ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો. (૨)

ચંદુ ચાવાલાનો પાનનો ગલ્લો. (૨)

 

સુરતી બોલી એટલે શું ગાળ જ?

સાસટરી ટુ મારે ટાં પાનના ગલ્લા પર નઈ આઈવો, ટેજ બૌ હારુ ઠીયું. ટને મોટુ અને નાનુની ફાઈટિંગમાં રેફરી બનાઈવો ઓટે ટો ટું બીલકુલ ગાન્ડો ઠઈ જટે.’

કેમ, શું એ બે જણાએ તમારા ઘરમાં મારામારી કરી હતી?’

ના, મારી યંગેસ્ટ ડોટર ઈન લો વિદુષીનીટો એકડમ મિલિટરી મિજાજની છે. મારા પોઈરાઓ મારું નઈ હાંભરે પન એ જો ઢીમે રઈને પ્લીઝ ક્વાએટકહે ઍતલે બધ્ધા ક્વાએટ. ટારી વાર્ટાઓની બીગ ફેન છે ટે. એક માટ્ર ટારી હાઠે જ હું, હુરટી બોલીને મારી માટ્રુભાસાની વર્સીપ કરી લૌઉં; બાકી મારી લાડકી ડોટર ઈન લોએ મને ઘરમાં પ્યોર નહિ, ટો પણ સીઢું ગુજરાટી બોલવાનો ઓર્ડર કરેલો છે. જો મારે પન મારી ડિકરી જેવી વૌ નું હાંભરવું પરે ટો કોની ટાકાટ છે કે મારા ઘરમાં કોઈ મારામારી કરે.’

‘તો ચંદુભાઈ આજ ના પુરતું ઈનફ સુરતી બોલી લીધું. હવે જરા થોડી થોડી રેગ્યુલર ગુજરાતી બોલતા થઈ જાવ ને! પ્લીઝ.’

‘ઓકે શાસ્ત્રીજી, આઇલ ટોક ટુ યુ આઈધર પ્યોર ગુજરાતી ઓર પ્યોર એન્ડ કરેક્ટ ઈંગ્લીશ. એન્ડ યુ મસ્ટ સ્પીક વિથ મી ઈન પ્યોર ગુજરાતી. નોટ ઈન ગુજઇંગ્લીશ. હું તમને કદીયે ટુકહીને નહિ સંબોધું. આપ મોટા છો. માન પૂર્વક આપ થી જ સંબોધીશ.’

‘અરે દોસ્ત, એટલા બઘા ફોરમલ થઈને આપણે આપણાપણું ગુમાવવું નથી. આ તો એમ છે કે આપણી વચ્ચે જે વાતો થાય એ કેટલીક વાર મારી વાર્તામાં વણું છું અને મારાથી તમે જે બોલો છો તે લખાઈ જાય, અને સુરત બહારના હોય એમને સમજ પણ ન પડે અને અર્થનો અનર્થ થઈ જાય.’

‘શાસ્ત્રીભાઈ, બરાબર એવું જ થયું હતું. મારા વચલા દીકરાના બે સાળાઓને એમના દોસ્તો સાથે શુક્રવારે પાનના ગલ્લા જેવા ડિશ્કશન ફનમાટે બોલાવ્યા હતા. તમને પણ આમંત્રણ આપ્યું જ હતું. પણ તમે ગુલ્લી મારી ગયા. પહેલાં જરા ડ્રિંક્સ અને પછી ડિનર અને પાન ખાઈને નિરાંતે વાતે ચઢ્યા. મોટુ ઈન્ડિયામાં નહેરૂ ફેમિલીનો કોંગ્રેસી ભક્ત અને અમેરિકામાં ડેમોક્રેટિક પાર્ટીનો સપોર્ટરઅને છોટુ મોદીનો ચમચો અને રિપબ્લિકન પાર્ટીનો મેમ્બર. જો ચર્ચામાં ઝામે તો જોવા જેવી થાય.’

ચંદુભાઈ, ચર્ચાની શરૂઆત કયા સબ્જેક્ટથી થઈ?’

મેં ધીમે રહીને કહ્યું કે આનંદીબેન અને હાર્દિકભાઈ લોક માનસમાંથી તડીપાર થઈ ગયા એટલે હવે તો ગુજરાતમાં શાંતિ થઈ ગઈ હશે.’

ચંદુભાઈ, તમે આ ચર્ચાનું મંગળાચરણ કર્યું કે આપણી હૂરતી ભાષામાં હળીકરીએ તે કર્યું?’

શાસ્ત્રીજી, કંઇક શરૂઆત તો કરવી પડે. બસ પછી તો બન્ને ભાઈઓ અને એના સપોર્ટરનું જબરૂં ચાલ્યું, મારા બેટાઓએ બરાબર ઈન્ડિયન પાર્લામેન્ટમાં જે ધમાલીયા નાટકો થાય તેવા જ ખેલ શરૂ કરી દીધા. કોના બાપની દિવાળી. એક એક મિનિટનો પાર્લામેન્ટનો સમયનો બગાડ તો પ્રજાના પરસેવાના પૈસાનો જ ને? જો કે મારા ઘરમાં થતી વાતો મારા એન્ટર્ટેઇન્મેન્ટ એક્ષપેન્સમાં જાય.’

મોટુ કહે, અત્યારે કેવી શાંતિ છે તે તો ઈલેક્શન ટાઈમમાં મોદીને ખબર પડશે. ગુજરાતમાંથી કોઈ પણ ગામમાંથી ઉભા રહેશે તો ડિપોઝીટ ગુમાવશે. ભાજપના ફ્યુનરલનો ટાઈમ પાકી ગયો છે.’

છોટુએ જમાવ્યું અરે મારા વડીલ મોટુભાઈ, કોંગ્રેસનું બેસણું તો ગયા ઈલેક્શનમાં થઈ ગયું  હતું ને. તમારા રાજ્કુંવરજીની તાકાત હોય તો મોદીની સામે ઊભા રહે. સૂપડા સાફએના કરતાં તો એની  પ્રિન્સેસબેન બુદ્ધિશાળી કે રાસ્ટ્રીય જમાઈરાજ સાથે પોલિટિક્સમાં પડ્યા વગર જલસા કરે છે. અને તે પણ તમારા બાપના જ પૈસે.’

તો છોટિયા મારો ને તારો બાપ જૂદો છે?’

બાને માટે ખોટી વાત વિચારી તો ઝપેટી નાંખીશ. ભલે તમે મારાથી મોટા છો.’

સોરી ભઈલા. પણ આ વાત પણ આપણી ભારતમાતા માટે લાગુ નથી પડતી?’

પછી તો વિષય બદલાયો. નૉટબંધીની જોરદાર ચર્ચાઓ ચાલી.

મોટુ કહે આ કંઈ મોદીના બાપનું રાજ નથી કે ફટાફટ નોટ બદલી કાઢે. કેટલાઓ પોતાના નોકરી ધંધા ગુમાવીને કલાકો સૂધી લાઈનમાં ઊભા રહે એવો ત્રાસ ગુજારવાનો ગુનો કોઈ નાનો સૂનો નથી.’

તો છોટુ ટિખણીઓ કહે મોટાભાઈ આપણે તિરૂપત્તી બાલાજીના દર્શને ગયા હતા ત્યારે એક હજાર રૂપિયા આમતેમ આડાઅવળા ક્વિક દર્શન માટે વેડફ્યા હતા છતાંએ મેળ બેઠો ન હતો અને બે મિનિટના દર્શનનું પૂણ્ય લેવાને માટે સાત કલાક લાઈનમાં ઉભા રહ્યા હતાં. ઘરડા દાદીમા પણ આપણી સાથે હતાં તે કહેતા કે યાત્રાનું પૂણ્ય કમાવું હોય તો કષ્ઠ વેઠવું જ પડે. સામાન્ય લોકોની મુશ્કેલીઓ છે જ તેની ના નથી પણ મોદીએ લીધેલો નિર્ણય આપખૂદીનો તો ન જ હોય. કેટલાઓ અર્થશાસ્ત્રીઓ સાથે સલાહવિચારણા કર્યા પછી જ લીધો હશે ને! હું મોદી અને ટ્રંપને ચાણક્ય બુદ્ધિના ઘણું છું. મોદીની જેમ એ પણ મુસદ્દી છે. મોદીએ ભાજપી મોવડીઓને બાજુ પર ખસેડી એકલે હાથે દિલ્હી સર કર્યું. ટ્રંપે ડેમોક્રેટ અને રિપબ્લિકન એસ્ટાબ્લિશમેન્ટનો સફાયો કરી વ્હાઈટ હાઉસ સર કર્યું.’

જા જા હવે એ ડોફો તો મહાલુચ્ચો અને ફેંકુ છે, એનાથી કઈ થવાનું નથી. એનાથી નથી વૉલ બંધાવાની અને નથી મિયાંઓને અમેરિકામાં આવતા અટકાવાના. એ તો રશિયાનો માણસ છે. એણે ગ્રિનરીચ, જુલિયાની, ક્રિસ ક્રિસ્ટી બધાની કોણીએ ગોળ વળગાવી બધાને તડકે મૂકી દીધા. એ માણસનો વિશ્વાસ શું?’ અત્યાર સુધી શાંત બેસીને એક ઝોકું મારીને જાગૃત થયેલા ડેમોક્રેટ જમુકાકા મેદાનમાં આવી ગયા. ‘બધા ટ્રંપના ચમચા ડોફાઓ ઈન્ડિયામાં એના ફોટાની આરતી ઉતારવા લાગી પડેલા. કે ટ્રંપ, અમારા મોદીનો મોટો ફ્રેન્ડ છે. એ જ જીતવો જોઈએ. જીતાડ્યો અને જોયું ને કે  જીત્યા પછી શરીફને પણ એ ડોફાએ મસ્કો ચોપડી દીધો. “યુ આર ટેરિફિક પરસન. “

આમ વાત ચાલતી હતી ત્યારે તારી વાર્તાઓની ફેન, મારી ડોટર ઇન લો વિદુષીનીનીચે આવી, જમુદાદાના ચરણસ્પર્શ કર્યા.

દાદાજી, ઘરમાં ગાળો ના બોલો તો ના ચાલે? તમે જ બોલતા હોય તો છોકરાંઓ પણ બોલતા થાય. અવિવેક થયો હોય તો ક્ષમા કરજો. હું જૂનવાણી નથી પણ આવી ગાળોનો અતિરેક તો સહન નથી થતો.’

બેટી, હું તારા સસરાજીની જેમ ત, , સ અને હ ના ગોટાળા, સુરતી ભાષાના નામે ચડાવી ને ગુજરાતી ભાષા વટલાવતો નથી. વિકૃત કરતો નથી. છાપ જ એવી છે કે સુરતનો હોય તે ગાળો જ બોલે. મારી કઈ વાતમાં તને ગાળ લાગી?’

દાદાજી છેલ્લી બે મિનિટમાં કેટલી વાર ડો_” શબ્દ બોલ્યા? એ ગંદી ગાળ નથી?’

વ્હોટ? વ્હોટ? ડોફા એ શું ગાળ છે? કોણે કહ્યું?’

ગાળ નહિ તો બીજું શું? એનો અર્થ ખબર છે?’

ડોફો એટલે ડફોળ, ડોબો, મુર્ખ, અલ્પબુદ્ધિનો, અક્કલમંદ, શૂન્ય, ઝીરો.’

જૂઓ દાદાજી, તમે તો અંગ્રેજી પણ સરસ જાણો છો. સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતમાં આ શબ્દને ગંદી ગાળ સમજવામાં આવે છે. સંસ્કારી માણસો આ અભદ્ર શબ્દ વાપરતા નથી. It is a slang word for male and female genital part of the body. શબ્દકોશ પ્રમાણે  એનો અર્થ પુરુષની જનનેંદ્રિય. શિશ્ર્ન. (૨) સ્ત્રીની જનનેંદ્રિય યોની. (બંને અર્થ અશ્લીલ) થાય છે.’ અમારી વિદુષીની અચકાતાં અચકાતાં ફોડ પાડ્યો.

ઓહ માય ગોડ. મારી એંસી વર્ષની ઉમ્મરમાં  મને કોઈએ પણ કહ્યું નહિ કે કાઠીયાવાડીઓ શબ્દનો આવો અનર્થ કરે છે. તારી ડિક્ષનરી બનાવવા વાળાઓની  કમિટિમાં બધા સોરઠીઓ હતા. કે કોઈ સુરત વલસાડના પણ હતા?’ જમુદાદાને જબરો આઘાત લાગ્યો.

દીકરી, તેં સમજાવ્યું તે સારું કર્યું. આજે એંસી વર્ષે પણ શીખવા મળ્યું કે શું ભદ્ર કે શું અભદ્ર. જા બેટી હવે તું ઉપર જા.  મારા મોંમાંથી એ શબ્દ હવે પછી નહિ નીકળે. પણ મારે આ બધા સાથે આ જ શબ્દ પર મારે થોડી વાતો કરવી છે. કંઈક નવું જાણવાનું મળે. જા તૂ તારા રૂમમાં જા. દીકરીની આમન્યા ના જળવાય.’

દાદાજી, જો કોઈ તંદુરસ્ત ચર્ચા થતી હોય તો સંકોચ ના રાખશો. હું ગાળો બોલતી નથી પણ કેટલાક શબ્દો કાન પર પડે તો કાન બંધ કરીને નાકનું ટેરવું ઉંચું કરવા જેટલી દંભી પણ નથી. અને  ચર્ચામાંથી મને પણ કંઈક જાણવા મળશે.”

વિદુષીની તો સોફા પર પલાંઠી લગાવીને બેસી ગઈ, પણ શાસ્ત્રીજી મને જ એટલું અનકંફોર્ટેબલ લાગ્યું કે મારે કહેવું પડ્યું. વિદુ, બેટા આ બધાનું ખાવાનું પચી ગયું હશે. થોડા ચા ભજીયાની તૈયારી કરો.’

એ ચાલી ગઈ પછી જમુદાદાએ ફરી શરૂ કર્યું. મને તો આ ડિક્ષનરીનો અર્થ ખબર જ ન હતો. રોજ બરોજના કેટલાયે શબ્દો આપણે વાપરતાં હોઈશું કે જેનો અર્થ સમજતા જ ન હોઈએ. બાળક શેરી મહોલ્લામાં જે સાંભળતો હોય એ જ બધાની સાથે બોલતો થઈ જાય. કેટલાક સુરતી ગાળના શબ્દો એટલા સાહજિક થઈ ગયા હતાં કે છોકરાં ઓને વધુમાં વધુ એમ કહી શકાય એ આ ખરાબ ગંદો શબ્દ છે પણ એનો અર્થ તો ન જ સમજાવાય.’

અમદાવાદની કોલેજના ભૂતપુર્વ ગુજરાતીના પ્રોફેશર દિપકભાઈ પણ પાનને ગલ્લે આવી પહોંચેલા. નોકરીમાં બોલી બોલીને થાકી ગયેલા. ભાજપકોંગ્રેસની લપમાં ના પડે પણ ભાષાની વાત આવે ત્યારે એનાથી બોલ્યા વગર રહેવાય નહિ.

દાદાજી હું મૂળ તો સુરતનો પણ અમદાવાદમાં નોકરી કરેલી એટલે જાણું કે વાપી થી તાપી સૂધીમાં બોલાતા ઘણાં શબ્દો ઉત્તરગુજરાતમાં વપરાતા નથી. એક બે સુરતી સ્ટુડન્ટે અમદાવાદની હોસ્ટેલમાં આ શબ્દનો ઉપયોગ કરતાં ભાવનગરી ભાયડાએ માથું ભાંગ્યું હતું અને અમારા સ્ટાફ રૂમમાં પણ ચર્ચા ચાલી હતી. મૂળ રાજકોટના એક પ્રોફેસર સોનલબહેન પણ કહેતા હતા કે હું તો આ શબ્દ એટલે ડોબા જ સમજતી અને વાપરતી આવી છું અને વાપરતી રહીશ. જેને વાંધો હોય એ ફાને બદલે બાડો ની પાછળ સમજી લે. આઈ ડોન્ટ કેર. ભાષાને પ્રવાહી રાખીશું તો જ એ જળવાશે. અંગ્રેજી એ રીતે જ આજે વૈશ્વિક ભાષા બની છે. ચાંપલાવેડા ના ચાલે. બાર ગાઉ એ બોલી બદલાય તો તેનો અર્થ અને ભાવ કેમ ના બદલાય.’

બીજા એક પ્રોફેસરે ચર્ચામા જણાવ્યું હતું કે અમુક સંજ્ઞાવાચક નામ (વ્યક્તીના નામ)નો અર્થ દક્ષીણમા બહુ જ ખરાબ થાય છે ! એક રાજ્યમાં આદરણીય ગણાતું નામ બીજા રાજ્યમાં ગંદું ગણાય ત્યારે ખ્યાલ આવે કે આ બાબત સાવ જ સહજ છે ! જો બાર ગાઉએ પણ ગોટાળા થતા હોય તો રાજ્યફેરે તો વાત જ શી કરવી ?!’

જમુદાદાએ પણ કહ્યું કે અત્યારના સમયમાં  ઘણા શબ્દોને અશ્લીલ   ગણવામાં આવે છે   ઋષિ  મુનિના   સમયમાં  કોઈ શબ્દ અભદ્ર ગણાતો નહીં   .એટલે હાલ  તમે સંસ્કૃતમાં યોની બોલો તો અભદ્ર નહીં લાગે પણ  એજ શબ્દ ગુજરાતીમાં બોલો તો  અશ્લીલ થઇ જાય. વિજ્ઞાનમાં કે મેડિકલ સાયન્સમાં અંગ્રેજીમાં વપરાતા શબ્દો અભદ્ર નહિ પણ એજ ભાવાર્થના શબ્દો ગ્રામ્યબોલીમાં ગામડિયો બોલે તો ગાળ કહેવાય.’

દાદાજી આપની વાત સાચી છે.’ પ્રોફેસર દિપકભાઈ તો ખૂબ ફરેલા અને ધીરગંભીર વિદ્વાન. એમણે વાત આગળ ચલાવતાં કહ્યું કેમારા અનુભવની વાત એવી છે કે આવા અનેક શબ્દો આપણી ભાષામાં એવી રીતે વણાઈ ગયા છે કે તેના ખરા અર્થને સમજ્યા વગર માનેલા અર્થનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલી હદ સુધી કે બહેનો પણ વિના સંકોચ આવા શબ્દો વાપરતી આવી છે. હું લંડનમાં ગયો ત્યારે મારા મિત્રપત્ની  આપણને તો બહુ બીક લાગેએવા શબ્દસમૂહને બદલે પુરુષ-પ્રધાન લોક શબ્દોઆપણી તો ફાટે” વાપર્યું ત્યારે મને તો આઘાત લાગ્યો હતો. મેં તેમને આ વિશે પૂછ્યું તો તેમણે સહજતાથી કહ્યું કે આ તો અત્યંત ભયપ્રદ સ્થિતિને વર્ણવતો શબ્દ પ્રયોગ છે.

આમ જોવા જઈ તો અંગ્રેજીના ચાર અક્ષરનો F થી શરૂ થતો શબ્દપહેલી વાર ડી, એચ. લૉરેન્સે તેમની નવલકથા લેડી ચૅટર્લીઝ લવરમાં વાપર્યો ત્યારે આખી દુનિયાના અંગ્રેજી ભાષી વર્ગોમાં હાહાકાર મચી ગયો હતો. એવી જ રીતે બર્નર્ડ શૉએ પિગ્મેલિયનમાં એલાઈઝા ડૂલિટલના મુખેથી બ્લડીશબ્દ વાપર્યો ત્યારે પણ આવો જ ઉહાપોહ મચી ગયો હતો. અત્યારે તો આ બન્ને શબ્દો છૂટથી વપરાય છે. આજે તો આ F… ગુજરાતની છોકરીઓ પણ વાપરતી થઈ ગઈ છે. આપણા કાનને ન જ ગમે પણ અમેરિકન કલ્ચર અમદાવાદમાં પણ પેધું પડ્યું છે. અરે! ઘણાં વર્ષો પહેલાં સમાચાર પત્રમાં વાંચ્યું હતું કે ડ્રંક સલમાનખાન ઍશને હેરાન કરતો હતો ત્યારે ફોન પર એશે પણ આ શબ્દો વાપરીને જવાબો આપ્યા હતા. જેને અમેરિકન પ્રજા વ્હાઈટ હાઉસમાં બેસાડવા તૈયાર થઈ તે પણ કેવી ભાષાઓ વાપરે છે. બોલનારના મોઢે ડામ ન દેવાય કે રોજે રોજ ધારીયા ઊચાળીને ધિંગાણાં ના થાય. આપણે સાંભાળનારને દુઃખ થાય એવા શબ્દો ન વાપરવા.’

 

અમુક શબ્દોના પ્રાદેશિક અર્થ જુદા થતા હોય છે તેથી ઘણી વાર વિનોદપૂર્ણ સ્થિતિ ઉભી થતી હોય છે. આપે આપણી ભાષામાં નાનકડી પતંગ માટે જે શબ્દ વાપરીએ છીએ તેનો પંજાબીમાં અર્થ યોનિ થાય છે. અમદાવાદમાં પહેલી વાર આવેલા પંજાબી મિત્ર અને તેમના પત્નીને શેરીની અગાસી પર ઉતરાણમાં નિમંત્રીત કરવામાં આવ્યા હતા. બહેન નાનકડી પતંગ ઉડાડતાં હતાં અને તેમની બાજુમાં પાવલોઉડાડનાર ભાઈ બોલ્યા, “બહેન તમારી ફુ્દ્દી મારા દોરામાં આવે છે, જરા દૂર રહો!” અને અમારા બ્રધર અૉફિસરે પેલા ભાઈનો કાંઠલો પકડી લીધો અને મારામારી પર ઉતરી આવ્યા. અમે માંડ માંડ તેમને સમજાવ્યા. આવી જ રીતે પાવલોટલે અડધિયાથી નાનો પતંગ. સૌરાષ્ટ્રમાં પાવલો‘ – કે પાવૈયો કોને કહેવાય એ તો સૌ જાણે છે! અને અડધિયાનો આજકાલનો ગુજરાતીમાં અર્થ દારૂની અડધી બાટલી થાય છે એવું સાંભળવામાં આવ્યું છે!

 

 

મારા મતે તો જે તે બોલીમાં લખાણ હોય તેની મજા તેની મૌલિકતા અને spontaneityમાં હોય છે. હૂરટી બોલીમાં લખાતા સંવાદમાં એકાદ બે વાક્યો શુદ્ધ નાગરી ભાષામાં લખવા જઈએ તો તે અનૈર્ગિક અને હાસ્યાસ્પદ લાગે!

‘ચંદુભાઈ તમે તમારો અભિપ્રાય આપ્યો કે નહિ? તમે તો સુરતી ભાષાના આગ્રહી છો.’

‘ના, વિદુષીની ચા નાસ્તો લઈ આવી એટલે  ઈતીશ્રી સૂર્યપુર નગરે ગાલીપુરાણસમાપ્તમ્..થઈ ગયું.  દીકરાદીકરીઓની હાજરીમાં આવા અપશબ્દોની ચર્ચામાં મારાથી ના ઉતરાય. પન હવે સાસ્ટરીજી ટમે જ ટમારો એક્ષપર્ટ ઓપિનિયન ડીક્લેર કરોને!’

અમેરિકામાં પણ F… શબ્દ તો ગાળ છે ભદ્ર ગણાંતા લોકો બોલતા નથી છતાં અહીની પ્રજાને એને માટે એટલી અરુચિ નથી કે એઓ ધિંગાણે ચઢે. પેઈન ઇન અ એશ, કે સન ઓફ અ બીચ્ચ, કે મધર … F”  જેવા અરુચિકર શબ્દો પણ હવે સાહજિક રીતે સ્વીકારી લેવાયા છે અગર સ્વીકારી લેવા પડ્યા છે.  હું વાર્તાઓ લખું છું. સુરતમાં ભાગળ પર શાકભાજીવાળીના પાત્રની વાત હોય તો તે જે બોલે તે જ મારે લખવી પડે. મારા મતે તો જે તે બોલીમાં લખાણ હોય તેની મજા તેની મૌલિકતા અને spontaneityમાં હોય છે. હૂરટી બોલીમાં લખાતા સંવાદમાં એકાદ બે વાક્યો શુદ્ધ નાગરી ભાષામાં લખવા જઈએ તો તે અનૈર્ગિક અને હાસ્યાસ્પદ લાગે!

સંસ્કૃતિની સાચવણી કરવા જડ બનવું કે વહેતી રાખીને ફ્લેક્ષિબલ થવું એ પણ એક ચર્ચાનો વિષય છે. જો હું આવ્યો હોત તો મને પણ ચર્ચાનો આનંદ આવતે. તમે ચંદુભાઈ આખી વાત સરસ સાહજિક ગુજરાતીમાં કહી અને છેલ્લે તો આપના મોંમાંથી હૂરતી નીકલી જ ગીયું…..’

(ક્રમશઃ)

તિરંગાજાન્યુઆરી ૨૦૧૭

Advertisements

13 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  ડીસેમ્બર 24, 2016 @ 13:19:22

  ‘સહજ’ને નિહાળતા, પ્રગટે સહજતા
  કરવાથી નહીં, જોવાથી થાય સહજ
  ગાળ ને સહજ કર. ગાળને સહજ જોવાથી સહજ થઈ જાય છે.

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   ડીસેમ્બર 24, 2016 @ 13:35:15

   અત્યાધિક ક્રોધ આવતા શારીરિક સ્વરૂપે હિંસા ન કરતા, મૌખિકરૂપે કરાતી હિંસાત્મક કાર્યવાહી માટે પસંદ કરાયેલા શબ્દોનો સમૂહ, જેના ઉચ્ચારણથી મનને બહુ શાંતિનો અનુભવ થાય છે, આને કહેવાય છે ગાળ. આ છે સાહજિક અભિવ્યક્તિ.

   Like

   જવાબ આપો

 2. mdgandhi21
  ડીસેમ્બર 24, 2016 @ 23:22:52

  બહુ સમજવા જેવો સુંદર લેખ છે. બહુ બધું નંવું જાણવાનું મલ્યું.

  Liked by 3 people

  જવાબ આપો

 3. aataawaani
  ડીસેમ્બર 25, 2016 @ 01:20:11

  ચંદુ ચા વા લાને મારે મળવું પડશે . પણ ઈને તમારે કહેવું પડશે કે ઈ મારી સાથે સુરતી ભાશામાં ન બોલે . જોકે મને ઈની સુરતી ભાષા સાંભળવી ગમશે પણ સમજવા માટે મારે તમને દુભાષિયા તરીકે મારી પાસે રાખવા પડે . પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ

  Liked by 1 person

  જવાબ આપો

 4. સંવેદનાનો સળવળાટ
  ડીસેમ્બર 25, 2016 @ 14:12:27

  સરસ વિષય
  પણ,
  સરળતાથી વાંચી જાણે, માણી જાણે તેવા વાચક કેટલાં?

  Liked by 2 people

  જવાબ આપો

 5. Amrut Hazari
  ડીસેમ્બર 26, 2016 @ 09:07:14

  પ્રવિણભાઇ,
  આજે તમે જે ચર્ચાને ચકડોળે ચઢાવી છે તે ગુજરાતી સાહિત્ય સભાનાં ખાં સાહેબોઅે વાંચી સમજીને ચર્ચાના ચાકડે ચઢાવવી જોઇઅે અેવું મારું માનવું છે. તમે અેક વિષયના જેટલાં પણ પાસા હોઇ શકે અેટલાં દરેક પાસા, આજના વિષયના હોઇ શકે તે બઘાને, હાસ્યને સહારે ચર્ચી લીઘા છે.હેટસ ઓફ ટુ યુ….અાજે તમે અા સબ્જેક્ટને તમારા ‘ શાસ્ત્રી ‘ પણાના રંગે રંગી દીઘો છે. કેટલી સરળતાથી કોઇપણ વાચકને ગળે નહિ…તેના મગજમાં થામી દીઘો છે.
  સુરતની શાકભાજીવાળી પાસે જો કોઇ ભાવનગરી…તાજો તાજો સુરતમાં આવેલો હોય અને જે સંવાદ બને તે જો તેના અસલ સ્વરુપે લેખક જો ના આલેખે તો પછી રીયાલીટી…અસલપણું ન રહે….
  અાજે તમે ગુજરાતી સાહિત્યના ભદ્રંભદ્રપણાને સામાજીક ચર્ચાનો વિષય બનાવીને અેક નવું ચેપ્ટર ખોલ્યું છે.
  આ લેખ માટે, તમને ગુજરાતી ભાષામાં લેખન માટે અેક નવીરાહ બનાવવા માટે નવાજવા જોઇઅે.
  ખૂબ ખૂબ અંતરના અભિનંદન.

  મારો બેતો શાસ્ત્રી છેતો ઊંચામાનો…લેખક….ઓયજ ને તાપીનું પાની પીઢેલું છે…..

  ખુબ આનંદ થયો…..

  અમૃત હઝારી.

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   ડીસેમ્બર 26, 2016 @ 10:36:26

   ખરેખર મેં પોતે “ડોફા” શબ્દ ઘણી વાર વાપર્યો છે. આપણા કોમન મિત્ર રાઓલજીએ મને ફેસબુક પર ઠપકાર્યો. કોલેજ પ્રોફેસર અને સાહિત્યકાર જયશ્રી બહેને પણ કહ્યું કે હું પણ ડોબાના અર્થમાં જ વાપરતી હતી. આ દોઢ બે વર્ષ પહેલાની વાત. ત્યાર પછી મોના શાહ નિવૃત્ત પ્રોફેસર સૌરાસ્ટ્ર યુની. પ્રોફેસરે ફેસબુક પર આ શબ્દ વાપર્યો એટલે મેં રાઓલને સળી કરી. ચર્ચા ચાલી. ઈ-મેઇલ ગ્રુપના વિદ્વાન મિત્રોના અભિપ્રાયોના નામ બદલીને સંકલન કર્યું અંગત રીતે હું માં-બહેન સમાન ગાળ બોલવાની વિરૂધ્ધમાં છું. પણ નિર્દોષ શબ્દના બીજી બોલીમાંઅનર્થ થતાં હોય તો એની ચર્ચા થવી જ જોઈએ.

   Liked by 1 person

   જવાબ આપો

 6. Amrut Hazari
  ડીસેમ્બર 26, 2016 @ 13:40:08

  તમને યાદ હોય તો મેં પણ અે ચર્ચામાં ભાગ લીઘેલો અને સ્પેનીશ ભાષામાં કાકા અને કાકીના જે અર્થો થાય છે તે તે પ્રજાને ગમતા નથી. જ્યારે ગુજરાતીઓ કાકા…કાકી…સંબઘોને દર્શાવવા વાપરે છે.
  પરંતું તમે પ્રશ્નના દરેક પાસાને ઊંડા અભ્યાસ થકી સરસ સમજાવ્યો છે. અંગ્રેજીમાં સમયને ઓળખીને અમુક શબ્દોનો સ્વીકાર કરવામાં આવે છે તે અપડેટીંગ કરવાં માટે હંમેશા અભ્યાસ કમીટી કાર્યરત હોય છે…ડેઇલી બેઝીસ પર. ગુજરાતી માટે આવું કઇંક હોય તેવું જાણવા નથી મળ્યુ..કદાચ હું અે માહિતિ જાણવામાં પાછળ હોઉ..અે પણ બને.
  કોલોકીયલ લેન્ગવેજો પણ ભૂસાતી ચાલી છે., જે અમુલ્ય વારસો છે. ૨૦૦૦ની સાલથી નવા સર્જકો તળપદી ભાષામાં …બોલીમાં….. લખવા માંડયા છે. તેવી દરેક તળપદી લેન્ગવેજને જીવાડવી જોઇઅે. ડો. કિશોર મોદીની ‘ અેઇ વિહલા…‘જેવી કૃતિઓ વઘુ ને વઘુ સમાજને મળવી જોઇઅે. ગુજરાતી સાહિત્ય પરીષદ કાંઇક કરે છે અા દિશામાં ? પ્રોત્સાહન આપે છે ?
  સુરતી ભાષામાં લખો અને સાથે સાથે અમુક શબ્દોના અર્થો નીચે સમજાવો. તેજ રીતે ગુજરાતની જેટલી પણ કોલોકીયલ…તળપદી ભાષા….નહિ…બોલીમાં સર્જનો થવાં જોઇઅે.
  તમને અભિનંદન તો છે જ..
  .તારી હાંક સુની કોઇના આવે તો અેકલો જાને રે….નાંદા હૈ જો બૈઠ કીનારે પૂછે રાહ વતન કી…..

  અમૃત હઝારી.

  Liked by 3 people

  જવાબ આપો

  • pravinshastri
   ડીસેમ્બર 26, 2016 @ 18:12:33

   હા અમૃતભાઈ તમે પણ ચર્ચામાં હતા જ. તમે તો ખૂબ વાંચો છો. એટલે તમારો અભિપ્રાય ખૂબ જ ખૂબ જ માહિતી સભર હોય છે. અભિવ્યક્તિ બોલ્ગમાં તમારી કોમેન્ટ વધુ અભ્યાસી હોય છે એ મેં નોંધ્યું છે. આ તકે એક વિનંતી કરું છું. મારા બ્લોગમાં દર મહિને મને તમારો એક આર્ટિકલ આપો. તમારા મનગમતા વિષયનું. જો તમને યાદ હોય તો, મેં જ્યારે લખવાનું શરુ કર્યુ ત્યારે મને મે મિત્રોની એક સરખી સલાહ મળી હતી “ખૂબ વાંચો” એક હરનિશની અને બીજી તમારી. હરનિશના લેખો તો બ્લોગમાં મુકું છું. તમારા વિશાળ વાંચન નો લાભ મારા વાચક મિત્રો ને આપો.

   Liked by 1 person

   જવાબ આપો

 7. aataawaani
  ડીસેમ્બર 27, 2016 @ 06:18:36

  શ્રી અમૃત હઝારીની અને શ્રી પ્રવીણ કાન્ત શાસ્ત્રીની વાતો ગમી . મારા ઘણા સગાઓ સ્પેનિશ ભાષી છે .
  મારા સંતાનો મને ભાઇકાકા કહે છે . મારા પૌત્ર ડેવિડ ના માતૃ પક્ષના લોકો મૂળતો ક્રિશ્ચિયન અરબ છે પણ ક્યુબામાં રહેતા હોવાથી સ્પેનિશ ભાષી થઇ ગયા છે . ડેવિડના નાના ભાઈની પત્ની ક્યુબન છે . આ બધા મને ભાઇકાકા કહેતા પણ ડેવિડે મારા ભાઇકાકા શબ્દમાંથી કાકા શબ્દ કાઢી નાખવાનો આગ્રહ રાખ્યો . જે અમુક અંશે સફળ થયો છે . મેં પણ ડેવિડને કીધું કે એની ભાષામાં કાકાનો અર્થ ગમે તે થતો હોય પણ મારી ભાષામાં ખરાબ અર્થ નથી . માટે એ લોકોને તું મને ફક્ત ભાઈ કહેવાનો આગ્રહ ન રાખ .
  રાજીવ મને કહેતો હતો કે એનો દિકરો કે જેનું નામ આતા રાખ્યું છે . એ બોલતા શીખ્યો ત્યારે તમારો ફોટો જોઈ અને મારી પાસેથી સાંભળીને પહેલો શબ્દ ભાઇકાકા બોલ્યો .

  Liked by 1 person

  જવાબ આપો

 8. aataawaani
  ડીસેમ્બર 27, 2016 @ 21:54:12

  dhanyvaad

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: