અમેરિકામાં અન્નકૂટ મહાપ્રસાદ- નવીન બેન્કર

અમેરિકામાં અન્નકૂટ મહાપ્રસાદ- 

સૌજન્ય

Navin Banker

      નવીન બેન્કર

.

અમેરિકામાં એક સમ્પ્રદાયના મંદીરમાં, અન્નકુટના દર્શન અંગેનો, વર્ષભરનો સૌથી મોટો ઉત્સવ ઉજવાતો હતો. ભક્તજનો અને વિશેષ તો ભક્તાણીઓનો મહેરામણ દર્શનાર્થે અને ભોજનાર્થે ઉમટ્યો હતો. મંદીરની ચોપાડમાં, દરવાજા પાસે જ, ત્રણ ત્રણ ટેબલો પર વોલન્ટીયરો  રોકડ/ ચેક ની ભેટ સ્વીકારવા માટે, રસીદબુકો લઈને ગોઠવાઇ ગયેલા હતા. ભાવિકો ઉમળકાપુર્વક અને શ્રધ્ધાથી પોતાના આરાધ્યદેવના ચરણોમાં ભેટ લખાવવા પડાપડી કરી રહ્યા હતા.

.

મંદીરના ગર્ભગૃહમાં, પ્રભુજીની સમક્ષ, વિવિધ મીઠાઇઓના થાળ સુશોભિત રીતે ગોઠવીને મૂકવામાં આવેલા હતા. પાંચસો વર્ષ પહેલાની ભાષામાં લખાયેલા પદો  કેટલાક ભક્તો ટીપીકલ સંપ્રદાયના ઢાળમાં ગાતા હતા જેનો અર્થ ભાગ્યે જ કોઇ સમજતા હતા. પણ વચ્ચે વચ્ચે આવતા પ્રભુના નામ વગેરેને કારણે એનો ભાવાર્થ સમજી લેતા હશે. જો કે, મોટાભાગના ભક્તો તો સાલમુબારક કરવામાં જ વ્યસ્ત હતા. ચાલીસથી મોટી ઉંમરની ભક્તાણીઓ દિવાળીના તહેવારમાં પહેરવા માટે, ખાસ ઇન્ડિયાથી લાવેલી મોંઘીદાટ સાડીઓ અને ઘરેણાં પહેરીને મહાલતી હતી તો યુવાન છોકરીઓ અને પુત્રવધુઓ ફેશનેબલ ડ્રેસીસ પહેરીને, હેપી ન્યુયર કહેતી હેન્ડશેક કરતી હતી.

.

 હેન્ડીકેપ લોકો માટે ખુરશીઓ પર બેસવાની સગવડ હતી પણ ત્યાં આખા પગ વાળા ગોઠવાઇ ગયેલા એટલે ખરેખરા અપંગો જગ્યાના અભાવે બહાર બાંકડાઓ પર જઈને, ટોળટપ્પા કરી રહ્યા હતા. જો કે, મંદીરના વોલન્ટીયરોની ધ્યાનમાં એ વાત આવતાં, એ લોકો શક્ય હોય ત્યાં સહાયભુત થતા હતા, પણ આભ ફાટ્યુ હોય ત્યાં કેટલા થીંગડાં કામ લાગે ? અને.. બાંકડાઓની આજુબાજુ જુતા ગમે તેમ ફેંકીને મંદીરમાં ઘુસવાની ટેવવાળી આપણી શિસ્તવિહીન પ્રજા ક્યાં કોઇનું સાંભળે ?

.

 

શોરબકોર અને કોલાહલ વચ્ચે, એક વોલન્ટીયરે જાહેરાત કરી કે  પ્રભુની આરતી પછી, અન્નકુટનો મહાપ્રસાદ, ભોજન સાથે અપાશે. પિરસવાના અડધા કલાક પહેલાં, સિનિયર સિટીજનો અને વ્હીલચેરવાળા અથવા ઉભા રહી શકવા શક્તિમાન ન હોય એવા હેન્ડીકેપ લોકોએ ભોજન માટે લાઈનમાં ઉભા રહેવાની જરૂર નથી. તેઓ અગાઉથી, ભોજનખંડમાં ખુરશીઓ પર જઈને બેસી શકે છે.

.

અને..પછી શું થયું હશે એ તમે જાતે જ કલ્પી લો…મંદીરની અંદર ખુરશીઓમાં અપંગ તરીકે બેસી ગયેલા ‘અપંગો’ ઉભા થઈને દોડી દોડીને  ભોજનખંડની ખુરશીઓ પર જઈને ગોઠવાઇ જવા લાગ્યા.  ખરેખરા વ્હીલચેરવાળા તો પાછળથી આવવા લાગ્યા.

.

હવે એક નવું દ્રષ્ય……

.

મહાપ્રસાદની લાઈનમાં, એક ૮૦+ સુપર સિનિયર પુરૂષ અને બીજા એક ૮૫+ સિનિયર માજી ઉભા હતા. હજી લાઈનની શરૂઆત જ થતી હતી અને એમનો નંબર પહેલા પચીસમાં જ આવતો હતો એટલે એ લોકોએ લાઇનમાં જ શિસ્તબધ્ધ રીતે ઉભા રહેવાનું પસંદ કરેલું. જો કે ઉંમર અને બન્ને પગે  Knee Replacement Srgery કરાવવાને કારણે એ લોકો અંદર જઈને ખુરશી પર બેસવાને હકદાર હતા. માજી પોતાની બદમાશ વહુઓની કરમકથની કહેતી હતી , બાજુમાં વડોદરાના લાડ વણિક જ્ઞાતિનું જુવાન યુગલ ઉભુ હતું. ગુજરાતી સમાજની બે આગેવાન કાર્યકર્તા બહેનો પણ આ કરમકથની સમભાવે સાંભળી રહી હતી અને સમય શાંતિપુર્વક પસાર થતો હતો.

.

એટલામાં જાહેરાત થઈ કે હવે અન્નકુટનો મહાપ્રસાદ ભોજનખંડમાં આવી ગયો છે અને બધા વોલન્ટીયરો પિરસવાની સેવામાં પહોંચી જાય. અત્યાર સુધી લાઇન કરવા માટે ઉભા રહેલા સ્વયંસેવકો હટી જતાં, બીજો બંધ દરવાજો ખોલી નાંખીને એક આખુ ધાડુ, ધસી આવ્યું લાઇન બાઇન જાય ભાડમાં ! બધા ભોજન પિરસી રહેલા દ્વાર તરફ  હડીઓ કાઢતા દોડ્યા.

.

મને વખતે, અમારા ગામમાં, જાન જમી લે પછી  એંઠા પતરાળા, ગામના વાઘરીઓ માટે ફેંકાતા ત્યારે, એ પતરાળા પર તૂટી પડતા ભુખ્યા ડાંસ ભિખારીઓ યાદ આવી ગયા.

.

એ ભીડમાં, પર્ટીક્યુલર મંદીરના સત્સંગીઓ નહોતા. મોટાભાગના માટે એ અજાણ્યા ચહેરા હતા. એમાંના એક ને હું ઓળખતો હતો. મેં એમને પુછ્યું કે તમે ક્યાંથી અમારા મંદેરમાં આજે આવ્યા ?

એમણે જવાબ આપ્યો કે આજે આમ તો અમારા મંદીરમાં પણ ભોજન આપવાનો વારો છે, પણ ત્યાં આજે દિવાળી-ડીનરની ટીકીટો છે એટલે અમે અહીં ફ્રી-ભોજન માટે આવ્યા છીએ’.

.

આ લોકો માટે કોઇ ધરમ, કોઇ સંપ્રદાય અગત્યનો નથી હોતો. એ લોકો પ્રવચનો સાંભળવા કે દર્શનાર્થે પણ નથી જતા. માત્ર જમવાના સમયે જ આવે છે અને જમીને ચાલતી પકડે છે. મંદીરમાં ડોલર પણ ના મૂકે. અરે ! દર્શન પણ ના કરે. શનિવારે આ મંદીરમા,  રવિવારે બીજા મંદીરમાં અને ગુરૂવારે સાંઇબાબાના મંદીરમા જમવા જવાનું. કેટલાક તો જમતાં જમતાં, કોરૂ ખાવાનું  (મીઠાઇના ચક્તા) સાથે લાવેલા પાકીટમાં પણ સરકાવી દેતા હોય છે. કેટલીક બહેનો તો પિરસવાવાળાને વિનંતિ કરતી હોય કે ‘થોડુ ખાવાનું દઈ દ્યોને ! તમારા ભાઇ હારૂ લઈ જવાનું છે.’

.

આ લોકો કાંઇ ગરીબ નથી હોતા. ઇન્ડિયામાં ગામમાં ઘર હોય, ખેતરો હોય, બેન્કોમાં પૈસા હોય , દીકરા ધંધાધાપા વાળા, ખાધેપીધે સુખી હોય છતાં અમેરિકી સરકારને કશું જાહેર ન કર્યું હોય અને તેમને મેડીકેઇડ, ફૂડકુપન્સ પણ મળતા હોય છતાં મફતનું ખાવાનો હડકવા લાગેલો હોય !

.

અરે ! મૂળ વાત રહી ગઈ. હવે આ લેખનો ક્લાઈમેક્સ આવે છે.

.

પેલી લાઇનમાં અડધા કલાકથી ઉભેલા ૮૦+ અને ૮૫+ ખરેખર હેન્ડીકેપ્ડ અને સુપર સિનિયર્સ વૃધ્ધ પુરૂષ અને માજી, પેલા હુડુડુ કરતા  ટોળાના ધક્કામાં ફર્શ પર ગબડી પડ્યા. એમને જ્યારે ઉભા કરવામાં આવ્યા ત્યારે એમનો પચીસમો નંબર, સો ઉપર થઈ ગયો હતો. બે માંથી કોના ચશ્મા તૂટી ગયા અને કોની સાથળનું હાડકુ ભાંગી ગયું એ જાણવામાં તમને રસ નહીં પડે કારણ કે, મને ખબર છે કે આપણી સંવેદનાઓ મરી ગઈ છે.

.

અમેરિકામાં હિન્દુ મંદીરોમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. જેમ જેમ હિન્દુઓની વસ્તી વધતી જાય છે તેમ તેમ ગ્રોસરી સ્ટોર્સ અને હિન્દુ ટેમ્પલોમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. હવે તો, મેલડી મા અને ખોડિયાર મા ના મંદીરો બાંધવાના ચક્રો ગતિમાન થઈ રહ્યા છે.

.

અને…જો ‘ડોશી’ અને  ‘ગાંડિયા’ ની લડાઇમાં, ગાંડિયો જીતી ગયો તો………

.

શ્રીરામ…શ્રીરામ…

 

નવીન બેન્કર

મને આપના પ્રતિભાવોમાં રસ છે. નહીં લખો તો પણ વાંધો નહીં. મેં તો લખી નાંખ્યું અને હળવોફુલ થઈ ગયો. 

 

 .

With Love & Regards,

NAVIN  BANKER   713-818-4239   ( Cell)

My Blog : navinbanker.gujaratisahityasarita.org

એક અનુભૂતિઃએક અહેસાસ

જગતકાજી બનીને તું, વહોરી ના પીડા લેજે.

*******************************

વાચક મિત્રોને ખાસ વિનંતી. શ્રી નવીનભાઈના બ્લોગની મુલાકાત લઈને જરૂર પ્રતિભાવ આપજો.

કહેતાં સંકોચ થાય છે કે આ પરિસ્થિતિ ઠેર ઠેર જોવા મળે છે. કેટલાક “બુલી” ડોસાઓને બીજા વયસ્કોનો ખ્યાલ જ નથી હોતો. (મેં હમણાં જ ૭૭ પૂરા કર્યા)

Advertisements

11 ટિપ્પણીઓ (+add yours?)

 1. Pravin Patel
  નવેમ્બર 07, 2016 @ 19:38:22

  લેખક અન્નકુટ પ્રસાદ વંચિત રહ્યા હોવાથી ગુસ્સાનો અન્નકુટ બનાવી દીધો હોય તેવું લાગતા મે પણ હળવાફુલ થવા લખી નાંખ્યું !

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   નવેમ્બર 07, 2016 @ 19:57:05

   આ લેખક મિત્ર જે લખે છે તે તદ્દન સાચુ જ લખે છે. મેં ઘણાં શિસ્ત વગરના વડિલો જોયા છે. અમેરિકામાં આવેલા કોઈ જ ગરીબ નથી. છતાં ભિખારી માનસિક અવસ્થા અનુભવે છે. એ કક્ષામાં ઢકેલનાર પણ તેમના સમૃધ્ધ સ્પોન્સર કરનાર સંતાનો જ છે.

   Liked by 1 person

   જવાબ આપો

 2. Vinod R. Patel
  નવેમ્બર 07, 2016 @ 19:58:31

  નવીનભાઈ એ અમેરિકાના મંદિરોમાં જોવા મળતી સૌના અનુભવની વાત સ્પષ્ટ શબ્દોમાં આ લેખમાં જણાવી દીધી છે. મન્દીરોમાં આવતા મોટા ભાગની વ્યક્તિઓ પ્રસાદિયા ભક્ત હોય છે.સરસ વ્યંગ લેખ માટે લેખકને અભિનંદન

  Liked by 1 person

  જવાબ આપો

 3. deejay35(USA)
  નવેમ્બર 07, 2016 @ 21:48:14

  વર્ષોથી આવીને વશેલાઓને ખુદ ભગવાન આવીને શુધારી નહીં શકે પરંતુ લેખકને ધન્યવાદ કે પોતાના જ ધર્મના મંદીરની હકીકતની વિગત હીંમત પુર્વક જાહેર કરેલ છે. નવો નવો આવ્યા બાદ મેં પણ એક વખત જઈને આવી પરીસ્થીતી અનુંભવેલ અને બીજી વાર મિત્રે આગ્રહ કરેલ ત્યારે મેં ચોખ્ખા શબ્દોમાં કહેલ કે ફ્કત દર્શન કરીને પાછા આવવાની ઈચ્છા હોય તો જ હું આવું.તે સહમત થવાથી બીજી વખત તેમને લઈને ગયો હતો. એ પછી એ મિત્રે મને કદી ક્હ્યું નથી કે અમને મંદીરે લઈ જાઓ.

  Like

  જવાબ આપો

 4. swet110
  નવેમ્બર 08, 2016 @ 06:06:17

  I from Australia, Melbourne,
  Unfortunately same thing has been started here as well.

  Liked by 1 person

  જવાબ આપો

 5. vimla hirpara
  નવેમ્બર 09, 2016 @ 10:42:28

  નવીનભાઇ, આપણા ઘર્મની કેટલીક વિસંગતા, જેમ કે સામાન્ય માણસને ભોગવિલાસનો ત્યાગ ઉપદેશ અપાય, અપેક્ષા ઓછી કરવાની, સાદુ જીવન, ભોજન,સાદા વસ્ત્રો વગેરે . માણસ એ ઉપર ઉપરથી એ સ્વીકારે પણ એ નજર સામે ભગવાનનો વૈભવ નિહાળે. આપણો ભગવાન સોનાના મહેલમા રહે, હીરામોતીના અલંકારો ધારણ કરે, છપ્પન ભોગ આરોગે, ને એક કરતા વધારે સ્ુંદરીઓસાથે રાસ લીલા કરતા હોય કે અપ્સરાના નુત્ય સંગીત માણતા હોય. તો ભકતોને કેવી રીતે બ્રહ્મચર્ય, લુખુ ભોજન કે ભગવા વસ્ત્રો કે ઝુંપડામાં રહેવાનો કે સંયમનો ઉપદેશ આપી શકે?.આપણી છાની એષણા તુપ્ત કરવા એના નામે ભવ્ય મંદિરો, શોભાશણગાર ને અન્ન્કુટ કરીએ છીએ. આખરે ખાવાના આપણે જ છીએ ને. ઉપવાસ કરીએ
  પણ ફરાળને નામે કોઇ લુખો રોટલો કે ખીચડી ખાતુ નથી. એ શું બતાવે છે. દંભ દંભ

  Liked by 2 people

  જવાબ આપો

 6. aataawaani
  નવેમ્બર 18, 2016 @ 05:47:25

  નવીન બેન્કરની અન્નકૂટ મહાપ્રસાદની વાત વાંચી .

  Liked by 1 person

  જવાબ આપો

 7. aataawaani
  નવેમ્બર 18, 2016 @ 06:44:34

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ મને પણ વિમળા બેનની વાત ગમી .
  કથાકારો , ઉપદેશકો . પરોપદેશે પાંડિત્યમ કરતા હોય છે .
  હું એવા કહેવાતા મોટા સાધુ સંતોના પરિચયમાં આવી ચુકેલો છું કે એવા લોકોની વાતો લખવા માટે મારું હૈયું , હાથ અને કલમ ના પાડે છે . આ ઉપરથી મને એવું સુજે છે કે એવો રુલ હોવો જોઈએ કે સાધુ થવું હોય સ્ત્રીઓના હાથની રસોઈ ખાવામાં એનો પડછાયો લેવામાં પણ પાપ સમજતા હોય એવાઓએ પોતાના અંડકોષ કઢાવી નાખવા જોઈએ અને પછીજ કંઠી બાંધવી જોઈએ .
  આજકાલના સાધુઓની કામ લીલા જોઈ ને
  આખતા કર્યા વિનાનો છોડવો ના કોઈને આખતા એ મૂળ ફારસી ભાષાનો શબ્દ છે . એનો અર્થ થાય છે . એન્ડ કોષ કાઢી નાખવા .

  Like

  જવાબ આપો

 8. aataawaani
  નવેમ્બર 18, 2016 @ 21:44:43

  મારો પૌત્ર હાલ હું રહુ છું તેનાથી નાનોભાઈ એની એક ગર્લ ફ્રેન્ડને લઈને એક હિન્દૂ મંદિરમાં ગયો . ભગવાનને પગરખા સામે સૂગ છે . પ છી એ રબ્બરના કેમ ન હોય . પગરખાં પહેરીને મન્દીરમાં ન જવાય ગર્લ ફ્રેન્ડ માલદારની દિકરી હતી . તેણે બહુ કિંમતી મોજડીયો પહેરી હતી . તે ભગવાનના દર્શન કરીને પાછી ફરી એટલી વારમાં જોડા અદૃશ્ય . મારો પૌત્ર ગર્લ ફ્રેન્ડને ઉંચકીને કાર સુધી લઇ ગએલો . આ બનાવ પછી ભારતીય ભક્તોની ખરાબ છાપ એના ઉપર પડી . એટલે તેણે મન્દીરમાં જવાનું તો છોડી દીધું . સાથે સાથે પૌત્રની મિત્રતા પણ છોડી દીધી .

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: