રિવર્સલ ૪૦

REVERSAL 40

રિવર્સલ ૪૦

REVERSAL1

 

‘હાસ! આજે તો ખરેખર થાકી ગઈ. સવારે પૂજા. “રિવસલ કલ્બ”નું ઉદ્ઘાટન, લેક્ચર્સ, દશ મિનિટના પ્રાણાયામ યોગાનું ડેમોસ્ટ્રેશન, પછી લંચ, પછી તમારી ઓફિસનું ફાયનલ સેટઅપ, પછી આજે પહેલે દિવસે અડધા કલાકના ભાંગરા એક્સરસાઈઝને બદલે સવા કલાકની નાચ કૂદ. ઓહ માય ગોડ. આજે તો દશ પંદર મિનિટનો પણ આરામ નથી મળ્યો. હું તો બળી, થાકીને લોથ પોથ થઈ ગઈ છું. અને બાપા, સોરી, આપણા ડેડી અને રોઝીમેમ તો આટલુ કૂદ્યા તો પણ ફ્રેસને ફ્રેસ જ લાગે. તમે તો બસ પાર્ટીમાં ખૂણે ખૂણે ખાઈ પીને ઓફિસની નવી નવી પટાકડીઓ  સાથે ઓળખાણ પાકી કરવામાં મસ્ત હતા.  એમ નહિ કે વાઈફની સાથે એની એક્ટિવિટીમાં ભાગ લઈને સપોર્ટ કરે. બસ પૈસા અને પટાકડીઓમાં જ રસ બીજા કશામાં રસ જ નહિ.’

‘મને એમ કે ડેડી અને રોઝીમેમ તો ભાંગરાએક્સર્સાઈઝમાં ભાગ નહીં લે પણ બન્ને જણા તો મ્યુઝિક સાથે એવી સ્ફુર્તિથી એરોબિક કરતા હતા કે જાણે વર્ષોથી જ નાચવાનું જાણતા હોય.  અટકવાનું નામ જ નહી! ઓહ માય ગોડ! અને મ્યુઝિક બંધ થયું ત્યારે ડેડી અને રોઝીમેમ પરસેવાથી લોથપોથ હતાં અને એકબીજાને એવા વળગી પડ્યા હતાં કે મને તો જોતાં યે શરમ આવે.’

‘….અને બીજી વાત કહું?’

‘શું?’

‘રોઝીમેમે કહ્યું “વીઠુ, લેટ્સ ગો એન્ડ ટેઇક આ શાવર ફર્સ્ટ, એન્ડ ધેન વી વિલ ઈટ. આઈ એમ હંગ્રી.” ડેડી આપણા ઘરમાં આવવાને બદલે મેમ સાથે ઓફિસ ઉપરના રોઝીમેમના નવા એપાર્ટમેન્ટમાં ચાલ્યા ગયા. એ બન્નેએ એક સાથે શાવર તો લીધો ના હોય?’

‘ના હની, ઈટ ઇઝ નોટ પોસીબલ. એમનો શાવર એટલો મોટો નથી કે બે જણાં સાથે શાવર લઈ શકે.’

‘એજ તો બળી ચિંતા છે. આટલા નાના શાવરમાં જો બે જણા હોય તો શું થાય? બેશરમ ડોસલાઓ તો આપણને શરમમાં નાંખે છે. જાવ, આવું તો વિચારતાં યે પાપમાં પડાય એવું છે.’

‘તો બસ બાપાનું કે બાનું કે બીજાનું વિચારવાનું બંધ કર. આપણે પાપમાં નથી પડવું. આપણે તો આપણો જ વિચાર કરવાનો. આપણે બે જે કરીયે તે તો ઓફિસિયલી પાપ ફ્રી કહેવાય. આપણ્રે તો એ જ જોવાનું કે  આપણા વડીલો હેલ્ધી રહે અને હેપ્પી રહે. વડીલોને જે કરવું હોય એ કરે. આ સિનિયર એક્ટિવિટી પણ એમના શોખ માટે જ શરૂ કરી છે. એમનો શોખ પંપાળાય અને આપણી સંપત્તિમાં એમની પ્રવૃત્તિમાં વધારો જ થાય. બન્નેમાં ફાયદો જ છે. ચાલ, આપણી આજની બાપાની વાત પૂરી. હવે આપણાં પરસનલ બિઝનેશના કામની વાત કરીએ. આ ઉમ્મરમાં એક્ટિવ રહેવું જ જોઈએ.’

‘હા, આજે ઓપનિંગ સેરીમોની પૂરી થઈ. કાલથી ખરેખર કામમાં લાગી જવું પડશે. હમણાં થોડા દિવસમાં બધું રૂટિન થઈ જાય ત્યાં સૂધી મમ્મી ટિફિન પહોંચાડશે. બસ કામ કામ અને કામ.’

‘માયા ડાર્લિંગ, આઈ એગ્રી વીથ યુ. મને પણ કામની ફિલીંગ જ સળવળે છે.  તો રિલીજીયનમાં ધાર્મિક લિટરેચરમાં જેને કામ કહે છે તે કામની અત્યારથી જ શરૂ કરીયે.’

‘એટલે?  કયા કામની વાત કરો છો પટેલ પૂત્ર?’

‘ડોક્ટર અંકલ કહેતા હતા કે મંગલાજી કોઈ કામ અંગે ધમાકેદાર લેક્ચર કરવાના છે. એમણે મારા ‘કામ’ની વાત કરી હતી કે ક્લિનિંગ, કુકિંગના કામની વાત કરી હતી. આજે મંગળામાસીએ એના  સવારના લેક્ચરમાં કયા પ્રકારના ધાર્મિક કામની વાત કરી હતી? જો ખજુરાહો ટાઈપના કામની વાત હોય તો. હો જાય હની, યાહૂઉઉઉ.’

‘જાવ હવે! પાછા મને બાઝ્યા. વાત વાતમાં બાઝીને જ્યાં ત્યાં બચકા ભરી બ્લાઉઝ ભીની કરી મૂકો. ડેડી કે રોઝીમેમ આવીને જૂવે તો કેવું ખરાબ લાગે. હવે હું કાઈ બાવીશની નથી. છોડો મને. તમે તો આખો દિવસ બધાની સાથે વાતોના વડા જ કર્યા છે જરાયે હાડકું હલાવ્યું નથી. આઈ એમ રીયલી ટાયર્ડ. અત્યારે તો આપણે મંગળામાસીના અલ્ટ્રા મોડર્ન વિચારોની વાતો જ કરીએ. પછીની વાત પછી’

‘માસીબાએ શું વાત કરી?’

‘હાય રામ! મારા તો માનવામાં નથી આવતું.  જૂનવાણી વિચારના માસી કેટલા બધા બદલાઈ ગયા. આટલો બદલાવ તો વર્ષોથી અમેરિકામાં રહેતી લેડિઝમાં પણ નથી આવ્યો. બાપા, સોરી ડેડી; સાથે આટલા વર્ષથી રહું છું તો પણ હું બદલાઈ નથી. મંગળામાસીને તો પંચોતેરની ઉમ્મર પછી લગ્નની જુવાની આવી. પણ મંગળામાસીને તો બે ડોસાઓએ તદ્દન બદલી નાંખ્યાં. ઈન્ડિયામાંના એમના કોઈ પણ સ્વામિનારાયણ સત્સંગીને મંગળામાસીની વાત કરીએ તો માને જ નહીં. અરે હું અમેરિકામાં છું તો પણ મન માનવા તૈયાર નથી થતું કે મંગળામાસીના માઇન્ડનું એકદમ યુ ટર્ન થઈ ગયું છે. જાણે પંચોતેરની ઈન્ડિયન ડોસી નહિ; પણ પાંત્રીસની એક્ષપીરીયન્સ અમેરિકન મોડર્ન લેડી.’

‘રિવર્સલ ક્લબનો એઇમ જ એવો છે કે સિનિયરોને શારીરિક માનસિક રીતે દશ પંદર વર્ષ પાછળ લઈ જઈને યંગ બનાવવા; પણ માસીબા તો એકદમ ફાસ્ટ રિવાઇન્ડ કરીને એની ગધા પચ્ચીસીમાં પહોંચી ગયા. વ્હોટ આ રિવર્સલ. એમણે શું કહ્યું તે સાંભળ્યું તું?’

‘ના, હું તો મેયર સાથે વાતમાં પડ્યો’તો. માયાના મરજાદી મંગળામાસીએ એવી તે કઈ જ્યુસી વાત કરી હતી?’

‘જવા દોને? તમારે સાંભળવા જેવું નથી.’

‘તું જ્યારે એમ કહે કે મારે સાંભળવા જેવું નથી એનો મિનિંગ એ જ થાય કે ખરેખર એમણે મારા વિચારોને સપોર્ટ અને ફેવર કરતી જ વાત હશે. યસ ઈટ મસ્ટ બી જ્યુસી. ટેલ મી.’

‘હાય મા, માસી કેટલા બદલાઈ ગયા. એમણે કેવી કેવી વાતો કરી.’

‘એતો તેં બે ત્રણ વાર હાય હાય કરીને કહ્યુ, પણ એમણે આપણા યાહૂઉઉઉની વાત કરી કે નહીં?’

‘જાવ હવે. માસી કંઈ તમારી જેમ શમ્મીકપુર વેડા ના કરે. પણ સારા શબ્દોમાં મને શરમ આવે એવી વાત કરી. એમણે પહેલાં તો સારી શરૂઆત કરી. એમણે સમજાવ્યું કે “શરીરમાધ્યં ખલુ ધર્મ સાધનમ.” જીવનના દરેક ધર્મ સિધ્ધ કરવા માટે નું પહેલું સાધન આપણું શરીર છે. આપણો દેહ તંદુરસ્ત હોય તો જ બધા કામો કરી શકીયે. પછી તો એમણે તમારા યાહુને પણ જીવનનો અગત્યનો ધર્મ કહી દીધો. શરીરને ધર્મ કર્મથી કેળવવું પડે. ત્રીસ પાંત્રીશ વર્ષની ઉમ્મર પછી નવા સેલ સર્જાવાનું ધીમું પડતું જાય છે પણ જો કાળજી રાખીએ તો ઘસારો ઓછો પડે અને શરીરના જે સેલ છે તે વધુ સમય ટકી રહે.’ 

‘માત્ર તનથી જ નહિ પણ મનથી પણ યુવાન રહીએ તો શરીરના હાર્મોન્સ ચેતનવંતા રહે. મેં મારા જીવનનો મહત્વનો, યુવાનીનો સમય ખોટી ભ્રમણાંમાં વેડફ્યો. એને માટે માત્ર સ્વામિનારાયણ સંપ્રદાય જ નહિ પણ મારા અંગત સંજોગો પણ જવાબદાર હતા. પણ સદ્ભાગ્યે હું અમેરિકા આવી, મારા બાળસખા વિઠ્ઠલજીના જીવન અને વિચારો જોયા જાણ્યા અને હું બદલાઈ ગઈ. એમાં જે ઉમ્મરે લોકો સન્યાસ સ્વીકારે તે ઉમ્મરે મેં સંસાર માંડ્યો.’

‘સંસાર ધર્મના ચાર પાયા છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ..’ 

‘હું ધર્મને જૂદી રીતે જ સમજતી રહી. ખરેખર તો ધર્મ એટલે સંસાર માટેની ફરજ. એ ફરજો અદા કરવા અર્થોપાજન જરૂરી જ છે. એટલે બીજો નંબર અર્થનો. ત્યાર પછી આવે છે કામ. કામ એટલે સેક્સ. સેક્સને હું ગંદુ ગણતી આવી હતી. સેક્સની વાતોને હું અભદ્ર ગણતી હતી. મારા પતિ ડો. શરદ શાહે મને સીધી સાદી વાત સરળ શબ્દોમાં ઘણી વાતો સમજાવી છે. આપણાં માંબાપે જો સેક્સ ભોગવ્યો જ ન હોત તો આપણે આ ધરતી પર આવ્યા જ ન હોત. સેક્સ એ એક પ્રાણીજીવનની સાહજિક સર્જન ક્રિયા છે. આપ સૌ જાણો છો કે મારા પતિ ઓબીજીએન ડોક્ટર છે. એમણે માનવ સર્જન જોયું છે. એ સર્જનમાં કામક્રિડા અગત્યની છે. શરીરના હાર્મોનન્સને જિવંત અને સક્રિય રાખવા જ્યાં સૂધી તન સાથ આપે ત્યાં સૂધી મનને માર્યા વગર કામનો આનંદ જરૂરી છે. એમાં ઉમ્મરનો બાધ નથી. મને તો આજ સૂધી કશું જ ભાન ન હતું પણ ડોક્ટરે મને સિનિયર માટેના એ.એ.આર.પી.ના મેગેઝિનમાંની કેટલીક જાહેરાતો બતાવી ત્યારે મને સમજાયું કે અમેરિકાના સિનિયરો દંભ વગરનું મૂક્ત જીવન જીવે છે. અને એટલે જ ભારતના અકાળે વૃધ્ધ થઈ જનાર કરતાં પશ્ચિમના વડીલો વધારે યુવાન રહે છે.’

‘વાઉવ, વ્હોટ આ ક્લાસી લેડી! હું જો સાંભળતો હોત તો ઊભો થઈને બુમ પાડતે બ્રાવો મંગળામાસી બ્રાવો. વન્સ મોર; વન્સ મોર.’

‘ચૂપ રહો. કોઈએ એવું કહ્યું ન હતું. બધા સિનિયર શાંત રહીને એમને સાંભળતાં હતાં. કોઈ તમારી જેમ લવારીએ નહોતું ચઢ્યું. તમારે એમના લેક્ચરની વાત સાંભળવી છે કે હું ઊંઘી જાઉં? આતો તમે ન હતા એટલે વાત કહું છું.’

‘એમ તો મને માસીની વાતમાં રસ ના પડે પણ આજની વાત; ઈટ મેઈકસ સમ સેન્સ. ગો એહેડ. આઈ એમ લિસનિંગ.’

‘માસીએ કહ્યું કે હું માનતી હતી તેમ ધર્મમાં નહિ પણ ખરેખર તો સમાજમાં સેક્સને સમજવાની કે ચર્ચા કરવાની એક જાતની સૂગ છે. આપણે ત્યાં કામને નીંદનીય ગણ્યું તે જ  એક મોટામાં મોટી ભૂલ. મેં તો અમેરિકા આવી ને જાણ્યું કે અહિની સ્કુલોમાં પણ ખૂબ નાની ઉમ્મરમાં જ શરીરશાસ્ત્રની સાથે સાથે ઉમ્મર પ્રમાણે રિપ્રોડક્શન સિસ્ટિમનું જ્ઞાન અપાતું જાય છે. આપણે ત્યાંના સંસાર છોડીને બનેલા કેટલાક બાવાઓ પોતે વાસ્તવમાં ડબલ લાઈફ જીવે છે અને ભ્ક્તોને કામવાસનાથી દૂર રહેવા ઉપદેશો આપતા રહે છે. આપણા ઋષિ મુનીઓએ તો સતત કામનો મહીમા જ ગાયો છે. કામે જ એમને દીર્ધ કાળનું આયુષ્ય આપ્યું છે.’

‘સાચી વાત એ છે કે ધર્મમાં, જીવનનાં જે ચાર પાયાના ધર્મો(ફરજો) ગણાવાયા છે તે

જુઓ, એમાં મોક્ષ તો છેલ્લે આવે..’

 

‘સાંસારીક ફરજો નીષ્ઠાપુર્વક બજાવવાનો ધર્મ, તે કામ સારી રીતે થઈ શકે તે માટે પૈસા કમાવા અને; ધર્મ અને અર્થ પછી શાણા ઋષિમુનીઓએ ‘કામ’ને સ્થાન આપ્યું !! કેવી સચોટ વાત.. ને બધામાંથી પરવારો પછી છેલ્લે મોક્ષ!!!’

 

‘કામ’ને જીવનનો એક પાયો ગણ્યો છે.. વિઠલજી અને રોઝીએ એક સાથે પ્રવાસમાં ખજુરાહોની મુલાકાત લીધી હતી. મેં નથી લીધી. રોઝીના મંતવ્ય મૂજબ ખજુરાહોએ જીવનધર્મમાં કામ અને કામ શાસ્ત્રને ખૂબજ ઊંચું સ્થાન આપ્યું છે. ખજુરાહો એના ઉમદા ઉદાહરણો છે.’

‘જીવન આ ચાર પાયા પર ઉભેલું છે. તેમાંથી એક પાયો જ કાપી નાખવાનો ? ગાંડી વાત !’

‘સાચી વાત એ છે કે દંભ, ઢોંગ, દેખાડો આપણા સમાજની મુખ્ય જણસ છે જે ઓળખ બની ગઈ છે આપણી હવે તો..’

 

‘મને આનંદ છે કે આજની નવી યુવા પેઢી આ બાબતમાં બહુ ચોખલીયાવેડા નથી કરતી..આપણે જો દીર્ઘ જીવન પ્રાપ્ત કરવું હોય તો યોગ કરો. એક્સર્સાઇઝ કરો. શરીર અને મનને યુવાન બનાવો.’

‘આજે મેડીટેશન, પ્રાણાયામ, ધ્યાન યોગાસન, ચેર એક્સર્સાઇઝ, એક્વાએક્ષર્સાઈઝ કે ભાંગરા સાથે સાથે મનને પણ યુવાન બનાવો.’

‘જેઓ વિધુર હોય, વિધવા હોય એમને માટે આપણી સંસ્કૃતિના સંસ્કાર ઘડતરને કારણે અને સ્વર્ગસ્થ સાથીનો કંઈક દ્રોહ કરતાં હોઈએ એવો અપરાધ ભાવ અનુભવતા હોય છે. જીવનના આનંદના રંગો ઝાંખા થઈ જાય છે કે તદ્દન ભૂસાઈ જાય છે. જીવન પ્રવાહ સ્થગિત થઈ જાય છે. કહેવું સહેલું છે પણ કરવું ઘણું અઘરું છે. છતાં જો પ્રયત્ન કરીયે તો નવજીવન અશક્ય નથી. પણ કહેવાય છે કે વન લાઈફ ટુ લીવ. એમને માટે કોઈકવાર વિઠલજી અને ડોક્ટર આપને વાતો કરશે. આજે તો તન મનને દશ, પંદર કે વીશ વર્ષ પાછું વાળવાની જ વાત છે. એનું નામ જ રિવર્સલ’

‘મંગળાસી, જીન્દાબાદ, એમની વાતે ખરેખર મને પચ્ચીસનો અને તને ત્રેવીસની બનાવી દીધી ખરુંને. તું જ મારી એન્જલિના જોલી, તું જ મારી જેસીકા એલ્બા, તું જ મારી જેનિફર એનિસ્ટન. તું જ મારી કરીના બચ્ચન, તું જ મારી પ્રિયંકા ખાન,  તું જ મારી કેટરિના કપુર, તું જ મારી બિપાસા દત્તા, મારી એકની એક સન્ની પટેલ તું જ મારી…….’

‘હાં હાં હાં, લવારા ચાલુ રાખો…..ઈન્ડિયન નામોમાં લોચા મારવા માંડ્યા, મારી સાથે બેસીને થોડી ઈન્ડિયન ફિલ્મ જોતા હો તો; ભલે બીજી સમજ ના પડે પણ સરખા સાચા નામની તો ખબર પડે! મારું નામ તો ખબર છેને?’

‘મારી એકની એક મોસ્ટ બ્યુટિફૂલ બારડોલી બ્રાન્ડ મેનકા, મોનિકા માયા પટેલ જો ડાર્લિંગ તુ મંગળા માસીનો સંદેશો બરાબર સમજી હોય તો હો જાય વાઈલ્ડ યાહૂઊઊઊઊ…’

‘જાવ હવે. હું થાકી છું. આઈ એમ સ્લીપી.’

‘ઓકે હની ઓન્લી વન કીસ. આપણે ત્રીસ વર્ષ પહેલા કરી હતી તેવી જ.’

‘મને યાદ છે. તમે મને એક જ કીસમાં ફસાવી દીધી હતી. નો વે. આંખ બંધ કરીને ભગવાનનું નામ લઈને ઊંઘી જાવ. અને કાલથી અમારી સાથે એક્સરસાઈઝ કરવા માંડો. પહેલાં તમારું પાંચ મહિનાની પ્રેગનન્સી જેવું ટમી ઘટાડીને પચ્ચીસ વર્ષના થાવ પછી પચ્ચીસ જેવી કીસ. અત્યારે તો જેસી ક્રિશ્ના. ગુડ નાઈટ. ને સાંભળો; આવતી કાલે ડોક્ટર અંકલ અને આપણા ડેડી યોગા સેસન્સ પછી ફિઝિકલ અને સાઈકોલોજીકલ વાતો કરવાના છે. તમારે આવવું પડશે.’

‘ના ભૈ ના, તમે તો રોજ કંઈ કંઈ કર્યા કરવાના. ઈટ ઈઝ યોર બિઝનેશ. મારે મારો બિઝનેશ સંભાળવાનો છે. જે કાંઈ જાણવા જેવું જ્યુસી હોય તે મને ડિનર વખતે જણાવી દેવું આજની જેમ રોમાન્સના ટાઈમમાં તારા બિઝનેશની કે મારા બિઝનેશની વાતમાં ટાઈમ વેસ્ટ ના કરવાનો. મારો મૂડ આઉટ થઈ જાય છે.’

‘ઓકે કાલની વાત કાલે, આજે  જૈ રામજીકી.’

‘તારી જૈ રામજી કી એટલે મારી જય જય બજરંગબલીની આરતી. લે, તેં તો ઘોરવા યે માંડ્યું. ગુડનાઈટ હની; આઈ લવ યુ’

(ક્રમશઃ)

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. mhthaker
  ઓગસ્ટ 03, 2016 @ 11:27:35

  gajab reversal 40–masi E gajab U turn lidho ane dharma- Arth sathe KAaM samajavyu..ane sathe bharat na Baba O ni double jingee…ane doctor ni salah – navjeevan- nav yovan mate Sex ni jaruriaat..
  Varta rupe tame khub shishan aapo cho– yahoo yahoo kari ne–
  JSK ane JBbali kari ne..aanad aavyo..Ane dareke Mukhvata Vina na thava ni Jarur Che..Pan Sajoo Samaj ma aapani Image nu Shu?

  Liked by 1 person

  જવાબ આપો

 2. Satish Parikh
  ઓગસ્ટ 04, 2016 @ 10:29:04

  bahu mazaa padi gayi. reversal ni jadibutti(????viagra nahi?????)

  Liked by 1 person

  જવાબ આપો

 3. Vinod R. Patel
  ઓગસ્ટ 06, 2016 @ 22:33:11

  પ્રવીણભાઈ ,

  વાહ ! રિવર્સલ ની આ રસિક ધારાવાહી વાર્તા શ્રેણી તમે ૪૦ હપ્તા સુધી પહોંચાડી દીધી .તમને હવે બધા પાત્રોને ખીલવવાની મજા આવતી હશે એવી મજા વાંચનાર પણ અનુભવે છે .શ્રેણી રસસ્પદ રીતે આગળ વધી રહી છે ! અભિનંદન.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,143 other followers

%d bloggers like this: