“આંસુ ભરી હૈ, યે જીવનકી રાહે…”

“આંસુ ભરી હૈ, યે જીવનકી રાહે…”

madhu

ડો. રેડ્ડી એરપોર્ટ પર ફર્સ્ટક્લાસ લોન્જમાં આંટા મારતા હતા. નાની દોઢ વર્ષની દીકરી દોડાદોડી કરીને થાકી અને સોફા પર સૂઈ ગઈ હતી. પ્લેઈન હવામાનને કારણે અનિશ્ચિત સમય માટે લેઇટ હતું. બોમ્બેથી હૈદ્રાબાદનું કનેક્શન ચૂકી જવાય તો બીજો અડધો દિવસ નકામો જાય તેની ચિંતા હતી. મોં પર પર પરસેવો થતો અને લૂછાઈ જતો હતો. રેડ્ડી, પોતાની મૃતપત્ની મધુના અસ્થી લઈને ભારત જતા હતા. ઘણી દોડાદોડી હતી તેમાં એની સાળી કૃતિ, આજે સવારે જ બે એફ.બી.આઈ. ઓફિસર સાથે ઘરે ટપકી પડી હતી. થોડા ફોટા પાડ્યા. ઈશા સાથે રમી. અને બધા ચાલ્યા ગયા. બધાએ સેફ જર્નીની શુભેચ્છા પણ પાઠવી.

પંદર દિવસ પહેલા ડો. રેડ્ડી આગલા દિવસની સોળ કલાકની ડ્યૂટી કરીને હોસ્પિટલમાંથી આવ્યા ત્યારે એમણે દાદરના પગથીયા પાસે મધુને પડેલી જોઈ. ઉપર દોઢ વર્ષની દીકરી ઈશા જોર શોરથી રડતી હતી. બેબાકળા થઈને ડોક્ટરે  ૯૧૧ ને ફોન કરીને પોલિસ અને એમ્બ્યુલન્સને બોલાવી હતી. પેરામેડિક સ્ટાફ અને ડોક્ટરને જણાયું કે બ્રેઈન હેમરેજ થતાં તરત જ મૃત્યુ થયું હતું. પેરામેડિક સ્ટાફ અને આવેલા પોલિસ ઓફિસર પેટ્રિક પણ ઓળખીતા જ હતા. થોડીક ઔપચારિક વિધિ વીત્યા પછી પ્રોટોકોલ પ્રમાણે બોડીને હોસ્પિટલ લઈ જવાયું. બે મહિના પહેલાં એને વર્ટીગો એટલે કે ચક્કર આવતાં હોસ્પિટલમાં જ પડી ગઈ હતી. એજ વાતનું પુનરાવર્તન એક અઠવાડિયા પહેલાં મિત્રની લગ્ન પાર્ટિમાં પણ થયું હતું. વળી એને કોઈક વાર ઊંઘમાં ચાલવાનો પણ રોગ હતો. ઉપરના બેડરૂમમાંથી નીચે ઉતરતાં ચક્કર આવ્યા હશે કે ઊંઘમાં ચાલતા એ સત્તર પગથીયા પરથી નીચે પડી હશે. નીચે પછડાતાં બ્રેઈન હેમરેજ થતાં મૃત્યુ પામી હતી.

જ્યારે પોલિસ ઓફિસર પેટ્રિકે પોસ્ટમોર્ટમ નો ઓર્ડર કર્યો ત્યારે ડોક્ટરે મિત્ર એવા પેટ્રિકને કહ્યું પણ હતું કે ‘આ તો  પડી જવાથી બ્રેઈન હેમરેજ થયું છે. ઓટોપ્સીની શી જરૂર છે?’

‘ડોન્ટ વરી માય ફ્રેન્ડ. ઈટ્સ જસ્ટ ફોર્માલિટી. યુ નો. પ્રોટોકોલ પ્રમાણે કરવું પડે જેમ બને તેમ જલ્દી બોડી મળી જશે. આઈ એમ સોરી’.

ડોક્ટર રેડ્ડી કાયદો સમજતા હતા. ‘ભલે.’

અને ડો. રેડ્ડીને પોસ્ટમોર્ટમ પછી બે દિવસમાં જ મધુનું બોડી મળી પણ ગયું. પછી ચોથે દિવસે મધુનું ધાર્મિક વિધિ પૂર્વક ક્રિમેશન થયું હતું. અહિની ગુજરાતી અને તેલુગુ મરણોત્તર ધાર્મિક વિધિ પછી ડો. રેડ્ડી મધુના અસ્થિ લઈને આજે ઈન્ડિયા જતા હતા.

કૃતિ મધુની નાની બહેન હતી. કોલેજમાં ભણતી હતી અને ગર્લફ્રેન્ડ સાથે એપાર્ટમેન્ટ રહેતી હતી.  પોલિસ ઓફિસરની સાથે કૃતિ આજે ઇન્ડિયા જવાની સવારે જ આવી હતી તે રેડ્ડીને અકળાવતું હતું. એને ઘણાં કામો પતાવવાના હતાં. ઈશાને માસી સાથે જ રહેવું હતું અને એની સાથે જ જવા માંગતી હતી. કૃતિએ એને રમાડીને સૂવડાવી દીધી હતી. જીજાજીને હગ કરીને ‘બૉન વોએઝ્જ’ પણ વીશ કર્યું હતું.

ડોક્ટર પ્લેન લેઇટ થવા બદલ અકળાતા હતા. આખરે બોર્ડિંગની જાહેરાત થઈ. અને તરત જ એ ઈશાને લઈને સૌથી પહેલાં પહોંચી ગયા. બરાબર અડધો કલાક પછી ગેઈટ બંધ થયો અને પ્લેન ગૅઇટ પરથી નીકળીને રન વે પર ટેઇક ઓફ માટે ગોઠવાયું. ડોક્ટરે ફરી પરસેવો સાફ કર્યો અને ઊંડો શ્વાસ લીધા પછી અવાજ વગરના હોઠે ‘થેન્સ ગોડ’ કહ્યું. એની નજર બાજુની સીટપર અર્ધ જાગૃત ઈશા પર જતી હતી. સ્વીટ દીકરી. વિચારતા હતા; બરાબર મધુનો જ ચહેરો, મધુનું જ નાક, મધુની જ આંખો. મધુના જ હોઠ. જાણે એકલી મધુની જ દીકરી.

ટેઇક ઓફ માટે ઉભેલા પ્લેઇનનો ગેઇટ અચાનક ખૂલ્યો. લેડર ગોઠવાઈ અને બે મેઇલ એફબીઆઈ ઓફિસર અને એક ફિમેઇલ ઓફિસર પ્લેઈનમાં દાખલ થયા. એમણે ડોક્ટરના હાથમાં એરેસ્ટ વોરંટ પકડાવી દીધું. મિરેન્ડા વોર્નિંગ અપાઈ ગઈ. ‘યુ હેવ રાઈટ ટુ રિમેઇન સાઇલન્ટ. એનીથીગ યુ સે, કેન એન્ડ વીલ બી યુઝ્ડ અગેન્ન્સ્ટ યુ, ઇન ધ કોર્ટ ઓફ લો’; વિગેરે વિગેરે કહેવાઈ ગયું. ડોક્ટરના હાથમાં હાથકડી પહેરાવાઈ ગઈ ફિમેઇલ ઓફિસરે ઈશાને ઊંચકી લીધી. માત્ર ચાર મિનિટમાં એમની પાછળ ગેઇટ બંધ થયો અને પ્લેઈન રન વે પર ટેઇકઓફ માટે ડોક્ટર રેડ્ડી વગર દોડતું થઈ ગયું. એરપોર્ટ પર મધુની નાની બહેન કૃતી હાજર હતી. નાની ઈશા કૃતિને સોંફાઈ ગઈ.

પિસ્તાળીશ વર્ષના ડિવોર્સી ડોક્ટર રેડ્ડીની રેડિયોલોજી ટેકનિશીયન મધુ દલાલ સાથેની સામાન્ય ફ્રેન્ડશીપ હોસ્પિટલ સ્ટાફમાં ગોસીપનો વિષય બની ગયો હતો. આખરે ત્રેવીસ વર્ષની ગુજરાતી છોકરી મધુ બાવીશ વર્ષ મોટા સાઉથ ઈન્ડિયન ડોકટર રેડ્ડીને પરણી ગઈ.

લગ્ન પછી એને ખબર પડી કે ડોક્ટરને Erectile dysfunction  ઇરેક્ટાઇલ ડિફ્ન્ક્શનની સમસ્યા છે. આ પહેલાં પણ જાતજાતની દવાઓ અને સારવાર સાધનોના ઉપાયો કરી ચૂક્યા હતા. કશો ફેર પડ્યો ન હતો. આગલી પત્નીએ લીધેલા ડિવોર્સનું કારણ પણ એ જ હતું. પહેલી પત્ની લોયર હતી. ડિવોર્સ સેટલ્મેન્ટમાં અડધો અડધ મિલ્કત પડાવી ગઈ હતી.

મધુનું રેડ્ડી સાથે અર્ધસફળ અને નિષ્ફળ રાત્રીઓ વાળું સંતોષ વગરનું દાંપત્ય જીવન વહેતું હતું.

મધુ યુવાન હતી. એને અરમાનો હતા. એ પણ ડિવોર્સનો વિચાર કર્યા કરતી હતી. પણ એને એક દિવસ સારા એંધાણ મળ્યા. એ પ્રેગનન્ટ હતી. એને આનંદ હતો. ડિવોર્સનો વિચાર માંડી વાળ્યો. એને પોતાને પણ ખબર ન હતી કે આવનાર બાળકનો પિતા કોણ છે.

એક નવરાત્રીની રાત હતી. ડોક્ટર મેડિકલ કોન્સફરન્સમાં ગયા હતા. મધુ હોસ્પિટલના ગુજરાતી મિત્રો સાથે ગરબામાં ગઈ હતી. એક અઢારેક વર્ષના ટીનેજર સાથે રાસ ગરબામાં એની જોડી ઝામી ગઈ. નાની બહેન કૃતિની કોલેજમાં જ  પહેલા વર્ષમાં ભણતો હતો. સામાન્ય ઓળખાણ હતી. મધુએ કૃતિ અને એ ટિનેજરને લાંબુ ડ્રાઈવ કરીને ડોર્મેટરીમાં જવાને બદલે પોતાને ત્યાંજ રાત રહી જવાનું સૂચવ્યું હતું.

સતત ત્રણ દિવસ રાસ ગરબામાં એમની જોડી રાસની રમઝટ બોલાવતી રહી. હોસ્પિટલનો ગુજરાતી સ્ટાફ મધુ અને તે છોકરાની જાત જાતની ગરબાની કાબેલિયતની વાત અને વખાણ કરતા હતા. ડોક્ટર મધુ અને ગરબાની વાત સાંભળતા રહ્યા. નાની સાળી અને તેનો ગુજરાતી મિત્ર તેને ત્યાં રાત રોકાયો હતો તે પણ મધુએ એને કહ્યું જ હતું.

ત્યાર પછી મધુને ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે. મધુને પોતાને પણ ખબર ન હતી અને યાદ ન હતું કે નવરાત્રીના દિવસોમાં ક્યારે, કેટલું અને શું થયું હતું. હા અમર્યાદ છેડછાડ અને તોફાન જરૂર થયાં હતાં. બીજે જ દિવસે કોન્ફરન્સ પછી ડોક્ટર સાથે પણ તે સમય ગાળામાં  સફળ નિષ્ફળ સહશયન તો થયું જ હતું.

આ વર્ષે પણ કંઈક એવું જ બન્યુ હતું. નાની ઈશાને ડોક્ટર પાસે મૂકીને મધુ ગરબામાં ગઈ હતી. ત્રણે દિવસ મોડી રાતે તે ધેર પાછી ફરી હતી. બે મહિના પછી ખબર પડી હતી કે તે પ્રેગનન્ટ છે.

ડોક્ટર શક્યતાના દિવસોનું ગણિત ગણતા રહ્યા. શંકા શાબ્દિક અને શારીરિક સંગ્રામમાં પરિવર્તન પરિણમી; અને ચાર દિવસ પછી પ્રેગનન્ટ મધુ દાદર પરથી પડી ગઈ અને બ્રેઈન હેમરેજ થતાં મૃત્યુ પામી. એને ઊંધમાં બોલવા ચાલવા નો રોગ હતો.

બરાબર પંદર દિવસ પછી ઈશાને અને મધુના અસ્થીને લઈને ઈન્ડિયા ઊડી જતાં ડોક્ટરને એફ.બી.આઈએ એરેસ્ટ કરીને ઈન્ટરોગેશનની ખૂરશી પર બેસાડી દીધા.

સાથે ડિસ્ટ્રીક એટર્ની અને રેડ્ડીના મિત્ર એટર્ની નૈયર પણ હાજર હતા.

‘ડોક્ટર રેડ્ડી, વ્હાઈ ડી યુ કિલ યોર પ્રેગ્નન્ટ વાઈફ મધુ.’

‘આઈ ડીડ નોટ કીલ હર. એ તો ઊંઘમાં ચાલતી હશે અને દાદર પરથી પડી ગઈ. હું સવારે આવ્યો અને પડેલી જોઈને તરત જ પોલીસને ફોન કર્યો હતો.’

‘ડાક માય ક્વેશ્વન ઈઝ વ્હ્યાઈ ડીડ યુ કીલ હર’

‘નો આઈ ડીડ નોટ કીલ હર’

ઓફિસરે થથરાવી નાંખે એવી ત્રાડ નાંખી. વી હેવ ઓલ એવીડન્સ. મધુને કેમ મારી નાંખી?

હોસ્પિટલમાંથી ડ્યૂટિ દરમ્યાન તું કાયમ હોસ્પિટલ બહાર સિગરેટ પીવા પાર્કિંગ લોટમાં જતો હતો. તે દિવસે પણ તું પાર્કિગ લોટમાં સિગરેટ પીવાને બહાને હોસ્પિટલમાંથી નીકળીને કાર લઈને તારે ઘેર જઈને મધુને દાદર પરથી નીચે ફેંકી હતી. ઝપાઝપીમાં તારા લેબ કોટનું બટન તૂટીને ગાઉનમાં ભેરવાયું હતું. એ નીચે પડી હતી પણ મરી ન હતી. ખુરશીનું કુશન નાક અને મોં પર દબાવીને શ્વાસ રૂંધીને તેં જ મારી નાંખી હતી. પછી ઘસડીને ફરી વાર પગથીયા પર ફરી વાર માથું અફાળ્યું હતું. ડાક યુ આર નોનપ્રોફેશનલ સ્ટુપિડ કિલર. મારી નાંખ્યા પછી જાણે સ્મોકિંગ કર્યા પછી કશું જ બન્યુ ના હોય એમ હોસ્પિટલમાં આવી ગયો. બે ત્રણ કોવર્કરની સાથે ગપ્પા મારી ઍલિબાઇ ક્રિએટ કરવાની ટ્રાઈ કરી હતી. પણ આર.એન. એલિસાએ જ્યારે પૂછ્યું કે ‘આજે તો હોલ પેક ફિનિશ કર્યું હોય એટલો ટાઈમ બહાર થંડીમાં મોજ માણીને!’ તેના જવાબમાં તેં કહ્યું હતું કે ‘ના, થંડી હતી એટલે કારમાં બેઠો હતો અને જરા વાર ઊંઘ આવી ગઈ હતી.’

‘અમારી પાસે પુરતા પુરાવા છે કે ડો. રેડ્ડી તેં જ અને તેં જ તારી પત્ની ને માંરી નાંખી છે. તેં એને મારી નાંખવાનો અક્કલ વગરનો, સ્ટૂપિડ પ્લાન કર્યો હતો ‘

રેડ્ડી ભાંગી પડ્યો. હા તે પ્રોફેશનલ કિલર ન હતો.

‘યસ આઈ કીલ્ડ હર, આઈ કીલ્ડ હર, યસ આઈ કીલ્ડ હર…’

એટર્ની ફ્રેન્ડ નૈયરે કહ્યં. ‘સ્ટોપ રેડ્ડી, યુ ડોન્ટ હેવ ટુ એન્સર એની ક્વેશ્ચન.’

‘નો લેટમી સે, સી વોઝ ચીટર. સી કેન સ્લીપ વીથ એનીવન એન્ડ એવ્રીવન. થ્રી વીક્સ એગો આઈ ડીડ ઈશાઝ પેરન્ટશીયલ ડી.એન.એ, ટેસ્ટ. યુ નો, આઈ એમ નોટ હર ફાધર. મારે એના ગેરકાનુની ચિલ્ડ્રનને પાળવા પોષવા નથી.

‘અમને ખબર છે કે એટોપ્સી પછી તને કોઈ શોક થયો ન હતો. ત્યાંની લેબડિરેક્ટરને પણ ખાનગી સૂચના આપી હતી કે ફિટસનો ડી.એન.એ અને પેટર્નિટી ટેસ્ટ કરવી. અમે એને સસ્પેન્ડ કરાવીને રિઝલ્ટ બ્લોક કરાવ્યા હતા. ડુ યુ વોન્ટ ટુ નો ધ રિઝલ્ટ?’

‘નો આઈ એમ નોટ ઈન્ટરેસ્ટેડ. મસ્ટ બી એની ગુજ્જુ ગુન્ડા’.

‘નો ડાક. ફાધર ઓફ ધ બેબી બોય ઇઝ નોબડી બટ યુ. જ્યારે તને ઈશાના ડી.એન.એ ની ખબર પડી તે જ દિવસે પ્લાન કરી, તારી અને ઈશાની ઈન્ડિયા માટેની ટિકિટ બુક કરાવી હતી. એ પણ તારી મોટી ભૂલ હતી. પણ એકલા જવાને બદલે તેં ઈશાને કેમ લઈ જવા વિચાર્યું હતું.’

‘મારે ઈશાનું લટકણીયું જોઈતું ન હતું. બસ એને કોઈને દત્તક તરીકે વેચી દઈને પચાસ પંચોતેર લાખ કમાઈ લેવા હતા.’

રેડ્ડી માથું ઢાળી રડતો રહ્યો. ‘ ઓહ માય ગોડ. આઈ કિલ માય અન્બોર્ન બેબી, આઈ કિલ માય બેબી બોય. યેસ, યેસ આઇ એમ કિલર ફ્… કિલર’

ઓફિસર્સ અને બન્ને એટર્ની ડોક્ટરને મૂકીને સેલની બહાર નીકળી ગયા. કસ્ટડીનું ડોર એમની પાછળ સ્લેમ થઈ ગયું. ડોક્ટર રેડ્ડીને એના કાયમના સ્થાન અગર ડેથ પેન્લ્ટીના એંધાણ આપતું ગયુ. એમની પાછળ કન્ફેશન વાતચીતનો વિડિયો રેકોર્ડ થઈ ગયો હતો.

18 responses to ““આંસુ ભરી હૈ, યે જીવનકી રાહે…”

  1. pravinshastri December 27, 2016 at 11:28 AM

    આભાર સતિશભાઈ, જ્યાં ખામી સૂચન હોય તે પણ જણાવતા રહેજો.

    Like

  2. Satish Parikh December 27, 2016 at 10:28 AM

    રહસ્યમય વાર્તા, શરુઆત થી અંત સુધી જકડી રાખે તેવુ સસ્પેન્સ. અદ્ભુત દાદા, આવી વાર્તા પિરશતા રહો તો લોકો તમારી સળી (????) કરવાની ટેવ ને માફ કરી દેશે.

    Liked by 1 person

  3. pravinshastri December 21, 2016 at 9:44 AM

    આરતિબહેન, વાર્તા વાંચીને પ્રતિભાવ આપવા બદલ હાર્દિક આભાર. આપની વાત સાચી જ છે. મારા અવલોકનકાર મિત્રનું પણ સૂચન આ જ હતું. મૂળ વાત અતિશય લંબાઈ ગઈ. કાતર ચલાવતાં એ રહસ્ય વાર્તાને બદલે ઘટનાત્મક વાત થઈ ગઈ. બહેન આપનો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે માર્ગદર્શન આપતા રહેજો.

    Like

  4. સંવેદનાનો સળવળાટ December 21, 2016 at 1:22 AM

    રહસ્યમય વાર્તાવિષય ખુબ સરસ
    પણ, તમારી કાબેલિયત વિશે વિચારું તો આને વધુ સરસ મઠારી શકો એમ છો.

    Liked by 1 person

  5. અનીલ અસારી December 17, 2016 at 11:08 AM

    વાર્તાનો પ્લોટ ખુબ મજબૂત હતો..
    ઉત્તમ સ્ટોરી

    Liked by 1 person

  6. pravinshastri December 15, 2016 at 11:34 AM

    ના ના ના ના. તમારા અભિપ્રાયનું મારે માટે એક વિશિષ્ટ મૂલ્ય છે. આત્મીય મિત્ર પાસે મુક્ત પ્રતિભાવની આશા રખાય.

    Like

  7. Amrut Hazari. December 15, 2016 at 9:36 AM

    પ્રવિણભાઇ,
    સરસ ચર્ચા…કોમેંટ ચાલી રહ્યા છે. જે બઘા ઇમ્પ્રુવમેંન્ટમા મદદરુપ થઇ શકે.

    સસ્પેન્સ વાર્તાઓમાં જ્યારે સસ્પેન્સની અસર બનાવવી હોય ત્યારે અેક ક્ષણે વાર્તા કહેવા કરતાં વાર્તાને પોતાને જાતે બનવા દો અને પછી થોડે આગળ જઇને અડઘેથી છોડી દો અને વાચકને પોતાને વિચારવા દો…તેમને પોતાને વાર્તાનું અેક પાત્ર બનવા મજબુર કરો…દા.ત. હવે શું ? કયે રસ્તે આગળ વઘી શકાય…બે રસ્તા દેખાય છે….શું થશે.? વાચકની ઉત્સુકતા જાગૃત કરો.

    સસ્પેન્સ હિન્દી ફિલ્મો વર્સીસ હોલીવુડની સસ્પેન્સ ફિલ્મોનો જો જોઇઅે તો સમય મર્યાદા સામે આવશે. હોલીવુડ ફિલ્મ દોઢ કલાકમાં પ્રેક્ષકને ભેજુ ઘસતો કરીને થીયેટરની બહાર મુકી દે છે જ્યારે હિન્દી ફિલ્મ ત્રણ કલાકે પણ તે અસર ઉપજાવી શકતી નથી હોતી કારણ કે ડાયરેક્ટર પોતે જ રહસ્યો ખોલતો હોય છે.

    જ્યારે આ ઉત્સુકતાપૂર્ણ વાત આવશે ત્યારે હોલીવુડની ફિલ્મોની જેમ તમે પણ સમય કે શબ્દો સાચવી શકશો….કદાચ ૧૫૦૦ થી ૨૦૦૦ શબ્દોમાં ……..

    વઘુ લખાઇ ગયુ હોય તો ક્ષમા ચાહુ છું…પરંતુ મારા વિચારો જણાવવાનું મન ટાળી શક્યો નહિ.

    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  8. mhthaker December 15, 2016 at 2:53 AM

    really liked plot..smaller is better..gives idea of human psychology and later Afasana

    Liked by 1 person

  9. મનસુખલાલ ગાંધી December 14, 2016 at 10:20 PM

    તદ્દન સાચી વાત કહી. મુળ તો વાર્તામાં રસ પડવો જોઇએ અને કંટાળાજનક મુદ્દાઓ મુકવા કરતા મુદ્દાસરની રસજનક નાની વાર્તા વાંચવાની મજા પડે.

    Liked by 1 person

  10. pravinshastri December 14, 2016 at 9:57 PM

    મનસુખભાઈ, સામાન્ય રીતે વાર્તાનું કદ ૨૦૦૦ શબ્દ વત્તા કે ઓછા ૫૦૦ શબ્દોનું હોવું જોઈએ. મારી મોટા ભાગની વાર્તાઓ ૨૫૦૦ શબ્દોની થઈ જાય છે. ટૂંકુ લખવા પ્રયત્ન કરું છું કે જેથી વાચક મિત્રો કંટાળે નહિ.

    Like

  11. મનસુખલાલ ગાંધી December 14, 2016 at 9:35 PM

    આવી સુંદર મજાની નાની વાર્તાને તાણી તાણીને લાંબી….લાંબી… મોટી કરવાની કોઈ જરૂર નથી. આ તો ફુલ્પ્રુફ પ્લાન બનાવનારા પણ કેવા ફસાઈ જાય છે તે બતાવવાનો સરસ પ્રયાસ કર્યો છે. અમેરીકા જેવા શહેરમાં રહેતા જાજરમાન ડૉક્ટર, પાછા ડિવોર્સી, પોતાની એબ જાણવા છતાં પણ આવો હિચકારો પ્રયત્ન કરે એ એક વિચિત્રતા પણ કહેવાય.

    સરસ સસ્પેન્સ વાર્તા…..

    Liked by 1 person

  12. pravinshastri December 14, 2016 at 9:19 PM

    મારા મિત્ર અમૃતભાઈ હજારી કહે છે તેમ સસ્પેન્સ જેવું કાંઈ જનથી …મત્ર ઘટના જ કહેવાય.

    Like

  13. pravinshastri December 14, 2016 at 9:17 PM

    આપના આશિષ મળે એ જ ઘણો સંતોષ છે. સાદર વંદન.

    Like

  14. pravinshastri December 14, 2016 at 9:16 PM

    આપની વાત તદ્દન સાચી છે. આ વાર્તા ખરેખર નોડિટેક્ટિવ વાર્તા બની શકી હોત. બે ત્રણ પેરેગ્રાફ પછી એ અધુરી પડી રહી. મૂળ વાતમાં દીકરી પાસે “બોલાવબાના શબ્દો હતા ” પાપા પૂશ ” પણ વાર્તા લાંબી થઈ જવાના ભયે. ટૂકાવી નાખ્યું. મારી વાર્તા – ઓપરેશન કૌટિલ્ય અને સરોદ છેડે સેક્સી સૂર લાંબી થઈ ગઈ હતી. એટલે ૨૦૦૦ શબ્દોની અંદર રાખવા જતાં વાર્તાને બદલે સસ્પેન્સ વગરનો સીધો બનાવ જ બની ગયો. અમારું અવલોકન ખરેખર વ્યાજબી જ છે. આવી ઉતાવળ ના કરવી જોઈએ. આભાર અમૃતભાઈ. બસ આ જ રીતે જ્યાં જે ચૂકું તે જણાવતા રહે જો. આ માત્ર ઘટનાની જ વાત બની ગઈ.

    Like

  15. Amrut Hazari. December 14, 2016 at 8:36 PM

    મિત્ર,
    મારા વિચારો….વાર્તા ગમી. પરંતુ પ્રાવિણ શાસ્ત્રીના સ્ટાન્ડર્ડની નથી. તમારી કક્ષા તો ઘણી ઉંચી છે. વિઘુર વ્યથા જેવી ઘણી ઉચ્ચકક્ષાની વાર્તા પ્રવિણભાઇની કલમે સર્જાઇ છે. ડો. રેડીના દરેક ખોટા પગલાં તમે જ લખી નાંખ્યા…..ડીટેક્ટીવો પાસે જુદા પાસાથી તેમના સીક્રેટ શોઘન થકી લખાવ્યા હોત. દિકરીના મોઢે કાંઇક કહેવડાવ્યુ હોત. અેક ફિલ્મ આવી હતી જેમાં કાશ્મીરનો અેક ગુંડો નેતા તેની સાથે હોય છે તે દિકરીને ગભરાવીને બોલતી બંઘ કરાવી રાખે છે..અને ડીટેક્ટીવો તે દિકરી પાસે રહસ્ય કઢાવડાવે છે.
    આ મારા વિચારો છે.
    આભાર.
    અમૃત હઝારી.

    Liked by 1 person

  16. aataawaani December 14, 2016 at 5:03 PM

    પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
    તમે વાર્તાના કારીગર છો . કુશળ વાર્તા લખનાર છો , એની કોઈથી ના પડાય એમ નથી . મારાથી તો હરગિજ નહીં .

    Liked by 1 person

  17. સુરેશ December 14, 2016 at 4:50 PM

    સસ્પેન્સ માસ્ટર.

    Liked by 1 person

  18. Vinod R. Patel December 14, 2016 at 3:22 PM

    છેલ્લે સુધી વાર્તામાં સારું સસ્પેન્સ જળવાયું છે એટલે એ રસિક બની છે. પ્રવીણભાઈ ,તમે દરેક પ્રકારની વાર્તાઓ લખી શકો છો એ કાબીલેદાદ છે.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: