કાવ્ય ગુંજન ૪૫.

કાવ્ય ગુંજન ૪૫.

જીવને શિવ થવાની ઝંખના, મોક્ષત્વ પામી આકાર વિહીન થવાની આતુરતા કે અશરીરી સાથે તાદમ્ય પામવાની આકાંક્ષા………. શું છે આ કવયત્રીના મનમાં?

એક અદ્ભૂત વાત

asmita

Asmita Atul Shah ની…..

blishfoll-soul

ખબર છે મને ,

તુ મારી નજર સમક્ષ હોવા છતાં ,
તુ મારું નામ નથી બોલી શકતો,
તારી ઋજુ આંગળીઓનો સ્પર્શ મને નથી કારાવતો

દટાઈ ગયેલો હોય એવો , આ શિશિર ની હિમ્પ્રાતોમાં એમ ,
હું તને શોધે રાખું છું ને મારું અસ્તિત્વ આ હિમ્પ્રાતોમાં ઠંડુગાર,

નગ્ન વૃક્ષો નો કલાત્મક વૈભવ જેવો,
તારો દેહ કેમ મને કળ્યો કળાતો નથી!

તુ અશરીરી છે !?,
આ બે પહાડો વચ્ચેની ઊંડી ખાઈ, પર્વત માં થી ફુટતું ઝરણું,
પંખીનો કલશોર , મધુકરનું કુસુમ પર મંડરાવું,
તારું જ રૂપ હોઈ શકે ને
તે જ વ્યાપ્ત કર્યો પ્રેમ..કામ સ્વરૂપે ,મોહસ્વરૂપે,પ્રણય સ્વરૂપે

તો કેમ નીલકંઠે ત્રીજું નેત્ર ખોલી કામને બાળ્યો?
શું તને ય કામ પજવે છે ને તુ ય ભીલડી માં મોહ્યો !,

દેહ નો મોહ! ઋણમુક્તેશ્વર તને ય વળગે છે !
ઋણ માંથી મુક્ત કરે તે…!

તુ મને આ દેહનાં ઋણમાં થી મુક્તનાં કરે?,

આપણે બેય અશરીરી… અયોનીજ..

પ્રકૃતિમાં જન્મી રહીએ..મોહ મુક્ત….

અસ્મિતા

 

+++++++++++++++++

 

 

 

 

અસ્મિતા શાહના એક નિત્ર Himmatbhai Desai પ્રતિભાવમાં જણાવે છે….

 

ખૂબ સરસ સત્ય વાત રજુ કરી આ રચનાં માં
ઈશ્વર ને પુછયુ તું અશરીરી છે…?
આપણા સાચા સંત મહાપુરુષો એ ઈશ્વર ને અશીરીરી અને નિ:અક્ષર બ્રહ્મ અથવા. નિ:શબ્દ બ્રહ્મ તરીકે જ ઓળખ્યો છે અને ઓળખાવ્યો છે એ પણ. કેવળ “સાન ” ઈશારો કરી ને કારણ કે અરૂપ -અબોલ બ્રહ્મ ને ઓળખી અને ઓળખાવવા ની શકતિ સાચા સંતો પાસે જ હોય છે..
એ સાચા ઈશ્વર ની ઓળખ હોવાથી પત્થર ના દેવ ની પૂજા કરતાં નહોતા અને એવું કરવા ની સલાહ પણ નહોતા આપતા…
એમાં ગંગા સતી, તોરલદે..અને નરસિંહ મહેતા, મીરાં બાઈ ,અને અખો ભગત ,એથી તો કહ્યું…
એણે આ જગતના બધાં મૂર્તિ પૂજા કરતાં લોકોને ગર્ભિત ભાષામાં કહ્યું કે એક (મૂર્ખ ) મૂરખ ને એવી ટેવ પત્થર એટલા પૂજે દેવ ..
સંતો ઘડેલા નહીં અણઘડ ઘડયા વીના ના અરૂપ ઈશ્વર ને ઓળખી અમર પદ કે નિર્વાણ પદે પહોંચી શકયા છે.. એવા જ સંતો મહાપુરુષો ને સાચા સદગુરૂ સંત ની પદવી પ્રાપ્ત થાય છે
સંતની ડીગ્રી વેશ ભુષા પહેરીને નથી મેળવી શકાતી…
સત્ય નામ , ની ઓળખ કરવી પડે… એ સદગુરૂ જ કરાવી શકે
એ માર્ગ ને સંત મિલન ગુરૂ ગમ જ્ઞાન માર્ગ કહયો છે….!

ઈશ્વર આપણા હૃદયમાં બોલ સ્વરૂપ થી વાસ કરેછે
એટલે આપણા દરેક મહાન સાચા સંતો એ કહ્યું છે… કે…આપણી અંદર. જે….

બોલે છે એ બીજો નથી ,ઈ પ્રભુ પરમાત્મા પોતે,

અજ્ઞાની જીવ આંધળો ઈ…છેટે છેટે ગોતે….!

નિરાકાર અશરીરી ઈશ્વર . . .
જીવનની આ રંગભૂમિનો નિર્દેશક.

આપનો પ્રતિભાવ જણાવશો?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google photo

You are commenting using your Google account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: