મુકેશ રાવલનો ફેસબુક ગરબો.

MukeshRaval

મુકેશ રાવલ

Anaheim, CA ·

ફેસબુક ગરબો…..

markzugar

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

માર્ક ઝુકરનો ગરબો હિલોળે ચડયો….(૨)

ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..હિલોળે ચડયો…..

પહેલે તે નોરતે પ્રોફાઇલ બનાવી (૨)

ફોટો ના મળ્યો તો સેલ્ફી ના પ્રેમમાં પડયો..પ્રેમમાં પડયો..

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

બીજે તે નોરતે રિકવેસ્ટ મોકલી (૨)

મિત્રો ના મળ્યાતો ફેક આઇ.ડી. માં પડયો….ફેક આઇ.ડી. માં પડયો….

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

ત્રીજે તે નોરતે મિત્રો બન્યા (૨)

સ્ત્રી મિત્રો કરવામાં મોડો પડયો…મોડો પડયો…

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

એ..હાલો….. હાલો…..

ચોથે તે નોરતે કોમેન્ટ કરી (૨)

ખોટે ખોટી “લાઇકો” ની ઝંઝાળમાં પડયો….ઝંઝાળમાં પડયો…

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

પાંચમે તે નોરતે ઝગડા કર્યા (૨)

હે..ય…ગાળા ગાળીએ ચડયો….ગાળા ગાળીએ ચડયો….

માર્ક ઝુકરબર્ગ નો ગરબો હિલોલે ચડયો…

છઠ્ઠે તે નોરતે મનામણા-રિસામણા (૨)

માફી માટે ઇનબોક્ષમાં જઈ ચડયો…જઈ ચડયો…

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

સાતમે તે નોરતે સ્ટેટ્સ મુક્યા (૨)

કોમેન્ટ લાઇકનો લ્હાવો મળ્યો….લ્હાવો મળ્યો….

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

એ..હાલો… લાઇકના તાલે હાલો.. કોમેન્ટના તાલે હાલો….હા…લો…..

આઠમે તે નોરતે ટેગ કર્યા (૨)

ટેગિયાઓને બ્લોક કર્યા રે…બ્લોક કર્યા રે…

નોટિફિકેશનથી કંટાળીને અનફ્રેન્ડ કર્યા…

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

નવમે નોરતે ક્રશ કેન્ડી રમ્યા (૨)

મિત્રોને રમવા આમંત્રણ મોકલ્યા રે…આમંત્રણ મોકલ્યા..

હિલોળે ચડયો, હિલોળે ચડયો… ફેસબુકનો ગરબો હિલોળે ચડયો…..

એ………………….બ્લોક થયા….. અનફ્રેન્ડ થયા

…. પણ હિંમત ના હાર્યા…….

નવી આઇ.ડી. થી પાછા હાજર થયા….

મેઘ મલ્હારમ…. સેલ્ફી પાડમ….. ટેગ કરંતમ

…….પોસ્ટ ચોરંતમ…. કોપિ કરંતમ…….
હે…..એએએએએએએ…. ફેક એકાઉન્ટ……સુંદરીના નામે

……. હેય…. રુપાળા ડિપી,

લલચામણા ડિપી….. જાળ બિછાવી….. લટ્ટુઓને ભરાવ્યા

….. વ્હોટ્સ એપમાં બોલાવ્યા…..

હેએએએએએએ સ્ક્રિનશોટ બતાવ્યા……..

જય હો… જયહો.. ઝુકરની જયહો….. “મગજ”ની જય હો

…….હે માવડિ…. એ ઘુમો …ઘુમો…..

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

  1. pragnaju
    ઓક્ટોબર 01, 2016 @ 17:36:24

    વાહ
    હવે ઇન્ટરનેટ યુગમા આવા ગરબા ગીતો રંગત લાવે
    જેવા કે વાંસલડી ડૉટ કો મ

    Liked by 1 person

    જવાબ આપો

  2. પરાર્થે સમર્પણ
    ઓક્ટોબર 01, 2016 @ 21:23:56

    ચઢ્યો બાપા ચઢ્યો ને હેલે ય ચઢ્યો

    રાવલજી ને શાસ્ત્રી બાપા ગરબો હેલે ચઢ્યો,

    Liked by 1 person

    જવાબ આપો

  3. મનસુખલાલ ગાંધી
    ઓક્ટોબર 01, 2016 @ 22:36:55

    આનું નામ ખરો ગરબો………….બાકી બધા ફેકંફેક…….!!!!!
    સરસ…………..

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: