જે શ્રી કૃષ્ણ!­­­­­­­­­­ – કૌશિક દીક્ષિત

kaushik-dixita

કૌશિક દીક્ષિત

***

જે શ્રી કૃષ્ણ!

જયંતીલાલ અને દિવાળીબેનના લગ્ન-જીવનની પાર્ટનરશીપને ગયા મહીને પચાસ વર્ષ થયાં. જયંતીલાલ હજુ તો ગયા અઠવાડિયા સુધી પેઢી ઉપર જતા. ગયા અઠવાડિયે તેમને પક્ષાઘાતનો હુમલો થયો. બોલાતું બંધ થયું. ઈશારો કરવા આંગળી પણ હલાવી શકતા નહીં. આખો દિવસ તેમની આંખો ચકળ-વકળ થયા કરતી. સૌને ખ્યાલ તો આવતો કે જયંતીલાલ નક્કી કાંઇક શોધે છે, તેમને કાંઇક જોઈએ છે અને કદાચ તે સિવાય તે સહેલાઈથી દેહ છોડી નહીં શકે.

આ પહેલાં જયંતીલાલ માંદા પડ્યા હોય અને બિછાને પડી રહ્યા હોય તેવું દિવાળીબેન ને યાદ નથી. કેટલું નિયમિત જીવન! સવારે પાંચ-સાડાપાંચ વાગે ઉઠવું-નાહી-ધોઈ ને છ વાગે ઠાકોર જી ની પૂજા કરી એકા’દ ભજન હળવે કંઠે ગાવું, પછી અડધા કલાક જેવું હિંચકે બેસવું, ચા-નાસ્તો કરવો, પેપર વાંચી, વંચાઈ જાય પછી તેના  સળ મેળવી, ગાડી કરીને તેઓ હિંચકે, પોતાની પડખે મુકે. પછી દિવાળીબેન તેમનું પહેરણ, બંડી,ટોપી અને લાકડી લાવીને હિંચકે મુકે, અને સામે ભોંય પર બેસી ને જયંતીલાલ માટે પાન બનાવે. પ્રેમ થી, જાણે  ભગવાન ને તુળસી ચડાવતા હોય તેવા ભાવ થી. હળવેથી પાન લઇ તેની નસો કાઢે. ચૂનો લગાવે, પ્રમાણસર કાથો છાંટે, કપૂર અને ઈઝમીટ મિશ્રિત કાથો વાતાવરણ ને મઘમઘાટથી ભરી દે. સેવર્ધન સોપારી કાતરી ને તેનો ઝીણો ભૂકો પાનમાં નાખી તેનું બીડું બનાવે, તેના  ઉપર લવિંગ ખોસે અને પોતાના  હાથે જયંતીલાલના મોમાં મૂકે. આજે, ૬૫મા  વર્ષે પણ, આ ક્ષણે, જયંતીલાલ અને દિવાળીબેન પરસ્પર શરમાઈ લેતાં!…અને જયંતીલાલ બહાર જવા  તૈયાર!

પછી દિવાળીબેનની આંખમાં આંખ પરોવી, સ્હેજ માથું નમાવી, હાથ જોડી “ લ્યો ત્યારે, જે શ્રી કૃષ્ણ” કહે. દિવાળીબેન પણ હાથ જોડી વળતા “જે શ્રી કૃષ્ણ” કહે.  અને જયંતીલાલની મોજડીની ચરડ સંભળાય ત્યાં સુધી દિવાળીબેન તેમની પીઠને તાકી રહે. પછી જ ડેલી વસાય. જયંતીલાલ જ્યારે જ્યારે બહાર નીકળે ત્યારે ત્યારે દિવાળીબેને બનાવેલા પાનના બીડા થી મઘમઘી ઉઠે જયંતીલાલ. “લો ત્યારે જે શ્રી કૃષ્ણ” એ એક વાક્યમાં જયંતીલાલ અને દિવાળીબેન અનેક સંદેશાની આપ-લે કરી લેતાં.

બાલુની વહુના આવ્યા પછી પણ આ કાર્યક્રમ માં કોઈ ફેરફાર દિવાળીબેને કર્યો ન હતો.

…. જયંતીલાલનું હરવું- ફરવું- બોલવું આમ અચાનક બંધ થઇ જશે તેવી તો કલ્પના  પણ શી રીતે હોય? જયંતીલાલની ચકળ-વકળ થતી આંખો શું કહેવા માંગતી હતી- તેની મૂંઝવણ સૌને અને ખાસ તો દિવાળીબેન ને મૂંઝવી રહી. આંખો કૈક કહેવા માંગતી હતી તે નક્કી, પણ એ બહાવરી આંખોનો સંદેશો પામવો કેમ- એ પ્રશ્ન સૌને મૂંઝવી રહ્યો. જયંતીલાલ ને ચાહનારા સૌ ઈચ્છી રહ્યાં કે, હવે જયંતીલાલની આંખ મીંચાય તો સારું.

આજે તો ખુદ દિવાળીબેન ઠાકોરજીની છબી પાસે ખોળો પાથરીને બેઠાં…“ હવે ઈમનું અ-સુખ નથી જોવાતું પરભુ! હવે, ઈમને તમારા શરણમાં લઇ લો ઠાકોર જી!  ઈવડો ઈ પવિત્તર જીવ અમારી માયામાં વધુ કષ્ટાય નહીં તેવું કરો, મારા બાપ….”

…અને એકાએક તેમને શું સુઝ્યું કે ટ્રંક ઉઘાડી તેમાંથી જયંતીલાલનું નવું નક્કોર ધોતિયું, નવું નક્કોર પહેરણ, બંડી, ટોપી કાઢીને જયંતીલાલના ખાટલાની પાંગતે લાવીને મૂક્યાં, લાકડી પણ મુકી.

“ બા આ શું કરતી હશે? બાપુની માંદગીમાં તેનુંય તે ફટકી ગયું લાગે છે..” બાલુ વિચારી રહ્યો. પણ કશું બોલ્યો નહીં. જયંતીલાલની આંખો વધુ ઝડપથી ચકળ-વકળ થવા માંડી- તે આસ-પાસ ઉભેલા સૌ એ નોંધ્યું. પગમાં સ્હેજ ચેતન વરતાયું હોય તેમ પગ સ્હેજ ઊંચા-નીચા થયા. દિવાળીબેને તેમાં મોજડી પહેરાવી.  રોજની જગ્યાએ બેસી ને રોજની જેમ જ મઘમઘતું પાન બનાવ્યું. ડબડબતી આંખો અને હાથમાં બીડું લઇ ને જયંતીલાલની પાસે હળવે થી આવ્યાં, જયંતીલાલના અધખૂલા મોમાં પાનનું બીડું મુક્યું, માથે ટોપી પહેરાવી, બે હાથ જોડી જયંતીલાલની બહાવરી આંખોમાં આંખ પરોવી.

“ લો ત્યારે બાલુના બાપુ, જે શ્રી કૃષ્ણ” દિવાળીબેન, સ્પષ્ટ બોલાય એટલે પ્રયત્ન પૂર્વક રોવું રોકી ને બોલ્યાં.

જયંતીલાલના હોઠ ફફડ્યા. ચકળ-વકળ થતી જયંતીલાલની આંખો દિવાળીબેનની ડબડબતી આંખોમાં સ્થીર થઇ- અને પછી મીંચાઈ ગઈ, કાયમ માટે.

શું જયંતીલાલ “જે શ્રી કૃષ્ણ” બોલ્યા હશે?

હા, હું તો એમ માનું છું.

%e0%aa%9c%e0%aa%af%e0%aa%b6%e0%ab%8d%e0%aa%b0%e0%ab%80%e0%aa%95%e0%ab%83%e0%aa%b6%e0%ab%8d%e0%aa%a8%e0%aa%a8%e0%aa%be

Advertisements

14 ટિપ્પણીઓ (+add yours?)

 1. સુરેશ
  ડીસેમ્બર 10, 2016 @ 10:35:35

  ના. બાપા! ના…
  તમને કે ‘કૌદિ’ને જે શી કિશન નો કહેવાય !

  Liked by 1 person

  જવાબ આપો

 2. ગોદડિયો ચોરો…
  ડીસેમ્બર 10, 2016 @ 11:49:38

  જય હો શાસ્ત્રીની
  ભારતમાં મજા કંરુ છું

  Liked by 1 person

  જવાબ આપો

 3. aataawaani
  ડીસેમ્બર 10, 2016 @ 14:29:05

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  અને કૌશિક દીક્ષિત ભાઈ
  સરસ વાર્તા સાંભળવા આપવા બદલ તમારા બન્નેનો આભાર
  બહુ સરસ વાર્તા કહી જય શ્રી કૃષ્ણ

  Like

  જવાબ આપો

 4. Vinod R. Patel
  ડીસેમ્બર 10, 2016 @ 15:38:22

  લો ત્યારે જયશ્રી કૃષ્ણ એ વિદાય વખતે કહેવાનો સામાન્ય રીવાજ છે.

  ટૂંકી પણ ચોટદાર વાર્તા ગમી. પતી -પત્ની નો સાચો પ્રેમ એમાં ઉજાગર થાય છે.

  Like

  જવાબ આપો

  • kaushik
   ડીસેમ્બર 10, 2016 @ 17:48:05

   અંતિમ વિદાય વેળાએ સજળ આંખે એટલે જ ‘જે શ્રી કૃષ્ણ” કહેવડાવ્યું બંને પાત્રો પાસે! પ્રેમ [ઊરન કોમેન્ટ માટે આભાર.

   Like

   જવાબ આપો

 5. deejay35(USA)
  ડીસેમ્બર 11, 2016 @ 13:27:01

  સાચા હૃદયથી કરેલ પ્રાર્થના જરુર ફળે છે.બહુ સરસ વાત કરી છે.

  Liked by 1 person

  જવાબ આપો

 6. chaman
  ડીસેમ્બર 11, 2016 @ 14:31:05

  બહુ સરસ વાર્તા! એકી બેઠકે ને આંખને પટપટાવ્યા વગર વાંચી ગયો એ આ વાર્તાની તમારી સફળતા માટે અભિનંદન! હાં એક વાતતો મારે નોધવી પડશે! પ્રવીણભાઈની પ્રેમ વાર્તાઓને તમે સાચવી તો લીધી, પણ અલગ રસ્તે જઈને! ઘન્યવાદ!

  Liked by 1 person

  જવાબ આપો

  • kaushik dixit
   જાન્યુઆરી 05, 2017 @ 19:52:12

   એક જમાનામાં નિયમિત લખતો, ત્રણ દાયકા પછી પુનઃ લખતો કરવાનું શ્રેય પ્રવીણ ભાઈ ને આપું છું. મારી કૃતિમાં રસ લેવા માટે આભાર.

   Like

   જવાબ આપો

 7. મનસુખલાલ ગાંધી--mdgandhi21
  ડીસેમ્બર 13, 2016 @ 00:56:25

  ટૂંકી પણ ચોટદાર વાર્તા ગમી. પતી -પત્ની નો સાચો પ્રેમ એમાં ઉજાગર થાય છે

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: