” ભારતિય માનસિકતાના બીજ “

” ભારતિય માનસિકતાના બીજ “

अजीब  है की  नही आता हमें हंसके जीना;

न खुशी लुंटाना, न जिंदगीका लुफ्त उठाना.

Sharad.

શરદ શાહ

શરદ શાહની વિચારધારા

 

કાળક્રમે બુધ્ધપુરુષોના વચનો અને શાસ્ત્રોમાં, કેટલાંક ચાલબાજ લોકો પોત્તાની સ્વાર્થ વૃત્તિને પોષવા ફેરફારો કરીને કે આવા વચનોના મનઘડંત અર્થઘટ્ન કરીને અબુધ પ્રજાનુ શોષણ કરે રાખ્યું છે આવા અનેક બહુમુલ્ય ગ્રંથોને (જેવાંકે પતંજલીનુ યોગસુત્ર, શંકરાચાર્યનુ ભજ ગોવિંદમ, શંકરનુ શિવ સુત્ર અને તંત્ર સુત્ર, બુધ્ધનુ ધમ્મપદ. અટાવર્કની મહાગીતા, કૃષ્ણની ગીતા, કબીર વાણી, નાનકનુ જપજી સાહેબ અને બીજા ઘણા બધા)ઓશોએ ફરીથી શુધ્ધ કરી આપણી આજની ભાષામાં સમજાવ્યા છે. કદાચ એ ભગિરથ કાર્ય માટે જ તેમનુ અવતરણ થયું હોય.

OSHO

ઘણીવાર બુધ્ધપુરુષોએ શોધેલાં સત્યોના, નાસમજીને કારણે દુરોગામી પરિણામો ખતરનાક આવે છે અને માનવજાતની પીડાનુ કારણ બને છે.

શંકરાચાર્યએ કહ્યું કે,”જગત મિથ્યા છે અને બ્રહ્મ સત્ય છે.”આ એક કથને, ભારતની પ્રજાની માનસિકતા પર એવો ભરડો લઈ લીધો કે ભારતની પ્રજા આજે વૈશ્વિક સ્પર્ધામાં પાછળ પડી ગઈ. જો જગત જ મિથ્યા છે તો અહી કરેલ બધું જ મિથ્યા છે. પછી વિજ્ઞાન, ટેકનોલોજી અને અન્ય તમામ ક્ષેત્રોમાં કરેલો શ્રમ અને વિકાસ પણ મિથ્યા જ છે. અને આ વાત ભારતિય માનસમાં એવી પકડાઈ ગઈ કે દરેક ક્ષેત્રમા ભારત પછાત બની ગયું. હાલના ઓલમ્પીકના પરિણામો પણ બતાવે છે કે વૈશ્વિક સ્પર્ધામાં ભારતનુ સ્થાન ક્યાં છે.

મહર્ષિ મનુએ અને શ્રી કૃષ્ણએ માનવીની પ્રકૃતિ પ્રમાણે તેનુ ચાર વર્ણ વ્યવસ્થામાં રુપાંતરણ કર્યું. આ ચાર વર્ણ વ્યવસ્થા વ્યક્તિની પ્રકૃતિ, સંસ્કાર, કર્મ આધારિત હતી. જે લોકો જ્ઞાન, વિજ્ઞાન, વિદ્યા, સંશોધનો તરફ અભિમુખ છે તેવા લોકોને બ્રાહ્મણ કહ્યા. જે લોકો વીર, બહાદુર, લડાયક, ન્યાય પ્રકૃત્તિ વાળા છે તેમને ક્ષત્રિય કહ્યા, જે લોકો શાંત પ્રકૃતિ વાળા છે અને જેમનો અભિગમ કળા, કારીગરી, વહેવાર, વહેપાર તરફનો છે તેમને વૈશ્ય કહ્યા. અને જે લોકો બીજાના હક્કનુ છીનવી લેવું, અન્યાય અને અત્યાચાર કરવો તેવી હીન વૃત્તિ ધરાવે છે તેમને ક્ષુદ્ર કહ્યા આમ ચાર વર્ણ વ્યવસ્થાનો તેમને ઉલ્લેખ અને હિમાયત કરી. પરંતુ આ વર્ણ વ્યવસ્થાના મનઘડંત અર્થો કરી અબુધ પ્રજાનુ હજારો વરસો સુધી શોષણ ચાલ્યું અને હજી આજે પણ ચાલે છે.આ શોષણમાં થોડો ઘણો માત્રાભેદ પડ્યો છે પણ સાથે સાથે તે રાજકિય રમત બની જતાં કોમવાદ, જાતિવાદના દુષણમાં ફસાઈ જઈ પ્રજાનુ વધુને વધુ અહિત થઈ રહ્યું છે, જે કોઈને દેખાતુ નથી. શોષિત પ્રજા આજે વોટબેંકની રાજનિતીથી ગ્રસિત થઈ રહી છે અને પરિણામે અનેક લોકો તેમની સાથે વહેવાર કરતા અને સંબંધ બાંધતા ભયભિત બની રહ્યા છે.દલિતનેતાઓ રાજકારણના રંગે રંગાઈ પોતાની ખીચડી પકાવવામાં મસ્ત છે. અને ખેલ ચાલે છે. આનાથી વધુ ભારતનુ દુર્ભાગ્ય બીજું શું હોય?

આવી જ એક ભારતિય સંતોની પરંપરા રહી કે સાધુ, સંતોએ સંસાર છોડી પોતાનો શ્રમ ભિતરના રહસ્યો ખોજવામાં લગાવવો અને ભિતરના રહસ્યો અને જ્ઞાન ઉપાર્જીત થાય તે પ્રજામાં વહેંચવા બદલામાં આમ પ્રજા પાસેથી તેમની લઘુત્તમ જરુરિયાતો જેવી કે ભોજન કપડાં કે મકાન આદીની વ્યવસ્થા સાંસારિક લોકો કરે. આ પ્રથા પાછળ હેતુ એ હતો કે જ્યારે સાધુ-સંતોને પોતાની જરુરિયાતો માટે સંસારિક લોકો પાસે ભિખ માંગવી પડે તેથી તેમનો અહંકાર પણ ઓગળે અને સાધુ-સંતો ને તેમની અધ્યાત્મિક યાત્રામા સહાયક થાય. આ પરંપરા બુધ્ધ અને મહાવીરે પણ ચાલુ રાખી. પરંતુ એક શુભ આશયથી શરુ કરેલ પરંપરાનુ પરિણામ એ આવ્યું કે ભિખ માંગવી તેમાં લોકો ગૌરવ સમજવા માંડ્યા.ભિખ માંગવામાં કોઈ નાનમ નથી તે વાત ભારતિય માનસમાં એટલી ઊંડી ઘર કરી ગઈ છે કે આખો દેશ ભિખારી બની ગયો. રાજકારણીઓએ આ પ્રજાની કમજોરી ને પોતાની વોટ મેળવવાની નિતીના રુપમાં ફેરવી સત્તા હાંસલ કરવાનુ શરુ કર્યું. ખેડુતોના દેવા માફ, લેપટોપ, સાડીઓ, દારુની બાટલીઓ, નાણા, સાયકલ, શ્રમજીવી કીટ, જાત જાતની સબસીડીની ભિખ પ્રજાને આપી વોટ લેવાની રાજનિતી અને અનેક દુષણોએ જન્મ લીધો. પટેલો, જાટ અને બીજી સમૃધ્ધ જાતિઓ પણ હવે અનામતની ભિખ માંગવાની લાઈનમાં ઉભી છે. ધાર્મિક કહેવાતા લોકો પણ મંદિરો, મસ્જીદો, ગુરુદ્વારા કે અન્ય જગ્યાએ જઈ ભગવાન પાસે ભિખ માંગતા થઈ ગયા છે. આપણી પ્રાર્થનાઓ પણ ભિખનો પર્યાય બનેલી છે. એક શુભ આશયથી શરુ થયેલ પરંપરાના દુરોગામી પરિણામો આટલા બધા ખતરનાક આવી શકે છે.

ભિતરના જગતન આવિષ્કારો કરતાં કરતાં આપણે ભુલી ગયા કે બાહરનુ જગત પણ એટલું જ મુલ્યવાન છે. અને બાહરના જગતના આવિષ્કારો જેને વિજ્ઞાન કહીએ તેની અવગણના શરુ થઈ. લોકો ગમે તેટલું ભણે પણ તેમની માનસિકતામાં કોઈ ભેદ નથી થતો. એક મારા મિત્ર પોત્ે ડોક્ટર છે. તેમની સારી પ્રેક્ટિસ ચાલે છે. તેમના ઘરે ગયેલ અને નીકળવાનો સમય થયો એટલે હું જતો હતો અને ત્યાં તેમની દિકરીને છિંક આવી એટલે મને કહે,” જરા બે મિનિટ રોકાઈને નીકળો, છોકરીએ છિંક ખાધી છે.” મેં તેમને કહ્યું કે,” અરે! તમે તો ડોક્ટર છો અને જાણો છો છિંક આવવાનુ કારણ, તો પણ આવા વહેમમાં માનો છો?” તો કહે,” અરે! બે મિનિટ રોકાવામાં શું જાય છે?” અહીં લોકો વિજ્ઞાન તો ભણે છે પણ તેમની માનસિકતા જુઓ તો ખ્યાલ આવે કે તે તો હજી અવૈજ્ઞાનિક જ છે. વિજ્ઞાન ભણવાથી કાંઈ ફરક નથી પડતો જ્યાં સુધી અવૈજ્ઞાનિક માનસિકતા ઘર કરી ગઈ છે. ભારતને જરુર છે આવી બધી માનસિકતામાંથી બહાર નીકળવાની. વાચકોને શું લાગે છે?

Advertisements

13 ટિપ્પણીઓ (+add yours?)

 1. vimla hirpara
  સપ્ટેમ્બર 09, 2016 @ 11:23:46

  સુજ્ઞ શરદભાઇ, ભારતીય માનસિકતા ને ભણતર કે ડીગ્રીને કાઇ લેવાદેવા નથી. ભણવાનો અર્થ માત્ર ગોખીને યેનકેનપ્રકારેણ
  પરીક્ષામાં ઉતમ પરિણામ લાવવુ એટલે કે વધારે માર્ક લાવવા. એમાટે બાધા, આખડી, માનતા, જાત્રા, દેવદેવીઓને થાળ, ભોગ આવી લાલચો ઉપરાંત ટયુશનમા માસ્તરોની કૃપા, પેપર કાઢનાર કે તપાસનાર,કેપરીક્ષાખંડમા સુપરવાઇજરની રહેમનજર.જે વિદ્યાર્થી આ બધાનુ સફળ આયોજન કરીશકે ને સારા માર્ક મેળવી શકે એ હોશીયાર ને સફળ ગણાય. સામે પ્રમાણિક જે માત્રપોતાના જ્ઞાન પર ભરોસો રાખીને પરીક્ષા આપે છેએ વિદ્યાર્થીને ખભે માત્ર વિદ્યાની અર્થી જ રહે છે.સાચા શિક્ષકો અપમાનિત થાય છે ને કયારેક માથાભારે વાલી કે છોકરાઓને મચક ન આપે તો જાનનુ જોખમ પણ ઉભુ થાય છે. હવે
  જો શિક્ષણનો પાયો કે સફળતા જ આવી માનતા ને માન્યતા ને અનીતિ પર આધારિત હોય તો એનુ પરિણામ કલીનીકને દરવાજે લીંબુ લટકતા હોય એવી હાલતમા આવે. આપણુ શિક્ષણ માહિતિ આપે છે પણ જ્ઞાન આપી શકતુ નથી. જે વ્યકિતએ
  મંથન કરીને મેળવવાનુ હોય છે. સાદી વાત છે જેમ કુદરત વરસાદ વરસાવી દેપણ ખેતી તો માણસે જાતે જ કરવી પડે
  એવુ જ કાંઇક જ્ઞાનનુ છે.

  Liked by 2 people

  જવાબ આપો

  • Sharad Shah
   સપ્ટેમ્બર 09, 2016 @ 11:34:56

   વિમલાબેન તમારી વાત સાચી છે. દરેક ક્ષેત્રોમાં ભ્રષ્ટાચાર અને રાજકારણ ઘુસી ગયું છે અને તેના દુષ્પરિણામો આપણે બધા ભોગવી રહ્યા છે. શિક્ષણ ક્ષેત્ર પણ તેનાથી બાકાત નથી જ.

   Liked by 1 person

   જવાબ આપો

  • pravinshastri
   સપ્ટેમ્બર 09, 2016 @ 12:52:17

   ખૂબ સરસ વાત વિમળાબેન. આભાર.

   Like

   જવાબ આપો

  • mcjoshi25
   સપ્ટેમ્બર 09, 2016 @ 22:10:58

   ખુબ સરસ વાત, શરદ જી તથા વિમલા બેન…..
   આપણો દેશ વૈચારિક દરિદ્રતા એવી કેડી પકડી બેઠો છે કે દરેક વ્યક્તિ અન્ય નાં વાણી, વર્તન, આચાર, વિચાર ની બાબત મા વિચરમંદ છે, જ્યારે ખરેખર એ બાબત સમજવા જેવી છે કે જે તેં દેશ ની પ્રજા ખુદ self Analysis or self appraisal કરે અને પછી જ પોતાનો મત જગત સમક્ષ લાવે તેં યોગ્ય છે…. કિન્તુ હાય રે મારો દેશ…..

   Liked by 2 people

   જવાબ આપો

 2. Sharad Shah
  સપ્ટેમ્બર 09, 2016 @ 11:28:20

  ભારતિય માનસિકતામાં બીજી પણ અનેક ગ્રંથીઓ બંધાયેલી છે, જેમકે આ કામ નાનુ/હલકું અને આ કામ મોટું/પ્રતિષ્ઠાવાળું, પુરુષોએ તો ઘરકામ ન જ કરાય, સ્ત્રીઓ તો રસોડા કામમાં કુશળ હોય તો જ તે કુશળ ગણાય, કુળનુ નામ રાખનાર એક પુત્ર તો જોઈએ જ, પુત્ર, પુત્રી કરતા વિશેષ અને વહાલો, ધર્મની બાબતમાં બુધ્ધી ન જ વાપરવી વગેરે વગેરે…. પરંતુ ખુબ લંબાણ ભર્યો લેખ વાચકોની રુચી ભંગ ન કરે તે હેતુથી ટુંકો રાખ્યો છે.

  Liked by 2 people

  જવાબ આપો

 3. pragnaju
  સપ્ટેમ્બર 09, 2016 @ 18:41:46

  ઓશો કહે છે કે હાસ્‍ય કેટલીક ઊર્જા તમારા અંતર – કેન્‍દ્રમાંથી પરીઘ પર લઇ આવે છે. ર્ઊજર્ાૅ હાસ્‍યની પાછળ છાયાની જેમ વહેવા લાગે છે. તમે કદી તેના પર ધ્‍યાન દીધુ? જ્‍યારે તમે વાસ્‍તવમાં હસો છો ત્‍યારેૅ એ થોડી ક્ષણોને માટે તમે એક ગહન ધ્‍યાનપૂર્ણ અવસ્‍થામાં હો છો વિચાર પ્રક્રિયા રોકાય જાય છે. જો તમે વાસ્‍તવમાં હસો તો ર્વિચાર રોકાય જાય છે. હસવાની સાથે સાથે વિચાર કરવો અસંભવિત છે. એ ંબંન્ને વાતો બિલકુલ વિપરીત છે. કાં તો તમે હસી શકો છો , કાં તોલ વિચાર કરી શકો છો. જો તમે વાસ્‍તવમાં હસો તો વિચાર રોકાય છે. જો તમે હજી પણ વિચાર કરતા રહો તો તમારુ હસવું થોથા જેવું અને કમજોર બનશે.તો હાસ્‍ય અપંગ હશે. જ્‍યારે તમે વાસ્‍તવમાં હસો છો તો અચાનક મન વિલીન થઇ જાય છે. જ્‍યાં સુધી હું જાણું છુ. નાચવું અને હસવું સર્વોત્તમ, સ્‍વભાવિક અને સુગમ દ્વાર છે.નિર્વિચારની દશાને માટે હાસ્‍ય એક સુંદર ભૂમિકા બની શકે છે.
  સામાન્ય જનને પણ સમજાય તેવું સાયન્સ

  Liked by 3 people

  જવાબ આપો

 4. harnishjani52012
  સપ્ટેમ્બર 11, 2016 @ 12:23:00

  બહુ સરસ લેખ. શરદભાઈને અને પ્રવિણભાઈને અભિનંદન.

  Liked by 2 people

  જવાબ આપો

 5. Vinod R. Patel
  સપ્ટેમ્બર 12, 2016 @ 00:00:45

  જગત મિથ્યા છે, બધો માયાનો ખેલ છે જેવાં મિથ્યા વચનોથી ઘણા કહેવાતા સ્વામીજીઓ લોકોને ઊંધાં ચશ્માં પહેરાવતા હોય છે.
  અનુભવ આધારિત શરદભાઈનો વિચારણીય લેખ ગમ્યો. ધન્યવાદ.

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   સપ્ટેમ્બર 12, 2016 @ 09:38:31

   શરદભાઈને મળ્યો નથી. પણ એના વ્યક્તિત્વના અનેક પાસાઓની વિવિધતા મને ગમે છે. ઓશોને પચાવ્યા છે. મેં ઓશો આહાર લીધો જ નથી. એ વિચારક છે. મારામાં વિચાર શક્તિ નથી. ઈ-મેઇલ અને એમના ચિંતન માટે આદર છે. ફેસબુક પર અવળચંડા મિત્ર છે.

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: