શ્રી મોહ્મ્મદ રફી સાહેબનું જીવન કવન

શ્રી મોહ્મ્મદ રફી સાહેબનું જીવન કવન

Rafi

 

સૌજન્ય ગુજરાતી વિકિપિડિયા.

શરૂઆતના દિવસો અને પૃષ્ઠભૂમિ

પંજાબના (બ્રિટીશ સમયનું ભારત) અમૃતસર નજીક આવેલા કોટલા સુલતાન સિંઘ ગામમાં હાજ્જી અલી મોહમ્મદના છ પુત્રોમાંથી મોહમ્મદ રફી સૌથી નાના હતા.[૬] તેમણે ગામના એક ફકિરની નકલ કરતા કરતા ગાવાનું શરૂ કર્યું, આથી રફીને ફિકોના હુલામણા નામથી ઓળખવામાં આવતા.[૬] 1935-36માં રફીના પિતા લાહોર ગયા અને બાદમાં તેમના પરિવારે પણ તેમની પાછળ સ્થળાંતર કર્યું. રફીના કુટુંબે લાહોરના નૂર મોહલ્લામાં પુરુષો માટેનું એક સલૂન ખરીદ્યુ.[૭]

તેમના સાળા મોહમ્મદ હમીદ હતા કે જેમણે રફીની આવડતને પારખી અને તેમને પ્રોત્સાહિત કર્યા. રફીએ ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન, ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન, પંડિત જીવનલાલ મટ્ટો અને ફિરોઝ નિઝામી પાસે શાસ્ત્રીય સંગીત શીખ્યા.[૮][૯] રફીએ 13 વર્ષની વયે પોતાની પ્રથમ જાહેર રજૂઆત કરી હતી, કે. એલ. સેયગલ માટેના એક સંગીત જલસામાં તેમને ગાવાની તક મળી.[૮] 1941માં પંજાબી ફિલ્મ ગુલ બાલોચ માં (1944માં ફિલ્મ રજૂ થઈ) ઝિનત બેગમ સાથે “સોનિયે ની, હીરિયે ની” ગીતમાં શ્યામ સુંદર હેઠળ રફીએ પાર્શ્વ ગાયક તરીકેનું પોતાનું પ્રથમ ગીત ગાયું.[૧૦] આજ વર્ષે લાહોર સ્થિત ઓલ ઈન્ડિયા રેડિયો સ્ટેશને તેમને રેડિયો માટે ગાવા માટેનું આમંત્રણ આપ્યું.[૧૧] તેમણે પોતાની પ્રથમ શરૂઆત શ્યામ સુંદર-દિગદર્શિત 1941માં ગુલ બાલોચથી કરી, અને પછીના વર્ષોમાં ધી બોમ્બે તેમજ ગાવ કી ગોરી જેવી ફિલ્મોમાં ગીતો આપ્યા. રફીએ કેટલીક ફિલ્મો જેવી કે લૈલા-મજનૂ (1945) અને જુગનુમાં નાની ભૂમિકાઓ પણ ભજવી. લૈલા મજનૂમાં તેરા જલ્વા ગીતમાં તેમણે સમૂહગાનના ભાગરૂપે ગાયું હતું.[૧૨]

બોમ્બેમાં આગમન

1944માં રફી બોમ્બે (આજનું મુંબઈ) આવ્યા, ભાઈઓએ ભેગા મળીને ભીંડી બજારના ગીચ વસ્તીવાળા વિસ્તારમાં દસ બાય દસની રૂમ લીધી. અહીં કવિ તનવિર નકવીએ તેમને કેટલાક ફિલ્મ નિર્માતાઓ અબ્દુલ રશિદ કારદાર, મહેબૂબ ખાન, અને અભિનેતા-દિગદર્શક નાઝિર સાથે ઓળખાણ કરાવી આપી.[૭] ચોપાટીના દરિયા કિનારે સવારના સમયે લાંબા કલાકો સુધી તેઓ રિયાઝ કરતા. શ્યામ સુંદર મુંબઈમાં હતા અને તેમણે ફરી એકવાર રફીને તક આપી- જીએમ દુર્રાની સાથે ગાંવ કી ગોરીમાં યુગલ ગીત ‘અજી દિલ હો કાબુમેં તો દિલદાર કી ઐસી તૈસી…’ ગાયું, જે હિન્દી ફિલ્મોમાં રફીનું પ્રથમ રિકોર્ડેડ ગીત હતું. જે બાદ તેમણે બીજા ઘણા ગીતો ગાયા.[૧૩]

1948માં મહાત્માગાંધીની હત્યા બાદ, હુસેનલાલ ભગતરામ-રાજેન્દ્ર ક્રિશ્ના-રફીના જૂથે મળીને રાતો રાત ‘સુનો સુનો એ દુનિયાવાલોં, બાપુજી કી અમર કહાણી’ નામનું એક ગીત તૈયાર કર્યું.[૧૩] વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા તેમને આ ગીત ગાવા માટે ગાંધીજીના ઘરે બોલવવામાં આવ્યા હતા. 1948માં સ્વતંત્રતા દિને નહેરુ દ્વારા રફીને મેડલથી નવાજવામાં આવ્યા હતા. 1949માં રફીએ સંગીતકાર નૌસાદ સાથે ચાંદની રાત,દિલ્લગી, અને શ્યામ સુંદર સાથે દુલારી , બાઝાર તેમજ હુસેનલાલ ભગતરામ સાથે મિનાબાજાર માં વ્યક્તિગત ગીતો પણ ગાયા. “હિન્દુસ્તાન કે હમ હૈ” રફીનું નૌસાદ સાથેનું પ્રથમ ગીત હતું, જેમાં શ્યામ કુમાર, અલાઉદ્દીન અને અન્ય પણ હતા, જે એ.આર. કારદેરની ફિલ્મ પહેલે આપ માંથી હતું (1944) આજ સમયગાળા દરમિયાન રફી 1945માં ગાંવ કી ગોરી ફિલ્મ માટે “અજી દિલ હો કાબુ મેં” ગીત રેકોર્ડ કર્યું હતું. તેમણે આ ગીતને હિન્દીભાષામાં પોતાનું પ્રથમ ગીત ગણાવ્યું.[૧૧]

રફી બે ફિલ્મોમાં પણ દેખાયા હતા. 1945માં રફી લૈલા મજનુ ફિલ્મમાં “તેરા જલવા જિસને દેખા” ગીતમાં પરદા પર જોવા મળ્યા.[૧૧] સમૂહગાન તરીકે તેમણે નૌસાદ માટે અનેક ગીતો ગાયા, જેમાં “મેરે સપનો કી રાની”, શાહજહાન (1946) ફિલ્મમાં કે. એલ. સૈયગલ સાથે “રુહી રુહી”નો સમાવેશ થાય છે. મેહમુદ ખાનની અનોમલ ઘડી (1946) ફિલ્મનું “તેરા ખિલૌના ટુટા બાલક” અને 1947માં જુગ્નુ ફિલ્મમાં “યહાં બદલા વફા કા” ગીત નૂર જહાં સાથે ગાયું.ભારતના ભાગલા બાદ રફીએ ભારતમાં જ રોકાઈ જવાનો નિર્ણય કર્યો, અને તેમનું કુંટુંબ મુંબઈ આવી ગયું. તો આ તરફ નૂર જહાં પાકિસ્તાન સ્થળાંતરિત થાય અને તેમણે ગાયક અહમદ ઋષિ સાથે જોડી બનાવી. રફી તે સમયના ગાયકો જેવા કે, કે. એલ. સયગલ, તલત મહોમ્મદ અને ખાસ જાણીતા જી. એમ. દુર્રાનીથી ખૂબ પ્રભાવિત હતા, જેમની શૈલી રફીની ગાયકીમાં જોવા મળતી. તેમણે પોતાના આ પ્રેરણામૂર્તિ સાથે પણ કેટલાક ગીતો ગાયા, જેવા કે “હમકો હંસતે દેખ જમાના જલતા હૈ ” (હમ સબ ચોર હૈ, 1959)[૧૪] અને “ખબર કિસીકો નહીં વો કિધર દેખતે ” (બેકસૂર, 1950)[૧૫] વિગેરે.

રેકોર્ડિંગ કારકિર્દી

પોતાના સમયમાં રફી ઘણા સંગીતકારો સાથે જોડાયેલા હતા, જેમાંથી નૌસાદ મુખ્ય હતા. 1950ના અંતમાં અને 1960માં રફીએ ઓ. પી. નૈયર, શંકર જયકિશન, અને એસ. ડી. બર્મન જેવા અન્ય સંગીતકારો સાથે કાર્યું.

નૌસાદ સાથેની જોડી

નૈસાદના મતે રફી નૌસાદના પિતાની ભલામણનો એક પત્ર લઈને તેમની પાસે આવ્યા હતા.[૧૬] નૌસાદ માટે રફીએ ગાયેલું સૌપ્રથમ ગીત 1944માં ફિલ્મ પહેલે આપ નું “હિન્દુસ્તાન કે લીયે હમ હૈ” (“વી બિલોંગ ટુ હિન્દુસ્તાન”) હતું. પ્રથમ યુગલગીત એ અનમોલ ગાંધી ફિલ્મ (1946)નું હતું. રફી પહેલા નૌસાદના પ્રિય ગાયક તલત મહેમૂદ હતા. એક વાર નૌસાદે તલતને રેકોર્ડિંગ દરમિયાન ધૂમ્રપાન કરતા જોઈ લીધા હતા. આ વાતથી તેઓ ભારે ગુસ્સે થયા અને બૈજુ બાવરા ના તમામ ગીતો ગાવા માટે તેમણે રફીને રાખ્યા.[૧૨] 1949માં “સુહાની રાત ઢલ ચૂકી” ગીત [૧૭]રફીએ નૌસાદ સાથેની બેલડીમાં આપ્યું, જેણે તેમની પૂર્વેની શાખને ફરી પ્રસ્થાપિત કરી અને હિન્દી સિનેમામાં પાર્શ્વ ગાયક તરીકેની ખ્યાતિ આપાવી.[૧૧] બૈજુ બાવરા (1952)ના ગીતો “ઓ દુનિયા કે રખવાલે” અને “મન તડપત હરિ દર્શન કો આજ” એ રફીની ઓળખ બન્યા.[૧૦] રફીએ નૌસાદ માટે કુલ 149 ગીતો ગાયા.[૧૮]

એસ. ડી. બર્મન સાથેની જોડી

એસ. ડી. બર્મને રફીને દેવ આનંદ અને ગુરુદત્તના અવાજ તરીકે સર્જયા.[૧૯] રફીએ બર્મન સાથે પ્યાસા (1957), કાગઝ કે ફૂલ (1959), તેરે ઘર કે સામને (1962), ગાઇડ (1965), આરાધના (1973), અને અભિમાન (1973) જેવી ફિલ્મોમાં કામ કર્યું. એસ. ડી. બર્મન એ નૌસાદ પછીના બીજા સંગીતકાર હતા, જેમણે પોતાના મોટાભાગના ગીતો રફી પાસે ગવડાવ્યા હતા.

શંકર-જયકિશન સાથેની જોડી

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં રફી અને શંકર-જયકિશનની ભાગીદારી હતી. શંકર-જયકિશન હેઠળ રફીએ શમ્મી કપૂર અને રાજેન્દ્ર કુમાર જેવા કલાકારો માટે કેટલાક ગીતો પણ તૈયાર કર્યા હતા. રફીને મળેલા છ ફિલ્મફેરમાંથી ત્રણ ગીતો શંકર-જયકિશનના હતા, જેમાં, “તેરી પ્યારી સૂરત કો”, “બહારો ફૂલ બરસાવો” અને “દીલ કે ઝરોખે મેં” સામેલ હતા. રફી દ્વારા ગાયેલુ યાહુ! ચાહે કોઈ મુઝે જંગલી કહે એક માત્ર ગીત હતું જે અત્યંત ઝડપી ઓર્કેસ્ટ્રા સાથે તૈયાર કરાયું હતું, જેના સંગીતકાર શંકર જયકિશન હતા. શંકર-જયકિશન-રફીએ ફિલ્મ શરારત માં કિશોર કુમાર માટે (“અજબ હૈ દાસ્તાન તેરી યે જિંદગી”) ગીત ગાયું. રફીએ શંકર-જયકિશન માટે 341 ગીતો ગાયા હતા, (216 વ્યક્તિગત) હતા.[૧૮]જેમાં બસંત બહાર , પ્રોફેસર , જંગલી , સુરજ , બ્રહ્મચારી , એન ઈવનિંગ ઈન પેરિસ , દિલ તેરા દિવાના , યકીન , પ્રિન્સ , લવ ઈન ટોકિયો , બેટી બેટે , દિલ એક મંદિર , દિલ અપના ઔર પ્રિત પરાયી , ગબન અને જબ પ્યાર કિસીસે હોતા હૈ જેવી ફિ્લ્મો સામેલ હતી.

રવિ સાથેની જોડી

રફીને પ્રથમ ફિલ્મફેર પુરસ્કાર ચૌદવી કા ચાંદ ફિલ્મના (1960) ટાઈટલ (મથાળા) ગીત માટે મળ્યો હતો, રવિ એ તૈયાર કર્યું હતું. ફિલ્મ નિલ કમલ (1968)નું “બાબુલ કી દુઆએં લેતી જા” ગીત પણ રવિ દ્વારા રચાયું હતું, જે માટે રફીને રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. રફી આ ગીતના રેકોર્ડીંગમાં રડી પડ્યા હતા. 1977માં બીબીસી (BBC) સાથેની એક મુલાકાત દરમિયાન તેમણે ખુદ આ વાત કબુલી હતી.[૨૦] રવિ અને રેફીએ સાથે મળીને બીજી ઘણી ફિલ્મો જેવી કે ચાઈના ટાઉન (1962), કાજલ (1965) અને દો બદન (1966) માટે ગીતો તૈયાર કર્યા હતા.

મદન મોહન સાથેની જોડી

મદન મોહન બીજા એવા સંગીતકાર હતા જેમની માટે રફી તેમના પ્રિય ગાયક હતા. રફીનું પ્રથમ વ્યક્તિગત ગીત આંખે ફિલ્મમાં “હમ ઈશ્ક મેં બદબાદ હૈ બરબાદ રહેંગે” હતું.[૧૧] તેમણે સાથે મળીને અનેક ગીતો તૈયાર કર્યા, જેમાં “તેરી આખોં કે સિવા”, “રંગ ઔર નૂર કી બારાત”, “યે દુનિયા યે મહેફિલ” અને “તુમ જો મિલ ગયે હો” જેવા ગીતો સામેલ છે.

ઓ. પી. નૈયર સાથેની જોડી

રફી અને ઓ. પી. નૈય્યરે 1950 અને 1960ના દાયકામાં કેટલુંક સંગીત સાથે મળીને તૈયાર કર્યું. ઓ. પી. નૈય્યરે એક વાર કહ્યું હતું “જો મોમ્મદ રફી ના હોત તો ઓ. પી. નૈય્યર પણ ના હોત”.ઢાંચો:Cite quote તેમણે અને રફીએ સાથે મળી તૈયાર કરેલા ગીતોમાં “યે હૈ બોમ્બે મેરી જાન” હતું. ફિલ્મ રાગીણી માં ગાયક-અભિનેતા કિશોર કુમાર માટેના ગીત “મન મોરા બાવરાં” માટે તેઓ રફીને મળ્યા હતા.બાદમાં રફીએ કિશોર કુમાર માટે ઘણી ફિલ્મોમાં ગીતો આપ્યા, જેમ કે બાગી , શેહજાદા અને શરારત . ઓ. પી. નૈય્યરે તેમના મોટા ભાગના ગીતો રફી અને આશા ભોસલે પાસે ગવડાવ્યા હતા. 1950ની શરૂઆતના સમયમાં અને 1960માં આ જૂથે ઘણા ગીતો આપ્યા હતા, જેમાં નયા દૌર (1957), તુમસા નહિ દેખા (1957), અને કશ્મીર કી કલી (1964) જેવી ફિલ્મો સામેલ હતી. રફી એ કુલ 197 જેટલા ગીતો (56 વ્યક્તિગત) માત્ર નૈય્યર માટે ગાયા હતા.[૨૧] “જવાની યે મસ્ત મસ્ત” અને તુમસા નહિ દેખા ફિલ્મનું ટાઇટલ ગીત “યું તો હમને લાખ હસી દેખે હૈં, તુમસા નહિ દેખા” જેવા ગીતો તેમાં સામેલ હતા. તેમણે પાછળથી કાશ્મીર કી કલી ફિલ્મનું “તારીફ કરું ક્યા ઉસકી જિસને તુઝે બનાયા” પણ આપ્યા હતા.[૨૨]

લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથેની જોડી

લક્ષ્મીકાંત-પ્યારેલાલની (L-P) જોડીએ પણ તેમની પ્રથમ ફિલ્મ પારસમણિ (1963)થી જ રફીને પોતાના ગાયક તરીકે રાખ્યા હતા. રફી અને એલ-પી (L-P) બંનેને દોસ્તી (1964) ફિલ્મના “ચાહુંગા મૈં તુઝે શામ સવેરે” ગીત માટે ફિલ્મફેર પુરસ્કાર પણ મળ્યો હતો. રફીએ એલ-પી (L-P) માટે કુલ મળીને 369 જેટલા ગીતો (186 વ્યક્તિગત) ગાયા હતા.[૧૮] 1950 અને 1970ના સમયગાળા વચ્ચે બોલીવુડમાં સૌથી વધુ માગ ધરાવતા ગાયક રફી હતા.[૨૩] તેમણે હિન્દી ફિલ્મોમાં અનેક અભિનેતાઓ માટે ગીતો ગાયા.[૨૪] 1965માં ભારત સરકાર દ્વારા તેમને પદ્મ શ્રી પુરસ્કારથી નવાજવામાં આવ્યા. 1968માં 7″ ની રજૂઆત સમયે બે હિન્દી ગીતોને અંગ્રેજીમાં રેકોર્ડ કર્યા હતા. 1960ના અંત ભાગમાં તેઓ મોરેશિયસની મુલાકાતે હતા, તે સમયે તેમણે ક્રિયોલ સાથે પણ એક ગીત ગાયુ હતું.[૮] સાથો સાથ રફીએ બે અંગ્રેજી આલ્બમ પણ આપ્યા હતા. જેમાંથી એક પોપ હિટ્સ છે. બોલીવુડમાં આલાપવું એ માત્ર કિશોર કુમાર સાથે જોડાયેલું હતું, પરંતુ તેમણે ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં આ આલાપને પાર્શ્વગાયકી તરીકે રજૂ કર્યું. રફીએ તેમના કેટલાક ગીતોમાં આવો આલાપ આપ્યો, જેવા કે “હેલ્લો સ્વીટી સેવન્ટીન” (આશા ભોસલે સાથેનું યુગલગીત), “ઓ ચલે હો કહા”, “દિલ કે આયિને મેં” અને “ઉનસે રિપ્પી ટિપ્પી હો ગયે” (ગીતા દત્ત સાથેનું યુગલગીત) વિગેરે.

વિવાદો

રૉયલ્ટિનો મુદ્દો

લતા મંગેશકર, 1962-1963 સુધીમાં રફીની પ્રતિષ્ઠા ઓળખીને, એમ ઈચ્છતા હતા કે ફિલ્મના નિર્માતા સંગીતકારને પસંદ કરવા માટે મંજૂર રાખતા હતા તે ગીતની રૉયલ્ટિના 5 ટકામાંથી અડધો ભાગ માંગવામાં રફી તેમને ટેકો આપે. લતાની દલીલ એવી હતી કે, એવો કોઈ વિકલ્પ જ ન હતો, કે નિર્માતાઓ અને સંગીતકાર આ ગાયક બેલડીને, સંગીતકારના ગીતની 5 ટકા રૉયલ્ટિના અડધા ભાગ માટે ના પાડી શકે. રફીએ જણાવ્યું કે ફિલ્મના નિર્માતાઓ પાસે તેમની માંગણી, ગીત માટે નક્કી કરેલી ફી ચૂકવાતા જ પૂરી થઈ જાય છે. ત્યાર બાદ, જો ફિલ્મ સફળ સાબિત થાય, તો ચિત્રપટ નિર્માતાનું સારું નસીબ, કે તેઓ તેમાંથી મળતી ગ્રામ્કો (HMV) રોયલ્ટિને આવકારતા રહેશે.

રફીએ દલીલ કરી, કે જો ગીત સફળ થવામાં નિષ્ફળ રહે, તો તેમને પહેલેથી જ ગીત ગાવા માટેની ફી ચૂકવાઈ ગઈ હશે, તેથી ફિલ્મ નિર્માતા અને તેઓ સરખેસરખા હતા. રફીએ કહ્યું, “અમે પાર્શ્વ ગાયક કલાકારો ગીતની રચના નથી કરતા, અમે માત્ર, સંગીત નિર્દેશકોના નિર્દેશ મુજબ, પડદા પર તેનું પુનઃનિર્માણ કરીએ છીએ. અમે ગાઈએ છીએ, તેઓ ચૂકવે છે, તેથી ત્યાં જ બંને તરફની પ્રતિબદ્ધતાનો અંત આવે છે.”ઢાંચો:Cite quoteલતાએ રફીના આ દ્રષ્ટિબિંદુને રૉયલ્ટિના મુદ્દા પર અવરોધ તરીકે નિહાળ્યું. લતાએ કહ્યું કે તેઓ હવે રફી સાથે નહિં ગાય, જેના પર રફીએ, એમ પ્રેક્ષિત કર્યું કે, ત્યાર પછી, જેટલું લતા તેમની સાથે ગાવા ઉત્સુક હતા તેટલું જ તેઓ પણ હતા.[૨૫][૨૬] બાદમાં, એસ. ડી. બર્મનના આગ્રહથી, બંનેએ સમાધાન કરવાનું અને યુગલ ગીતો ગાવાનું નક્કી કર્યું.

ગિનીસ વિશ્વ વિક્રમો

તેમના છેલ્લા વર્ષોમાં, ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સમાં લતા મંગેશકરના પરિચય અંગેના વિવાદમાં રફી સંકળાયેલા હતા. ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સને લખાયેલા જૂન 11, 1977ના પત્રમાં, રફીએ એ દાવાને પડકાર્યો કે લતા મંગેશકરે સૌથી વધુ ગીતો રેકોર્ડ કર્યા છે (ગિનીસ મુજબ “25000 કરતાં ઓછા નહિં”). ગિનીસ તરફથી જવાબ મેળવ્યા બાદ, નવેમ્બર 20, 1979ની તારીખના પત્રમાં, તેમણે લખ્યું : “હું નિરાશ થયો છું, કારણ કે સુશ્રી લતા મંગેશકરના દાવા મુજબના વિશ્વ વિક્રમના પુનઃ મૂલ્યાંકનની મારી વિનંતીની ઉપેક્ષા કરાઈ છે.”.[૨૭]નવેમ્બર 1977માં બીબીસી (BBC) સાથે રેકોર્ડ કરાયેલી મુલાકાતમાં, રફીએ ત્યાર સુધીમાં 25000થી 26000 ગીતો ગાયા હોવાનો દાવો કર્યો.[૨૦]રફીના મૃત્યુ બાદ, તેની 1984ની આવૃત્તિમાં, ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડ્સે “સૌથી વધુ રેકોર્ડિંગ્સ” માટે લતા મંગેશકરનું નામ આપ્યું, પરંતુ એમ પણ જણાવ્યુઃ “મોહમ્મદ રફીએ (d 1 Aug 1980) [sic] 1944 અને એપ્રિલ 1980ની વચ્ચે 11 ભારતીય ભાષાઓમાં 28000 ગીતો રેકોર્ડ કર્યા હોવાનો દાવો કર્યો છે.”.[૨૮] પ્રાપ્ય આંકડાઓ મુજબ, 1945થી 1980 સુધીમાં રફીએ 4,516 હિન્દી ફિલ્મ ગીતો, 112 હિન્દી સિવાયના ફિલ્મ ગીતો, અને 328 ખાનગી (ફિલ્મ સિવાયના) ગીતો ગાયા છે.[૨૮] પછી 1991માં ગિનીસ બુકે રફી અને લતા બંનેની નોંધ હટાવી દિધી.

1970ની શરૂઆતનો સમય

1970ના દાયકાની શરૂઆતમાં, રફી માંદા પડ્યા અને ઓછા ગીતો રેકોર્ડ કર્યા.[૨૯] અને આ જ સમયમાં, 1969માં રફીની હજ યાત્રા દરમિયાન, વિવાદિતપણે, મોહમ્મદ રફીની ગેરહાજરીમાં ફિલ્મ આરાધના માટે કિશોર કુમારે ગાયેલા ગીતોના કારણે કિશોર કુમારની લોકપ્રિયતા વધી.[૨૫][૩૦] આરાધના માટેના સંગીતની રચના એસ. ડી. બર્મન દ્વારા થઈ હતી, અને બર્મને આ ફિલ્મ માટે રેકોર્ડ કરેલા પ્રથમ બે યુગલ ગીતો, “બાગોમેં બહાર હૈ” અને “ગુનગુના રહે હૈ ભંવરે” માટે પુરુષ પાર્શ્વ ગાયકના અવાજ માટે રફીનો ઉપયોગ કર્યો હતો.[૧૯] આ બે રેકોર્ડિંગ બાદ, એસ. ડી. બર્મન માંદા પડ્યાં અને તેમના પુત્ર અને સહાયક, આર. ડી. બર્મને, રેકોર્ડિંગનું બાકીનું કામ સંભાળ્યું. આર. ડી. બર્મને એકલ ગીતો “રૂપ તેરા મસ્તાના” અને “મેરે સપનો કી રાની” ગાવા માટે કિશોર કુમારને જ પસંદ કર્યા. 1971-1973 દરમિયાન, રફીના સંગીત ઉત્પાદનમાં ઘટાડો થયો; જો કે, તેમણે ઘણા ગીત ગાયા.[૩૧] ]1970ના દાયકાની શરૂઆતના રફીના કેટલાક ગીતો લક્ષ્મીકાંત પ્યારેલાલ, મદન મોહન, આર. ડી. બર્મન અને એસ. ડી. બર્મન જેવા સંગીત નિર્દેશકો સાથે હતા. જેમાં પગલા કહિંકાનું (1971માં રફીની ઓળખ સમાન બનેલું ગીત) “તુમ મુઝે યું ભુલા ના પાઓગે”, હીર રાંઝા (1970)નું “યે દુનિયા યે મેહફિલ”, જીવન મૃત્યુ નું “ઝિલમિલ સિતારોં કા” (લતા મંગેશકર સાથેનું યુગલ ગીત, 1970), ધ ટ્રેન (1970)નું “ગુલાબી આઁખે”, મેહબૂબ કિ મેહંદી (1971)ના “યે જો ચિલમન હૈ” અને “ઈતના તો યાદ હૈ મુઝે”, “મેરા મન તેરા પ્યાસા” ગેમ્બલર, 1972માં રિલીઝ થયેલી પાકીઝાહના “ચલો દિલદાર ચલો”, યાદો કિ બારાત ના “ચુરા લિયા હૈ તુમને” (આશા ભોંસલે સાથેનું યુગલ ગીત, 1973), 1973માં રિલીઝ થયેલી દિલિપ કુમારની ફિલ્મ દાસ્તાનનું “ના તુ ઝમીન કે લિયે”, હંસતે ઝખ્મ (1973)નું “તુમ જો મિલ ગયે હો”, અભિમાન(1973)નું, “તેરી બિંદિયા રે” અને લોફર(1973)નું “આજ મૌસમ બડા બેઈમાન હૈ”નો સમાવેશ થાય છે.

પછીના વર્ષો

1970ની મધ્યમાં રફીએ મુખ્ય ગાયક તરીકે પુનરાગમન કર્યું. 1974માં, ઉષા ખન્ના દ્વારા રચાયેલા ગીત “તેરી ગલિયોં મેં ના રખ્ખેંગે કદમ આજ કે બાદ” (હવસ, 1974) માટે રફીએ ફિલ્મ વર્લ્ડ મેગેઝિન બેસ્ટ સિંગર અવૉર્ડ જીત્યો.[૧૮]1977માં, આર. ડી. બર્મન દ્વારા રચાયેલા, હમ કિસી સે કમ નહીં ફિલ્મના ગીત “ક્યા હુઆ તેરા વાદા” માટે ફિલ્મફેર પુરસ્કાર અને રાષ્ટ્રીય પુરસ્કાર એમ બંને જીત્યા.[૧૯] રફીએ રિષી કપૂર માટે અમર અકબર એન્થની (1977), સરગમ (1979) અને કર્ઝ (1980) જેવી ફિલ્મોમાં ગીતો ગાયા. અમર અકબર એન્થની (1977) ફિલ્મની કવ્વાલી “પરદા હૈ પરદા” ખૂબ સફળ રહી હતી. 1970ના દાયકાના અંતમાં અને 80ના દાયકાની શરૂઆતમાં રફીની નોંધપાત્ર ગાયકીમાં લૈલા મજનુ (1976), અપનાપન (1978), કુરબાની , દોસ્તાના (1980), ધ બર્નિંગ ટ્રેન , નસીબ (1981), અબ્દુલ્લાહ (1980), શાન (1980), અને આશા (1980)નો સમાવેશ થાય છે.

મૃત્યુ

ગુરુવારે, જુલાઈ 31, 1980ના રોજ, ભારે હૃદય રોગના હુમલાના પગલે, રફીનું રાત્રે 10:50 વાગ્યે મૃત્યુ થયું.[૩૨] તેમનું છેલ્લું ગીત હતું “શામ ફિર ક્યું ઉદાસ હૈ દોસ્ત” (આસ પાસ ), જે તેમણે મૃત્યુના થોડા જ કલાકો પહેલા લક્ષ્મીકાંત-પ્યારેલાલ સાથે રેકોર્ડ કર્યુ હતું.[૩૩][૩૪] તેઓ ચાર પુત્રો (સઈદ રફી, ખાલિદ રહી, હામિદ રફી, શાહિદ રફી), ત્રણ પુત્રીઓ (પરવીન, નસરીન, યાસમીન) અને 18 પૌત્ર પૌત્રીઓ છોડી ગયા હતા.રફીને જુહુ મુસ્લિમ કબ્રસ્તાનમાં દફનાવાયા હતા.[૩૫] આ મુંબઈએ જોયેલી સૌથી મોટી અંતિમવિધિઓમાંની એક હતી, જેમાં 10,000 કરતાં વધુ લોકોએ ભાગ લીધો હતો.2010માં, નવા મૃતદેહો માટે જગ્યા કરવા માટે તેમની કબરને તોડી નંખાઈ હતી. મોહમ્મદ રફીના ચાહકો જે દર વર્ષે બે વખત, ડિસેમ્બર 24 અને જુલાઈ 31ના રોજ, તેમની જન્મ અને પુણ્યતિથિએ કબર પર આવે છે, તેઓ નિશાની તરીકે તેમની કબરની સૌથી નજીક આવેલી નારિયેરીનો ઉપોયગ કરે છે.[૩૬]તેઓ કદી પણ મદ્યપાન ન કરનારા, અત્યંત ધાર્મિક અને ખૂબ જ નમ્ર વ્યક્તિ હતા. તેઓ એક ચુસ્ત મુસ્લિમ હતા. એકવાર, જ્યારે ઓછા જાણીતા સંગીતકાર નિસાર બાઝમી (જેઓ પાકિસ્તાનથી સ્થળાંતરિત થયા હતા) પાસે તેમને ચૂકવવા માટે પૂરતા પૈસા ન હતા, ત્યારે તેમણે એક રૂપિયાની ફી લીધી અને તેમના માટે ગીત ગાયું. તેઓ નિર્માતાઓને નાણાકીય મદદ પણ કરતા હતા. એકવાર લક્ષ્મીકાંતે (લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીમાંના એક) કહ્યું હતું કે- “તેઓ હંમેશા પાછું મેળવવાનું વિચાર્યા વિના આપતા હતા”.[૩૭]

વારસો

ચિત્ર:Rafi Stamp.jpg

રફીના માનમાં ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલી ટપાલ ટિકીટ

ભારત સરકારે રફીના મૃત્યુ બાદ તેમના માનમાં બે દિવસની જાહેર રજા જાહેર કરી હતી.[૩૮] ગુમનામ (1965) ફિલ્મમાંથી રફીનું ગીત “જાન પહેચાન હો” ના સંગીતની ધ્વનિપટ્ટીનો ગોસ્ટ વર્લ્ડ (2001)માં ઉપયોગ કરાયો હતો. આ ફિલ્મની શરૂઆતમાં મુખ્યપાત્ર તેના શયનકક્ષની આસપાસ ગુમનામ ના દ્રશ્યની ફરતે નૃત્ય કરે છે.[૩૯]તેમનું “આજ મૌસમ બડા બેઈમાન હૈ” વર્ષ 2001માં મોન્સુન વેડિંગ માં ફિલ્માવવામાં આવ્યું.[૪૦]તેમનું એક ગીત “ મેરા મન તેરા પ્યાસા” (ગેમ્બલર , 1970)ની ધ્વનિપટ્ટીનો ઉપયોગ જીમ કેરી-કેટ વિન્સલેટની ભૂમિકાવાળી ફિલ્મ ઈટરનલ સનશાઈન ઓફ ધ સ્ટોપલેસ માઈન્ડ (2004)માં કરાયો. આ ગીતમાં પાર્શ્વગીત તરીકે કેટ વિન્સલેટના અભિનયવાળા ઘરે જ્યારે મુખ્યપાત્રો ડ્રીક્સ લઈ રહ્યા હતા તે દરમ્યાન ચલાવાયું.- અંદાજે 00.11.14 જેટલો સમય ચાલ્યું .[૪૧]રફીના કેટલાક નહી પ્રસારિત થયેલા ગીતો આવનારી ફિલ્મ સૉરી મેડમ માં ઉપયોગમાં લેવાશે.[૪૨]

રફીના જીવન પર આધારિત ફિલ્મનું નિર્માણકાર્ય ભારતીય ફિલ્મ વિભાગ દ્વારા થઈ રહ્યુ છે.[૪૩]વર્ષ 2008ના ઉનાળા દરમિયાન બર્મિગહામ શહેરના સિમ્ફની સંગીતવૃંદ દ્વારા રફીની યાદમાં રફીએ ગાયેલા 16 ગીતોની બે સીડી રફી રિઝેરેક્ટેડ બહાર પડાઈ. બોલીવુડના પાર્શ્વ ગાયક સોનુ નિગમે આ પ્રોજેક્ટ માટે અવાજ આપ્યો અને જુલાઈ 2008માં લંડનમાં ઈંગ્લિશ નેશનલ ઓપેરા, લંડન અને માન્ચેસ્ટરના એપોલો નાટ્યગૃહ તેમજ બર્મિગહામના સિમ્ફની ગૃહમાં સીબીએસઓ (CBSO) સાથે પ્રવાસ કર્યો.[૪૪]બાન્દ્રામાં મુંબઈ અને પૂણેના બાહ્ય વિસ્તારમાં (એમજી (MG) રોડને લંબાવીને) પદ્મશ્રી મોહમ્મદ રફી ચોક નામ અપાયું.[૨૭]જૂન 2010માં આઉટલૂકની સંગીત મતદાન ગણતરીમાં રફીને સૌથી પ્રખ્યાત પાર્શ્વ ગાયક તરીકેના મતો મળ્યા, જે આઉટલુક સામાયિક દ્વારા લતા મંગેશકરની સાથે કરાયા હતા.[૪૫]. અને આવો જ મત “મન રે, તુ કાહે ના ધીર ધરે” (ચિત્રલેખા , 1964) રફી દ્વારા ગવાયેલાને # 1 ગીત.[૪૬] ત્રણ ગીતો #2 નબર પર એક સાથે આવ્યા, જેમાંથી બે ગીતો રફીએ ગાયેલા હતા. તે ગીતો હતા” તેરે મેરે સપને અબ એક રંગ હૈ” (ગાઇડ ,1965) અને “ દિન ઢલ જાયે, હે રાત ના જાવે”(ગાઇડ ,1965).

આ મત આઉટલુક સામાયિકમાં પ્રકાશિત થયો, જેના નિર્ણાયકના સમૂહમાં ભારતીય સંગીત જગતના અનેક લોકો હતા; અભિજીત, આદેશ શ્રીવાસ્તવ, અલિસા ચિનાઈ, અનુ મલિક, એહસાન, ગુલઝાર, હરિહરન, હિમેશ રેશમિયા, જતિન, જાવેદ અખ્તર, કૈલાસ ખૈર, કવિતા ક્રિષ્નમૂર્તિ, ખાય્યમ, કુમાર સાનુ, લલિત, લોય, મહાલક્ષ્મી ઐયર, મહેન્દ્ર કપૂર, મન્ના ડે, પ્રસુન જોષી, રાજેશ રોશન, સાધના સરગમ, સમીર, સંદેશ સાંડિલ્ય, શાન, શંકર, શાંતનું મોઈત્રા, શ્રેયા ઘોસાલ, સોનું નિગમ અને તલત અઝીઝ.[૪૭]ટાઇમ્સ ઓફ ઈન્ડિયા ના એક લેખમાં રફી વિશે લખ્યુ કે “સર્વતોમુખિ પ્રતિભા ધરાવતા ગાયક કે જેઓ શાસ્ત્રીય રોક એન્ડ રોલ તેમજ કોઈ પણ જાતના ગીતો ગાઈ શકે છે, તે 1950 અને 1960 સુધી હિન્દી ફિલ્મ જગતનો માનીતો પુરુષ અવાજ બની ગયા હતા”. સંગીતકાર રાકેશ રોશને રફી સાથે કેટલાક ગીતો કર્યા હતા, જેઓ તેમને ”અહમ નહી ધરાવતા પ્રેમાળ હ્રદયના સામાન્ય વ્યક્તિ” તરીકે યાદ કરે છે.[૪૮]સંગીત પ્રેમીઓ[કોણ?]ની ભારત સરકારને અપીલ છે કે આવા ગાયકને મરણોત્તર ભારત રત્ન પુરષ્કારથી સન્માન કરે ( ભારતનો સૌથી મોટો નાગરિક એવોર્ડ)[૧૩]

શાસ્ત્રીય અને પાર્શ્વ ગાયક મન્ના ડે કે જેઓ રફીના સમકાલીન હતા તેઓ રફીને “તેમના બધામાંથી સર્વોત્તમ ગાયક” તરીકે બિરદાવે છે. તેમણે જણાવ્યું કે “મે અને રફીએ ખૂબ ગાયુ છે અને તે એક સારા ખાનદાની હતા. તેઓ મારા કરતા વધારે સારા ગાયક હતા અને હુ એમ કહીશ કે કોઈ તેમની નજીક પણ પહોંચી શક્યું નથી. તેમને જે મળ્યું તેના તેઓ હકદાર હતા. અમારી વચ્ચે સારી સમજણ હતી અને ક્યારેક ઉંચનીચનો ભેદભાવ ન હતો.[૪૯][૫૦] જાણીતા અભિનેતા શમ્મી કપૂરે કહ્યુ કે “ હું મોહમ્મદ રફી વગર અધૂરો છું, હુ અવારનવાર તેમની પાસે મારા ગીતના રેકોર્ડિંગ માટે જતો હતો કે જે મોહમ્મદ રફીએ ગાયેલા છે. હુ ફક્ત એટલુ જ કહેવા માટે જતો હતો કે પડદા પર હુ કેવી રીતે તે ગીતને રજૂ કરવાનો છુ, જેથી કરીને તેઓ તેવી રીતે ગાઈ શકે. જોકે તેમને મારી આ રૂચિ ગમતી હતી.”[૫૧]22 સપ્ટેમ્બર 2007ના રોજ રફીની સમાધિ કલાકાર તસાવર બાસિર દ્વારા ફઝેલ સ્ટ્રીટ, બર્મિંગહામ યુકેમાં બનાવાઈ. બસિરને આશા છે કે તેના પરિણામ સ્વરૂપ રફીને સંતનો દરજ્જો મળશે.[૫૨][૫૩]ગાયકો જેવા કે શબ્બીર કુમાર, મોહમ્મદ અઝીઝ અને ઘણા, તાજેતરના સોનુ નિગમ કે જેમણે તેમના શૈલી અપનાવીને નામના મેળવી છે, તેઓ આખી જીંદગી રફીના ઋણી રહેશે.[૫૪]તેમના મૃત્યુ બાદ સાત હિન્દી ફિલ્મો મોહમ્મદ રફીને અર્પણ કરાઈ; અલ્લાહ રખા , મર્દ , કુલી , દેશ-પ્રેમી , નસીબ , આસ-પાસ , અને હીરાલાલ-પન્નાલાલ .[૫૫]

અંગત જીવન

1945માં રફીએ તેમની પિત્રાઈ બિલ્કીસ સાથે તેમના ગામમાં લગ્ન કર્યા.[૬] જેનાથી તેમને ચાર પુત્રો અને ત્રણ પુત્રી થઈ. તેઓ મદ્યપાન નહી કરનારા, ધાર્મિક અને અંત્યત ઉમદા વ્યક્તિ હતા.[૫૬] તેઓ ઘણા પારિવારીક માણસ હતા, રેકોર્ડિંગ રૂમથી ઘર અને ઘરથી રેકોર્ડિંગરૂમ તેમનો ક્રમ હતો. તેઓ ક્યારે પારિવારી પ્રસંગોમાં હાજરી આપતા નહી તેમજ ધુમ્રપાન કે દારૂનુ સેવન પણ કરતા નહી. તેઓ ભૂલ્યા વગર દરરોજ સવારે 3થી 7 વાગ્યા સુઘી તેમના સંગીતનો અભ્યાસ કરતા. તેમના અન્ય શોખમાં માત્ર કેરમ રમવુ, બેડમિન્ટન અને પતંગ ઉડાડવું હતુ.[૧૩]

સામાન્ય બાબતો

 

 • 1960માં ફિલ્મ મુગલ એ આઝમમાં મોહમ્મદ રફીએ “એ મોહબ્બત જિંદાબાદ” ગીત 100 ગાયકો સાથે ગાયુ.[૫૭]
 • રફીએ સૌથી વધુ ગીતો સંગીત દિગ્દર્શક જોડી લક્ષ્મીકાંત-પ્યારેલાલ માટે ગાયા. કુલ 369 ગીતો જેમાથી 189 ગીતો વ્યક્તિગત ગીત છે.[૫૭]
 • તેમણે સૌથી વધુ યુગલ ગીતો આશા ભોસલે (સ્ત્રી) અને મન્ના ડે(પુરુષ) સાથે ગાયા.[૫૭]
 • રફીએ વિક્રમજનક વાર ફિલ્મફેર પુરસ્કારમાં નામાંકન મેળવવાનો રેકોર્ડ નોંધાવ્યો (23). જેમાંથી છ વખત તેઓ વિજેતા બન્યા.[૫૭]
 • રાગીણી ફિલ્મના ગીત “મન મોરા બાવરા….” માટે કિશોર કુમારે રફી સાહેબને વિનંતી કરી કે આ ગીત તેઓ ગાય કારણ કે તે અર્ધશાસ્ત્રીય હતુ અને કિશોર કુમારે કહ્યુ કે “રફી સાહેબ મારા કરતા વધારે સારુ ગાશે”. રફીએ તે ગીત ગાયું.[૫૮]
 • ગીત ”અજબ હે દાસ્તા તેરી એ જીંદગી…” જે પ્રથમ વખત કિશોર કુમારને ગાવા માટે આપ્યુ અને તેઓએ અંતરા ની પ્રથમ કડી ગાઈ, પરંતુ બીજા ભાગમાં તેઓને તકલીફ પડી. શંકર જયકિશન જેવું ઈચ્છતા હતા તેવુ તે ગાઈ શક્તા ન હતા, અને અંતે તે ગીત રફીને ગાવા માટે આપ્યું.[૫૮]
 • “હમકો તુમસે હો ગયા હે પ્યાર ક્યા કરે” (અમર, અકબર એન્થોની) ગીત મોહમ્મદ રફીએ કિશોર કુમાર, લતા મંગેશકર અને મુકેશ સાથે મળીને ગાયુ. બધા એક જ ગીતમાં હતા. આવુ ભાગ્યેજ બન્યું કે જ્યારે આ તમામે એક જ ગીત માટે તેમનો અવાજ આપ્યો હોય.[૫૯]
 • તે વ્યક્તિએ તેમના જીવના છેલ્લા શ્વાસ સમયે પણ સંગીતનો સાથ ન છોડ્યો, અંત સમયે તેમની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. તેમણે આ ગીત સાંભળવાની ઈચ્છા વ્યક્ત કરી હતી, “ઓ દૂનિયા કે રખવાલે, સુન દર્દ ભરે મેરે નાલે; જીવન અપના વાપસ લેલે, જીવન દેને વાલે ”.[૬૦]
 • રાયપુરમાં શંકર જયકિશન સાથે એક કાર્યક્રમમાં દર્શકોએ વારંવાર “ફરી એકવાર”ના નારા લગાવ્યા. જોકે કે તે સમયે સંગીતકારો ખૂબ જ થાકી ગયા હતા. ત્યારે રફીએ પાંચ ગીતો હારમોનિયમની મદદથી ગાયા. બાદમાં રાષ્ટ્રીય ગીત ગાયું.[૬૧]
 • પહેલાના સમયમાં ફિલ્મફેર માત્ર સર્વશ્રેષ્ઠ ગાયકને જ અપાતો ( પુરુષ કે સ્ત્રી ગાયકમાં કોઈ ભેદ નહતો રખાતો) રફીએ તે છ વખત જીત્યો.[૬૨]

પુરસ્કારો

માનદ

 • 1948 – ભારતની આઝાદીના પ્રથમ વર્ષ નિમિતે ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુના હસ્તે રજત ચંદ્રક એનાયત થયો.[૧૧]
 • 1967 – ભારત સરકાર દ્વારા પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરાયા.
 • 1974 – ફિલ્મ વર્લ્ડ મેગેઝીન દ્વારા સર્વોત્તમ ગાયક તરીકેનો પુરસ્કાર ગીત “ તેરી ગલિયો મે ના રખેંગે કદમ આજ કે બાદ” (હવસ,1974) માટે એનાયત થયો.
 • 2001 – રફીને “સદીના સર્વોત્તમ ગાયક” તરીકેનું સન્માન હિરો હોન્ડા અને સ્ટારડસ્ટ સામાયિક દ્વારા મુંબઈમાં જાન્યુઆરી 7, 2001ના રોજ મળ્યું. રફીને 70 ટકા મતો મળ્યા.

રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર

વિજેતા:

વર્ષ ગીત ફિલ્મ સંગીતકાર ગીતકાર
1957 “જિન્હે નાઝ હૈ હિન્દ પર” પ્યાસા સચિન દેવ બર્મન સાહિર લુધયાનવી
1964[૬૩] “ચાહુંગા મૈં તુઝે” દોસ્તી લક્ષ્મીકાંત-પ્યારેલાલ મજરૂહ સુલ્તાનપુરી
1966[૬૩] “બહારો ફૂલ બરસાઓ” સુરજ શંકર જયકિશન શૈલેન્દ્ર
1967[૬૪][૬૫] “બાબુલ કી દુઆએં “ નિલ કમલ બોમ્બે રવિ સાહિર લુધયાનવી
1977[૯] “ક્યા હુઆ તેરા વાદા” હમ કિસીસે કમ નહીં રાહુલ દેવ બર્મન મજરૂહ સુલ્તાનપુરી

Filmfare Awards[૬૬]

વિજેતા

વર્ષ ગીત ફિલ્મ સંગીતકાર ગીતકાર
1960 “ચૌદવી કા ચાંદ હો” ચૌદવી કા ચાંદ બોમ્બે રવિ શકીલ બદાયુનિ
1961 “તેરી પ્યારી પ્યારી સુરત કો” સસુરાલ શંકર જયકિશન શૈલેન્દ્ર
1964 “ચાહુંગા મૈં તુઝે” દોસ્તી લક્ષ્મીકાંત-પ્યારેલાલ મજરૂહ સુલ્તાનપુરી
1966 “બહારો ફૂલ બરસાઓ” સુરજ શંકર જયકિશન શૈલેન્દ્ર
1968 “દિલ કે ઝરોખે મેં” બ્રહ્મચારી શંકર જયકિશન શૈલેન્દ્ર
1977 “ક્યા હુઆ તેરા વાદા” હમ કિસીસે કમ નહીં રાહુલ દેવ બર્મન મજરૂહ સુલ્તાનપુરી

નામાંકન થયેલા :[૬૬]

વર્ષ ગીત ફિલ્મ સંગીતકાર ગીતકાર
1961 “હુસ્નવાલે તેરા જવાબ નહીં” ઘરાના બોમ્બે રવિ શકિલ બદાયુનિ
1962 “એય ગુલબદન એય ગુલબદન” પ્રોફેસર શંકર જયકિશન શૈલેન્દ્ર
1963 “મેરે મહેબૂબ તુઝે” મેરે મહેબૂબ નૌશાદ શકીલ બદાયુનિ
1965 “છૂ લેને દો નાજૂક હોઠો કો” કાજલ બોમ્બે રવિ સાહિર લુધયાનવી
1968 “મે ગાઉ તુમ સો જાઓ” બ્રહ્મચારી શંકર જયકિશન શૈલેન્દ્ર
1969 “બડી મસ્તાની હૈ” જીને કી રાહ લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદ બક્ષી
1970 “ખિલોના જાન કર “ ખિલોના લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદ બક્ષી
1973 “હમ કો તો જાન સે પ્યારી” નૈના શંકર જયકિશન હસરત જયપુરી
1974 “અચ્છા હિ હુઆ દિલ તુટ ગયા” મા બહેન ઔર બીવી શારદા કમર જલાલાબાદી, વેદપાલ વર્મા
1977 “પરદા હૈ પરદા “ અમર અકબર એન્થની લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદ બક્ષી
1978 “આદમી મુસાફિર હૈ “ અપનાપન લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદબક્ષી
1979 “ચલો રે ડોલી ઉઠાઓ કહાર” જાની દુશ્મન લક્ષ્મીકાંત-પ્યારેલાલ વર્મા મલિક
1980 “મેરે દોસ્ત કિસ્સા યે” દોસ્તાના લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદબક્ષી
1980 “દર્દ-એ-દિલ દર્દ-એ-જિગર “ કર્ઝ લક્ષ્મીકાંત-પ્યારેલાલ આનંદબક્ષી
1980 “મૈને પૂછા ચાંદ સે” અબદુલ્લાહ રાહુલ દેવ બર્મન આનંદબક્ષી

બંગાલ ફિલ્મ જર્નાલિસ્ટ અસોસિએશન અવોર્ડ

વિજેતા

વર્ષ ફિલ્મ સંગીતકાર ગીતકાર
1957 તુમસા નહિ દેખા ઓ. પી. નૈયર મજરૂહ સુલ્તાનપુરી
1965[૬૭] દોસ્તી લક્ષ્મીકાંત-પ્યારેલાલ મજરૂહ સુલ્તાનપુરી
1966[૬૮] આરઝૂ શંકર જયકિશન હસરત જયપુરી

 

5 responses to “શ્રી મોહ્મ્મદ રફી સાહેબનું જીવન કવન

 1. Hatim August 14, 2016 at 11:17 PM

  અકદમ સરસ રફી સાહેબની ગીત સંગીત જીંવન સ્ટોરી આપયે ઘણીમહેનત કપી લખી..ઘન્યવાદ

  Liked by 1 person

 2. Vinod R. Patel August 13, 2016 at 11:44 PM

  એક જમાનાના મશહુર ગાયક સ્વ.રફી સાહેબ વિષે ઘણી નવી માહિતી આ સરસ સંપાદિત લેખમાંથી જાણી.

  સ્વ.રફી સાહેબ અંગત જીવનમાં કોઈ વ્યસન વિનાના પાક મુસલમાન હતા એ જાણીને એમના તરફ વધુ માન ઉપજ્યું.

  લગભગ ભુલાઈ ગયેલ એક શ્રેષ્ઠ ગાયકને યાદ કરી એમની જીવન ઝરમર રજુ કરવા માટે ધન્યવાદ .

  Like

 3. મનસુખલાલ ગાંધી August 11, 2016 at 5:46 PM

  બહુ સુંદર પરિચય આપ્યો છે. બહુ મજા આવી.

  Liked by 1 person

 4. pragnaju August 9, 2016 at 9:28 PM

  ખૂબ મહેનતથી અભ્યાસપૂર્ણ લેખ માની આનંદ
  ડોક્યુમેંટરી મઝાની
  તેમનું તુમ મુઝે યું ભૂલા ન પાઓગે. ગીતના શબ્દો રફી સાહેબ માટે સાચા ઠરે છે. રફી સાહેબને આપણી વચ્ચેથી વિદાય લીધે ૩૫ જેટલા વર્ષો થયા પણ આપણા હ્રુદયમા હજુ રાજ કરે છે તેમના ગીતોની યુ ટ્યુબ થી પૂર્તિ કરું….
  Best of Mohammad Rafi Hit Songs – Jukebox Collection … – YouTube
  Video for youtube all about mohammad rafi▶ 1:10:46

  Oct 7, 2013 – Uploaded by Bollywood Classics
  An ultimate collection of best Mohammed Rafi songs! … i like That we live on earth its our home of living we all …
  Best of Mohammad Rafi Songs {HD} – Jukebox 1 – Mohd … – YouTube
  Video for youtube all about mohammad rafi▶ 1:23:54

  Dec 21, 2012 – Uploaded by Filmi Gaane
  32 years after his death, Mohammad Rafi is still considered by many to be the most prolific singer of all time …

  Liked by 1 person

 5. Vimala Gohil August 9, 2016 at 4:46 PM

  No comment, only thanks,thanks and thanks………………..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: