ફેસબુક પરની મારી મિત્ર ગોરા ત્રિવેદીની વિચારવા જેવી પોસ્ટ

ફેસબુક પરની મારી મિત્ર ગોરા ત્રિવેદીની વિચારવા જેવી  પોસ્ટ

****

પણ આગળ વાંચો તે પહેલા જરા મિસ ત્રિવેદીને ઓળખી લો.

GoraTrivedi

Lecturer, free lance columnist, writer, social activist!

ગોરાનો લેખ

આ પીક લંડનથી એક ફ્રેન્ડ એ વોટ્સએપ પર મોકલ્યું !! પહેલા તો મજાક જેવું લાગ્યું પણ ૧૦ સેકન્ડ પછી થયું બહુ સાચ્ચી વાત છે! કેટલાય ઘરોમાં આ બાબત પર જગડો-બોલા ચાલી થતી જ હશે. પછી… ફ્લેશબેક માર્યો…

ઓગસ્ટના પહેલા બે અઠવાડિયા ‘મહિલા સશક્તિકરણ’ પખવાડીયા તરીકે ઉજવાય છે. દર એકાંતરે અને એક બે દિવસ તો દિવસ ૨-૩ લેકચર આપ્યા. અલગ અલગ સ્ટ્રીમની કોલેજ ગર્લ્સને મળી. છેલ્લા બે વર્ષથી આ વિષય પર રાજકોટની વિવિધ કોલેજ્સમાં ઘણું કહી ચુકી છું.

ગર્લ્સને કંઈ પણ સમજાવીએ તો સામે કહે કે ‘અમને આમ નહીં; બોયસને આમ સમજાવો’ જેમ કે ‘અમને પૂરતા કપડા પહેરવા નહીં; બોયસને અમને આ રીતે સ્વીકારીને પણ માન આપતા શીખવો’ સાચ્ચી વાત છે અને એમ થઇ શકે તો સારું જ છે પણ એમ નથી થઇ શકતું તો શું કરીશું??

ચાલો! કોલેજ ગર્લ્સનું તો સમજ્યા ઉંમર જ એવી હોય છે કે કોઈનું કંઈ સાંભળવું કે માનવું ના ગમે પણ મેચ્યોર [ !!!! ] ઉંમરમાં મેચ્યોર ગર્લ્સ કે સ્ત્રીઓ [આધેડની પણ] આ જ પરિસ્થિતિ છે. લોકોને ડરાવી દે તેવા કપડા પહેર્યા હોય. આપણા દેશની સામન્ય સ્ત્રીઓની ફિગર એટલી સારી હોતી જ નથી કે તમામ વેસ્ટર્ન આઉટફીટસ સારા લાગે… પણ ઠપકારે જાય!! ઇવનિંગ ગાઉન [બ્રીટીશ સ્ટાઇલ, બોડી ફીટેડ] ખુબ સારું જાળવણી વાળું શરીર હોય તો જ શોભે પણ આપણા સમાજની સ્ત્રીઓ એવા અદોદરા શરીર સહીત આવા ગાઉનમાં ઘુસી ગઈ હોય કે ચીરીને જ બહાર નીકળી શકાય…. !!!

કર્લી હેરને ઈસ્ત્રી [સ્ટ્રેઈટનીંગ] કરીને સટ્રેઈટ કરવાના, સટ્રેઈટ હેર હોઈ તો ગરમ સળીયાથી કર્લી કરવાના.. ઓઈલી સ્કીન હોય તો ખીલ થતા હોય એટલે ડ્રાય થાય તેવા ફેસવોસ વાપરવાના, ડ્રાય સ્કીન હોય તો રીન્કલસ વધુ થાય એટલે ઓઈલી રહે તેવા ક્રીમ વાપરવાના… જે હોય તેનાથી ખુશ નહીં રહેવાનું… સતત વધુ સારા દેખાવા કૈંક કરતા રહેવાનું!!

શા માટે?? એડવાન્સ દેખાવા માટે આવા અખતરા શા માટે કરવાના?? આપણું ભણતર, આવડત, હોશિયારી, આપણું કામ, સમાજમાં આપણું સ્થાન, નામ જ એટલા મોટા ના કરીએ કે લોકોએ આપણી નોંધ લેવી જ પડે?? આ દીકરીઓને – બહેનોને કઈ રીતે ‘સશક્તિકરણ’ ની સાચ્ચી વ્યાખ્યા સમજાવવી?? તમારા ઘરની બહેન દીકરીને થોડા કડવા થઇને પણ તમે જ કહોને કે ‘આ કપડા નથી સારા લાગતા’! ઘરની – જીવનની સ્ત્રીઓને જેવી છે તેવી ચાહો! નાચવાકુદવાવાળી હિરોઈનસ સાથે ના સરખાવો… માન આપો અને માન કમાતા શીખવો!

‘મહિલા સશક્તિકરણ’ પ્રકરણ… ક્રમશઃ…. ઓન ડીમાન્ડ ઓન્લી

Advertisements

15 ટિપ્પણીઓ (+add yours?)

 1. Tushar Bhatt
  ઓગસ્ટ 20, 2016 @ 06:49:42

  Western streeo pan dodali hoy to western outfits paherej chhe..!E pan etlu j behudu lage chhe.Emne aa badhu kon samjavshe?!

  Liked by 1 person

  જવાબ આપો

 2. mhthaker
  ઓગસ્ટ 20, 2016 @ 11:26:09

  Gora trivedi bahen ,
  Writes very true – that we should dress as per our structure and more so she said instead of being beauty preduce oriented we should develop our skill and inner qualities which makes your personality beautiful.

  Liked by 1 person

  જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  ઓગસ્ટ 20, 2016 @ 20:17:49

  ગોરાબેનનો બહુ સરસ લેખ છે ..સમયસરનો પણ છે,.કાર્ટુન તો લાજવાબ છે…પણ……..

  આજની કોલેજ છોકરીઓ તો બ્રાની પટ્ટી અને પેન્ટમાંથી ચડ્ડી દેખાય, લો કટ ડ્રેસ અને સાડી હોય તો દુંટી દેખાવી જોઈએ તેને ખાસ ફેશન માને છે…નાડીવાલા પેન્ટ પહેરે અને નાડી તો ઝુલતી દેખાવીજ જોઈએ…છોકરાઓના શોર્ટસ (હાફ પેન્ટ) લાંબા થતા ગયા અને છોકરીઓના (હાફ પેન્ટ) શોર્ટસ નાના ને નાના થતાં ગયાં….!!! જીન્સના પેન્ટ હવે તો એકદમ જાંગ સુધી મોટા બાકોરાવાળા ફાડી ફાડીને, પહેરનાર, તેઓને આ લેખની સલાહ તો નહીંજ ગમે.

  Liked by 1 person

  જવાબ આપો

 4. Bharat Mehta.
  ઓગસ્ટ 21, 2016 @ 04:01:02

  આ ગોરા બહેનનુ નામ મેં અગાવ પ્રવિણભાઈ શાસ્ત્રી પાસેથી શાંભળેલુ, અને આજે પહેલી વાર એમના….ગોરા ત્રિવેદીના…..લખાણ ઉપર નજર ફેરવી, મને રસ પડ્યો એ તેમણે લખાણે લીધેલા વિષયને કારણે નહી, પણ તેમની શૈક્ષણિક લાયકાતમાં એક આઈટમ છે….ડોક્ટરેટ ઑફ ફિલોસોફીની……હા…..ફિલોસોફી મારા રસનો વિષય છે તેથી તેમના લખાણમા ફિલોસોફીની ઝલક જોવા મથ્યો…..પણ…..જે મળ્યુ તે ચીલાચાલુ….ઓર્થોડોક્સ. કોઈ બહેતરીન અર્થઘટન કે નવી નૈતિકતા….અથવા ફિલોસોફીકલ વિઝન જોવા મળતુ નથી.

  સ્ત્રીઓએ કેવા વસ્ત્રો પહેરવા જોઈએ ? એના ઉપર ઉપદેશીયુ લખાણ…..આંનંદ આપતુ નથી, ફિલોસોફી જેવો બૌદ્વિક રીતે વજનદાર શબ્દ લાયકાતના પક્ષે હોય ત્યારે ? સ્ત્રી શક્તિકરણની વાત કરવા કરતા સંસ્કૃતિ….ફિલોસોફીકલ ક્રિએશન ….. ઉપર કંઈક લખાયુ હોતે તો ?

  જો આ ગોરા બહેન ત્રિવેદી…..ખરેખર ફિલોસોફીને સમજવા ચાહતા હોય તો…..કોઈક એમને સંદેશો પાઠવે…..તેઓએ મારા લખાણો વાંચવા જોઈએ……ભારતીયોને જરૂર છે, ફિલોસોફીની પ્રતિભા ધરાવતા લેખકોના લખાણની…..કારણકે ભારતવર્ષ ઘણા યુગોથી ફિલોસોફી વીનાનુ ઘરડુ…નીસ્તેજ…..રહ્યુ છે !

  ભારતના સાધુ-સંતોએ ભારતીયોના જીવનમા પાનખરને કાયમી બનાવી દીધી છે !

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 21, 2016 @ 13:07:29

   ભરતભાઈ ગોરાબેન બહુલક્ષી પ્રતિભા ધરાવનાર વિદ્વાન યુવતિ છે. એ જૂદી જૂદી કક્ષાની બહેનો સાથે તેમના લેવલની વાત કરીને પોતાનો સંદેશો પહોંચાડે છે. એમનો ખરો વિષય તો છે “લો” ખૂબ જ નાની ઉમ્મરમાં કાયદાની ઉચ્ચતમ પદવી મેળવી છે. ભારેખમ વાત કે ભાષાકિય દંભ વગર સરળ અને સ્પષ્ટ વાત કરવાને ટેવાયલી છે.

   Like

   જવાબ આપો

 5. vimla hirpara
  ઓગસ્ટ 23, 2016 @ 10:37:18

  વિમલા હિરપારા મારી સમજ પ્રમાણે વસ્ત્રોનો મુળભુત હેતુ તો બહારના વિષમ વાતાવરણથી શરીરનુ રક્ષણ કરવાનુ. એટલે જ વાતાવરણ પ્રમાણે વસ્ત્રોની વિવિધતા જોવા મળે છે. સૌરાષ્ટ ગિરને રાજસ્થાનમા ગરમીમાં અનુકુળ એવો પોશાક પહેરાતો મે જોયો છે. કોઇને ઉઘાડો કે અર્ધનગ્ન કે અસભ્ય નહોતો લાગતો. આજે પણ એમેઝોનના એવા દુર્ગમ વિસ્તારો મા ને સભ્ય સમાજથી અલિપ્ત આદિવાસી લગભગ નહિવત વસ્ત્રોમા ફરે છે,છતા બળાત્કાર કે છેડતી જેવા ગુના નથી થતા. જયારે આવા ટુંકા વસ્ત્રો પહેરીને યુવાન સ્ત્રી નીકળે એનો આંતરિક હેતુતો વિજાતીય વ્યકિતનુ ધ્યાન ખેચવાનો હોય છે. પોતાના દેખાવ પ્રત્યે એ સભાન હોય છે.વાસના આંખોમા હોય છે.વસ્ત્રોમા નહી.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 23, 2016 @ 12:57:49

   વિમલાબેન આપે ખૂબ જ સરસ વાય કરી. વાસના આંખોમાં છે, વસ્ત્રોમાં નહિ. એક સનાતન સત્ય છે. પુરુષ અજાણી યુવતીને જ્યારે જૂએ છે ત્યારે એની પહેલી નજર ચકેરા પર અને બીજી નજર છાતીના ઉભાર પર પડે છે. પછી એ મહિલાએ ગમે તેટલા કવરિંગ વસ્ત્રો પહેર્યા હોય. જ્યારે પોતાની માં બહેન કે દીકરીની વાત આવે ત્યારે નહર ઢળી જાય છે. જે પ્રમાણે ગીર, રાજસ્થાન, કે એમેઝોનમાં એકવાર નજર ટેવાઈ જાય તો નગ્નતા કે અર્ધનગ્નતા નથી લાગતી તે જ પ્રમાણે વેસ્ટર્ન વર્ડમાં સ્વિમિંગ પૂલ કે બીચ પર કુટુંબ સાથે સ્વિમડ્રેસમાં કશું અજૂગતું નથી લાગતું. આપની વાત પ્રમાણે વાસના કે વિકાર આંખોમાં જ છે.

   Like

   જવાબ આપો

  • મનસુખલાલ ગાંધી
   ઓગસ્ટ 23, 2016 @ 18:39:16

   વિમલાબેન,
   આપની વાત બરાબર છે. સ્ત્રીઓએ કયા અને કેવા અને કેટલા વસ્ત્રો પહેરવા તે એની મરજીની વાત છે. સૌરાષ્ટ્રના ગામડામાં કોળી, આહીર, ભરવાડ, મેર વગેરે જાતિની સ્ત્રીઓ વર્ષોથી બેકલેસ ચોલી અને દુંટીથી નીચે લુંગી જેવું “કાપડું” પહેરે છે, લાજ તો એઓ કોઈ કાઢતુંજ નથી પણ, એમાં કોઈને વાસના નથી દેખાતી,,,તમે લખો છો તેમ બધી સ્ત્રીઓ નથી પહેરતી પણ જે પણ સ્ત્રીઓ ટુંકા વસ્ત્રો કે સેક્સી વસ્ત્રો પહેરીને બહાર નીકળે છે, તે તેઓને તો દેખાતા નથી, માત્ર અને માત્ર બીજાને બતાવવા માટેજ પહેરતી હોય છે, કેમકે એજ વસ્ત્રો તેઓ હંમેશા નથી પહેરતાં., હવે તેમાં “બીજાઓમાં’ તો “પુરુષો” પણ આવી જાય, અને દરેક “પુરુષ” ખરાબ દૃષ્ટિનો નથી હોતો, હા જુએ દરેક, ગમે પણ ખરું…હવે તેમાં કોઈ અવળચંડો કે લબાડ કે મવાલી પણ હોઈ શકે છે, અને સ્ત્રીઓ પણ જાણતી હોય છે કે તેમના ડ્રેસ સ્ત્રીઓ તો જુએ છે સાથે સાથે “પુરુષો” પણ જુએ છે….અને કોઈક કોમેન્ટ પણ કરશે, સીસોટીયે વગાડે…એટલે આવા વસ્ત્રો માત્ર લબાડ લોકોનેજ આમંત્રણ આપે છે અને આવા લોકો તો ગમે તેવા વસ્ત્રોવાળીને જોઈને સીસોટી વગાડશે, સેક્સી વસ્ત્રો જોઈને આવા લબાડોને વધારે ઉત્તેજન મળે છે, એટલે બધા પુરુષો આવા નથી હોતા, સમાજમાં બહુ થોડા હોય છે અને તેઓજ આખા સમાજને બદનામ કરે છે..

   Liked by 1 person

   જવાબ આપો

 6. vimla hirpara
  ઓગસ્ટ 24, 2016 @ 10:25:14

  વિમલા હિરપારા વસ્ત્રોથી યોગ્યતા કે અયોગ્યતા સાથે એક સામાજિક વલણ એ જોવા મળે છે કે શાળાના યુનિફોર્મથી માંડીને રમતગમત ક્ષેત્રે મહિલા ખેલાડી ને પુરુષખેલાડી વચ્ચેના પોષાકનો તફાવત જુવો. હમણા જ ઓલિમ્પિક ગઇ. તમે જોયુ હશૈ. એ જ પ્રમાણે આઇસ ડાન્સ કે એવી હરિફાઇમા સ્ત્રી વસ્ત્રો જુઓ. અરે સ્ટોરોમા નાના છોકરા છોકરીના કપડા જુઓ, તમને સમજાઇ જશે કે કપડા માત્રરક્ષણ માટે જ નહિ પણ પ્રદર્શન માટે હોય એવુ લાગે. નાદાન ને મવાલી લોકોમા આવી વૃતિ જાગે ને એનો ભોગ ઘણી વખત કુમળી કળીજેવી નાની બાળા બની જાય ખેર, આતો મારુ માનવુ છે. એ જ વિમલા હિરપારા

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 24, 2016 @ 11:07:11

   અંગ પ્રદર્શન એ દશ વર્ષ થી માંડીને ૨૪ વર્ષ સૂધી રહે એ છોકરી કે યુવતી માટે સાહજિક છે. માત્ર સમય અને સ્થળ માટે સતર્ક રહેવું જરૂરી છે.

   Like

   જવાબ આપો

 7. aataawaani
  સપ્ટેમ્બર 03, 2016 @ 01:24:59

  વર્ષો પહેલાં સ્ત્રી જાતિએ ઘણું વેઠ્યું છે . એની આ જમાનામાં દાઝ કાઢે છે . જય હો સ્ત્રી શક્તિ

  Liked by 1 person

  જવાબ આપો

 8. aataawaani
  સપ્ટેમ્બર 03, 2016 @ 16:25:13

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  જુનિયર આતાનો વિડિઓ હું “આતાવાણીમાં ” નથી મૂકી શક્યો . ફક્ત ફોટોઝ મુક્યો છે . તમે અથવા સુરેશ ભાઈ મારા બ્લોગમાં કે તમારા બ્લોગમાં મુકો તો મિત્રો જોઈ શકે .

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: