कर्मयोग-श्री शरद शाह

શરદ શાહ

श्री शरद शाह

કર્મયોગ.

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन ।
मा कर्मफलहेतुर्भुर्मा ते संगोऽस्त्वकर्मणि ।।

गीता

કર્મ શબ્દ સાંભળીયે અને ગીતાનો સ્લોક યાદ આવે, “કર્મણ્ય વાધી કારસ્તે મા ફલેષુ કદાચન” અર્થાત તું કર્મ કર્યે જા અને ફળની આશા ન રાખ.આવું જ બીજું સત્ય કે જે કાંઈ મળે છે તે સર્વે કર્મને આધિન છે.

 

આવા બહુમુલ્ય કૃષ્ણના સંદેશનો પુંજીપતિઓએ અને ધર્મના ઠેકેદારોએ અનર્થ સર્જી ગરીબ પ્રજાનુ શોષણ કર્યે રાખ્યું. કર્મ શબ્દ એટલો બધો ભ્રષ્ટ થઈ ગયો કે આપણે તે બહુમુલ્ય શબ્દને જેમ તેમ ફેંકતાં થઈ ગયા. કોઈ ખેડુત કે મજુર કે અન્ય વ્યવસાયી જો રોજ તેના વ્યવસાય માટે ખુબ પરિશ્રમ કરતો હોય તો આપણે કહીએ કે,” ફલાણા ફલાણા ભાઈ તો કર્મયોગી છે”. આપણને કર્મ શું છે અને યોગ શું છે તેની કોઈ ગતાગમ નથી પણ શબ્દો બધા ઊંચા ઊંચા વાપરીએ. “વચનેષુ કિમ દરિદ્રતા”  એ મુજબ આપણે ઠોકમઠોક કરતા હોઈએ છીએ.

 

આજે સમજીએ ક્રિયા શું છે? કર્મ શું છે? અને કર્મયોગ શું છે?

 

જે કાંઈ યંત્રવત ગતિમાન થાય તે ક્રિયા છે. જેમકે આ રુમમાં પંખો ફરે છે. તો પંખાના ફરવાની ક્રિયા થઈ રહી છે. શરીરમા લોહી ફરે છે તો તે ક્રિયા છે. હું સવારે ઊઠું, દાતણ કરું, ચા નાસ્તો કરું, સ્નાન કરું, કપડા બદલાવું, ઓફિસે જાઊં, ઓફિસ કામ કરું, સાંજે છુટી ઘરે આવું, જમું, પરવારું અને સુઈ જાઊં તો આ બધું રોજના કાર્યક્ર્મ મુજબ યાંત્રીક રીતે ચાલ્યા કરે તે બધી ક્રિયાઓ છે.

 

તો ક્રિયા કર્મ ક્યારે બને? જ્યારે કોઈપણ ક્રિયામાં “હું” કે “કર્તા” ભાવ ભળે, એટલે કે આ કાર્ય મેં કર્યું તેવું જ્યારે લાગે ત્યારે તે કાર્ય કર્મ બને છે. જેવું કાર્ય કર્મ બને તેવું તે બંધનમાં આવી જાય. જેને કર્મના બંધન કહેવાય.

 

રસોઈ બનાવવી તે કાર્ય છે, પણ હું જ્યારે કહું કે,” આ રસોઈ મેં બનાવી” એટલે તે કર્મ બની ગયું અને બંધનમાં આવી ગયું. હવે એ રસોઈને કોઈ વખોડે તો તે મને પીડા આપશે અને જો કોઈ તે રસોઈના વખાણ કરે તો મારો અહમ થોડો ફુલાશે અને મને કરેલાં વખાણ ગમશે. જો એ રસોઈ મેં નહી અને કોઈ અન્યએ બનાવી હશે તો મને તેના વખાણ કે નીદા બહુ સ્પર્શશે નહીં. આમ આપણે જ્યારે કોઈપણ ક્રિયાઓ અહમ ભાવથી કરીએ તેનુ બંધન લાગે અને અને તે ક્રિયા કર્મને આધિન બને.

 

હવે આ કર્મ યોગ ક્યારે બને, તે તપાસીએ. યોગ શબ્દ પણ ભ્રષ્ટ થયેલો શબ્દ છે. કોઈના માટે અંગોને વાંકા ચુંકા વાળવા તે યોગ છે, તો કોઈને માટે ભસ્ત્રીકા પ્રાણાયામ કે સૂર્ય નમસ્કાર, કે શિર્સાસન તે યોગ છે. કોઈને માટે ભેગા થવું તે યોગ છે. હું મારા કોઈ મિત્રને મળું અને કહું કે અમારા બે ભાઈબંધોનો યોગ થયો. કોઈ લગ્ન કરી પતિ-પત્ની બને અને કહે કે લગ્નયોગ થયો. પરંતુ લગ્નથી બે શરીર તો સાથે આવે પરંતુ બન્નેના મન, ભાવ, વિચારોનો ક્યારેય મેળ ન બેસતો હોય. એક જ પથારીમાં દેહતો પડ્યા હોય પરંતુ પુરુષ કોઈ સુંદરીની કલ્પનામાં ખોવાયેલો હોય તો સ્ત્રી કોઈ અન્ય પુરુષના ખયાલમાં રાચતી હોય. આ બધા યોગ નથી.

 

જ્યારે સાચો કર્મયોગી એ જ બની શકે છે જે વર્તમાન કાળમાં જીવતો હોય. જે ન તો ભુતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યની કલ્પનાઓમાં રાચતો હોય પરંતુ જે સામે આ ક્ષણે જે પરિસ્થિતી આવેલ છે તેમાં તેની સંપૂર્ણ હાજરી હોય. એક બાજુ પરિસ્થિતી હાજર છે અને બીજી બાજુ તે હાજર છે જે તે પરિથિતીને રીસ્પોન્સ આપવા. આવો વ્યક્તિ કર્મયોગી છે. મહાવીર, બુધ્ધ, કૃષ્ણ, કબીર કે નાનક કર્મયોગી છે. અને તેઓ જે કાંઈ કરે તે કર્મયોગ છે. પછી ભલે તે ગીત ગાતા હોય, કે યુધ્ધના મેદાનમાં યુધ્ધ કરતા હોય.

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ઓગસ્ટ 28, 2016 @ 09:02:17

  જ્યારે સાચો કર્મયોગી એ જ બની શકે છે જે વર્તમાન કાળમાં જીવતો હોય. જે ન તો ભુતકાળની સ્મૃતિઓમાં કે ભવિષ્યની કલ્પનાઓમાં રાચતો હોય પરંતુ જે સામે આ ક્ષણે જે પરિસ્થિતી આવેલ છે તેમાં તેની સંપૂર્ણ હાજરી હોય. એક બાજુ પરિસ્થિતી હાજર છે અને બીજી બાજુ તે હાજર છે જે તે પરિથિતીને રીસ્પોન્સ આપવા. આવો વ્યક્તિ કર્મયોગી છે.
  ચિતમા મઢી રાખવા જેવી વાત

  ધન્યવાદ મા શરદભાઇ અને પ્રવિણભાઇને

  Liked by 2 people

  જવાબ આપો

 2. kaushik dixit
  ઓગસ્ટ 29, 2016 @ 07:25:52

  “કર્મણ્યે…” થી શરુ થતો શ્લોક “પ્રેમ ” શબ્દની માફક સૌથી વધુ ખોટા સંદર્ભો માટે પ્રયોજાતો રહ્યો છે. કારણ કે તેને એક “isolated” ફિલોસોફી તરીકે ક્વોટ કરવામાં આવે છે. જયારે તેને ગીતાના કર્મયોગની વ્યાખ્યા કરતા અનેક શ્લોકો છે તેની સાથે વાંચવાનો છે. શાબ્દિક અર્થ સંસ્કૃત જાણીએ તો મળી જાય: પણ તાત્વિક અર્થ તો ગુરુ સમજાવે તો જ આપણામાં આવે. પણ ગુરુ એટલે છેતરપીંડી અને દલાલ, એવા સમીકરણો અનેક છીછરા લેખકો અને વક્તાઓ એ વહેતા કર્યા છે: એટલે ગીતની મુલવણી આપણે અન્ય કવિતાઓની જેમ સ્વયં કરવા બેસીએ છીએ, અને આંખનું કાજળ ગળે ઘસીએ છીએ અને પછી કાળું થયાની ફરિયાદ કરીએ છીએ.

  Liked by 2 people

  જવાબ આપો

 3. nabhakashdeep
  ઓગસ્ટ 30, 2016 @ 21:05:50

  ‘ગીતાજી’…પરમ સંદેશનો સાગર..આ.શરદભાઈએ ગુરુકૃપાથી તત્ત્વજ્ઞાનને ઝીલ્યું છે..ને જીવનને દીશા દીધી છે ..એટલે સોંસરવી અભિવ્યક્તિ અનુભવાય છે…મને ખૂબ જ આદર છે. સુશ્રી પ્રજ્ઞાબેન ને શ્રી શરદભાઈ,આ. વિનોદભાઈ, આ.પ્રવિણભાઈ, શ્રી સુરેશભાઈ ને શ્રી દાવડા સાહેબ સાથે શ્રી મહેન્દ્રભાઈ ઠક્કર,પૂ.આતાજી ને આ. લક્ષ્મીકાન્ત…નો યોગ મજાનો છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 2 people

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: