ક્ષમાપના-કૌશિક દિક્ષીત

 

kaushik-dixita

ક્ષમાપના-કૌશિક દિક્ષીત

એક સરસ માઈક્રો ફિક્ષન

.

ઘરમાં દાખલ  થતાં જ મનોજે સંગીતાને બુમ પાડી પૂછ્યું, ” સંગી, મારા  પેલા કાર્ડ ક્યા છે?”

“તમારી ડેસ્ક વાળા રૂમમાં.”  સંગીતાએ જવાબ આપ્યો. આવાં બે-ચાર  ટૂંકા અને  ઔપચારિક સંવાદો પછી મનોજ બાથરૂમમાં ફ્રેશ  થવા ગયો અને સંગીતા રસોડામાં ગઈ.

દસેક મિનીટ પછી ધવલના રડવાનો  અવાજ  સાંભળી તે  ઝડપથી રસોડામાંથી મનોજની રૂમ તરફ દોડી. તેણે જોયું  કે  દસ વર્ષના, મૂક-બધિર ધવલની કાનપટ્ટી પકડીને મનોજ તેને  ગાલે  તમાચા મારી  રહ્યો  હતો.

“ મૂરખના જામે મારા બધાં કાર્ડ બગાડ્યાં, સાવ  ડફોળ  છે.” તેનો  ગુસ્સો  જાણે  વધતો  હોય  તેમ  તેણે ધવલના પેટ ઉપર  ચીમટો ભર્યો, અને તેને   ભીત  તરફ  હડસેલ્યો. મનોજ ખુબ  ક્રોધના આવેશમાં હતો  તેવું સંગીતાને લાગ્યું.

“શું થયું મનોજ,ધવલને  કેમ આમ  ઢોર-માર મારે  છે, કઈ  સમજણ  તો પડે!” ધવલને  બાજુ ઉપર  લઇ  જતાં સંગીતાએ સહજ  પૂછ્યું.

“એટલે, તું  મારો  જવાબ લેવા બેઠી છે કેમ? ના,ના એટલે મારે બધા ખુલાસા કર્યા કરવાના , કેમ? જેવી તું  તેવો  તારો  છોકરો, તદ્દન ડફોળ ! સા…કોઈ  કામના નહી. અને  પાછા મેડમ તેનું  ઉપરાણું  લેવા તૈયાર! ખરેખર ગયા જન્મે મેં  શું પાપ કર્યા હશે  કે  તમે  બંને મારે  લમણે   લખાયાં.” એટલું  બોલીને  મનોજે  કપાળ કૂટ્યું,

સંગીતાને  ખ્યાલ  આવ્યો કે ધવલે કાર્ડની પાસે મુકેલો  શાહીનો ખડિયો કાર્ડના બોક્ષ ઉપર  ઉંધો વાળી દીધો  હતો એટલે મનોજના કેટલાક કાર્ડ બગડ્યા હતાં. “ તો પણ, ધવલને  શિક્ષા? સાવ  અબુધ  બાળકને? જેને  તેના ગુનાની કશી જ ખબર  નથી  તેને?” પોતાની આંસુ ભરી  આંખ લઈને, પાલવથી  ધવલના  આંસુ લુછતી તે  ધવલને  રસોડામાં લઇ  ગઈ.

ધવલ  હવે  શાંત  થયો  હતો.

 મનોજે કાર્ડના બોક્ષમાંથી સારા કાર્ડ  અલગ  તારવ્યા . માત્ર દસેક  કાર્ડ જ  બગડ્યા  હતાં, તેથી મનોજ  ને ‘હાશ’ થઇ. “ધવલને  નાહકનો  માર્યો મેં !  આમ પણ ત્રીસ કાર્ડ  વધારે  તો   છપાવેલા જ હતા” તેવો વિચાર  ઝડપથી તેના મગજમાંથી પસાર  થઇ ગયો. તેણે ધવલને  મારવાની “ગીલ્ટ” ખંખેરી નાંખી.

બીઝનેસ સર્કલમાં લખવા માટે  છપાવેલા, ખુબજ કલાત્મક  કાર્ડનું ફોલ્ડર ઉઘાડીને, મનોજે  સોનેરી અક્ષરની આર્ટ પેનથી, મરોડદાર અક્ષરે લખ્યું, “મિચ્છામી દુક્કડમ ! “   

%e0%aa%ae%e0%aa%bf%e0%aa%9a%e0%ab%8d%e0%aa%9a%e0%aa%be%e0%aa%ae%e0%ab%80%e0%aa%a6%e0%ab%81%e0%aa%95%e0%aa%a1%e0%aa%ae   

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. vasant parikh
  ઓક્ટોબર 14, 2016 @ 14:11:29

  KSHAMA VIRASYA BHUSANAM.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Vimala Gohil
  ઓક્ટોબર 14, 2016 @ 14:51:01

  “તેણે ધવલને મારવાની “ગીલ્ટ” ખંખેરી નાંખી.
  બીઝનેસ સર્કલમાં લખવા માટે છપાવેલા, ખુબજ કલાત્મક કાર્ડનું ફોલ્ડર ઉઘાડીને, મનોજે સોનેરી અક્ષરની આર્ટ પેનથી, મરોડદાર અક્ષરે લખ્યું, “મિચ્છામી દુક્કડમ ! “
  સાચી વાત,પણ વર્તાના આ અંતમાં મનોજ સંગિતા અને ધવલ પાસે જઈને એ શબ્દો બોલ્યા હોત તો..??!!!!!
  ક્ષમા ,કે આમાં વર્તાકારની ખામી બતાવવાનો હેતુ બિલકુલ નથી, (એ મારી ઓકાત પણ નથી).લાગણી ના તાણા-વાણાથી વણાયેલ સરસ વાર્તા છે.

  અંત વાંચતા સહજ વિચાર આવી ગયો તે માત્ર રજુ થઈ ગયો છે તે જરૂર નજર અંદાઝ કરશો.

  Liked by 1 person

  જવાબ આપો

  • Kaushik
   ઓક્ટોબર 27, 2016 @ 20:40:27

   મારો ઈરાદો આ દંભ તરફ ધ્યાન દોરવાનો જ છે! આપણે જે કરીએ છીએ તેની પાછળની ભાવના ભુલાઈ ગઈ છે, ઔપચારિકતાવશ કાર્ડ લખીએ છીએ!…કૌશિક

   Liked by 1 person

   જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  ઓક્ટોબર 15, 2016 @ 22:27:13

  ગામમાં સારા દેખાવા માટે આવુંજ કરાય…..!!!! પણ આવું જરૂરી છે….????બીચ્ચારો ધવલ…………..

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: