જિંદગી હર કદમ એક નયી જંગ

જિંદગી હર કદમ એક નયી જંગ

…… સત્ય ઘટના ……

Brandon Stanton

કોન્સેપ્ટ :: હયુમંસ-ઓફ-ન્યુયોર્ક, બ્રાંડન સ્ટાન્ટન

૧ માર્ચ ૧૯૮૪માં જન્મેલ બ્રેન્ડન સ્ટેન્ટોન એક ફોટોગ્રાફર અને ફોટો બ્લોગર છે. જેના દશ મિલીયન કરતાં પણ વધુ મુલાકાતીઓ છે. હાથમાં કેમેરો લઈને ફરતા આ ફોટોગ્રાફર ન્યુયોર્કના રસ્તાઓ પરના સામાન્ય માનવીઓ ના ફોટાઓ અને તેમની વિશિષ્ટ વાતો બ્લોગ “Humans of New York” (HONY), ૨૦૧૦માં શરૂ કર્યો હતો. એની બુક લાંબો સમય બેસ્ટ સેલર રહી હતી. મારા ફેસ-બુક મિત્ર જયેન્દ્ર આસરાએ એમાની એક વાતનો હૃદય સ્પર્શી ભાવાનુવાદ એમની ટાઇમ લાઈન પર મૂક્યો હતો. મારા સૂજ્ઞ વાચક મિત્રોને આ ગમશે એવી આશા છે.

JayendraAsara

Jayendra Ashara

Mumbai, India ·

સ્ટોરી ક્રિએશન – જયેન્દ્ર આશરા ….2015.07.17…
(A Post From Memory)

 

 

“… જિંદગી હર કદમ એક નયી જંગ હૈ …”
.
ગઈકાલે રાત્રે, નર્સ અને ગાર્ડની નજર ચૂકવીને મારા હોસ્પિટલ-રૂમમાં મારી પ્રેગ્નન્ટ-દીકરી “એન્જલિના” આવીને મારી બાજુમાં હળવેથી સુઈ ગઈ … મેં એના માથે હાથ ફેરવ્યો … એને મને હળવેકથી-સોફ્ટલી પૂછ્યું – “ડેડ, તમે તમારા “પૌત્ર-જન્મે” મને મળવા આવશોને? એ નવ-જીવનને તમારા આશિર્વાદની જરૂર છે કે જેથી તે પણ તમારી જેમ જીવનના તમામ યુદ્ધ જીતે …”
… મને ખરેખર હસવું આવ્યું … મેં કહ્યું – “એમ કેમ મારી પહેલા તું “આશા” છોડી દે છે!! … અને તું જોઈ ચુકી છે કે – “હવે તો કેન્સર-નો-દર્દી સામાન્ય-માણસની જેમ હરીફરી શકે છે … કાલે કેમો-ટ્રીટમેન્ટ આપશે … અને હું 2-દિવસમાં મજબુત ઈરાદે હતો તેવો-ને-તેવો …” .. આ સાલો “પ્રેમ” મિત્ર-પરિવારને નેગેટિવ શંકા-કુશંકા ખુબ કરાવે …
.
આગામી 12-દિવસમાં મારા 5માં-ગ્રાંડ-ચાઈલ્ડ/પૌત્રનો જન્મ થવાનો છે …તેની હું તૈયારીએ લાગ્યો છું … અરે!! ભાઈ હવે હું 5મી-વાર “નાના” બનવાનો છું અને તે પૌત્ર-જન્મ’ તે મારા 5મી-વારના કેન્સરને હરાવવા અક્સિર-તીર દવા છે … મારી દીકરી-પરિવારને આશ્ચર્ય છે અને મને? … મને તો મસ્તી છે – “કુદરતનો ખેલ જુઓ દરેક વખત મારા દુશ્મન કેન્સરને મારવા એક નવો એન્જલ-ફરિસ્તો મારા પરિવારમાં અવતરે છે … હા હાહાહા …. ”
.
એમ તો સાંભળ્યું છે કે -“કેન્સરને માનવ અત્યાર સુધી હરાવી નથી શક્યો … અને માનવ મહદ-અંશે કેન્સરનું નિદાન થતા-જ મૃત્યુ સ્વીકારી લે છે …” અને હું? “હું, તે કેન્સર સ્વીકારી લઉં છું … કે આ “દુશમન”ને હરાવવો છે … બસ …”… અને પછી યોગ્ય ઉપાયો સતત-ચાલુ રાખું છું … હું જાતે કાર-ડ્રાઈવ કરું છું …રોજ, 2-માઈલ ચાલુ છું … અને નવા ઓક્સિજનનાં તાજા-શ્વાસ લઉં છું। … હું રોજ નવું કૈક વાંચું છું -શીખું છું …જાણે યુવાની તે મારો અભિગમ રહ્યો છે … બાળ-કુતુહલતા અકબંધ છે… જ્યારે બીજી તરફ “કેમો (Chemo) થેરિપી)નાં દર્દ-નાક અનુભવના શરીરનો દુખાવો + ગાળામાં ચાંદા + લુઝ મોશન + ભૂખ નાં લાગવી વગેરે-વગેરે શારીરિક સાઈડ-ઇફેક્ટ્સની સામે ઉભો છે “મારો પરિવાર” … 2-દીકરી સાથે બે મજબુત-ખભા-સમ સન-ઇન-લો અને મારી પ્રેમિકા-પત્ની “એના” – મારું હર્દય … અતિશય-અઢળક પ્રેમ-કાળજી મળે તો … તો કેન્સરતો શું? ભગવાન પણ હારી જાય …
.
આજે ફરી એક્વાર – મને પીઠ-બરડા પર “કેન્સર” છે – તેમ નિદાન થઇ ચુક્યું છે … આ નવું કેન્સર ગણીને મને જિંદગીમાં 5-વાર કેન્સર થઇ ચુક્યું છે … જ્યારે પહેલીવાર 1997માં “વૃષણ (Testicle/Groin) કેન્સર” થયું ત્યારે ડોકટરે મને સાફ-સાફ કહ્યું હતું કે – “મિલર હવે તમે જિંદગી ઉજવવાનું ચાલુ કરો … તમે અહી પૃથ્વી પર ફક્ત 6-મહિનાના મહેમાન છો … ” અને મને ખુબ હસવું આવ્યું … એ સાથે એ પણ ગંભીરતા સાથે અડધું-આચ્છું હસી પડ્યા … “થોડા સિરીયસ થાવ “મિલર” … એક્ઝિટ-પ્લાન કરો …તમારું મૃત્યુ નિશ્ચિત છે …” અને અમને બેફીકર જોઈ અને તે ડઘાઈ ગયા … એ-જ રીતે અમને બે-ફિકર જોઈ 4-વાર કેન્સર શરીરમાં નત-મસ્તકે વિદાય થયું છે …
.
1997નાં પહેલીવારના કેન્સર પછી તો મને “કેન્સર”ની કાયમી-દુશ્મની થઇ ગઈ … એક-પછી-એક એમ 4-વાર કેન્સર થયું … અને તે દુશ્મનીના બહાને એક વખત “બગલ (Armpit) કેન્સર” થયું અને તેને થોડા વર્ષ સાથ નિભાવ્યો અને અંતે મારા સતત તેના વિરુદ્ધ વિચાર-કાર્ય-પરિણામને કારણે તે “બગલ (Armpit) કેન્સર” તે સ્થાનેથી ભાગ્યું … અને થોડા વખતે નવું આવ્યું “ગોઠણ (Knee) કેન્સર” અને અમે તેને પણ હરાવ્યું … તો વળી પાછું “વૃષણ (Testicle/Groin) કેન્સર” … આ વખતે તે વૃષણ-કેન્સરને ખુબ મોટી-મહાત આપી … એમ છેલ્લા 18-વર્ષથી મને સતત પરાસ્ત-હરાવવાની કરવાની કોશિશે લાગ્યું છે કેન્સર … અને હું હંમેશા જીતી જાઉં છું જિંદગી …
.
મારા કેન્સર વિરુદ્ધ-યુદ્ધનાં અનુભવે –
“આપણી જિંદગી તે ઈશ્વરની મીલીભગતથી ગમે-તેવા પાવરફુલ “બેકાહમ નાં હવામાં બેન્ડિંગ-શોટ તમારા જિંદગીના ગોલ-પોસ્ટમાં કેમ નાં નાખે!! …” … પરંતુ આપણે કેન્સર-પીડિતોએ તે ટાલિયા જર્મન ફૂટબોલ-ગોલી રોબર્ટ-એન્કેની જેમ બધા ફ્રિ-કિક સ્ટ્રાઈક-શોટ ડિફેન્ડ કરવા રહ્યા … યાદ રહે જિંદગી ફક્ત 100-વર્ષની-જ છે … જિંદગીથી આપણે નહિ, પરંતુ હવે તો જિંદગીએ આપણાંથી “હારવું” રહ્યું …”…….”
…… સત્ય ઘટના ……

સૌજન્યઃ
.
કોન્સેપ્ટ :: હયુમંસ-ઓફ-ન્યુયોર્ક, બ્રાંડન સ્ટાન્ટન
સ્ટોરી ક્રિએશન – જયેન્દ્ર આશરા ….2015.07.17…
(A Post From Memory)

3 responses to “જિંદગી હર કદમ એક નયી જંગ

 1. મનસુખલાલ ગાંધી July 24, 2016 at 12:21 AM

  ખુબ સરસ પ્રેરણાદાયક સત્ય ઘટના

  Like

 2. pragnaju July 23, 2016 at 7:25 AM

  જીંદગી ઇસીકા નામ હૈ

  Liked by 1 person

 3. ગાંડાભાઈ વલ્લભ July 23, 2016 at 1:15 AM

  ખુબ સરસ પ્રેરણાદાયક સત્ય ઘટના. હાર્દીક આભાર.

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: