સવ્વા રૂપિયો

 

kaushik-dixita

મિત્ર શ્રી કૌશિક દીક્ષિતની વાર્તા પ્રસાદી

સવ્વા રૂપિયો

*

nocurruption

“ શાયેબ, હું  દેવાનું સે ઈ કયો તો  ખરા!” મારી  સામે  હાથ જોડીને  ઉભેલો  મેલો-ઘેલો અરજદાર  બોલ્યો.

ત્રણ  દિવસથી તે મારી  પાછળ  પડ્યો હતો. તેને  નાનકડી  હાટડીમાં ચોકલેટ, પીપરમીટ, ખાટીમીઠી ગોળીઓ, છૂટા  બિસ્કીટ વેચવાનું લાયસન્સ  જોઈતું  હતું. તેણે અરજી  કરી હતી, ફી  ભરી  હતી,તપાસણી પણ  થઇ  ગઈ  હતી. બધું  બરાબર  હતું  તેથી મેં  લાયસન્સ  પણ  આપી દીધું  હતું. લાયસન્સ  મળ્યા પછી કોઈ વ્યક્તિ  “ભેટ-સોગાદ” આપવા  આટલું  કરગરે  તે  મારી સમજમાં આવતું  નથી. મને  ચીડ પણ ચડી.  લોકો પ્રમાણિક અધિકારીને  પ્રમાણિક  રહેવા દેતા   નથી અને પછી  લાંચ રૂશ્વતની ફરિયાદ  કરે  છે! મારું  ચાલે  તો….

“ શાયેબ. આપ  કેવા સો ?” મેલો ઘેલો  મારી  વિચાર શ્રુંખલાને તોડતો   બોલ્યો.

“કેવા  એટલે?”  મને  પ્રશ્ન  ગમ્યો  નહિ. એટલે  એ  અણગમાને  અનુરૂપ તોછડાઈ   સાથે  મેં  પ્રશ્નનો   વળતો  ઘા કર્યો.

“ ન્યાતે ! ભરામણ, વાણીયા, પટેલ  કે  ઈતર  કોમ?” તેણે પ્રશ્ન સ્પષ્ટ કર્યો.

“બ્રાહ્મણ, ઔદીચ્ય.” મેં  ક-મને  સ્પષ્ટ   કર્યું.

“તો.. તો.. મારે  આપને કાં’ક  દેવું  જ  જોયે. હું રયો દરબાર. છત્રી(ક્ષત્રિ). ગો-ભરામણ પ્રતિપાળ. એટલે  ભૂ-દેવને તો અમથું ય  દેવું જોયે..પૂન( પૂણ્ય) થાય…”

…અને  એ વાકય સાથે  હું વતનની  પ્રાથમિક  શાળાના મેદાનમાં જઈ પહોંચ્યો. ઉમેદસિંહે મારી પેન્સિલ  લઇ  લીધી  હતી. મારી ને. તેની  દાદાગીરીનો  કોઈ હિસાબ ન હતો. વર્ગના બીજા વિદ્યાર્થીઓ  પણ  તેની અડફટે ચડવાની  હિંમત  કરતા  નહિ. પેન્સિલ  ખોઈ   આવવા બદ્દલ   બા વઢશે તે  ચિંતામાં હું  પિપળા નીચે ઉભો  ઉભો  રડતો  હતો. અને  ત્યાં  મારે  માથે મમતા ભર્યો કોઈ  હાથ  મુકાયો.

“ચ્યમ રડશ ‘લ્યા સો’ડા?” તેણે પૂછ્યું.

ઉમેદસિહે મારી  પેન્સિલ લઇ  લીધી” મેં  ફરિયાદ  કરી. મને  શું  ખબર  કે  એ  ઉમેદસિહની બા  હતી!

“ ..’લ્યા તું  જટાશંકરનો ભનીયો તો નૈ?” ગરીબ  બ્રાહ્મણના દીકરા  ભાનુશંકર ને લોકો એ ‘ભનીયો’ બનાવી દીધો  હતો!

મેં  હકાર સૂચક માથું  ધૂણાવ્યું અને ડૂસકું  મૂક્યું.

અને ઉમેદસિંહની બાએ ઉમેદસિહને બોલાવી ધીબી નાખ્યો. “ અલ્યા, આ ભરામણ ના  સોકરા પાંહેથી લેતા લાજતો નથી?! તું તો છત્રી સે કે કુણ સે? તારો  બાપ આખા  મલકમાં પંડને ગો-ભરામણ પ્રતિપાળ કેવરાવ‘શ ને તું  મારા  રોયા, ભરામણ ને લૂટ ‘શ?”

તે દિવસથી  ઉમેદસિહ માં  જબરું  પરિવર્તન આવ્યું. મને ‘ભૂ-દેવ‘ કહી ને  બોલાવવા  માંડ્યો, મજાકમાં નહિ, માનથી. વાર-તહેવારે મારા માટે લાડુ-મમરા, વઘારેલા  પૌવા, સુખડી ભરેલો નાસ્તાનો  અલાયદો  ડબ્બો લાવતો. અમારી  પરિસ્થિતિ  સારી  નહિ  તેથી  બા મને બપોરના  નાસ્તાનો  ડબ્બો  આપતી  નહી. કો’ક વાર તે  ડબ્બામાંથી નાસ્તા ઉપરાંત સવા રૂપિયો –એક  રૂપિયો  રોકડો  અને પાવલી નીકળતી. શરુ-શરુમાં તો  હું  એ  પૈસા પાછા વાળવાનું કરતો. પણ  ઉમેદસિહ કહેતો  કે “આજે  બાને  અગ્યારશ હતી હતી  તેથી બાએ ડબ્બામાં  મેલ્યા  હશે. બા  કે ’શ કે આપણે છૈ દરબાર –ગો-ભરામણ પ્રતિપાળ. તેથી  ભરામણને  તો  દેવું  જોએ!” ઉમેદસિહની બાની ‘ગો-ભરામણ પ્રતિપાળ’ વાળી  થીયરી હું ઉમેદસિહના  મોઢે ઘણી વાર સાંભળી ચૂક્યો  હતો. પછીતો સવા રૂપિયો ડબ્બામાંથી દર  પૂનમે, અમાસે  અને સોમવારે પણ  નીકળવા  લાગ્યો. તહેવારને  દિવસે ડબ્બામાં પેંડો અને સવા પાંચ રૂપિયા નીકળતા.પૈસા તો   જો  કે  હું  મારી  બા ને  આપી  દેતો.

“શાયેબ-…!” મેલા-ઘેલા અરજદારનું સંબોધન સાંભળી હું વિચારોમાંથી બહાર  આવ્યો. અરજદારના  ચહેરામાં હું  ઉમેદસિહની રેખાઓ  શોધતો   હતો. પાસેના  ઢગલામાં પડેલી  તેની  ફાઈલ કાઢીને જોયું. અરજદાર  તરીકે “ઉમેદસિહ ઉત્તમસિહ ચૌહાણ” લખ્યું હતું. દુકાનનું નામ ‘ વિદ્યા જનરલ સ્ટોર’ હતું. પોતાની બા ની  યાદગીરીમાં-વિદ્યા બાની સ્મૃતિમાં ઉમેદસિહે અ  સ્ટોર  શરુ  કર્યો  હશે  તે  હું  જોઈ  શક્યો.

“શુકલ શાયેબ! આજે  વળી અગ્યારશ હવ  સે, ને  હું  કઈ દીધા વગર  જાઉં  તો બાનો ગુનેગાર  બનું,” એટલું  બોલીને  તેણે તેની  મેલી  ઘેલી  બંડીના ગજવામાંથી પૈસા  ભરેલી પ્લાસ્ટીકની  કોથળી  કાઢી. સો-સો ની નોટોથી  ફાટ-ફાટ થતી  કોથળી! ….મારે  તો  માત્ર  આંકડો   જ પાડવાનો  હતો.

“મારા  કપડા હામે ના  જોશો, શાયેબ!, આપ  જે કયો ઈ  દેવાનું સે! બા કાયમ  કે ‘તી કે અમે છીએ ગો-ભરામણ પ્રતિપાળ!” ઉમેદસિહે ધ્રુવ પંક્તિ ઉચ્ચારી.

“બાનો  આતમા… “ ઉમેદસિહને  ગળે  ડૂમો  બાઝ્યો, તે વાક્ય પૂરું  કરે  કઈ  રીતે?!

સવ્વા રૂપિયો!” બોલી ને મેં  હાથ લાંબો  કર્યો. અને મેં ધરાર  લાંચ  લીધી. બોલો, વાંધો  છે, કોઈ ને ?

Advertisements

19 ટિપ્પણીઓ (+add yours?)

 1. Sharad Shah
  સપ્ટેમ્બર 24, 2016 @ 01:00:08

  ભઈ વાહ “ગો-ભરામણ”.

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  સપ્ટેમ્બર 24, 2016 @ 01:12:35

  બહુ સરસ વાર્તા છે.

  Liked by 1 person

  જવાબ આપો

 3. Manu Naik
  સપ્ટેમ્બર 24, 2016 @ 02:59:39

  like the story. It’s not a bribe, but a kind of feeling, old one. Let the Rabari not take it as a bribe given. Hope not…….

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   સપ્ટેમ્બર 24, 2016 @ 09:28:55

   ક્ષત્રિયએ બ્રાહ્મણને કરેલું દાન અને આજના સમયમાં કામ કરાવવા માટે બ્રાહ્મણે પણ બીજા વર્ણના સાહેબોને આપવી પડતી દક્ષણાને લાંચ કહેવાતી નથી. મનુભાઈ એ તો એમ જ ચાલે.

   Like

   જવાબ આપો

 4. Amrut Hazari.
  સપ્ટેમ્બર 30, 2016 @ 15:09:06

  આ તો લાગણીઓની …હૃદયની…..વાતો હતી….‘મગજની નહિ.‘…..મગજમાંથી નીકળેલી સ્વાર્થની વાત હોય તો તે લાંચ…..હૃદય અને ભાવનાથી થયેલી વાત લાંચ ના કહેવાય…..ઉમેદસિંહની ઉમેદ….(ઉમેદસિહની) માના આત્માને શાંતિ અર્પણ કરવાની ભાવના હતી…..પોતાની જાતને…પોતાના હૃદયને શાંતિ આપવાની સ્વાર્થ વિનાની ભાવના હતી…..અેટલે તો…‘સવા રુપિયો….‘ લાંચ સવામાં..‘નહિ અપાય……લાંચ તો આખા આંકડાની હોય……કૌશિકભાઇ…અેક્ષેલન્ટ સર્જન કર્યુ તમે…ટૂંકુ અને સો ટચનું સોનું….અભિનંદન…..

  અમૃત હઝારી.

  Liked by 1 person

  જવાબ આપો

 5. Kaushik Dixit
  ઓક્ટોબર 08, 2016 @ 13:07:31

  Thank you for your comments, Mansukhbhai, Manubhai,Pravinbhai, and Amrut Hazari ji!

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: