શૃંગારશતક (૩)- સંભોગવર્ણન

મિત્રો, હમણાં થોડા સમય પહેલાં, મે ૨૦૧૬ માં શ્રી મધુ રાય સંપાદિત વાર્તા માસિક “મમતા” નો શૃંગાર અંક પ્રગટ થયો હતો. મમતા ભલે નવોદિત વાર્તાકારોનું માસિક ગણાતું હોય પણ મોટાભાગના (મારા સિવાયના) સિધ્ધ હસ્ત લેખકોની રચના વાંચવા મળે છે. એમાં લેખ અને વાચક પ્રતિભાવને બાદ કરતાં નવ નવલિકામાંથી પાંચ નવલિકાઓ મહિલા લેખિકાઓની છે. જેમણે શૃગાર રસને બિભસ્ત રસમાં પ્રવેશ કરાવ્યા વગર સ-રસ રીતે માત્ર તન નહિ પણ મનની લાગણીને સ્પર્શતી વાતો નિઃસંકોચ રીતે કરી છે. શૃંગાર હવે આભડછેડનો વિષય રહ્યો નથી.

ગુજરાતી લેક્ષિકોનમાં શૃંગાર રસ વિષે આ માહિતી છે.

રતિ જેનો સ્થાયી ભાવ છે તેવો કાવ્યનો એક રસ. (કાવ્ય.)

નવ માંહેનો એક રસ; પ્રેમ વિષેનો રસ; પ્રેમરસ. જે રસદ્વારા સ્ત્રીપુરૂષનો પ્રેમ વ્યક્ત થાય છે અને જેનાથી કામોદ્દીપ થાય છે તેને શૃંગાર રસ કહેવામાં આવે છે. આ રસના અધિષ્ટાતા દેવ શ્રીકૃષ્ણ અને કારણરૂપ રતિ અથવા અનુરાગ છે. આ રસનો રંગ શ્યામ કલ્પ્યો છે. પ્રાચીન રસશાસાત્રના આદિ પ્રણેતા ભરતમુનિએ જે આઠ રસ સ્વીકાર્યા છે તેમાંનો શૃંગાર એક રસ છે. તેમાંના શૃંગાર, રૌદ્ર, વીર અને બીભત્સ એ ચારને તેમણે મુખ્ય અથવા પ્રકૃતિ રસ ગણ્યા છે અને બાકીના ચાર હાસ્ય, કરૂણ, અદભુત અને ભયાનકના અનુક્રમે ઉત્પાદક કહ્યા છે. ઉપર્યુક્ત મુખ્ય ચાર રસમાં પણ શૃંગારનું સ્થાન સૌ પ્રથમ છે અને એનું આનંદદાયિત્વ અજોડ છે. સમસ્ત વિશ્વસાહિત્યમાં જે વ્યાપકતાથી એને બહલાવવામાં આવ્યો છે, એ જોતાં એને રસરાજ કહીએ તો પણ અત્યુક્તિ ન ગણાય. રસશાસ્ત્રીઓએ પણ તેને આદિમ રસ કહ્યો છે. પરંતુ ભોજ નામનો અલંકારિક તો શૃંગાર સિવાયના અન્ય રસોને સ્વીકારવાની જ ના પાડે છે. એની દષ્ટિએ શૃંગાર જ એક માત્ર રસ છે. વળી એ કહે છે કે, શૃંગારના અન્વયથી કાવ્યમાં કમનીયતા આવે છે અને એની ગેરહાજરીમાં કાવ્યનાટકાદિ તો શું પણ સમસ્ત જગત પણ નીરસ બની જાય છે. કામનો ઉદ્ભેદ એ શૃંગ અને એમા આગમનનો હેતુ એટલે શૃંગાર. શૃંગારની પ્રશંસા કરતાં ભરત કહે છે કે, જગતમાં જે કાંઈ શુચિ, મેધ્ય, ઉજ્જવળ કે દર્શનીય હોય તેને શૃંગારની ઉપમા આપી શકાય. મમ્મટાચાર્યના મતે શૃંગારના બે ભેદ છે: (૧) સંભોગે અથવા સંયોગ અને (૨) વિપ્રલંભ. આમાંના પ્રથમ સંભોગના અવાંતર ભેદો, પરસ્પરાવલોકન, આલિંગન, અધરપાન, પરિચુંબન વગેરેનાં આનન્ત્યને લીધે શક્ય નથી. પરંતુ જેમાં નાયિકાએ અને નાયકે પ્રેમનો પ્રારંભ કર્યો હોય તેવા (અ) નાયિકારબ્ધ અને (બ) નાયકારબ્ધ એમ બે પ્રભેદો, સગવડને ખાતર આપણે પાડી શકીએ. સંભોગ અને વિપ્રલંભ શૃંગારના આ બે મુખ્ય પ્રભેદો વિષે એક બીજી વાત એ પણ ધ્યાનમાં રાખવાની છે કે, વિપ્રલંભ વિના સંભોગ ખીલી શક્તો નથી. કુમારસંભવમાં શિવ અને પાર્વતીના અભિલાષ વિપ્રલંભ પછી નિરુપાયેલો સંભોગ સુપુષ્ટ અને સુચર્વણીય બન્યો છે. શૃંગારના સંભોગ અને વિપ્રલંભ એવા બે ભેદો ઉપરાંત ભરત અને ભોજ જેવા અલંકારિકો માનવજીવનના ચાર પુરુષાર્થનું અવલંબન લઈ ને ધર્મશૃંગાર, અર્થશૃંગાર, કામશૃંગાર અને મોક્ષશૃંગાર એવું પણ વર્ગીકરણ કરે છે. આમાં એક પત્નીવ્રતવાળા ગૃહસ્થના પ્રેમને ધર્મશૃંગાર, ઉદયનનાં પદ્માવતી સાથેના લગ્નને અથવા વેશ્યાગમનથી તંદુરસ્તી અને ધનનો નાશ થશે એવા ઇરાદાથી પોતાની પત્ની પ્રત્યે દાખવેલા પ્રેમને અર્થશૃંગાર, ઉદયન જેવા પ્રણયી, અથવા અગ્નિવર્ણ જેવા લંપટના પ્રેમને કામશૃંગાર અને જેમાં ગૃહસ્થ પોતાની પતિવ્રતા સ્ત્રી સાથે મોક્ષની આકાંક્ષાથી પ્રેરાઈને પ્રેમ કરે છે, તેને મોક્ષશૃંગાર કહે છે. અલબત આ વર્ગીકરણ અન્ય રસમીમાંસકોએ બહુ સ્વીકાર્યું જણાતું નથી. શૃંગારરસનું સુંદર, સફળ અને સુરુચિપૂર્ણ નિરૂપણ કાલિદાસે મેઘદૂત અને શાકુંતલમાં, ભવભૂતિએ માલતીમાધવમાં, ભાસે સ્વપ્નવાસવદત્તમાં, હર્ષે રત્નાવલીમાં, બાણભટ્ટે કાદંબરીમાં, શૂદ્રકે મૃચ્છકટિમાં અને જયદેવે ગીતગોવિંદમાં કર્યું છે. ઉપર્યુંક્ત કાવ્યનાટકાદિ ઉપરાંત અશ્વઘોષનું સૌન્દરનન્દ, ઘટકર્પરકાવ્ય, પ્રાકૃતકવિ હાલનું સત્તસઈ ( સપ્તશતી ), બિલ્હણનું ગણાતું ચૌરપંચાશિકા, અમરુ કવિનું અમરુશતક, ગોવર્ધનનું આર્યાસપ્તશતી, ભર્તૃહરિનું શૃંગારશતક અને જગન્નાથનું ભામિનીવિલાસ – એ બધામાં પણ ભિન્ન દષ્ટિકોણથી, છતાં ઓછેવત્તે અંશે સફળતા પૂર્વક, શૃંગારનું આલેખન થયું છે.

શૃંગારથી મનમાં ઉત્પન્ન થતો રસ કે આનંદ.

શૃંગારનો ઉપભોગ; વિષયવાસનાની તૃપ્તિ.

“ભર્તૃહરિનું શૃંગારશતક” વિષે શ્રી અશોક મોઢવિયાની વિચારયાત્રાની લિન્ક મૂકી છે.

ગદ્યને બદલે જ્યારે શૃગાર પદ્યમય બને ત્યારે તે મારા જેવા કાવ્યઢને પણ કાવ્યપ્રેમી બનાવી દે. આવું જ બન્યું છે જ્યારે મેં ફેસબુક પર મારી એક મહિલા મિત્ર અસ્મિતાબેન શાહની એક કાવ્ય રચના વાંચી. એક સરસ ચિત્ર સર્જાઈ ગયું. વિષયને અનુરૂપ હોઈ એમની મંજુરી અને પ્રસાદી તરીકે એમનું કાવ્ય રજુ કરું છું. આશા છે કે આપને પણ આ જ અનુભૂતિ થશે

 

Shakuntala

પ્રિયે,
ઉન્નત ગીરીશીખરો સમ દિશે તારા આ ઉન્નત પયોધરો,
જેને તે બાંધ્યા છે કસકસીને ,જેમ હું તને જક્ડું પ્રણય પ્રાશમાં,
મંદ શીતળ સમીર લેહારાય ને વિખેરે તુજ ઉપવસ્ત્રને,
ને ઠાલા જ રહે છે, તુજ બધા જ પ્રયત્નો ઢાક્વાને,
ને હું સંમોહિત ,જોઉં ગીરીશીખરને કે પકડું તુ જ ઉપવસ્ત્ર ને,
સમાધિસ્થ મન ત્યાગી ને સહુ ધ્યાન તુજ માં ધ્યાનસ્થ,
જેમ ઝુકી ને ડાળ ચૂમે ખીલેલા કુસુમને એમ હું,
વિખેરાયેલી તારી લટો ને અંગુલી સ્પર્શ આપી રહું સ્વપ્નમાં,
વિસ્ફારિત નજરથી તાકી રહું ,તારા આ લોભામણા ઉપવસ્ત્રને,
ને લપસાવતા તુજ મખમલી અંગને,
આ અંગો નાં મરોડ મને કેટલોય મરોડે ?
ક્યાં તને સમજાય છે ?
તુ તો બસ! શકુંતલા બની વન વન ઘૂમે,
ને હું રાજા દુષ્યંત ની જેમ સમીર ની ઈર્ષ્યા માં ,
મદહોશ વિસ્ફારિત નેત્ર થી બસ તાકી રહું મુમુક્ષ બની,
તને ચાહી ને પામવાની અતુટ ઈચ્છા માં બસ,
સર્વત્ર તુ જ તુ દીસે છે…પ્રિયે…..
અસ્મિતા

રિબ્લોગ સૌજન્યઃ

ભર્તૃહરિ કૃત “શૃંગારશતક” માંથી વેબગુર્જરીમાં પ્રગટ થયેલ શ્રી અશોક મોઢવિયાની વાંચન યાત્રાનો આ લેખ પણ વાંચવા જેવો છે.

વાંચનયાત્રા

નમસ્કાર, આજે ભર્તૃહરિ કૃત “શૃંગારશતક” માંથી થોડા વધુ મુક્તકો માણીશું. આ પુસ્તકનાં લગભગ ૨૦ (ક્રમાંક ૨૦ થી ૪૦) જેટલા શ્ર્લોકોમાં યુગલની રતિક્રિડાનું રસિક વર્ણન કરાયું છે. જો કે તેમાં લગભગ ક્યાંય, આ પ્રકારના વિષયને વર્ણવતા, અત્યારનાં અમુક સાહિત્ય જેવું છીછરાપણું કે અભદ્ર લાગે તેવું વર્ણન નથી. લેખકશ્રીએ આ મુક્તકોને ભર્તુહરિ દ્વારા દોરાયેલા શબ્દચિત્રો કહ્યા છે. અને વાંચકમાં થોડી પણ કલ્પનાશક્તિ હશે તો તેમને આ શબ્દચિત્રો નજર સમક્ષ જીવંત થતા દેખાશે. હા! યુવાનો માટે આ એક સ__રસ જાતીય શિક્ષણનો પાઠ બની રહે તેમ છે.  કોઇને કદાચ આ થોડું કામુક લાગે ! પરંતુ યાદ એ રાખવાનું છે કે આ લખાણ લગભગ ૬ટ્ઠી સદી આસપાસ લખાયું છે, અને અત્યારે આપણે વધુ સુધરેલા એવા ૨૧મી સદીનાં લોકો છીએ, કે જેઓ હજુ શાળાઓમાં જાતીય શિક્ષણ આપવું કે નહીં, અને આપવું તો કઇ રીતે આપવું, તેની ચર્ચાઓ કરે રાખે છે. અને યુવાનો કુદરતનાં ક્રમ પ્રમાણે જરૂરી સમયે, જરૂર પુરતું શીખી જાય છે, પરંતુ સમજી શકતા નથી !!!

અહીં થોડા વિણેલા મુક્તકો જ…

View original post 617 more words

Advertisements

12 ટિપ્પણીઓ (+add yours?)

 1. mhthaker
  ઓગસ્ટ 03, 2016 @ 13:43:07

  very very nicely covered and colored picture of Shrungar– read first time..many old composition and all about rasa- read with rasa..which needs lot of research on your part..
  ધર્મશૃંગાર, અર્થશૃંગાર, કામશૃંગાર અને મોક્ષશૃંગાર એવું પણ વર્ગીકરણ કરે છે. this is also best said..
  અસ્મિતાબેન શાહની એક કાવ્ય રચના વાંચી. એક સરસ ચિત્ર સર્જાઈ ગયું.
  old time our ancestors have expressed there feeling very openly and as said not-vulgar but in classical language –what a command they had ..
  now broadly sex has lost that eheric touch and remain as Lust, and virtual sex- sabotage.
  And more is majority has social taboo..even at such places to give comments..
  and inside as you said they are dreaming Wild…
  you are doing classical work- without any Adamber..Good Job

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 03, 2016 @ 15:59:53

   મહેન્દ્રભાઇ, ખુબ સરસ પૃથ્થ્ક્કરણ કર્યું. ખરેખર આમાં મારું તો કશું જ નહિ. લેક્ષિકોન, અસ્મિતાબેનનુમ કાવ્ય અને અશોકભાઈ મોઢવાડિયાનું સંકલન. તમને ગમ્યું અને પ્રતિભાવ દર્શાવી લખવાનો ઉત્સાહ ટકાવી રાખ્યો. આભાર.

   Like

   જવાબ આપો

 2. kanakraval
  ઓગસ્ટ 03, 2016 @ 17:49:22

  Intuitively, to exist and perpetuate are the fundamental
  drives of the animate world.Sexuality is the power plant.
  Each specie expresses it and deal with it differently but
  the bottom line is a mutually pleasurable sensory experience for the male-female components resulting into procreation.

  પ્રક્રુતિના ખેલમાં પ્રાણી જીવનને સુરક્ષિત અને શાશ્વત રાખવા કામુકતા
  રસમય બને છે. સહચર્યને મૈથુન ભેટ મળે છે.પરિણામ પ્રજોત્પાદન.
  જગતની ભિન્ન સંસ્કુતિઓએ કામ રહસ્યને સ્થુળથી માંડીને સુરુચિકર
  પદ્ય,ગદ્ય,લલિત કલાઓ દ્વારા સદીઓથી માણ્યું છે અને ઉજવ્યું છે.
  આમ વિચારો ચાલતા હતાં ત્યારે નિવી બંધનો પ્રસંગ યાદ આવી ગયો.
  સ્થુળ મૈથુનનો બીભત્સ ટોપલો ઠાલવવાને બદલે કવિ શ્રેષ્ટે
  નાયક નાયિકાની સંવનન લીલા કેવી લાલિત્યસભર અને આલ્હાદિક
  લીબાસમાં વર્ણવિ છે?

  સંપુર્ણ ઉત્કટ શ્રુંગાર રસના એક ઉદાહરણ તરીખે મમતાના વાંચકો સમક્ષ સંપુર્ણ શ્લોક ધરવા આપણા સાક્ષર સમિક્ષક શ્રી.મધુસુદન કાપડિયાની મદદ માંગી
  અને એક સન્મિત્ર ભાવે તેમણે જણાવ્યું

  Image result for khajuraho statues line drawings

  મેઘદૂતનો શ્લોક:

  नीवीबन्धोच्छ्वसितशिथिलं यत्र बिम्बाधराणां

  क्षौमं रागादनिभृतकरेष्वाक्षिपत्सु प्रियेषु l

  अर्चिस्तुङ्गानभिमुखमपि प्राप्य रत्नप्रदीपान्

  ह्रीमूढानाम् भवति विफ़लप्रेरणा चूर्णमुश्ठि:ll

  જ્યાં યક્ષાન્ગાના, પ્રિયતમોના હસ્તથી તેમના ચણિયાની નાડી છોડી નાખતાં લજ્જાથી અભિભૂત થઈને મુઠ્ઠી ભરીને (ગુલાલ કે કુમ્કુમ ) ઝળહળ પ્રકાશિત રત્નપ્રદીપ ઉપર (ઓલવી નાખવા માટે) નાખે છે, તેમના પ્રયત્નમાં નિષ્ફળ જાય છે (કારણકે તેતો સ્વ્પ્રકાશિત છે).”

  Like

  જવાબ આપો

 3. aataawaani
  ઓગસ્ટ 03, 2016 @ 22:08:23

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  મનેતો આ લેખ ખુબ ગમ્યો . સ્ત્રી શક્તિ ઓથી ભાગતા ફરવું એનો પડછાયો પણ ન લેવો અને પ્રભુના નામની માળા ફેરવ્યા કરવી એતો પરમેશ્વરની કૃતિનું અપમાન છે .
  કરી નો ત જો વિધિએ કામનીને
  રચી નોતજો ચાંદની જામનીને
  ભરી નો ત જો રૂપથી ભામનીને
  રટી હોત માળા સદા રામનીમે

  Liked by 1 person

  જવાબ આપો

 4. aataawaani
  ઓગસ્ટ 04, 2016 @ 08:15:37

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ હું જ્યારે સ્ત્રી વિહોણા સાધુઓના ટોળે ટોળાં જોઉં છું ત્યારે એમાં પરમેશ્વરનું અપમાન થતું હોય એવું મને લાગે છે .

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 04, 2016 @ 08:23:22

   આતાજી એક રીતે સારું જ છે. આવા સાધુ બાવાઓ સ્ત્રી વિહોણા રહે. એમ તાય તો જ કેટલાક રસિક પુરુષોને એકને બદલે બેત્રણ સ્ત્રીઓનો સંગ મળી શકે. કુદરત તો વિશ્વમાં સ્ત્રી પુરુષનું સમતોલન જાળવે જ છે. ભલેને બાવાઓ સ્ત્રી વગરના રહે!

   Like

   જવાબ આપો

 5. aataawaani
  ઓગસ્ટ 04, 2016 @ 09:57:46

  ઈ વાત તમારી કાઢી નાખવા જેવી નથી . પરમેશ્વર કરે છે ને સારા માટેજ હોય છે . પ્રવીણકાન્ત ભાઈ બાવા બાયડીયું વિનાના હોય એજ સારું .

  Like

  જવાબ આપો

 6. Amrut Hazari.
  ઓગસ્ટ 05, 2016 @ 11:24:55

  મેં આ અગાઉ અહિં જ મારા વિચારો મુક્યા હતાં તે કેમ છપાયા નહિ તે મારે માટે પ્ર્શ્ન છે. છતાં તે વિચારોનો સાર લખું. કુદરતે કે પ્રકૃતિઅે જ્યારે જીવ બનાવ્યો…વિજ્ઞાનના મતે…ત્યારે તે જીવને…ભલે તે પ્રાણિ હોય કે વનસ્પતિ….ત્રણ ઉદ્દ્શો સાથે જ પૃથ્વિ ઉપર મુક્યા હતાં. ખાવું, પીવું અને પ્રજનન કરીને પ્રજોત્પ્ત્તિ કરવી. જે કાંઇ થયુ…વિજ્ઞાન આવ્યુ…રીસર્ચ થઇ…આઘુનીકતા આવી…પરંતુ જે બેઝીક ત્રણ ઉદ્દેશો લઇને જીવ જન્મ્યો છે તે તો હજી પણ તેના જીવનના મૂળ ઉદ્દેશો રહ્યા જ છે….અને તે ઉદ્દેશો પળાઇ રહ્યા છે. આ ઉદ્દેશો પાળવા માટે તેણે નવી નવી રીતોનો આનંદ..પ્રમોદ માટે નવી નવી રીતો શોઘી…..અને જ્યારે શબ્દ અે સાહિત્ય માનવના મનમાં જન્મ્યુ ત્યારે તેણે પોતાના અાનંદદાયક પ્રયત્નોને
  રસોના નામે જીવનને વઘુ આનંદદાયક બનાવ્યુ… વિજ્ઞાને નવી નવી શોઘો દ્વારા તેના આનંદ પ્રમોદના રસ્તાઓને વઘુ રીસર્ચ વડે શણગારવાનું કામ કર્યુ અને માણસે તેને શબ્દોમા શણગાર્યુ…શૃગાર રસ તે છે…..મનના ભાવોનો શાબ્દિક જન્મ……

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 05, 2016 @ 14:17:49

   પ્રકૃત્તિના નિયમોની સરસ વાત કરી. હાર્મોન્સના ઊછાળા દેહ અને મનના બંધાર્ણા મુજબ થતા જ રહેવાના. જ્યાં સૂધી સમાજે બાંધેલી નિયંત્રીત કક્ષામાં રહે ત્યાં સૂધી સેક્સ સુરૂચિકર રહે. અનેઋચિ એ માનવની અંગત વાત બની રહે. સાહિત્યે એને માણવા યોગ્ય જ બનાવ્યું છે. આગલી કોમેન્ટ કેમ ના દેખાઈ તે સમજાતું નથી.

   Like

   જવાબ આપો

 7. Hatim sadikot
  ઓગસ્ટ 30, 2016 @ 22:01:22

  મને સાહીત્ય…નવલકથા..વાંચતો તો કયૉ ..તમે..પવિણ શાસ્ત્રી જી ..

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: