બળાત્કાર એક સમસ્યા અને સમાધાન.

મિત્રની લેખ પ્રસાદી

એક સમસ્યા અને સમાધાન.

sharad_shah_1

શરદ શાહની વિચારધારા

વધતા વ્યભિચાર અને બળાત્કારોથી ભારતમાં ભારે હોઆપોહ થયો છે. આ સમસ્યાને અને તેના સમાધાનને એક નવા આયામથી જોઈએ.

ભારતિય મનિષીઓ કહે છે, આહાર, નિંદ્રા, ભય અને મૈથુન એ ચારે પ્રાણી માત્રમાં સામાન્ય છે. માનવી પશુ યોનીમાંથી આવેલ છે અને તેથી તેની ભિતર પણ પશુતા મહદંશે પડેલી છે. આપણે માનવદેહ ધારણ કર્યો અને હવે વધારાનુ એક અંગ મળ્યું તે છે મન. (વિચારશક્તિ).

(ફક્ત માનવી પાસે જ મન છે બીજા કોઈ જીવ પાસે મન નથી હોતું.) આને કારણે તે માનવીથી ઓળખાયો. આ મન એક સીઢી સમાન છે, તમે તેના પર સવાર થઈ નીચે પશુના લેવલે યાત્રા કરોકે ઉપરની તરફ દેવ યોની તરફ યાત્રા કરો તે તમારી મરજી છે.

સાંપ્રત સમયમાં પાશ્ચાત સંસ્કૃતિના પ્રભાવ હેઠળ ભારતિય સમાજ વધુને વધુ આવતો ગયો તેમ તેમ તેની યાત્રા નીચેના સ્તરે પશુ તરફ બનતી ગઈ.  આને માટે અનેક પરિબળોએ માનવીના દેહ, મન, ચિત્ત, બુધ્ધી પર અસરોકરી.

અને માનવીમાં પશુતા વધવાને પરિણામે અન્ય પશુ-પ્રાણીઓની માફક વ્યભિચાર, હિંસા અને સેક્સ તરફ ઘસડાવા માંડ્યો.

ભારતિય મનિષીઓએ ઉપર તરફની યાત્રા માટે આહાર, નિંદ્રા, ભય અને મૈથુનમાંથી બે બાબતોને પ્રાથમિક ધોરણે લીધી. નવા સવા સાધકોને આહાર અને ભયની ઉપર કામ કરવા સુચવ્યું અને મૈથુન (સેક્સ) અને નિંદ્રાને છંછેડવાથી દુર રહ્યા.

અથવા સાધક એક લેવલે પહોંચે પછી જ મૈથુનના પ્રયોગો જે તંત્રમાં બતાવેલ છે તેની ઊપર કામ કરતો. જ્યારે નિંદ્રા એ કુદરતી વ્યવસ્થા છે જે માનવીને ઉર્જાથી ભરી દે છે. અને આ ઉર્જાની સાથે શરુઆતમાં ચેડા કરવા જતાં અનિંદ્રાનો કે બીજા કોઈ ગંભિર રોગોનો માનવી ભોગ બની શકે છે તેથી નિંદ્રાને પણ અળગું રાખ્યું.
મોટાભાગના ગુરુઓ આહારથી સાધનાની શરુઆત કરાવતા હોય છે. માટે પ્રથમ આ આહારને સમજીએ.

આપણે આહાર એટલે કેવળ જે મોંદ્વારા ખોરાક લઈએ તેને જ સમજીએ છીએ જ્યારે ભારતિય મનિષીઓ જે કાંઈ ઈનપુટ લઈએ છીએ તેને આહાર કહે છે. આપણે નાક દ્વારા શ્વાસ લઈએ છીએ, મોં દ્વારા ભોજન, પાણી,હવા લઈએ છીએ, આંખ દ્વારા, જોઈએ છીએ, કાનદ્વારા સાંભળીએ છીએ અને ચામડી દ્વારા સ્પર્શનો અનુભવ કરીએ છીએ. આ દરેક ઈનપુટ આહાર છે. અને આ આહાર ઉર્જાનો મુખ્ય સ્રોત છે. આહાર જેટલો દુષિત તેટલું આપણું ભૌતિક અને સુક્ષ્મ શરીરનુ બંધારણ નબળું અને તે રોગોનુ ઘર બને છે.

વ્યભિચાર અને બળાત્કાર ભૌતિક અને સુક્ષ્મ શરીરની બિમાર અવસ્થાના સુચક છે. આપણે જ્યારે કોઈ બળાત્કારના સમાચાર વાંચીએ ત્યારે જે તે વ્યક્તિ પ્રતિ ક્રોધે ભરાઈએ છીએ. આ પણ એક બિમાર અવસ્થાનુ સુચક છે પણ આપણને તે ભાગ્યે જ દેખાય છે. અને કોઈ આંગળી ચીંધે તો સ્વબચાવમાં જસ્ટીફીકેશન આપવા માંડીએ છીએ. લગભગ આવી જ મનોસ્થિતી બળાત્કારીઓના મનની પણ હોય છે અને તે પણ તેના અધમ કૃત્ય બદલ જસ્ટીફીકેશન આપતો હોય છે. પણ આવી મનોસ્થિતી કેવી રીતે પેદા થઈ અને તેને કેમ દુર કરી શકાય તેવું ભાગ્યેજ કોઈને સમજાય છે.

આપણે અહી કહીએ છીએ અન્ન તેવો ઓડકાર કે અન્નમ બ્રહ્મઃ. અર્થાત જેનો આપણો આહાર હોય છે તેવી જ તેની અસરો હોય છે. હવે પહેલાં તો આપણે નાક દ્વારા જે શ્વાસ લઈએ છીએ તેની વાત કરીએ. વિજ્ઞાન કહે કે જે હવા આપણે સ્વાસમાં લઈએ તે શુધ્ધ હોવી જોઈએ અને તેમાં જેમ પ્રાણવાયુનુ પ્રમાણ વધુ તેમ તે તાજગી આપે કે વધુ ઉર્જા આપે. એટલે ડોક્ટરો સવારના ચાલવા કે દોડવા જવાની સલાહ આપે, જ્યારે હવામાં પ્રાણવાયુ વધારે હોય છે. ભારતિય મનિષીઓ વિજ્ઞાનથી આગળની વાત કરે છે. તેઓ કહે છે કે જે હવા આપણે શ્વાસમાં લઈએ છીએ તે શુધ્ધ તો હોવી જોઈએ પણ સાથો સાથ તે એક રીધમમાં અને હોશપૂર્વક લેવાવી જોઈએ. આ રીધમ અને હોશને કારણે કેટલાંક દૈવી તત્વો પણ આપણા શ્વાસની સાથે ભિતર જાય છે અને તેને કારણે જે ઉર્જા ઉત્પન થઈ તેને યોગ્યદિશામાં પ્રવાહિત કરી શકાય છે. વિજળી તો શુધ્ધ હવાથી પેદા થઈ પણ તે જો યોગ્યદિશામા ન વહે તો યંત્રને બગાડી શકે છે. બસ આમ જ આ ઉર્જાના પ્રવાહને નિયંત્રીત કરી ચેનલાઈઝ કરવાની ક્રિયાને તેઓ પ્રાણાયામ, વિપશ્યના, રીધમીક બ્રીધીંગ વગેરે વગેરે અલગ અલગ નામો આપે છે જે સાધનાનો એક પ્રકાર છે.

બીજો આહાર – આપણે ખોરાક લઈએ છીએ તે છે. અનેક ધર્મોમાં આહારની અલગ અલગ વિધિવિધાન છે. આ ખાવું અને આ ન ખાવું આટલું જ ખાવું અને આ સમયે જ ખાવું તેવા નિયમો છે. વિજ્ઞાન પણ કહે કે ખોરાક આપણો શુધ્ધ અને સાત્વિક હોવો જોઈએ. પરંતુ ભારતિય મનીષીઓનુ કહવું છે કે તમે શું ખાઓ છો તે એટલું મહત્વનુ નથી પણ કેવીરીતે ખાઓ છો તે વધુ અગત્યનુ છે.શુધ્ધ અને સાત્વિક ભોજનની સાથે સથે તે કેવી રીતે રાંધવું અને ખાવું જોઈએ તેની ઉપર તેમનો ભાર વધુ છે.વિજ્ઞાન ભોજનમાં રહેલ વિટામીનો, મિનરલો વગેરે વિષે સચોટ કહી શકે છે જ્યારે ભારતિય મનીષીઓ એથી આગળની વાત કરતાં કહે છે કે ભોજન બનાવતાં અને આરોગતાં તમારા વિચારો, લાગણીઓ, ભાવો બધાની અસરો એ ભોજન પર પડે છે તેથી પ્રથમતો ખરેખર ભુખનો અગ્નિ અંદર પ્રગટ્યો હોય ત્યારે જ ભોજન લેવું, આ ભોજન રાંધતા કે ખાતા વખતે સમગ્ર ચિત્ત ભોજન પર લાવવું અને સારા ભાવથી ખાવું સારો ભાવ એટલે આભારનો ભાવ, પ્રેમનો ભાવ અને ભોજનદ્વારા જે ઉર્જામળશે તે હું અન્યના લાભાર્થે વાપરીશ તેવો ભિતર ભાવ હોય તો અન્ન તો એનુ એ જ છે પણ તેના ગુણધર્મો બદલાઈ જાય છે. આ ભોજન કેમિકલી તો ફાયદો કરે છે જેનાથી માંસ, મજ્જા, રક્ત, વિર્ય વગેરે બની ભૌતિક શરીર બને છે પરંતુ સુક્ષમ શરીર પણ સ્વસ્થ બને છે.અને જેનુ સુક્ષ્મ શરીર સ્વસ્થ બને તે કદી વ્યભિચાર કે બળાત્કાર ન કરી શકે.

આંખ દ્વારા આપણે જોઈએ છીએ. આને ઈમ્પ્રેશન ફુડ કહી શકીએ. દિવસ દરમ્યાનમાં જેવી ઈમ્પ્રેશન ભિતર જાય તેવાં તે પરિણામો આપે. પોર્નોગ્રાફી ફીલ્મો, ફોટાઓ, હિંસાત્મક દ્રશ્યો, લડાઈ ઝગડા, કલુષિત વાંચન વગેરે વગેરે દુષિત ખોરાક આંખદ્વારા જેટલો લઈએ તેટલું આપણું સુક્ષ્મ શરીર બિમારીનો શિકાર બને. અને નદી ઝરણાં, પહાડીઓ, વૃશો, અને પ્રકૃતિની સાથે જેટલાં વધુ રહીએ તેટલું આપણુ સુક્ષ્મ શરીર વધુ સ્વસ્થ અને ઉર્જાવાન બને છે.

કાન દ્વરા આપણે સાંભળિએ છીએ. જે કાંઈ સંભળીએ તેની અસરો પણ આપણા મન અને સુક્ષ્મ શરીર પર થાય છે. સારાં ભાવવાહી ભજનો, શાસ્ત્રિય સંગિત, પક્ષીઓના કલરવ, નદી ઝરણાના વહેતાં જળનો ધ્વની કે ઘુઘવતા સાગરનો ધ્વની મન અને સુક્ષ શરીરને પોષક આહાર આપે છે. જ્યારે પાશ્ચાત સંગિત (જે સેક્સ સેંટર પર પ્રભાવ કરે છે), વાહનોની ઘરગરાટી,શહેરી કોલાહલ વગેરે વગેરે આપણા મન પર વિપરીત અસરો જન્માવે છે.

તેવું જ સ્પર્શની સંવેદનાઓ બાબતે પણ બને છે. દરિયાકાંઠ બેઠાં હોય અને ઠંડી હવાનો સ્પર્શ હોય કે પ્રિયપાત્રના શરીર કે હાથનો સ્પર્શ હોય,વૃક્ષોનો ફુલોનો સ્પર્શ હોય તે પોઝીટીવ હોય જ્યારે ગંદા-દુર્ગંધ મારતાંપાણીનો સ્પર્શ અને એવા અનેક સ્પર્શ નેગેતીવ ઉર્જા પેદા કરે છે.

આપણી દિનચર્યા જોઈએ તો સમજાશે કે આપણે કેટલો આહાર દુષિત લઈએ છીએ અને કેટલો આહાર પોષક લઈએ છીએ. આપણું ભૌતિક અને સુક્ષમ શરી તેનાથી જ ઘડાય છેઅને આપણે જે કાંઈ છીએ તે આપણા આહારને પરિણામે છીએ. આટલું દેખાય તો એ પણ સમજાય કે આપણે આપણા આહારમાં ક્યાં અને કેટલાં ફેરફરો કરવાની જરુર છે જેથી સ્વસ્થ બની શકીએ.

આપણી હાલત એવી છે કે કમાણી બે આના છે અને ખર્ચ રુપિયાનો છે. દિવસ દરમ્યાન જે ઉર્જા કાઈએ છીએ તેના કરતાં વધુ ખરચી નાખીએ છીએ અને વળી લીકેજીસ પણ અસંખ્ય છે. જેને કારણે રાત થતાં સુધીમાં તો શરીર-મનથી થાકી જઈએ છીએ.

આપણા આવા લીકેજીસ અને તેને કેમ રોકવા તેની વાત હવે પછી કરશું.

Advertisements

1 ટીકા (+add yours?)

  1. મનસુખલાલ ગાંધી
    ઓગસ્ટ 09, 2016 @ 01:22:15

    સરસ લેખ છે.

    Liked by 2 people

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: