રોલ્સ રોઈસ કચરાગાડી

રોલ્સ રોઈસ કચરાગાડી

P.K.Davda

(શોધખોળ અને સંકલન – પી. કે. દાવડા)

 

રોલ્સ રોઈસ કચરાગાડી૧૯૨૦ ની વાત છે. અલ્વર(રાજસ્થાન)ના મહારાજા જયસિંહ લંડનની મુલાકાતે ગયેલા. એક દિવસ, ફુરસદ હોવાથી, સાદા વસ્ત્રો પહેરી, લંડનમાં લટાર મારવા નીકળેલા. રસ્તામાં રોલ્સ રોઈસ મોટરગાડીઓનો શોરૂમ આવતાં, હાલમાં કયા નવા મોડેલ છે તે જોવા અંદર ગયા. એ જમાનામાં રોલ્સ રોઈસ ગાડીઓ માત્ર રાજા-મહારાજા કે અતિ ધનાઢ્ય લોકો જ ખરીદી શકે એટલી મોંઘી હતી. એક સેલ્સમેને સાદાવસ્ત્રોમાં મહારાજાને જોઈ, આ માણસ શું ખરીદશે સમજી, એમને દરવાજો દેખાડી દીધો.મહારાજાએ હોટેલ ઉપર પાછા આવી પોતાના સ્ટાફના માણસને રોલ્સ રોઈસ શોરૂમમાં ફોન કરી “અલવરના મહારાજા ગાડી ખરીદવા આવે છે’, એમ જણાવવાનું કહ્યું. કંપનીને ફોન મળતાં જ તાબડતોબ લાલ જાજમ બિછાવી મહારાજાને આવકાર આપવાની તૈયારી કરી લીધી. મહારાજા પણ પોતાનો રાજશાહી પોષાક પહેરી શોરૂમમાં પહોંચ્યા. એમણે છ ગાડીઓ પસંદ કરી અને ગાડીઓની કીમત અને અલ્વર પહોંચતી કરવાના ખર્ચા સહિતની રકમ લંડનની એક બેંક મારફત, એક આંકડે ચૂકવી દીધી.


ગાડીઓ અલ્વર આવી પહોંચતાં, મહારાજાએ સ્થાનિક મ્યુનિસિપાલીટીને સોંપી દીધી, અને એનો વિવિધ પ્રકારે કચરાના વહન માટે ઉપયોગ કરવાનો હૂકમ કર્યો. વાત વાયુવેગે દુનિયાભરમાં ફેલાઈ ગઈ. થોડા સમયમાં જ રોલ્સ રોઈસની શાખ એટલી નીચી થઈ ગઈ કે રોલ્સ રોઈસના માલિકોની લોકો મજાક કરવા લાગ્યા કે આ તો કચરા ગાડી છે. કંપનીનું વેચાણ ઘટી ગયું. દરમ્યાનમાં કંપનીને બનેલી ઘટનાની જાણ થઈ ગઈ હતી. એમણે મહારાજાની માફી માંગી, અને છ નવી નક્કોર રોલ્સ રોઈસ મફતમાં આવી, રોલ્સ રોઈસનો કચરાગાડી તરીકૌપયોગ કરવાનું બંધ કરાવ્યું.(શોધખોળ અને સંકલન – પી. કે. દાવડા)

અને હવે જૂઓ ૨૦૧૬ની રોલ્સ રોઇસ કચરાગાડી

https://encrypted-tbn3.gstatic.com/images?q=tbn:ANd9GcS0TCx1wtOBtBoUORNeABMCEjMZ9g5s_YvK6hgJveWAdDaHCTB1

 

 

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. ગોદડિયો ચોરો…
  સપ્ટેમ્બર 07, 2016 @ 18:22:07

  Tress car

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  સપ્ટેમ્બર 07, 2016 @ 20:53:05

  સરસ જાણકારી આપી છે,

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: