કાવ્ય ગુંજન ૪૧

ફેસબુક પરથી ઉઠાવેલા આત્મીય મિત્રોની સુંદર કાવ્ય રચનાઓ.

Asmita

Asmita Atul Shah

 

August 9 at 2:19pm ·

સ્મરણ ની આછી ભીની પછી લઇ
તારું એક ચિત્ર દોરું,મનોભાવો નાં રંગ પુરું,
તારા સ્પર્શનો અછડતો સ્પર્શ પામું,

સ્પર્શ ને આકાર, રંગ, ગંધ, સુગંધ,સરનામું હોય?
ફૂલોને વસંત નું સરનામું આપું,પ્રણય ને પુષ્પ નું,

તારા સ્પર્શને કોનું સરનામું આપું ?
દેહનું, મનનું, કે ઉઠતા સ્પંદન નું…,

ઉઠતા સ્પંદન ને મારા રગેરગ માં વાવું,
કે જેથી રગેરગ માં વસંત વણાઈ જાય,
મન મારું નર્તન કરે,ને કોયલ કરે ટહુકાર,

સ્મૃતિપટ પર ઉદભવેલી તારી આકૃતિ,
સળવળ થઇ મારા મનની કરચલી તોડે,
મૃત ઉભેલા પેલા વૃક્ષમાં વસંત ફેલાઈ રહે,
નવજાત પારિજાત ની જેમ..,

તુ કૃષ્ણ ને હું સત્યભામા બની રહીએ..
સ્વર્ગ થી ઉતરેલી આ બેનમુન ભેટ ને હું ઉછેરી રહું,
મનમંદિર માં દેવતા સમક્ષ.

અસ્મિતા

પારિજાત

Rachana

રચના ઉપાધ્યાય કમરાટા.

ક્યાં હતા?

આજે આપણે ક્યાં હતા?
હતા સાથે પણ ક્યાં હતા?
જો કેવી કેવી બને ઘટના
વિચાર્યે તો લાગે ક્યાં હતા?
ઋતુ બદલાય ને અર્થ વેળા
ચાલીયે આજમાં પણ ક્યાં હતા?
રોકાવું છે તો અહીં છે ઈચ્છા
તંદ્રા તૂટી ત્યારે ક્યાં હતા?
પૂછીએ, યાદ છે હતા ભેળા?
તોયે એક બીજાનાં ક્યાં હતા?
ઘેન છે શ્વાસોની હારમાળામાં
રચના જિંદગી મરણ ક્યાં હતા?

Question

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: