મારા સત્યનાં પ્રયોગો.. માય એક્ષપરીમેન્ટ વિથ ટ્રુથ..

મારા ફેસબુક મિત્ર શ્રી મનિષ ફેસાઈનો હળવો કટાક્ષ લેખ ખરેખર હળવો નથી.   મનિષભાઈ દશેરાના પર્વ અને રાવણ દહનને નવી જ દિશામાં લઈ જાય છે.

*

%e0%aa%ae%e0%aa%a8%e0%aa%bf%e0%aa%b7%e0%aa%a6%e0%ab%87%e0%aa%b8%e0%aa%be%e0%aa%88

                         શ્રી મનિષ દેસાઈ

મારા સત્યનાં પ્રયોગો.. માય એક્ષપરીમેન્ટ વિથ ટ્રુથ..

.
હું સનડે નાં ફ્રી મુડમાં દમણ પહોંચ્યો, સાલું સેલીબ્રેશનનું બહાનું હતું બસ એક પેગ પીવો હતો. ત્યાં પોતાની જ ડેથ એનીવર્શરી સેલીબ્રેટ કરતો દશાનંદ મળી ગયો.. થોડી ઔપચારીક વાતો પછી આગળનાં સંવાદો આવા હતા.

રાવણ ઉવાચ્: ભાઇ આપ #મેરેમનકીબાતેં #mereManKiBate લખો છો, આજ ટેબલની દોસ્તી થઇ તો એ ભાવે પણ #મેરેમનકીબાતેં હાંભળો.. મહાત્મા રાવણ મૈકશીમાં મસ્ત હતો..

આઇ સેઇડ.. ઇરશાદ્…

દશાનંદ ઉવાચ્: હે અનાવીલ શ્રેષ્ઠ તમે પણ જનોઇધારી છો, અને હું પણ જનોઇધારી આપણે બન્ને બ્રહામણ. આ દર વર્ષે દશેરાના દિવસે અમારા ખોટા ખોટા પુતળાઓ હળગાવે છે. સાલું હું દશરેના દિવસે મર્યોજ નથી..અને મારો ભ્રાતા અને પુત્ર તો મારી અગાઉ વૈકુંઠ પામ્યા, એ દિવસે રાક્ષસ રાજ મહિષાસુર મરેલો. બામણ રાજ રાવણ નહીં. સાલું રાક્ષસ સાથે બામણને સરખાવો એતો ના ઇન્સાફી છે. અમારે પણ કઇં ક્લાસ હોય.

આઇ સેઇડ.. અલા બામણ તને ચડી ગઇ છે.. કમ ટુ ધ પોઇન્ટ. ખોટા ખોટા સગપણ ના કાઢ.

રાવણ ઉવાચ્: હે અનાવીલ શ્રેષ્ઠ વાલ્મીકી નું રામાયણ તો તમે વાંચ્યું છે, ક્યાંય નથી લખ્યું કે રાવણ દશેરાનાં દિવસે રામને હાથે મરાયો.. ન તો તુલશીદાસનું જૈન રામાયણ એવું કહે છે.

આઇ સેઇડ: જૈન ઉપર થી યાદ આવ્યું કે, ૧૫૦૦ વર્ષ જુનું જૈન રામાયણ તો લક્ષમણે રાવણને મારેલાનું લખે છે. હે મહાત્મા રાવણ મને વિસ્તારે કહો કે હુ કીલડ રાવણ..? (કાગભુસંડી એ રાવણને અવતાર અને મહાત્મા કહ્યો છે. એ પણ રામકથા હતી) જોકે વાલ્મીકીમાં સેન્સેબલ ઓરીજીનાલીટી હતી, ગાયત્રી મંત્ર રુગવેદમાં લખેલો છે. એ મંત્રનાં ૨૪ લેટર્સ છે. વાલ્મીકી રામાયણમાં ૨૪,૦૦૦ સ્લોક લખ્યા છે. પહેલો અને પછીનાં પ્રત્યેક હજારમો સ્લોક નો પહેલો લેટર જોડો તો ગાયત્રી મંત્ર બને છે.. એટલે વાલીયો બરાબર કાવ્યાત્મક રીતે પણ રુપાંતરણ થએલો… કવિઓ નું કઇં ના કહેવાય..

રાવણે બીજી બીયર ખોલી લીધો..

રાવણ ઉવાચ્ – હે અનાવીલ શ્રેષ્ઠ તમે વચ્ચેના બોલો આગળ સાંભળો, જ્યારે મારા અતીપ્રીય પુત્ર ઇંદ્રજીતનો વધ થયો ત્યારે મારી મીનીસ્ટરી માંથી એક મીનીસ્ટર સુપાશ્ર્વએ મને સલાહ આપી કે, હે રાજન હવે આપ સ્વયં યુધ્ધ કરો.. અને હું મહા પ્રતાપી શીવ ભક્ત લંકાપતિ રાવણ, મહાદેવની પુંજા કરીને લડવા તત્પર થયો. આસંવાદ વાલ્મીકી મહારાજે લખ્યા છે.. હવે ધ્યાન પુર્વક સાંભળો, વાલ્મીકી નાં યુદ્ધ કાંડ નાં સર્ગ ૯૨ -શ્લોક ૬૬ મુજબ સ્પષ્ટ લખેલ છે કે તે દિવસ અમાસનો છે.

અભ્યુત્થાનં ત્વમધૈવ કૃષ્ણપક્ષચતુર્દશી ।
કૃત્વા નિર્યાહ્યમાસ્યાં વિજય બલૈર્વૃત: ।।
ભાદરવી અમાસ, પછીના દિવસે મેં ઘમાસાણ યુધ્ધ આરંભ્યું યુધ્ધકાંડ અધ્યાય નાં સર્ગ ૯૩ થી ૧૦૭ માં યુદ્ધનું વર્ણન વાલ્મીકીએ વિગતવાર લખ્યું છે. જેમાં પણ યુધ્ધ વિરામ કે નાઇટ હોલ્ટ હતી નહીં અને નથી કે તેની વાતો નથી લખી. યુધ્ધકાંડ અધ્યાય સર્ગ ૧૦૮ શ્ર્લોક ૬૫ અને ૬૬ મુજબ..

દેવદાનવયક્ષાણાં પિશાચોરગરક્ષસામ્।
પશ્યતાં તન્હદ્ યુદ્ધં સર્વરાત્રમવર્તત।।

નૈવ રાત્રિં નદિવસં ન મુહૂર્તં ન ચ ક્ષણમ્।
રામરાવણયોયુદ્ધં વિરામમુપગચ્છતિ।।

જયારે રામે હું રાવણનાં એક પછી એક માથા ઉડાવ્યા, સાલા એકસોને એક માથા પુરા હતા આ દશ માથાનું પણ ગપ્પું ચાલે છે ભાઇ..

એવમેવ શતં છિન્નં શિરસાં તુલ્યવર્ચસામ્।
ન ચૈવ રાવણસ્યાન્તો દશ્યતે જીવિતક્ષયે।।
– આ ૫૭મો શ્ર્લોક છે. શતં નું દશંમ કરી નાંખ્યુ ભાઇ, ત્યારે યુધ્ધકાંડનાં અધ્યાય ૧૦૭ મુજબ આ લડાઇ ૭ દીવસ ચાલી.
હવે હે અનાવીલ શ્રેષ્ઠ, તમે અમાસ અને ૭ દિવસને જોડો.. કયો દીવસ આવે..?

આઇ રીપ્લાઇ્ડ:- શહસ્ત્રાનંદ રાજન, ઓબીયસલી…. આસો સુદ આઠમ.. ડોન્ટ આસ્ક સીલી ક્વેસ્ચન.

શહસ્ત્રાનંદે બીજો ગ્લાસ ભર્યો..: ધેર યુ આર.. ડીયર આ વિજીયા દશમી અને દસેરા નાં દિવસે હં નથી મર્યો.. આશોસુદ આઠમે મને મરેલો. એ પણ પેલો રાશ્કલ ભાતૃદ્રોહી વિભીષણે આખું સસપેન્સ ફોડી નાંખેલું એમાં.. બાકી હું એમ ના મરું. સાલું મરવા વાળાને તો પુછો કે ભૈયા તુમ કબ મરે..?? મંડી પડ્યા પુતળા બાળવા..

આઇ આસ્ક્ડ: – હે કૈકશી નંદન, ચાલો માની લીધું કે આપ આઠમે આય મીન આજના દિવસે વૈકુંઠ ગયા.. બટ આ, રામ સાથે મચમચ થવાનું કારણ શું હતું..?

રાવણ :- ભાઇ, જનકે દિકરીનો સ્વયંવર રાખેલો, આપણે પણ પહોંચી ગયા.. મારા હાથે શીવ ધનુષ ના તુટવાનો સવાલ નથી, આ લંકેશે શીવ પાર્વતી સાથે હિમાલય ઉઠાવ્યો છે. બટ મારો ટર્ન આવતાં જ આ રામનાં એજન્ટોઅે મને સમાચાર પહોંચાડ્યા કે સોનાની લંકા સળગી ગઇ.. હવે સ્વભાવીક રીતે માણસ દોડી જાય.. હું પણ લંકા દોડ્યો એવું કશું ના હતું પણ એટલા સમય માં રામ શીયાને વરી ગયો.. આપણે લેટગો પણ કર્યું, પણ સાલું મારી બેન સુર્પણખા એ આઇ લવ યુ એન્ડ વોન્ટુ મેરી.. એટલું કીધું એમાં એના નાક કાન કાપી લીધા.. બહેનની ફજીયત કોઇ ભાઇ ના ચલાવે, હું તો લંકેશ છું, રામની બાયડી ઉપાડી લાવી ને બદલો લીધો.. અને રાવણ લક્ષમણ રેખા પાર ના કરી શક્યો એ પણ તુલસીદાસનું ગપ્પુ હતું, વાલ્મીકી ને લક્ષમણ રેખા ના દેખાય અને તુલશી ને દેખાણી…!! મચમચ ની શરુઆત રામે કરેલી મેં નહીં.. કોઇવાર રામ મળે તો પુછજો, એની પણ એક બહેન છે શાંતાતાઇ ક્યારે રક્ષાબંધન કે ભાઇ બીજ કરવા ગયા છો..? અને પાછો સતી ની અગ્નીપરીક્ષા કરવા નીકળ્યા મર્યાદાપુરષેત્તમ્… અહો આશ્ર્ચર્યમ..

આઇ સેઇડ: – હે મહાત્મા રાવણ, અહો આશ્ર્ચર્યમ્ બ્રહામણશ્રેષ્ઠ આપની વાત સ્વીકારી શકાય છે. ભાઇલા બડી જ્યાદતી હુઇ તુમશે.. બટ કાંઇક તો કારણ હશે.. બાકી ઘરાર આવું ગપ્પું ના થાય..

રાવણ ઉવાચ્: – પેલો મહામુર્ખ શીરોમણી જે ડાળી ઉપર ઉભેલો હતો અને એજ ડાળીને કાપતો હતો એવો ઘનચક્કર કાલીદાશ રઘુવંશમ લખી ગયો એમાં આવું ગપ્પું ઠોકી ગયો..છે. કે રાવણ દશેરે મર્યો. એમાં વલ્લભ ભટ્ટે સુર પુરાવ્યો.. બસ દોડતાને ઢાળ મળ્યો.. અરે ચૈત્ર માસનાં શુક્લ પક્ષમાં રામ ગાદીએ બેસવાનું મુહર્ત વશિષ્ઠે કાઢેલું, અને એજ દિવસે ૧૪ વર્ષનો વનવાસ થયો એટલે રામ ચૈત્રમાસનાં શુક્લપક્ષમાં બેક ટુ હોમ થયા. બાકી જો લેટ થતે તો ભરત ચીતાએ સળગી જતે.. આ હારા..મરાઠી માણુસો ગુડી પડવાને દાડે રામની વાપશીની પત્તર ઠોકે રાખે છે.. તમે જ વિચારો કેમકે હું તો આઠમે વૈકુંઠ હાલી ગએલો.

આઇ સેઇડ:- હે વિશ્ર્વાપુત્ર રાવણ, યહાં મુર્ખોકી બસ્તી હે ગુંગે બોલતે હે બહેરે સુનતે હે.. આગે તુમ સમજદાર હો.. બાકી બાપુ, તારું રાવણત્વ અમર છે જેનો પુરાવો પ્રતીવર્ષ બળાતા પુતળા છે. બાકી વારે વારે બાળવા ના પડે.. અને આજે પણ દરેક બહેન રાવણ જેવો જ ભાઇ ઇચ્છે છે, નહીં કે રામ જેવો.. યુ આર અ જેમ..

લીટરલી રડી પડ્યો દશાનંદ.. એક ઝપ્પી આપવી પડી.. ત્યાંતો એણે બીજી બીયર ખોલી નાંખી.. ગ્લાસ ભરવા લાગ્યો ..
આ બઉ ચાલવાનું, એટલે મેં મારો સીંગલ પેગ બોટમઅપ કરીને આવજો કહી ચાલવા માંડ્યું.. રાવણે મારો સેલ નંબર લીધો, વોટ્સેપ મેસેજ કરવા..
પાછળ થી શીવ મહાસ્ત્રોતમ વાળા બુલંદ સ્વરમાં અવાજ સાંભળ્યો.. ઓઇ બેરા.., દેસાઇ સાહેબ કા બીલ અપને ખાતેમેં ડાલ દેના.. ઓર સાબ કો ગાડી તક છોડ કે આના.. સાલા કોઇ તો સમજદાર મીલા..
(સંવાદો બે મતલબ છે. અસલમાં મારે સડી કરવી હતી, તંદ્રા તુટી હોય તો જાગો.. અને લાગણી છંછેડાય હોય તો થેન્ક્..યુ બે દીવસ પછી પુતળા બાળીને કાર્બન ડાયોકસાઇડ નું લેવલ વધારો છો.. બસ થોડા સોચના)

000

ravan

*

ઉપરોક્ત કટાક્ષ લેખ પછી મનિષ દેસાઈએ શ્રી મોરારી બાપુની રામકથાઓનો ઉલ્લેખ કરતાં બીજી પોસ્ટ મુંકી જે વાચકમિત્રોને વાંચવા ગમશે એમ માનીને એનો સમાવેશ કર્યો છે. હું માનું છું કે રામાયણ અને મહાભારત જેવા પુરાણો એક સમયે હકિકત હશે, અને આજની સિરિયલોની જેમ જ રામાયણ મહાભારતની ઘટના અને પાત્રોના ઈતિહાસની હકિકત સાથે સાથે અનેક કલ્પનાઓ ઉમેરાઈ હશે.  આપણાં ભક્તો અને ઋષિઓએ હકિકત અને કલ્પનાઓથી પુરાણોને નાટ્યાત્મક બનાવી દીધું હશે. મારી માન્યતાઓ “માન્યતા” જ છે. હું મારા અર્થઘટનમાં ખોટો પણ હોઉં. પુરાણોને હું ઘર્મગ્રંથ ને બદલે ઉત્તમ સાહિત્ય તરીકે માનું છું.

**********

%e0%aa%ae%e0%ab%8b%e0%aa%b0%e0%aa%be%e0%aa%b0%e0%ab%80%e0%aa%ac%e0%aa%be%e0%aa%aa%e0%ab%81

 

બાપુ હવે પોથી ખોલો..ને સાચું સંભળાવો નહીંતો “સુગર કોટેડ સત્ય – પ્રેમ – કરુણા” લખો.
હમણાં આરામમાં છું, એમાં વાંચવાનો સમય મળ્યો એટલે મારું વાલ્મીકી રામાયણ ચાલતું હતું. વાલ્મીકી મહારાજએ રામાયણમાં કથાનાં દિવસો, કાણ્ડ અને સર્ગનાં પઠનની વિધી ઠરાવી છે.

ઉત્તરકાણ્ડ નાં તોત્તેર થી છોત્તેર સુધીનાં સર્ગ.. મુજબ, એક બ્રહામણનો તેર વર્ષ નો પુત્ર મરી જાય છે. જેનું કારણ બ્રહામણ પિતા રાજારામનું દુષ્કર્મ ને બતાવે છે. રાજા રામનાં એડવાઇઝરો રામ રાજ્યમાં કોઇ તપસ્વી શુદ્રના અધર્મ આચરણને કારણ બ્રહામણ પુત્રનાં અપમૃત્યુ નું કારણ જણાવે છે. રામ પુષ્પક લઇને શોધવા નીકળે છે. ત્યારે શૈવલ પર્વત નાં ઉત્તર ભાગમાં સરોવર કાંઠે ઉંધે માથે તપ કરતો શમ્બુક નામનો શુદ્ર મળે છે. શુદ્રમાટે તપ કરવું રામરાજ્યમાં પાપ કહેવાતું, પતિત પાવન રાજા રામ, તપસ્વીની શુદ્ર જાતી જાણીને ઉલટા લટકી તપ કરતાં શમ્બુકનું માથું તલવારથી કાપી નાંખે છે. દેવતાઓ રામ ઉપર પ્રસન્નથાય છે, રામનો યશ ગાન કરે છે, બદલ રામ પેલા બ્રહામણ પુત્રને ફરી જીવીત કરવા કહે છે.,

લગભગ ચાર ડીજીટ નજીક પહોંચશે એટલી ઢગલા બંધ રામ કથા કરતાં મોરારી બાપુ ગામનાં શુદ્ર નાં ઘરે પોતાનું ડીનર ગંગાજળમાંથી બનાવળાવશે, પણ ગુણગાનતો આવા રામરાજ્યનાં જ ગાશે. ક્યારેય રામરાજ્યમાં શુદ્રની સ્થીતી દર્શાવતી આટલી વાત રામકથામાં બોલ્યા નું મને યાદ નથી.. શું પોથીનાં ઉત્તરકાણ્ડનાં ૭૩ થી ૭૬ સર્ગનાં પાનાં ચોંટી ગયા હશે કે ચોંટાડી દીધા હશે..?

આવા બીજા પણ ઘણા પાનાઓ ચોંટેલા છે યુધ્ધ કાણ્ડ્ એકસો પંદરમો સર્ગ જે મુજબ રાવણ વધ ઉપરાન્ત રામ સીતાને જણાવે છે કે.. મેં તમને મેળવવા યુધ્ધ નથી કર્યું અપીતુ મારા સુપ્રસીધ્ધ કુળ પર લાગેલા કલંક નીવારણ માટે કર્યું હતું. મારું કાર્ય પુર્ણ થએલું છે. કુળનું કલંક ધોવાયું છે. હવે તમારામાં મને કોઇ આશક્તિ નથી. તમે જઇ શકો છો. પોતાનાં ખોળામાં બેસાડી હરણ કરી જનાર રાવણ જેવો વ્યક્તિ તમારા જેવી સુંદર સ્ત્રી થી દુર કેવી રીતે રહી શકે..!! હવે તમારો સ્વીકાર કરવા યોગ્ય નથી, તમે બીજે ચાલી જાઓ, સુગ્રીવ યા વિભીષણ અથવા શત્રુધ્ન જેની સાથે રહેવું હોય તેની સાથે રહી શકો છે…!! માટે હવે રામે અગ્ની પરીક્ષાની લીલા કરાવી નું હાવ જુઠું ગપ્પુ ના ચાલે, હું કમેન્ટમાં પાનાઓ પણ ફોટો પાડીને મુકીશ… આ મર્યાદાની મુર્તી તો હાવ નાપાણીયો દેખાય. એટલું જ નહીં મને મુળ વાલ્મીકી રામાયણમાં ક્યાંય લક્ષમણે રેખા દોરી હોવાનું દેખાયું નથી. પણ સીતાએ મર્યાદાની રેખા ઓળંગી માટે રાવણ લઇ ગયો એવું સમજાવવા પાછળથી લક્ષમણ રેખાનું ગપ્પું ચલાવ્યું છે. તુલસી રામાયણમાં સીતાનો ત્યાગ ગપચાવી નાંખ્યો. એ પાના પણ ખોલો રામ વેશ પલટો કરીને નગરચર્યા કરવા ગયા અને ધોબીની વાત સાંભળી એ પણ ગપ્પું છે. યુવરાજ ભરતનાં ગુપ્તચરોએ સંભળાવેલી વાત ફકત હતી. માટે પણ કબુલો કે રાજા રામ કાચા કાનનો હતો. અને પ્રેગનેટ પત્નીને અરણ્યમાં મોકલી દીધી.

કદાચ રામ કથામાં પતિત પાવન અને પતિ તપાવન ની ફજીયત થઇ જવાની ધાસ્તી રહી હશે..!! આ વાત પેલા રામ સીતા અને રુષીઓનાં માંસાહાર અને મદીરા પાન ની જેમ જ છુપાવવામાં આવતી રહી. ઠેર ઠેર રુષી અને રામનાં માંસાહાર અને છુટથી વપરાતા દારુઓ ની હકીકતો લખી હોવા છતાં માંસને કંદમુળ અને દારુને દેવતાઓને પણ દુર્લભ એવો પદાર્થ એવું લખીને સત્ય સતત છુપાવાતું રહ્યું.

કોઇક ચોંટેલા પાના વચ્ચે કદાચ મળશે કે, વાલ્મીકીનો રાજા રામ તુલસીદાસનાં એડીસનથી ભગવાનરામ બની જવાનું કારણ શું હતું..?

મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ કથાકાર પણ એજ સંભળાવશે જે તમે સાંભળવા માંગો છો..

#મેરેમનકીબાતેં #meremankiBate

Advertisements

13 ટિપ્પણીઓ (+add yours?)

 1. vimla hirpara
  ઓક્ટોબર 11, 2016 @ 08:49:53

  ભાઇ શ્રી મનિષભાઇ, રાવણદહન વિષે મારા થોડા વિચારો. રાવણના દસ માથા એટલે દસ માથા જેટલો અહંકાર. જેમ આપણે
  કોઇ બહાદુર માટે ‘ બે માથા વાળો’કે હજાર હાથવાળો’ કહીએ છીએ એમ જ. આપણે રાવણના પુતળાને બાળવાના નથી પણ આપણા અહંકારને બાળવાનો છે. લગભગ બધા જ ધર્મોમા મર્મમાં કે રુપકમા કહેવાયેલી વાતોને એવી રીતે મરોડવામા આવી છેકે મુખ્ય હેતુ બાજુ પર રહી જાય ને બહારનો દંભ વધી જાય ને સમજદાર માણસની ધર્મ પરથી શ્રધ્ધા ઉઠી જાય.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓક્ટોબર 11, 2016 @ 09:30:20

   વિમળાબહેન પ્રતિભાવ બદલ આભાર. એક ફ્રેન્ડલી સૂચન. તમે ઘણાં બ્લોગ ફોલો કરો છો અને એમાં વાંચીને પ્રતિભાવ પણ આપો છો.
   જ્યારે કોઈના બ્લોગ પર પ્રતિભાવ આપો ત્યારે નીચે તમારા બ્લોગનું એડ્રેસ લખવાનું રાખો. જેથી બધાને ખબર પડે કે તમારો પણ બ્લોગ છે. અને તમારા બ્લોગનું નામ હશે એટલે આપોઆપ ક્લિક કરતાં તમારા બ્લોગમાં પહોંચી જવાશે. મજામાં છોને?

   Like

   જવાબ આપો

  • Manish desai
   ઓક્ટોબર 12, 2016 @ 12:06:02

   આભાર.. રાવણે સંદર્ભ આપ્યો છે કે ૧૦૧ માથા હતા. ( આપ એટલું એક્ષટ્રા અભીમાન ગણી શકો. હું ૧૦૧ મલ્લ જેવી શક્તિ નો રુપક ગણીશ) ઘર્મ એટલે ધારણ કરેલું યા ધારણ કરવું એટલું પુરતુ છે.

   Liked by 1 person

   જવાબ આપો

 2. Pravin Patel
  ઓક્ટોબર 12, 2016 @ 01:29:54

  રાવણ પાસે બહેન સુપર્ણખાના અપમાનનો બદલો લેવાની ફરજ આવી પડી ત્યારે રાવણને
  પ્રભુ રામના હસ્તે મૃત્યુ પામી મોક્ષ મેળવી લેવાની તક પણ સાંપડી !
  તેણે પોતાની ફરજ સાથે ઈચ્છા સંતોષી લીધી તોપણ આજે લોકો રાવણને દોષિત કેમ ગણે છે ?
  બહેનના અપમાનનો બદલો લેવો જોઈએ નહિ ?
  પ્રભુ હસ્તે મૃત્યુ પામવાની તક ખોવી જોઈએ ?

  રાવણ વધ પછી રામને પણ પસ્તાવો થયો હતો !
  સાંભળો તેની વાત !

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   ઓક્ટોબર 12, 2016 @ 07:50:50

   પ્રવિણભાઈ,
   બ્લોગ પર પધારવા બદલ ઘણો આભાર. મનિષ દેસાઈ આપણા ફેસબુક મિત્રે આ સરસ પોસ્ટ મૂકી હતી. માત્ર કટાક્ષ નહિ પણ પૌરાણિક વાતોમાં ઘણી ઘણી અસંવાદિતાઓ અને તેના અનેક અર્થ ઘટનો જોવા મળે છે. મારી વાત કરું તો મેં તો તુલસી રામાયણ વાંચ્યું નથી. વાલ્મિકી રામાયણનો ગુજરાતી અનુવાદ હાઈસ્કુલ સમયમાં વાંચ્યો હતો. મનિષભાઈની મંજુરી લઈને મેં બ્લોગમાં મૂકી દીધિ.
   સધગુરુ જાગ્ગી વાસુદેવ નો વિડીયો મોકલવા બદલ ઘણો ઘણો આભાર. એમણે જે છેલ્લી વાત કરી તે ઘણી ગમી. કાંટા હોવા છતાં એ કાંટાનો છોડ નહિ પણ ગુલાબનો છોડ જ કહેવાય અને ઘણા પાંદડા હોય પણ ઝડ તો આંબાનું જ કહેવાય.
   જે સમયે ઈન્ડિયામાં રામાયણ સીરીઝ ચાલતી હતી ત્યારે હેબલ હતું પણ HBO ફિલ્મ માટે હતું. વિડીઑ કેસેટ ભાડે લાવીને વેકેશનમાં સવારે ૯ થી રાત્રે ૧૨ વાગ્યા સુધી જોઈને જાણે પાંચ દિવસની સપ્તાહ માંડી હોય એમ રામાયણ પુરું કર્યું હતું.
   વાંક બધો લક્ષમણનો. ઉમિલાને અયોધ્યા મૂકીને આવ્યો હતો તો સૂર્પણખાને અપનાવી લીધી હોત રાવણ જાતે પુષ્પક લઈને આવતે, રામ સીતા અને બેન બનેવીને લંકામાં મહેલમાં સુખ શાંતીથી ૧૪ વર્ષ પૂરા કરતે. આખું રામાયણ તદ્દન જૂદું જ હોત. આતો જરા આડવાત.
   કુશળ હશો.

   Liked by 1 person

   જવાબ આપો

 3. manish desai
  ઓક્ટોબર 12, 2016 @ 14:11:53

  શાસ્ત્રીજી, રામાયણ અને મહાભારત કોરી કલ્પના જ રહી હશે. એક ખંડ કાવ્ય અને એક મહા કાવ્ય.. નોટ મોર ધેન ધેટ. શીવ પુંજક શૈવ અને વિષ્ણુ પુંજકો માંથી વિષ્ણુ પુજકોએ પોતાનો પંથ લાઇવ અને ફ્રેસનેસ વાળો બતાવવા અાખી અવતાર શીરીઝ બનાવી દીધી છે. રામ કૃષ્ણ જો રહ્યા હોય તો પણ મનુષ્ય રુપી રાજાઓ હતા. ઇશ્ર્વર થઇને જીવી ગએલો માણશ આપણી કલ્પના બહાર છે. આપણે માણશ થઇને જીવી ગએલા ઇશ્ર્વરને સ્વીકારી લીધો છે..

  Liked by 1 person

  જવાબ આપો

 4. pravinshastri
  ઓક્ટોબર 12, 2016 @ 18:49:59

  રા મ અને કૃષ્ણ હતા એ હકિકત છે. પણ એમના અસ્તિત્વનો પ્રભાવ જે તે સમયના જન સમાજ પર પ્રચંડ હતો. મહાભરતના લેખક કે સર્જક વ્હ્યાસ હતા. એ પોતે જ એના પાત્ર પણ હતા. રામાયનના વાલ્મિકિ પણ રામાયણ સાથે જ સીતા ના આશ્રય દાતા તરીકે સંકળાયલા હતા.

  એમની મૂળ પ્રતો કાગળ પર તો નહી જ લખાઈ હોય. એ કાવ્યો શ્રુતિા-સ્મ્રુતિ તરીકે ગવાતા રહ્યા હોય અને એમાં અનેક સુધારા વધારા થયા હોય. ધીમે ધીમે એ વ્યક્તિઓ=પાત્રોને એટલી હદે અમાનવીય બનાવી કે દેવતા – ભગવાન બનાવી દેવાયા. પૂર્વ જન્મની કોરિયોગ્રાફી રચાતી ગઈ.

  મુસ્લિમ ધાડાઓ આવ્યા તે પહેલા રામ અને કૃષ્ણ જનસમાજ પર ધર્મ અને સંસ્કૃતિ સમગ્ર ભારતમાં અને એશિયા ના કેટલાક દેશોમાં ધમ અને દેવ દાનવ તરીકે છવાઈ ગયા. એને ભાષા પ્રદેશ નો અવરોધ ન નડ્યો.

  જેમ જેમ ભાષાંતર અને અનુવાદો થતાં ગયા તેમ એમાં રોચક મસાલા ઉમેરાતાં ગયાં અને હવે તો એ સાહિત્યનું અર્થઘટન પણ અમર્યાદ થવા માંડ્યું છે. તુંડે તુંડે મતિર્ભિન્ના.જેવો જ ઘાટ. મને કશી ખબર નહિ તોયે આટલુ લ્ખી નાંખ્યું

  Like

  જવાબ આપો

 5. Kaushik Dixit
  ઓક્ટોબર 12, 2016 @ 21:56:00

  જે પ્રસંગો વિવાદાસ્પદ છે તે વિષે બાપુએ ટીપ્પણી કરવાનુ ” મને સમજમાં બેઠું નથી” એવા ઉલ્લેખ સાથે અ સ્પર્શ્ય રાખ્યું છે. રામ એ ઇશ્વરનો અવતાર છે. મનુષ્યાવતાર. બધી માનવીય મર્યાદા સહીત. જે પૂજાય છે રામ તત્વ. તેની સાથે relate કરવા રામની મૂર્તી ઉપયોગી છે. ભાવાવેશમાં આપણે મા-બાપને પણ ભગવાન તુલ્ય ગણ્યા છે. પૂજયની મર્યાદાઓ ન હોય એવું નથી. પણ આપણે ગુણ ગ્રાહી રહેવું- એ લોજીક આપણને ઘર્મ શિવાયના क्षेत्रोમાં સ્વીકાર્ય હોય છે! અને ભગવત્ તત્વનું આવું વિષદ વિષ્લેષણ બધાં ધર્મોનું કરવાનુ મારુ નમ્ર સૂચન છે. જેમ રામને ભગવાન બનાવી દેતા તત્વ પાછળથી ઉમેરાયાની આશંકા કરીએ તેમ તેમનું ચારીત્ર્ય હનન કરતી બાબતો પાછળથી ઉમેરણ થઇ હોય એમ ન માની શકાય?. વૈગ્નાનિક અભિગમ આવું કરતાં કેમ સંકોચાય છે તે મારી સમજ બહાર છે. કમ્પેરેટીવ રીલીજીયન્સનો આ દર્ષ્ટીકોણથી અભ્યાસ થાય તો તેના તારણને આધારે કૈંક વાત થાય. બાકી, કોઈ અગ્ન્યાત પૂર્વગ્રહ પૂર્વકનું લખાણ. તુલસીનો પૂર્વ ગ્રહ એક પ્રકારનો- આ બીજા પ્રકારનો. બન્ને સરખા સાચા અથવા બન્ને સરખા વિગત દોષવાળા. સરખાં જ tinted.
  વિવાદાસ્પદ મુદ્દાઓથી દૂર રહેવાનો તુલસીદાસનો અભિગમ ઉલટાનો મને ગમ્યો. રામ કરતાં રામ આપણામાં જે સમર્પણ/surrender ની ભાવના ઉભી કરી શકે , જે આપણા વિકાસને વેગ આપે , તે મારા માટે વધારે મુલ્યવાન છે. અને રામ / કૃષ્ણ વિગેરે અવતારો ઘણાના જીવનમાં તે માટેના નિમિત્ત બન્યા છે.

  Liked by 1 person

  જવાબ આપો

 6. aataawaani
  ઓક્ટોબર 17, 2016 @ 23:18:15

  વાલ્મિકી અને તુલસીદાસ રામાયણમાં રાવણ સાથે રામે યુદ્ધ કર્યું . એ વાત લખી છે . પણ આતા રામાયણમાં રામરાવણનું યુદ્ધ થયુંજ નોતું એવું લખે છે . કેમકે રાવણ નો પ્રધાન વાણિયો હતો . એણે રાવણને સમજાવ્યો કે તું સીતાનું હરણ કરી લાવ્યો . એ તેં રામનું નાક કાપ્યું કહેવાય એ ઘણું થયું . હવે સીતાને માન ભેર સોંપી રામ સાથે મિત્રતા કરીલે એમાં તારી શોભા છે . આમ કરવાથી મોટો નર સંહાર બચી જશે . રાવણે ડાહ્યા વાણીયા પ્રધાનનું માન્યું અને સીતાને રામને સોંપી દીધી . મોરારી બાપુ પોતાના ખભા ઉપર કાળો કામળો હમેંશા રાખે છે . તેમ આતા બાપુ પોતાના ગળામાં અને હાથમાં ખજૂરનાઠળીયાનીમાળારાખે છે .

  Liked by 1 person

  જવાબ આપો

  • Manish Desai
   ઓક્ટોબર 18, 2016 @ 23:28:45

   રામાયણ ઉપર પણ ||માનશ રામાયણ|| થઇ શકે.. થોક બંધ રામાયણ પડી છે. ઇમ્પોર્ટેડ વર્ઝન પણ ઘણા છે.. જૈન રામાયણ મુજબ લક્ષમણ રાવણને મારે છે. પછી બધા વાણીયા થઇ ગયા..

   Like

   જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: