કાવ્ય ગુંજન ૪૪

કાવ્ય ગુંજન ૪૪

काव्यशास्त्रविनोदेन कालो गच्छति धीमताम् ।
व्यसनेन च मूर्खाणां निद्रया कलहेन वा ॥

Kaushik Dixit

kaushik-dixita

મઝા પડે છે જયારે ગઝલ/કવિતા કે વાર્તા લખાય છે. અમથાં-બેઠાં, કોઈક ભાવ મનને ઘેરી લે, અને તેની આસ-પાસ શબ્દોનો કોશેટો રચાય, કોઈક વાર શબ્દો ને રંધો મારીને જોઈતા માપના બનાવવા પડે, અથવા બેવડાવીને કે બીજા ‘ફીલર’ શબ્દ સાથે સાંધો મારીને ગઝલના/કવિતાના મીટરના માપના કરવા પડે—એક વાંચન, બીજું વાંચન, અને ત્રીજા વાંચનને અંતે- “સરસ!’ એવું લાગે ત્ત્યારે જ  મિત્રો માટે મુકું છું.

‘તમે’ નામની આ ગઝલ જેને માટે લખી છે ‘તેને’ હું ઓળખતો નથી- કે ઓળખું છું?

######################################

અમારી ઉદાસીનું કારણ તમે છો
છતાં સર્વ દુ:ખોનું મારણ તમે છો

અમે આંખ ખોલી, કરી ચાર આંખો
પછી બંધ આંખોનું કારણ તમે છો

રહ્યો તપ્ત કાયમ, ઉનાળુ હવા-શો
અષાઢી ભીનાશો નું કારણ તમે છો

અમે અર્થ-ઠાલા, છીએ શબ્દ છીછરા
ગઝલ જો રચાએ તો કારણ તમે છો

હરણ થૈ ને મૃગ-જળની પાછળ ભમ્યા’તા
મળ્યાં છે ઝરણ, એનુ કારણ તમે છો

-કૌશિક દીક્ષિત

 

આંખ સામે છે, છતાં જોયો નથી
મેં ખુદા ને આમ તો ખોયો નથી.

શોધવાથી કેમ તું પામી શકીશ
એ કદી એ ક્યાંય સંતાયો નથી.

એ નિભાવે સાથ કાળી રાતમાં
પંડ છે એ , એ કોઈ પડછાયો નથી.

શક્ય છે, કે સાંપડે સુરદાસને
આંખ હોયે તો ય દેખાયો નથી.

છે છલકવું માફ, છિછરા જામ નું
કોઈ સાગર ક્યાંય છલકાયો નથી.

-કૌશિક દીક્ષિત

@@@@@

 

મિત્ર કવિ શ્રી સુરેન્દ્ર ગાંધીએ એમની જીવન સહચરી પલ્લવી ની વર્ષગાંઠ   નિમિત્તે લખ્યું છે. પલ્લવી બહેનને જન્મદિનના હાર્દિક વધામણા. હેપ્પી બર્થડે પલ્લવી બહેન.

happy-birthday-animated-with-music-5

s-gandhi

 

વધામણી 

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી  

 

અચંબા માં થમભ્યાં જળ ને સ્થળ 

જીવનકુખે  અવતરે એક અણમોલ પળ 

 

કદમો તળે (એના) સેજ કળીઓની વનશ્રી બિછાવે 

હરદમ હિંડોળે હેત ના,મન્દ વાયરા (એને) ઝુલાવે 

 

રહે ફરકતું અધરે, મુલાયમ સ્મિત સ્નેહાળ

ને બની સૌંદર્ય સરિતા . અસ્ખલિત વહે ખળ ખળ

 

થાયે મનોકામના પુરી સઘળી 

નિરાશા ના સામૈયા ની ઘડી બને નબળી 

 

સીમાડા દુઃખ ના ( એને) સ્વપ્નો માં ય નવ દેખાય 

(છે) લાવણ્યમયી લલના ,અવજ્ઞા જેની કદી ન થાય 

 

સદૈવ આંગણીયે બજે સુખ તણી શેહનાઈ

(છે) જન્માન્તર નું મિલન, જોતી રહી જાય જુદાઈ 

 

હૈયે અડગ હામ ને વળી એવી જ ધૈર્યવાન 

વધાવે જન્મદિન જેનો, અદનો આશિક ભાગ્યવાન 

 ****

 

સુરેન્દ્ર શાંતિલાલ ગાંધી 

 

લીલોતરી ની તાજગી માં પીળું પર્ણ દેખાય 

એક લલના ની લટ માં જેમ શ્વેત કેશ લહેરાય 

 

ખરતું એક પાનખર નું પાન

રંગ બેરંગી ને જાજરમાન 

 

સઁગાથે  છે આથમતા સંભારણા ની થાપણ 

શુસ્ક નયનો છતાંય ભીની પાંપણ 

 

ખામોશી માં ઘણું કેહવાઈ ગયું 

ડાળી થી વિખુટા થવાનું દર્દ સહેજે  સેહવાઈ ગયું 

 

છે જીવન યાત્રા ચઢતી પડતી ને આવન જાવન નો ચિતાર 

ને અર્ધ વિરામ ની વણથમ્ભી વણઝાર 

 

નિજાનંદે કરી છે આપખુદ સફર 

પૂર્ણ વિરામ નો ભય નથી, કે  નથી કોઈ ફિકર 

<><><><><><><><<><><><

asmita

Asmita Atul Shah

radha-krishan-727

તુ તો ચિતારો !
બોલ ! તુ મને ચીતરે ?

હું વર્ણવું મારા મનોભાવોને બોલ ચીતરીશ ?

કોયલ સાથે ગાએલા વસંતમાં પ્રણય ગીતો ,
અષાઢે મોરના નાચે નાચતું મારું યૌંવન,
મારી આંખોમાં પ્રણયના કેફમાં ઉભરતા મોજા ,
તારા અધરો મને જ્યાં જ્યાં સ્પર્શ્યા ત્યાંથી
ઉઠતા વિદ્યુતતરંગો અને તેમાંથી ઉઠતા કંપનોને

બોલ ! ચિતરીશને ? ચિતરાશે ને ?

મને તરછોડ્યા પછીના ,

મેં ગુમાવેલા મારા ઉમંગોને મારામાં ઉદભવતા તરંગો ને,
મારી સુકાયેલી લોહી વગરની નસોને ,
મારા ખોવયેલા વસંતગીતને ,
મારા અષાઢી નૃત્યને , મારી વેરણછેરણ નિંદરને ?

ચીતરી શકીશ ? બોલ !,

શીતાંશુની ચાંદની માં …
તારા અધર મારા વદનને જ્યાં સ્પર્શ્યા એ સંવાદો,
એ સંવાદોમાં થી વેહતી મધુર રાગિણી
સાથે કરેલા સરિતા સ્નાન, કંઠે ઝુલતા કુસુમહાર ,
એકબીજા વગરની એકલતાનો અભિશાપ ,

ચિતર તુ ….ચિતારા …

સરિતા ,લતા ,કુસુમ .રાગિણી સુધા ….
બધામાં પ્રાણ ફુંક ….
મને ચૂમી ને ….

અસ્મિતા

Asmita Atul Shah આ કાવ્યમા મુરલિનિ વ્યથા છે…krishna એ ગોકુળ છોડ્યા પછી વાસળી વગાડી નથી….એ વ્યથા ….જમુનાના જળમા…હવામા…લતામા …બધે પથરાઇ છે….એ બધાને ફરિ જિવિત કરવા krishna ને અનુરોધ છે ફરિ આવો ને સુર છેડો…

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. Vinod R. Patel
  ડીસેમ્બર 08, 2016 @ 23:08:35

  કેટલાક કવિતા રચી શકે છે જેઓ કવિ કહેવાય છે તો કેટલાક કવિની કવિતામાં રાચી શકે છે જે ભાવક કહેવાય છે.
  આજની પોસ્ટનાં ત્રણ કવિઓનાં કાવ્યોમાં રાચીને ભાવક તરીકેનો આનંદ માણ્યો.

  અંગ્રેજ કવિ શેલીએ લખ્યું છે, ‘કાવ્ય એ ઉત્તમ મનની ઉત્તમ ક્ષણોની ઉત્તમ નોંધ છે.’

  Liked by 1 person

  જવાબ આપો

 2. નવિનચંદ્ર
  ડીસેમ્બર 09, 2016 @ 00:33:32

  ત્રણેય કાવ્યો ગમ્યા….

  Liked by 1 person

  જવાબ આપો

 3. મનસુખલાલ ગાંધી
  ડીસેમ્બર 09, 2016 @ 23:41:22

  ત્રણેય કાવ્યો ગમ્યા….

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: