લો….માત્ર પાંચ મિનિટમાં હળવે હૈયે બની ગયો હું કવિ

લો….માત્ર પાંચ મિનિટમાં

હળવે હૈયે બની ગયો હું કવિ

 

થોડા સમય પર મારા વિદ્વાન ઈ મેઈલ મિત્રોએ કાવ્ય રચના અને છંદશાસ્ત્ર અંગે ઘણી ઘણી સાહિત્યિક ચર્ચાઓ કરી હતી.. મેં કોપી પેસ્ટ કરી એ સરસ શૈક્ષણિક વાતો સગ્રહી પણ ખરી. જેમ જેમ વાંચતો ગયો તેમ તેમ કવિતાના નિયમો મને ધ્રુજાવતા ગયા. ચાઇનિસ સ્કુલમાં તામિલ વ્યાકરણ શિખતો હોઉં એવું લાગ્યું. બધું જ ફૂલટોસ.  

જેટલી કવિતાઓ ફરજીયાત ભણવી પડેલી તે જ ગમતી થયેલી. હજુ યે ગમે છે. કોલેજ કાળમાં કવિસંમેલનો અને મુશાયરાઓ પણ માણેલા. પણ પછી રામ રામ. નવી કવિતાઓ સમજાય નહિ એટલે ગમે નહિ; અને ગમે નહિ એટલે સળી કરવાનું સૂઝે. એક બે કવિ મિત્રો તો મને કાવ્યશત્રુ તરીકે જ ઓળખે છે. ના હું કાવ્યશત્રુ નથી જ. હું “કાવ્યગમાર” છું. કવિમિત્રો પ્રત્યે માન છે.

“બજારમાં ભીંડા લેવા ગયો હતો” એમ સીધું વદવાને બદલે કવિઓ “ગયો હતો બજારમાં લેવા ભીંડા કાજ” જેવું આડુંઅવળું ગાતા હોય છે એવી મારી માન્યતા. માન્યું કે આને જ અછાંદસ કહેતા હશે; પણ પછી સાંભળ્યું છે કે અછાદસ કાવ્ય રચના માટે પણ છંદનું જ્ઞાન હોવું જરૂરી છે.

कवि

ફેસ બુક પર મારા ઘણાં સાહિત્યકાર મિત્રો કવિઓ છે. સરસ સર્જન કરતા હોય છે. અને તેમની ઘણીવાર હળવી મકાક મશ્કરી પણ કરતો હોઉં છું, ફેસબુક મારે માટે નિર્બંધ મસ્તીનું મેદાન છે. મજા આવે છે. જરાયે સીરીયસ નહિ. ગઈ કાલે મારા એક બે પોલિટિશિયન ફેસબુક મિત્રો ફેસબુકનો ઉપયોગ શા માટે કરે છે તે અંગે નીચેની લાઈન ઠોકી દીધી

કોઈકને માટે કોન્ગ્રેસ વિનાશ, તો કોઇક ઈચ્છે ભાજપ રકાસ

પછી તો પાંચ મિનિટમાં જ જોડકણાં જોડાઈ ગયા જે નીચે રજુ કર્યા છે..

હવે તમેજ કહો કે. આને તે કંઈ કવિતા થોડી કહેવાય? ના જ કહેવાય.

તો પણ પચાસેક મિત્રોએ વ્યવહારિક “લાઈક” કરી અને વીસેક મિત્રોએ વ્યાવહારિક “વાહ વાહ” કરી. તમે શું કહેશો તે અંદરથી તો હું જાણું છું પણ જરા કહો તો ખરા, કે મારા કવિત્વ વિશે આપ શું માનો છો!

પણ બસ મને કવિ બન્યાનો ખોટો ખોટો આનંદ તો થઈજ ગયો. આમાં જરાયે દિલ ચોરી નહિ.

 

 

FaceBook

 

કોઈકને માટે સમાચાર

તો કોઇકને માટે સ્વપ્રચાર

કોઈકને માટે કોન્ગ્રેસ વિનાશ

તો કોઇક ઈચ્છે ભાજપ રકાસ

ડાહ્યા બને દોઢ ડાહ્યા

પ્રસસ્તિની ઘણી જ માયા.

ઘરે કદીના પ્રભુ સ્મરે

ફેસબુકે તેના ફોટા ફરે.

વિવેકહીન વિવેકપંથી બને

ગામ આખાને ઘેટાં ગણે

ભલા  તો સૌને લાઈક કરે

અડવિતરા કાયમ સળી કરે.

કોઈકને મળે કાવ્યાનંદ

હું પ્રસારું મુજ વાર્તાનંદ

છોડો સઘળી ખોટી લપ

 છે આ નવરા માટેની ગપસપ

FaceBookLike 

ગમે તો મારજો લાઈકનું પત્તું

આ છે શાસ્ત્રીનું પહેલું કવિતડું

Thumbs

Advertisements

6 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ઓગસ્ટ 07, 2016 @ 16:22:17

  કુછાંદસના જમાનામા હવે આખો લેખ લખો કવિતડામા
  ખળખળ વહેતા નીર બાંધતી થઈને ક્યાંક સરિતા
  અથવા મારા શબ્દોમાંથી પાંગરતી થઈ કવિતા
  મોહના મધદરિયામાં ડૂબું એ પહેલાં થઈ નાવ
  દૂર ફગાવી બંધનો આજે દોડી આવ કવિતા

  Liked by 1 person

  જવાબ આપો

 2. nabhakashdeep
  ઓગસ્ટ 07, 2016 @ 17:41:49

  આ.પ્રવિણભાઈ…કહો કે ના કહો…અંદર કવિ રણઝણે છે.

  મને તો વ્યાકરણનું પુસ્તક પકડું ને દરેક સાહિત્યકાર માટે માન ઉપજે છે. કદાચ ડોક્ટર કે એન્જિનિયર થવું સહેલું પડે..આ તત્સમ ને વિભક્તિ જોઈએ ને લાગે કે આતો ગાંડા થઈ જવાય…આ સાહિત્ય પર પી.એચ. ડી..કરનારને ડોક્ટરની ઉપાધિ દેવી જ રહી. પણ આ બ્લોગના કવિ થવાની મજા કોઈ ઓર જ છે…તમે પણ અમારી જેમ કવિતા ગબડાવતા ગબડતાં શિખરે પહોંચી જવાના..એવા એંધાણ છે.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 07, 2016 @ 17:58:32

   રમેશભાઈ, બ્લોગના કાવ્ય જગતમાં આપના જેવા સિધ્ધહસ્ત કવિઓ છે તેમાં મારાથી ટાંગ ના લડાવાય. પણ ફેસબુકીયો તોફાની જીવ કોઈવાર બ્લોગમાં કવિતડું ટપકાવી ગમ્મત કરી જાય.
   ન મેળ, ન માત્રા, ના લય ના છંદ
   બસ, માણું હું ભાવનો, મુક્ત આનંદ.
   માત્ર મજા. પ્રેમ રાખતા રહેજો.

   Like

   જવાબ આપો

 3. mhthaker
  ઓગસ્ટ 17, 2016 @ 11:33:54

  Lo like sathe amari pan vah-vah pan Anter thi !!!!

  Liked by 1 person

  જવાબ આપો

 4. પરાર્થે સમર્પણ
  ઓક્ટોબર 02, 2016 @ 15:21:36

  ગમે તો મારજો લાઈકનું પત્તું
  આ છે શાસ્ત્રીનું પહેલું કવિતડું

  ગમ્યું ગમ્યુ શાસ્ત્રી બાપાનું કવિતડું અનહદ ગમ્યું

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: