‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’

‘અભીવ્યક્તી’

ડૅડ, વૉટ ઈઝ ધીસ?

–દેવીકા ધ્રુવ

અષાઢથી આસોના દીવસો શરુ થાય છે એની સાથે તહેવારોના દમ્ભી, ખર્ચાળ ઉત્સવો અને મન્દીરોમાં દેખાદેખી પથરાતા સહસ્ર ભોજનોના થાળ નજર સામે આવે છે. મુળ સાચા ભાવ પર કેવા ખોટા થરોની લીલ બાઝી ગઈ છે અને જનતા સ્વેચ્છાએ આંખો પર પટ્ટી બાંધીને ફરી રહી છે. મને તો લાગે છે કે માણસ ભુલો પડ્યો છે.

ખાસ કરીને ઠેકઠેકાણે ધર્મ વીશે, ખોટા રીતરીવાજો વીશે, ચોઘડીયાં જોઈને કામ કરવા બાબતે, સ્વર્ગ-નર્ક અને ગયા જનમનાં પાપો અંગેનો સદીઓ જુનો સંકુચીત, ચીલાચાલુ આંધળો અભીગમ, હજી આજે પણ જાણે ભયને કારણે વીશ્વમાં ઠેર ઠેર ચાલુ જ રહ્યો છે. આંધળી શ્રદ્ધાએ ધર્મની સાથે સમાજને અને પોતાની જાતને પણ મોટું નુકસાન પહોંચાડ્યું છે.

ખરેખર તો ધર્મ કોને કહેવાય તે જ જાણવાની જરુર છે. હું તો એટલે સુધી કહીશ કે જાણવાની નહીં; માત્ર આંખ ખુલ્લી રાખીને જોવાની જ જરુર છે. દુનીયામાં અને કુદરતમાં પ્રકૃતીના કોઈ પણ ભાગના કોઈપણ પદાર્થને જુઓ. ગેરંટી સાથે કહું છું કે, ચોક્કસ સમજાઈ જશે કે ધર્મ શું છે. આપણી…

View original post 956 more words

3 responses to “‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’

 1. Sharad Shah August 14, 2016 at 2:45 AM

  દેવિકાબેન, લેખ અને વિષયને ન્યાય અપાયો છે. અને સુંદર રજુઆત છે. ગોવિંદભાઈના બ્લોગ અભિવ્યક્તિ પર મને લગભગ બેન્ડ કરેલો છે, એટલે ત્યાં જવાનુ બંધ કરેલ છે. વરસો પછી ાભિવ્યક્તિ બ્લોગની મુલાકાત લીધી અને તે પણ પ્રવિણભાઈએ લીંક આપેલ તેથી જ. અંધશ્રધ્ધા નાબુદી અને પંડિત પુરોહિતો અને ધર્મના ઠેકેદારોની જાળમાં લોકો ન ફસાય તેવા શુભ આશય સાથે શરુ કરવામાં આવેલ રેશનાલીઝમની પ્રવૃત્તિ સ્વયં પડિતાઈની જાળમાં ફસાયેલી અને તેમને પાયાની ભુલો કરતા જોઊં ત્યારે દુખ થાય અને વારંવાર તેમની ભુલો પરત્વે આંગળી ચીંધુ, જે ઘણા બધા રેશનાલીસ્ટોને કાળજાના ઘા જેવું લાગે અને તેઓ મને રેશનાલીસ્ટોનો વિરોધી અને બુધ્ધીવગરનો સમજે છે. કોઈ શું સમજે છે તેનુ મને કોઈ દુખ નથી. જેની જેવી મતિ તેની તેવી ગતિ. હમણા જ વેબગુર્જરી પર શ્રી કોશોરભાઈ ઠાકોરનો એક લેખ મુકાયેલ “ધાર્મિક કટ્ટરતા તેમજ રેશનાલીઝમમાં ધર્મગ્રંથોનો ફાળો” અને તે લેખ અંગે ઘણી ચર્ચા થઈ છે. કદાચ આપે વાંચેલ પણ હોય. ન વાંચેલ હોય તો વાંચશો કદાચ વિષયને એક નવી દૃષ્ટિથી જોઈ શકશો.

  Liked by 1 person

 2. Devika Dhruva August 12, 2016 at 11:19 PM

  Thank you, Pravinbhai.

  Liked by 1 person

 3. ગોવીન્દ મારુ August 12, 2016 at 8:50 PM

  વહાલા પ્રવીણભાઈ,
  ‘ડૅડ, વૉટ ઈઝ ધીસ ?’ લેખને આપના બ્લોગ પર ‘રીબ્લોગીંગ’ કરવા બદલ ખુબ ખુબ આભાર..
  ..ગો. મારુ..

  Liked by 1 person

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: