે કે કેમ પણ, એ ગાયબ થઈ ગયો હતો. અંધારું થયું ત્યારે નયનભાઈને તો એમ કે આતો મારી કોકિલા જ છે. પણ કોકિલાની જ સાઈઝ શેઈપમાં મોલ્ડથયેલી કો-વર્કર સાન્ડ્રાને વળગી પડ્યા હતા. ચુમ્માલીસી નયનભાઈને કંઈક સારું લાગ્યું હશે તે જાણ્યે અજાણ્યે સાન્ડ્રા વળગણને વળગી જ  રહ્યા.

દર વર્ષે તો એમને કોઈ ને કોઈ સિંગલ ફ્રેન્ડ હેપ્પી ન્યુ યરની બકી કરવા વાળી મળી જતી. પણ આ વખતે તો વાત જ જૂદી જ હતી. પહેલી જ વાર નયનભાઈ કોકિલાબેન  સાથે પધાર્યા હતા. ત્યારે આવું થાય?

કોકિલાબેન આવ્યા, નયનભાઈને જોયા, હાથ પકડીને ખેંચ્યા અને છૂટા પાડી ગાલ પર એક થપ્પડ જડી દીધી. હાથ પકડીને કારમાં ખેંચી ગયા. ઘરમાં એક રૂમમાં નયનભાઈ ફેંકાઈ ગયા. બિચારા જાણતા હતા કે બચાવ કરવાનો કશો જ અર્થ નથી. બસ મૂંગા રહ્યા.

નાના છોકરાને કોઈ ગુના માટે “યુ આર ગ્રાઉન્ડેડ” ફરમાવીને એક રૂમમાં બેસાડી દેવાય તેમ જ નયનકુમારને રૂમમાં મૂંગા મૂંગા બેસી રહેવું પડતું.  કોકિલાજીની જીભમાં, કોકિલના કંઠની મિઠાશની આશા થોડી રખાય? વાતવાતમાં નયનભાઈને દબડાવે.  બિચારા ગરીબડા નયનભાઈ હસી કાઢે. કોકિલાબેન દુર્ગા સ્વરૂપના થાય. જ્યારે આવું થાય ત્યારે તેઓ મજાકમાં કહેતા; “ડાર્લિંગ કુકુ, તમારો કલર, ચામડી અને સાઈઝ મહેસાણાની ભેંસ જેવો છે. પણ ભેંસની સ્થિતપ્રજ્ઞતા કેમ નથી તે જ સમજાતું નથી?”

આ કોમેન્ટ પછી. બારણા ઠોકાતાં, વાસણો અફળાતાં, ડિશોના ટૂકડા થતાં. આઠ દશ દિવસ અબોલા રહેતાં. નયનભાઈ ફરી મસ્કા મારી મારીને સલાહ કરતાં. દેવીજી બોલતાં થતાં

નયનભાઈ અને કોકિલાબેન કોઈ લગ્નમેળામાં મળ્યા હશે. પ્રેમ બ્રેમ જેવું કશું નહીં. જન્માક્ષર કે કુંડળી પ્રમાણે નયનભાઈને મંગળ અને કોકિલાબેનને શની. અને જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે શની હંમેશા દબાવે. નયનભાઈનું મુખાર્વિંદ કોઢના કારણે ઊજળું ઊજળું. વળી એ સામે જોતા હોય પણ એમનો ડોળો ગલીમાં હોય. ખબર જ ન પડે કે એ કઈ સુંદરી સામે જૂએ છે અને કઈ બ્યુટીને હૈયામાં સમાવે છે. નયનભાઈ પાછા રંગીલા સ્વભાવના. બધી છોકરીઓના વ્હાલા. છોકરીઓના ટોળામાં બેસીને મજાની વાતો કરે. પોતાની જાત પર અને આંખ પર હસતાં હસાવતાં રહે. પણ માણસ ભલે મજાનો હોય ઉજળો અને એન્જીનીયર થયેલો હોય એનો અર્થ એવો થોડો કે એને હસબન્ડનું લેબલ મારી શકાય! સિલેક્શન ઇલેક્શનમાં થોડા વર્ષો વેડફાઈ ગયેલા.

કોકિલાદેવીનું પણ એવું જ. રંગ રૂપ બરાબર કોકિલા જેવો જ. અવાજ નહીં. કોઈ કાળી હોય તેને કાગડી થોડી કહેવાય? જરા શરીર વધેલું હોય તેને ભેંસ થોડી કહેવાય. એમતો કોકિલાબેન પણ નર્સિંગનું ભણેલા. પણ “ભાઈને કોઈ દે નહીં અને બાઈને કોઈ લે નહીં” એવો ઘાટ હતો.

લગ્નમેળા આયોજકોએ બન્નેને સમજાવીને જોડી દીધા.

ગમા અણગમા, લડતાં લવ કરતાં સંસારનો ખટારો ચાલતો હતો. નયનભાઈ સહનશીલ અને મોટા દિલના માણસ.

પણ આ વખતે નયનભાઈને ખૂબજ લાગી આવ્યું. લાગે જ ને! એની જગ્યાએ તમે કે હું હોઈએ તો આપણને પણ લાગી આવે.  એઓ કાયમ કોવર્કર સાથે ભારતીય સંસ્કૃતિની બડાશ મારતા.  એમણે  કોકિલાબેન નું આજ્ઞાંકિત પ્રેમાળ પત્ની તરીકે સરસ ચિત્ર ઉપસાવ્યું હતું. સહકાર્યકર્તાઓએ ખાસ આગ્રહ કરીને કહ્યું હતું, નયન, ડોન્ટ કમ એલોન. બ્રીંગ યોર વાઈફ વીથ યુ. નયનભાઈને કોકિલાબેનના સાઈઝ, શેઈપ અને કલર સંકોચ હતો તેના કરતાં એના બોસી સ્વભાવની ચિંતા હતી; બાકી સાન્ડ્રા જેવી તો બે ત્રણ મહાકાયદેવીઓ કંપનીમાં હતી જ. એમને સંકોચ સાથે કંપનીની પાર્ટીમા લઈ ગયા હતા. અને એક થપ્પડ ખાધી. તમારા ઈન્ડિયામાં આવું ન બને, અમેરિકામાં તો ન બને તો નવાઈ.

વાંધો તો ગાલ પરની થપ્પડ નહીં પણ અહમ પર પડેલી લપડાકનો હતો.

 નિર્ણય થઈ ગયો. બસ મારે જ મૂંગા રહેવું છે. સદાકાળ માટેનું ધર્મપત્ની કોકિલાદેવી સાથે મૌનવ્રત.  જાણે  નયનભાઈને ભગવાને જીભ જ નથી આપી. પગારનો ચેક કિચન ટેબલ પર મૂકી દેવો. દેવીજી જે કાંઈ કહે તે સાંભળવું, જે આજ્ઞા થાય તે પાળવી. અને કોઈ કોઈ વાર ગૃહસ્થી તરીકે સહશયન સિવાયનો પતિધર્મ પણ બજાવવો, પણ બધું મૂંગે મોઢે. જોબ પરથી આવીને કિચનમાં જે કાઈ વધ્યું ઘટ્યું હોય તે ખાઈ લેવું. રોજ બે ત્રણ પેગ ચડાવી “પીધેલ” નામે આવડે તેવી કવિતાઓની ફેસબુક પર ઠોકાઠોક કર્યા કરવી.

નયનભાઈ ગોગલ્સ. ચડાવીને પ્રોફાઈલ ફોટા બદલ્યા કરે. બે લાઈન મારે કે કવિતાની બાર લાઈન. લાઈકના તો ઢગલા થાય. આ સિવાય એમની પ્રોફાઈલમાંથી બીજું કાઈ ન મળે.

એ “પીધેલ” ફેમસ થઈ ગયા. એમને પેગના નશા કરતાં “પીધેલ”ની પ્રસંશાનો નશો જબરો ચડ્યો.

એતો બસ ભૂલી જ ગયા કે ઘરમાં કોઈ કોકિલા નામની પત્ની છે.  હઠીલી, બીગ હેડ બીબી પણ સમજૂતી કરવા તૈયાર ન હતી. સાથે પણ સ્વતંત્ર જીવન વહેતું હતું. છૂટા થવાનો પણ સવાલ જ ન હતો.

એક વીક, એક મન્થ, અરે એક યર. એક બે વર્ષ નહીં પણ પૂરા બાવીસ વર્ષ આવી રીતે કોઈ પણ જાતના શારીરિક સ્નેહાવશ કે શાબ્દિક યુધ્ધ વગર વહી ગયા. જાણે બે જૂદા રૂમમાં જીવતાં સર્કસના ને જુદા જ એનિમલ હોય એવા થઈ ગયા. કોકિલાદેવી સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભેરવાઈ પડ્યા.

પાંસઠ વર્ષની ઉમ્મરે. નયનભાઈ નોકરીમાં નિવૃત્ત થયા. સહકર્મી જાડી, પાતળી, લાંબી, ટૂંકી, કાળી ધોળી, સૌ મહિલાઓએ આલિંગન આપી, બકીઓ કરી ભાવભીની વિદાય આપી. અને તેના પોસ્ટર સાઈઝના ફોટાઓથી એમના રૂમની દિવાલ શોભી ઊઠી.

કોમ્પ્યુટર પર લખવા વાંચવા પ્રેરણામૂર્તી માટે કંઈક જરૂરી હતું તે એક ગુગલ ઈમેજના મજબુત ભેંસના ફોટાથી પુરું કરી દીધું,

કોકિલા સ્વામિનારાયણ સત્સંગના પ્રભાવે સ્થિતપ્રજ્ઞ થઈ ગયા હતા. એમણે પણ “આઈ ડોન્ટ કેર”  ની નીતિ અપનાવી દીધી હતી. એક વાર પતિદેવ નયનજી બહુ ખાંસતા હતા. એમણે જરૂરી દવાઓ અને સૂચના ટેબલ પર મૂકી દીધી હતી. ઉધરસ મટી ગઈ. નયનભાઈએ થેન્ક્યુ કાર્ડ કિચન ટેબલ પર મૂકી દીધો હતો. એમ તો, મેરેજ એન્નીવર્સરી અને નયનભાઈની બર્થ ડે પર પણ કિચન ટેબલ પર મિષ્ટાન્ન-ફરસાણ ગોઠવાઈ જતાં, અને મૂંગા મૂંગા ભોજન લેવાઈ જતું.

એક દિવસ કોકિલાજીનો એક ફતવા જેવો નયનભાઈ માટે લેખીત ઓર્ડર કિચન ટેબલ પર મૂકી દીધો.  “હું ઘરની બહાર હોઈશ. થોડા સંતો અને ભક્તોને સામૈયા માટે આમંત્ર્યા છે. એમનો સત્કાર કરજો.”

આજ્ઞાપાલક પતિદેવ નયનભાઈએ પોતાનાથી બનતું બધું જ કર્યું.

સંતોની નજર એમના રૂમ પર પડી. આટલી બધી મહિલાઓ સાથેના એમના ફોટા, હારબંધ ગોઠવાયલી દારૂની બાટલીઓ જોઈને સંતો ભડક્યા. વ્યભિચારી, મદ્યપાનના વ્યસની પુરુષને આપવા જેવી અનેક શિખામણનો ઉપદેશ અપાયો. શિક્ષાપત્રી અને સંપ્રદાયની પુસ્તિકાઓ અપાઈ.

માનશો નહીં પણ નયનભાઈ પણ બદલાઈ ગયા. સત્સંગનો પ્રભાવ સરસ હતો. પર્ફેક્ટ બ્રેઈન વોશિંગ થઈ ગયું. બે દિવસમાં દિવાલ પરથી બધા પોસ્ટર નીકળી ગયા. ભેંસને બદલે ગાય માતાના ફોટા આવી ગયા.

સ્વામિનારાયણ મંદિરમાં વધુને વધુ સમય ગાળવા માંડ્યો. ફેસબુકપર પણ જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કરવા માંડ્યું. લાઈક નંબર ઝીરોની નજીક પહોંચી ગયો.

**

આજે ગુરુપુર્ણિમાને દિવસે બાળકો અને યુવકોનો દિક્ષા સમારંભ હતો. જેમાં માત્ર પુરુષોની જ હાજરી હોય. કોણ કોણ દિક્ષા લેવાના હતા તેમના નામો પણ જાહેર થયા હતાં. ઘણાં સફેદ વસ્ત્રો ભગવા થવાના હતાં. આનંદનો અવસર હતો.

કોકિલાબેનનો ફોન રણક્યો.

અરે કોકિલાબેન નયનભાઈની દિક્ષા છે અને તમે આજે મંદિર સેવામાં આવ્યા નથી? તબિયત તો સારી છેને?

શું? વ્હોટ? નયન દિક્ષા?

હા હા નયનભાઈ સભામાં બેઠા છે. દૂરથી દર્શન કરીશું.

નયન દિક્ષા?

હા તમારી સાથે વાત નથી થઈ. અરે પત્રિકામાં નામ નથી વાંચ્યું?

ઓહ માય ગોડ?

…અને  કોકિલાબનની વોક્સ વેગન નેવુ માઈલની ઝડપે મંદિરના પાર્કિંગ લોટમાં પહોંચી….દોડ્યા…અરે! બેન આગળ ના જવાય, ના જવાય. સંતો બેઠા છે. મહિલાઓ માટે પ્રતિબંધીત એરિયા છે.  ના જવાય… પણ એ તો અનેક હાથો હડસેલી તોફાની સુનામીની જેમ ઘર્મસભામાં પહોંચી ગયા.  નયનભાઈ હાથ જોડી આંખો બંધ કરી બેઠા હતા.

આજે બાવીશ વર્ષ પછી છાંસઠ વર્ષના નયનભાઈને ધાર્મિક સ્થળે  બીજી  થપ્પડ પડી. હાથ પકડી, નયનભાઈને સેંકડો ભક્તોની હાજરીમાં ઘસડીને કારમાં નાંખ્યા.

નયનભાઈ અરે અરે કરતાં રહ્યા. મહાકાય કોકિલાબેને નયનભાઈને બેડમાં પછાડ્યા. અને એમની ઉપર બ્લાઉઝના બટન  ખોલી એમની કાયાથી નયનભાઈના વર્ષોના બ્રહ્મચારી દેહને અભડાવ્યો. કચડી નાંખ્યો.

નયનભાઈનું મૌન વ્રત તૂટ્યું. માંડ માંડ અવાજ નિકળ્યો. અરે કુકુ…આ ઉમ્મરે?

ચૂપ મરો. અને કોકિલાબેનના બે હોઠ નયનભાઈના હોઠોને કચડી રહ્યા હતા.

(હા હા તમે તો આ વાત ન જ માનો…કહેશો કે ઈમ્પોશિબલ. જો તમે કોકિલાબેનને મળ્યા હો તો તરત જ કહી દો કે એવ્રીથીંગ ઈઝ પોસિબલ.)

 

11 responses to “બે થપ્પડ બે ચુમ્મા

 1. aataawaani August 15, 2016 at 11:34 AM

  બાપડા નયન ભાઈને સાન્દ્રા ગોતવીજ પડે .शादी करनेकी जो मुझसे हो गईथी भूल
  शादीके पहले बैठा फिर हो गया बुलो बुल અને તમારા ભાનુ બાને સ્વામિનારાયણ ભગવાનના ગીતો સમ્ભળાવયકઅ કરું . અને ભાનુબા પરલોક ગયા પછી બે વર્ષપછી બુલ બુલ માંથી બાજ થઇ ગયો અને પિતરી જેવી ચકલીઓ પકડવા માંડરયો .

  Liked by 1 person

 2. pravinshastri July 18, 2016 at 4:44 PM

  એટલે જ કેટલા દર્શન માનવીને મદહોશ બનાવી દે છે.

  Like

 3. aataawaani July 18, 2016 at 9:56 AM

  हसिनोसे साहब सलामत दुरकि अच्छी
  न उनसे दोस्ती अच्छी न उनसे दुश्मनी अच्छी સુરા અને સુંદરીઓથી જેમ કાદવમાં કમલ રહે એમ હું રહુંછું . ज़ाहिद क़सम है तेरी मैं मय नहीं पिता हुँ
  बाद: की बोतलों से कभी शिर पि लेता हूँ . म य= मदिरा बाद := मदिरा शिर = दूध ज़ाहिद = संत , ऋषि
  अग्नि रूठे जलको जलादे जल रूठे पथराई
  नारी रूठी वो क़र बैठे न करे दुर्गा माई …संतो भाई समय बड़ा हर जाई
  એક વખત મારી નિ:સ્વાર્થ મિત્ર પીતરીને મેં પૂછ્યું તારા સ્તન તું મને અવાર નવાર ખુલ્લા બતાડી દે છે . और मुझे बदमस्त बना देती हो क्या में उसको स्पर्श करसकता हुँ ? પિતરી કહે તું જો સ્પર્શ કરીશ તો તુને કરંટ લાગશી તું મારી તો નહીં જા પણ બેહોશ બની જઈશ કે ફરી હોશમાં નહીં આવી શકે .

  Liked by 1 person

 4. pravinshastri July 18, 2016 at 9:21 AM

  ઓહ! થેન્ક્સ સુરેન્દ્રભાઈ.

  Like

 5. pravinshastri July 18, 2016 at 9:20 AM

  આતાજીને એનેસ્થેસિયાની જરૂર જ ના પડે. સામે એકાદ મેનકા ઉભી રહે એટલે ડોક્ટર હાર્ટ કાઢીને રિપેર કરી દે તો પણ આતાજીને કશી જ અસર ના થાય. જોવામાં કશો જ વાંધો નહિ. પણ છેડછાડ કરવા નહી જવાનું. એવું થાય તો થપ્પડ પડે જ. અહિના લોકો કહે તેમ “લૂક બટ ડોન્ટ ટચ.

  Liked by 1 person

 6. Surendra Gandhi July 18, 2016 at 9:13 AM

  Snehi Shri Pravinbhai,
  As usual your mastery of story telling is inching towards a heightened level. Hopefully The Swamis are not offended too much.

  Liked by 1 person

 7. aataawaani July 18, 2016 at 2:35 AM

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી
  મને આ વાર્તા ખૂબ ગમી .વાંચીને મને વિશાળ સ્તન વાળી યાદ આવી નર્સ એ મારી સારવાર કરતી હતી એ દરમ્યાન મેં એને કીધું . તારા સ્તન જોઈને છોકરાવો તારી સાથે વાતો કરવાનો પ્રસંગ ઉભો કરતા હશે . એ બોલી “યુ સો ફની ” મારી વિદાય વેળાએ એજ નર્સ ભટકાણી , મારી છાતી ઉપર ચોંટાડેલી ટેપો ઉખાડતી હતી . એ જોઈ પાસે ઉભેલી નર્સ બોલી સાચવીને ખોલ એના વાળ ખેંચાતા હશે . ભવ્ય સ્તન વાળીએ જવાબ આપ્યો . એનું ધ્યાન મારી છાતી ઉપર છે . ત્યાં સુધી ઓપરેશન કરવામાં આવે તોય એના પેટની પાણી પણ હાલે એમ નથી .

  Liked by 1 person

 8. મનસુખલાલ ગાંધી July 17, 2016 at 6:55 PM

  બીચ્ચારા નયનભાઈ……આ અમેરીકામાં ભર જુવાનીમાં પણ ૨૨ વરસ સુધી છતી પત્નીએ બ્રહ્મચર્ય પાળવું પડે… ગજબ કહેવાય…

  સરસ વાર્તા…………………….

  Liked by 1 person

 9. mhthaker July 17, 2016 at 1:33 AM

  Climax was great and unimaginable – thx for 2 thapoad – the last one was best

  Liked by 1 person

 10. Hema July 16, 2016 at 5:54 PM

  Hahahaha

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: