કૌશિક ચિંતન: ૧૨

Kaushi Amin

કૌશિક ચિંતન: ૧૨

મહત્વાકાંક્ષા વિનાનું જીવન રગશિયા ગાડા જેવું છે. રોજેરોજ આવી પડતી જવાબદારીઓમાં જ અટવાયેલા રહીએ છીએ આપણે. આવા વખતે જીવના નિર્ધારિત લક્ષ મનમાં સતત ઢાંકેલા ન રાખ્યાં હોય તો જીવન સાવ એમ જ વીતી જાય છે. મહાપુરુષો, વિશિષ્ટ ક્ષેત્રના અગ્રણીઓ અને સામાન્ય પ્રજાના ભેદ આપણે નરી આંખે પારખી શકીએ શકીએ છીએ. આ પૈકીમાં આપણે ક્યાં છીએ એ સહજ રીતે જ નક્કી જોઈ શકીએ છીએ.

આપણે ક્યાં પહોંચ્યા છીએ તે, જો આપણે પારખી શકીએ તો આપણા નિર્ધારિત લક્ષને પ્રાપ્ત કરવાની પ્રેરણા, પ્રોત્સાહન અને એષણા આપોઆપ સ્ફૂરશે.

પરંતુ એ સાથે આપણે આપણી મર્યાદાઓને પણ જાણવી રહી. દોડવાની ગતિ હરણમાં પણ છે અને ચિત્તામાં પણ. આ બે પૈકી આપણે ક્યાં છીએ તે નક્કી કરવું રહ્યું. આપણી ગતિ સામાન્ય ચાલવાનીજ જો હોય, તો દોડવાની વાત ભૂલી જવી રહી, ને તો પછી હરણ કે ચિત્તાની સરખામણી પણ ક્યાં રહી ? મનના મનોરથ અને મનની આકાંક્ષાઓ લોભની ભેદરેખા સમજવી રહી. સ્વાર્થવૃત્તિ, વાસના, અસંતોષ જેવા કેટલાક પરિણામોને પારખવાં રહ્યાં.

લક્ષપ્રાપ્તિ સુધી પહોંચવામાં અનેક વિટંબણાઓ અને અમર્યાદ પીડાઓને પાર કરવી પડે છે. લક્ષ સહેલાઈથી પ્રાપ્ત થતું નથી. આપણી ઇચ્છાઓની પૂર્તિ સામે આવતાં આ દુઃખ, દર્દ, વિટંબણાઓને પાર કરી જઈએ તો લક્ષ પ્રાપ્તિની અનુભૂતિ અનેરી આહલાદક બની રહે છે. રોમ રોમ આનંદદાયક બની રહે છે.

દૂરનાં અપ્રાપ્ય લક્ષને પામવાની મથામણ કરતા પહેલાં, નજીકનાં હાથવગાં લક્ષને અંકે કરી લઈએ. લક્ષ માર્ગના ચઢાણમાં આ જ તો પગથિયાં છે !

                                                                                      – કૌશિક અમીન

સૌજન્યઃ  જાગૃત જીવન – ગુજરાત દર્પણ ઓદ્સ્ટ ૨૦૧૬  

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ઓગસ્ટ 28, 2016 @ 13:28:54

  દૂરનાં અપ્રાપ્ય લક્ષને પામવાની મથામણ કરતા પહેલાં, નજીકનાં હાથવગાં લક્ષને અંકે કરી લઈએ.
  પ્રેરણાદાયી

  Liked by 2 people

  જવાબ આપો

 2. aataawaani
  ઓગસ્ટ 28, 2016 @ 15:17:16

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  કૌશિક ચિંતન વાંચ્યું . ટૂંકમાં ઘણું સજ્જય એવું હતું . મને ગમ્યું .

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓગસ્ટ 28, 2016 @ 17:54:16

   આતાજી આપ તો ગુજરાત દર્પણમાં અને રેડિયો પર મારા મિત્ર કૌશિક ભાઈને મળ્યા છો. વૈઢાનિક છે, સમાજસેવક છે, પત્રકાર છે અને ખાસતો ઊંડા વિચારક છે.

   Liked by 1 person

   જવાબ આપો

 3. aataawaani
  ઓગસ્ટ 29, 2016 @ 07:11:40

  શ્રી કૌશિક અમીનના રેડીઓ સ્ટેશન ઉપર પણ મને તમે લઇ ગયા હતા . તમારા તરફથી ભાઈ શ્રી કૌશિક અમીન વિષે વધુ જાણવા મળ્યું .

  Liked by 1 person

  જવાબ આપો

 4. nabhakashdeep
  ઓગસ્ટ 30, 2016 @ 20:45:34

  નવયુગમાં જીવન સંવારવા ચીંતન કણિકાઓ મનનીય હોય છે…શ્રી કૌશિકભાઈની વાત ગમી.

  રમેશ પટેલ(આકાશદીપ)

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: