મિત્રો મળ્યા – પ્રભુશ્રીના આશિષ

sharad_shah_1

શ્રી શરદ શાહ

 મિત્ર શૃંખલામાંની એક કડી શ્રી સુરેશ જાની અને તેમની સાથે આધ્યાક્મિક તાણે વાણે જોડાયલી બીજી કડી શ્રી શરદ શાહ.

શ્રી શરદ શાહ પ્રકીર્ણ પ્રસાદીમાં એમની વિચારધારા આ બ્લોગમાં વહાવતા રહ્યા છે. હળવી રીતે કહું તો શરદભાઈ “ભિતરનો જીવડો” છે. રજનીશજી પાસે દિક્ષા લઈને એક વિશિષ્ટ રીતે સંસારમાં સાધુ જીવન વ્યતિત કરી રહ્યા છે. એઓ આધ્યાત્મના સાગરમાંથી મોતી લાવનાર મરજીવા છે. (હું તો એ ગહન સ્મુદ્રમાં ડૂબકી મારી શકું, કે કિનારે બેસી સ્નાન પણ ન કરી શકું. ન તો પગ પણ પલાળી શકું.

શ્રી સુરેશ જાનીના બ્લોગમાં શરદ શાહના ફોટા પર ક્લિક કરવાથી એમનો જીવન પરિચય જાણવા મળશે. એ ઓશ્રી ફેસ બુક પરના મારા તોફાની મિત્ર પણ છે. એમનું જીવન જાણ્યા પછી એમના વિચારો સમજવા થોડા સહેલા થશે.

 

સૂરસાધના

હા! ખરેખર પ્રભુશ્રીના આશિષ જ કે, મિત્રો મળ્યા.

પણ આજે જે મિત્ર અંગે વાત કરવાની છે; તે અચૂક પ્રભુશ્રીના આશિષ પાઠવીને જ ઈમેલ પૂરો કરે છે !

આ મિત્રને મળવા જતાં મને એમને સરપ્રાઈઝ આપવાનું મન થયું. સવારમાં વહેલો, સીધો એમની ઓફિસે પહોંચી ગયો. અમદાવાદ મ્યુનિ. ના નવરંગપુરા સ્ટેડિયમના સમૃદ્ધ વિસ્તારમાં એમની અર્ધ સરકારી સંસ્થાની ઓફિસ આવેલી છે. પટાવાળો પણ હમણાં જ આવ્યો હતો અને સાફસૂફીમાં વ્યસ્ત હતો. તેણે એમની ઓફિસ સાફ કરી મને બેસાડ્યો. મારી ધીરજ ખૂટી જવાની તૈયારીમાં જ હતી; અને ત્યાં એ આશિષદાતા આવી પહોંચ્યા.

કોણ? ખબર ન પડી ને? પણ જે લોકો એમની સાથે ઈમેલ સમ્પર્કમાં છે; એ બધા તો શિર્ષક વાંચીને તરત એમને ઓળખી ગયા હશે.

લો .. એમની છબી જ જોઈ લો.

 અને એમનો પરિચય – એમના પોતાના જ શબ્દોમાં – આ રહ્યો.

શરદ શાહ – પ્રભુશ્રીના આશિષે મળ્યા.

આ છે શરદ શાહ. આમ તો કોમર્સ ગ્રેજ્યુએટ છે; પણ ગુજરાતના ઘણા બધા પ્રોજેક્ટોને…

View original post 284 more words

5 responses to “મિત્રો મળ્યા – પ્રભુશ્રીના આશિષ

 1. pravinshastri December 25, 2016 at 11:25 AM

  પણ શરદભાઈ મારી સાથે તો તોફાની જ છે. એને ભીતર જોવા કરતાં મારા ટાંટિયા ખેંચીને ગબડાવવાનો જ આનંદ આવે છે. એને સળી કરીયે એટલે આવી જ બને. એની વે આઈ લાઈક ઈટ.

  Like

 2. સુરેશ December 25, 2016 at 10:21 AM

  ‘હવાઈ’ જઈને (!) પાછો આવી ગયો, અને આ રિબ્લોગ જોઈ પાછો કડક બની ગયો !! નેટ પર વાહ વાહ કરનાર મિત્રો તો બહુ મળે છે, પણ નિર્દોષ અને દિલી મૈત્રી વાળા મિત્રો મળી જતા હોય છે. એ જ બલોગડાની સાચી કમાણી છે.
  ——-
  શરદ ભાઈની આધ્યાત્મિક વાતોથી તો આપણે બધા પરિચિત છીએ, પણ એમની સાથે નવરાશનો સમય મળ્યો હોય તો, એમના ‘GITCO’ ખાતેના અનુભવો પણ જબ્બર છે. એ અનુભવોનું વૈવિધ્ય જોઈ/ જાણી આપણને અચંબો જ થઈ જાય. મને અને લક્ષ્મીકાન્ત ભાઈને એ લ્હાવો પણ મળ્યો છે..

  Liked by 1 person

 3. Sharad Shah December 22, 2016 at 1:32 PM

  શું લખું? મિત્રોનો બેશર્ત વહેતો પ્રેમ જોઈ આંખ ભીની થાય અને હૃદય ભરાય બસ.
  બાકી આધ્યાત્મના જગતનો હજી એકડો જ માંડ માંડ ઘુંટાઈ રહ્યો છે. મારા પ્રતિભાવ કોઈના હૃદયને સ્પર્શ્યા હોય તો એ એની(પ્રમાત્માની) પુકાર છે, અને ખટક્યા હોય તો હું ક્યાંક વચમાં આવી ગયો હોઈશ.મિત્રો, ભિતર અજંપો, બેચેની, અનિંદ્રા, ઉદ્વેગ, ઊચાટ, ઊદાસી, ગાંડપણ, ચિંતાઓ, ક્રોધ, લોભ, અહંતા, મમતા જેવા રોગોને કારણે પીડાઓ ઊત્પન થતી દેખાતી હોય તો કોઈ સતગુરુને શરણે જજો, જે આ પીડાઓમાંથી અવશ્ય બહાર કાઢશે એટલું હું મારા અનુભવે ખાત્રીપૂર્વક કહું છું. જે શેષ સમય બચ્યો હોય તેનો સદઊપયોગ થાય તેવી તમામને માટે પ્રાર્થના.

  Like

 4. pravinshastri December 22, 2016 at 9:47 AM

  ના પ્રજ્ઞા બહેન, અટકશો નહી. પ્રતિભાવ પ્રવાહને વહેતો જ રાખજો. સાંસારિક જવાબદારીઓમાં અને એકધારી વ્યાવસાયિક ઝંઝાળમાં સાહિત્ય અને શબ્દો ખોવાઈ ગયા હતાં ત્યાં આધ્યાત્મ અને આત્મચિંતનનું તો સ્થાન જ ક્યાં? બ્લોગ અને ઈ મેઇલ સંપર્કે આપ જેવા મિત્રો મળ્યા એને સદભાગ્ય સમજુ છું. સુરેશભાઈ અને શરદભાઈ ઉપરાંત શરદભાઈના જ આત્મીય મિત્ર કૌશિક દીક્ષિત પણ એજ કક્ષાના મિત્ર છે. આમ છતાં હજુ એમના રંગમાં રંગાવાનું બાકી છે .

  Liked by 1 person

 5. pragnaju December 22, 2016 at 9:08 AM

  જ્ઞાન વૃદ્ધ શરદભાઇ આધ્યાત્મિક પ્રશ્નોના ઉતર સરળ ભાષામા સહજતાથી આપે છે.અસંમત થતા હોય તો પણ ઉગ્ર થતા નથી. તેમના પ્રતિભાવ મળવા એ સૌભાગ્ય છે.

  આધ્યાત્મિક ગુઢાર્થ વાળુ કાવ્ય યાદ આવે
  શરદ પૂનમની રઢિયાળી સદા,
  મને સાંભરે આપણી રાત, સખી !
  હસે આકાશે ચંદ્રમા, તારા લસે;
  મને સાંભરે આપણી રાત, સખી !

  તેમા શરદ પુનમના દિવસે ચંદ્ર ૧૬ કળાએ ખીલીને ધરતી પર અમૃત વરસાવે છે. વર્ષા ઋતુની વિદાય અને શરદ ઋતુના બાળસ્વરૂપનુ આ સુંદર દ્રશ્ય દરેકનું મન મોહી લે છે. ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે છે બ્લોગ જગતમા કાનો માત્રા હ્રસ્વ દીર્ઘ અવલંબન વગરના શરદ…આધ્યાત્મિક અમૃત વર્ષાવે છે.તેમનું કોકવાર નિર્દોષ રમુજો પણ કરે છે. લેખ કરતા પ્રતિભાવના શબ્દ વધે નહીં તેથી અસ્તુ

  Liked by 2 people

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: