“… દિવાળી અર્થાત …” જયેન્દ્ર આશરા

JayendraAsara

જયેન્દ્ર આશરા

“… દિવાળી અર્થાત …”
.
એ દિવસે દિવાળી અને અમદાવાદમાં રસ્તા ઉપર હૈયે-હૈયા-દળાય એવી ભીડ … તેથી લાલદારવાજાથી બસ મળવી મુશ્કેલ હશે … એટલે ‘મા’ અને (5-વર્ષનો) હું, ભદ્રથી અખંડ-આનંદના રસ્તે એલિસબ્રિજ તરફથી ચાલતા ટાઉનહોલના હેવમોરવાળા રસ્તે થઇ માદલપુર-ગરનાળા તરફ ચાલતા આવતા હતા …. રસ્તામાં અમે રીક્ષા કરી લેવા માટે ઘણી જિદ્દ કરી … પરંતુ ‘મા’ કહે – “થોડુંક ચાલી નાખીએ એટલે બસ-સ્ટોપ આવશે … બસ મળતી હોય તો રીક્ષા ના કરાય …” …. અને જેવા સિલ્વર-આર્ક-એપાર્ટમેન્ટ પાસે પહોંચ્યા ત્યાં … દીવાલનાં ટેકે એક મજુર-વર્ગની સ્ત્રી ધીમે-ધીમે ડુસકા-ભરતી રોતી હતી … તેનો ડાબો-પગ, ઘૂંટી આગળથી ફાટી ગયેલો અને લોહી ધીમે-ધીમે નીકળતું હતું ….
‘મા’એ તેને પુંછ્યું- “શેનો એક્સીડેન્ટ થયો?” …
મજુર-સ્ત્રી – “મુ રહતો ઓડંગટી હુતી .. ન’ રીકશો પગ પર પાસરથી ભટકાઈયો …” … તેનું ધીમું-ધીમું રુદન ચાલુ હતું …
ક્ષણનો પણ વિચાર કર્યા વગર ‘મા’એ તરત રિક્ષા રોકી … તેમાં તેને પોતાના ખંભાનો ટેકો આપી બેસાડી અને … અમે ગયા વાડીલાલ હૉસ્પિટલની સામે આવેલા ફેમસ-હાડવૈદ્યના દવાખાને … ત્યાં તે મજુર-સ્ત્રીના પગની તાપસ અર્થે તે તેની બાજુમાં બેસી… નિદાન અનુસાર પાટો બંધાવ્યો, તેની દવાના રૂપિયા ચૂકવી …. અને અમે ખરીદેલી મિઠાઈમાંથી એક નાનું-પેકેટ તેને આપી … તેને ‘મા’ એ કહ્યું – “ચિંતા ના કરતી … બધું સારું-જ થશે … હવે દિવાળીનું ઘરકામ તારા વરને કરવા કહેજે …”
… સાંભળીને પેલી મજુર-સ્ત્રી પોતાનું દર્દ ભૂલીને હસી પડી … તેના મંદ-હાસ્યમાં આભાર-ભાવ હતો … એને ફરીથી ખંભાનો ટેકો આપી …. ત્યાંથી બીજી રીક્ષા રોકી અને રીક્ષાવાળાને અગાઉથી 10-રૂપિયાની નોટ આપી તે મજૂર-સ્ત્રીને તેના નિવાસ-સ્થાને ઉતારવા કહ્યું … પેલી મજુર-સ્ત્રી આંખમાં પાણી સાથે કહે – “રહેંવા દેવ બૂન …મુ જતી ર’યે …” …
‘મા’ સમજાવતા કહ્યું – “એમ ના હોય બે’ન … તારા બાળકો વાટ જોતા હશે … હવે તું જલ્દી પહોંચ દિવાળી મનાવવા તારા ઘરે …. અને આ પગનું બરાબર 1-મહિનો ધ્યાન રાખજે ….” …
અને આંખમાં ઝળઝળિયાં અને હોઠે મુસ્કાન સાથે અહોભાવ ભરી નજરે પેલી મજુર સ્ત્રી રિક્ષામાં જતા ‘મા’ અને હું જોઈ રહયા …
.
મેં પાછી જિદ્દ ચાલુ કરી … “ચલ રીક્ષા કરી લઈએ …”
અને ‘મા’ કહે – “હા … આપણને પણ હવે મોડું થઇ ગયું … ચાલો જલ્દી ઘરે જઈએ …”…
તરત રીક્ષા ઉભી રાખી … અમે તેમાં બેસી ગયા … બેસતા-જ મેં ‘મા’ને પૂછ્યું – “પહેલા કેમ રીક્ષા ના કરી …?…અને પેલી બાઈ’ને કેમ રીક્ષા તરત કરી આપી?? … જા… તું તો સાવ એવી-જ છે …” … અમારું મોઢું ગુસ્સામાં ફૂલી ગયું …
મને સમજાવતા ‘મા’એ જે કહ્યું તે અમારા દિલ-મસ્તિષ્કમાં આજે પણ અંકાયેલું છે – “… દીકરા … જરૂરત-મંદના ઘરે દીવો થાય … તેમનું દુ:ખ દૂર થાય તો-જ તે “દિ’ વાળ્યો કહેવાય” …. બીજાના દુ:ખ દૂર કરીને તેમનો દિ’ વાળવો અને એના ઘરે દીવો પ્રગટાવો એનું નામ “દિવાળી” …”
(સત્ય ઘટના)
.
– જયેન્દ્ર આશરા …2016.10.28…

Advertisements

5 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  ઓક્ટોબર 28, 2016 @ 13:23:45

  સરસ પ્રેરક દિવાળી વાર્તા

  જે દી વાળે એ દિવાળી !

  “… દીકરા … જરૂરત-મંદના ઘરે દીવો થાય … તેમનું દુ:ખ દૂર થાય તો-જ તે “દિ’ વાળ્યો કહેવાય”

  દિવાળી ઉજવવાના ઘણા રસ્તા છે એમાં આ વાર્તામાંની માતા એ અપનાવેલ રસ્તો ઉત્તમ રસ્તો કહેવાય.મા પોતાના બાળકોને સ્વ-આચરણથી જ જીવન માટેના પાઠો ભણાવતી હોય છે જે જિંદગીભર યાદ રહી જાય છે. આ વાર્તાએ મારી માતાનું પુણ્ય સ્મરણ કરાવી દીધું.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Kaushik
  ઓક્ટોબર 28, 2016 @ 13:28:04

  આવું બધું બધા-માં-બાપ, દરેકને વખતો વખત કહે છે….પણ તેને યાદ રાખવું અને વહેચવું તે તેમનું તર્પણ કર્યા બરોબર છે! આઈ- બા- માં જેવી મોટી નિશાળ મેં બીજી નથી ભળી! જયેન્દ્રભાઈ, લાકહ્ન ગમ્યું. વધારે એટલે કે એ faction નથી!

  Liked by 2 people

  જવાબ આપો

 3. Kaushik
  ઓક્ટોબર 28, 2016 @ 13:30:04

  આવું બધું બધા-માં-બાપ, દરેકને વખતો વખત કહે છે….પણ તેને યાદ રાખવું અને વહેચવું તે તેમનું તર્પણ કર્યા બરોબર છે! આઈ- બા- માં જેવી મોટી નિશાળ મેં બીજી નથી ભળી! જયેન્દ્રભાઈ,લખાણ ગમ્યું. વધારે એટલે કે એ faction નથી! જોડણી સુધારીને પરત મુક્યું!

  Liked by 1 person

  જવાબ આપો

 4. Vimala Gohil
  ઓક્ટોબર 28, 2016 @ 14:49:55

  “બીજાના દુ:ખ દૂર કરીને તેમનો દિ’ વાળવો અને એના ઘરે દીવો પ્રગટાવો એનું નામ “દિવાળી”
  સરસ પ્રેરક સત્યઘટના.

  Liked by 2 people

  જવાબ આપો

 5. Satish Parikh
  ઓક્ટોબર 28, 2016 @ 16:29:01

  જરૂરત-મંદના ઘરે દીવો થાય … તેમનું દુ:ખ દૂર થાય તો-જ તે “દિ’ વાળ્યો કહેવાય” …. બીજાના દુ:ખ દૂર કરીને તેમનો દિ’ વાળવો અને એના ઘરે દીવો પ્રગટાવો એનું નામ “દિવાળી” …” ખુબ જ પ્રેરણાદાયી વાત છે. આશા રાખી એ કે દરેક વ્યક્તી સમય અને સંજોગો અનુસાર અમલ મા મુક્વા પ્રયત્ન કરે તો ચોક્કસ દિવાળી ઉજવી કહેવાશે.

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: