રેશનાલીટી અને રેશનાલીઝમ – શ્રી શરદ શાહની વિચારધારા (૧૨)

શ્રી શરદ શાહની વિચારધારા (૧૨)

sharad_shah_1

રેશનાલીટી અને રેશનાલીઝમ

રેશનલ શબ્દ અંગ્રેજીનો છે જે ને ગુજરાતીમાં આપણે વિવેક કહીએ. રેશનાલીટી  (Rationality)

એટલે કે વિવેકબુધ્ધી કે પરખશક્તિ (Discriminative Power) ને કહેવાય.થોડું વિસ્તારથી સમજીએ.

આપણુ સ્થુળ શરીર છે તેમ જ આપણું સુક્ષ્મ શરીર છે. સ્થુળ શરીરને અંગ્રેજીમાં Physical/Biological Body કહે અને સુક્ષ્મ શરીરને Psychological કે Astral Body કહે. આપણા સ્થુળ શરીરને કાર્ય કરવા કુદરતે આપણને પાંચ જ્ઞાનેન્દ્રીયો (નાક, કાન, આંખ, સ્વાદેન્દ્રીય અને સ્પર્શેન્દ્રીય) તેમજ પાંચ કર્મેન્દ્રીયો ( બે હાથ, બે પગ અને એક જીભ) આપેલ છે. આ ઈન્દ્રીયો દ્વારા આપણે અનુભવ અને કાર્ય કરી શકીએ છીએ તેથી તેને કરણ કહે. કરણ એટલે જેનાથી કાંઈ કરી શકાય.

આપણે વહેવારમાં અનેક સાધનો જેવાં કે પંખો, ખુરશી, ઈસ્ત્રી, સાયકલ, તપેલી કે એવાં અનેક સાધનો વાપરીએ જે આપણી સુખ, સગવડ વધારે અને કાર્યોને સરળ બનાવે, તેને આપણે ઉપકરણ કહીએ.

તે જ રીતે આપણા સુક્ષ્મ શરીરના પણ કરણો છે. આ કરણોને અંતઃકરણ કહે. જે કરણોને આપણે મન (Mind), બુધ્ધી (Intelligence), ચિત્ત (Attention) અને અહંકાર (Ego)ના નામે ઓળખીએ છીએ. આ કરણો ઊર્જારુપે છે જેને અનુભવી શકાય પણ જોઈ કે સ્પર્શી ન શકાય.

આપણે યાત્રા કરવી હોય તો જે સાધનો દ્વારા અને જ્યાં યાત્રા કરવી હોય તે વિષે જાણવું જરુરી બને છે. જેટલી જાણકારી હોય તેટલી યાત્રા સુવિધાજનક બને છે. એવું જ જીવનયાત્રા બાબતે પણ છે. આપણે જીવનયાત્રા કરીએ ત્યારે જે શરીરથી યાત્રા કરવાની હોય તેના તમામ કરણોને તપાસવા પડે, સમજવા પડે, ખામીઓ હોય તે દુર કરવી પડે અને તો જીવનયાત્રા સરળ અને સુગમ બને છે.

સ્થુળ શરીરના કરણો વિષે આપણને થોડી ઘણી સમજ છે પરંતુ સુક્ષ્મ શરીરના કરણો વિષે લગભગ અજાણ છીએ. સુક્ષ્મ શરીરના આ કરણો શું છે? તેનુ ક્ષેત્ર શું છે? તેની ક્ષમતા શું છે? તેની મર્યાદાઓ શું છે? તેની વ્યાધીઓ/વિકારો શું છે? વિકાર મુક્તિના ઊપાયો શું છે? તેનો સદઊપયોગ કેમ થાય? તેની આપણને ભાગ્યે જ જાણકારી છે. પરિણામ સ્વરુપ આપણી જીવનયાત્રા કેવળ એક ભટકાવ બનીને રહી જાય છે. જીવનમાં કોઈ રસ, આનદ, શાંતિ, સુખ મળતા નથી અને જીવન દુખ, પીડાઓ, તનાવ, સંતાપ, અસંતોષ, ઉદ્વેગ અને ચિંતાઓથી ઘેરાઈ જાય છે.

બહાર બહાર તો આપણે પાછા ડોળ અને દેખાડા કરીએ, સુખી હોવાના જુઠા દાવાઓ કરીએ, હસતું મોઢું રાખીને ફરીએ,  પણ ભિતર ભિતર એક મુંઝવણ, ભય,અજંપો, અને બેચેની સતત સતાવતી રહે અને તેનો કોઈ ઈલાજ ન જડે એટલે આપણી જાતને ભુલવા કોઈને કોઈ નશા (Intoxication)નો સહારો લઈએ, આવા ઈન્ટોક્સીકેશન શરાબ, તમાકુ કે ડ્રગઝ હોય તેવું જરુરી નથી. પુસ્તકો, ફિલ્મ, ટિવી, કમપ્યુટર, રમત-ગમત, કલા કે અન્ય કાંઈપણ હોઈ શકે. આ ઈન્ટોસીકેશનની અસર હેઠળ હોઈએ ત્યાં સુધી સારું લાગે. પણ બેહોશીની દવા/નશાથી પીડાનો અનુભવ ન થાય પણ પીડાઓનુ નિવારણ પણ નથી થતું.

થોડો અટપટો વિષય છે એક ઉદાહરણથી સમજીએ.

આપણા રસોડામાં રસોઈ કરવાના તમામ સાધનો (તપેલી, તાવડી, તવો, ચુલો, બળતણ, અને બીજા બધા) ઊપલબ્ધ છે. રસોઈની તમામ સામગ્રી (લોટ, પાણી, દાળ, ચોખા, તેલ, મરી મસાલાં અને બીજું બધું) છે. પરંતુ રસોઈના સાધનો અને સામગ્રીની,  ક્ષમતા, ગુણવત્તા, લક્ષણો, ઉપયોગ, પ્રમાણ વગેરે વગેરેનુ ભાન ન હોય તો કાં દાઝી જઈએ, કાં રસોઈ દાઝી જાય, બે સ્વાદ બને કે ખાવા યોગ્ય જ ન રહે. રસોઈ કરતાં ન આવડે એટલે સુઈ જઈએ તો પણ ભોજન પોતાની જાતે તૈયાર નથી થતું. સુવાથી ભુખ નથી સંતોષાતી. રસોઈને સ્વાદિષ્ટ બનાવવા અને ભોજનનો રસ લેવા રસોઈકળા શિખવી પડે છે. બસ આવું જ જીવનની બાબતે પણ છે. જીવનમાં રસ અને સ્વાદ તો જ આવે જ્યારે જીવન જીવવાની કળા આવડે. અને જીવન જીવવાની કળા આવડે છે વિવેક બુધ્ધીથી. (રેશનાલીટીથી)

બુધ્ધી એક ઊર્જા (Energy) છે. નીચેની તરફ ગતી કરે તેને દુર્બુધ્ધી તરફની યાત્રા કહે અને ઊપરની તરફ ગતી કરે તેને સદ્બુધ્ધી તરફની યાત્રા કહે. ભારતિય મનિષીઓએ બુધ્ધીની ઊદ્વગતી તરફની યાત્રાના અલગ અલગ સ્ટેજીસના આધારે તેના અલગ અલગ નામ આપ્યા છે. સમબુધ્ધી, સદબુધ્ધી, વિવેક બુધ્ધી, પજ્ઞા, મેધા વગેરે વગેરે. બુધ્ધી જ્યારે વિકાર મુક્ત બને ત્યારે તે સમ (Balanced) બને છે. આ વિકારો છે પૂર્વગ્રહો અને માન્યતાઓ. બુધ્ધી સમ બને અને સાથે સાથે ભાવ કેન્દ્રનો(Emotion Centre/ Heart Centre) વિકાસ થાય તો બુધ્ધી સદબુધ્ધી બને. બુધ્ધીમાં જાગૃતિ આવે ત્યારે તે વિવેક બુધ્ધી બને . અને પરખ શક્તિ વિકસતી જાય, વિવેક બુધ્ધી પરિપક્વ બને ત્યારે પ્રજ્ઞાનો જન્મ થાય અને પ્રજ્ઞા પછી જ્ઞાન અને ત્યારપછી બુધ્ધી પારનુ ક્ષેત્ર શરુ થાય. અહીં આપણે વિષય ચુક ન થાય તેથી ઝાઝા ઊંડા નહીં ઊતરીએ.

આપણે જોયું કે આપણા અંતઃકરણના સાધનો છે, મન, બુધ્ધી, ચિત્ત અને અહંકાર. આ બધા કરણો એકબીજાથી સંયુક્ત રીતે જોડાયેલાં છે અને એક બીજાને પ્રભાવિત કરે છે. આપણા આ સાધનોને તપાસીએ તો જણાશે કે મન કામનાઓ અને વાસનાઓથી ભરેલું છે. બુધ્ધી અનેક પૂર્વગ્રહો અને માન્યતાઓથી ગ્રસિત છે. જાગૃતિ વગરનુ અહીં તહીં ભટકતું ચિત્ત (Attention) છે અને વિકૃત થયેલો અહંકાર છે. આ છે આપણા સાધનોની સ્થિતી. પછી કેવાં  પરિણામની આશા રાખવી?

આપણી ભિતર જોવું. થોડું સ્વ અધ્યયન કરવું. જો આવું દેખાતું હોય તો સમજવું કે આપણામાં વિવેક બુધ્ધીનો છાંટો તો છે. બિલકુલ ન દેખાય તો સમજવું કે સમગ્ર ચેતના દુર્બુધ્ધીના પ્રભાવ હેઠળ છે. આવી સ્થિતી જેમની હોય તેને ગુર્જીએફ ન સુધારી શકાય તેવું મશીન (Non Repairable Machine) કહેતાં. આવા જીવોની કોઈ સંભાવના નથી હોતી.

કુદરતે તમામ જીવોને વત્તા ઓછા અંશે બુધ્ધી (ઈન્ટેલીજન્સ) આપેલ છે. ઉત્ક્રાંતિના નિયમ મુજબ માનવીમાં બુધ્ધીનો વિકાસ સૌથી વધુ થયો. આ વિકાસ જીવનના અનુભવો, પ્રયોગો, પુસ્તકો, શિક્ષણ, માહિતીના અન્ય સ્રોતોના કારણે થતો રહ્યો અને સતત આ પ્રક્રિયા ચાલે છે. પરંતુ બુધ્ધીના વિકાસની યાત્રા હોરિઝેન્ટલ એટલે કે વર્તુળાકાર છે. વર્તુળ મોટુંને મોટું થતું ગયું છે. પરંતુ વર્તુળ ગમે તેટલું મોટું થાય તો પણ તે સ્ફીયર નથી બનતું અને ત્યાંસુધી બુધ્ધીની ઉર્જા ગ્રાઊન્ડફ્લોર પર જ આંટા મારતી રહે છે. આ ઉર્જાને ઉદ્વગામી બનાવવા તેમાં એક ત્રીજું ડાયમેન્શન ઊમેરાય જેને ભિતરની જાગૃતિ, ભાન, બોધ, અવધાન, અવેરનેસ એમ જુદાં જુદાં શબ્દો વાપરી કહેવામાં આવે છે. યાદ રાખો વિકસિત બુધ્ધી અને વિવેક બુધ્ધી એક જ નથી. બન્ને અલગ છે. હા, વિકસિત બુધ્ધી, વિવેક બુધ્ધીને સહયોગી થઈ શકે છે જો તેનો સદઊપયોગ કરવામાં આવે તો.

વિવેકબુધ્ધી અને વિવેક વિષે સમજ્યા પછી ત્રીજો શબ્દ છે વિવેકબુધ્ધીવાદ (Rationalism) જે આજકાલ ખુબ પ્રચલિત બન્યો છે. વિવેકબુધ્ધી હોવી ન હોવી તે વ્યક્તિગત બાબત છે. કોઈ ટોળાઓમાં બુધ્ધી પણ નથી હોતી તો વિવેકબુધ્ધીનો તો પ્રશ્ન જ નથી ઊઠતો.

પરંતુ આપણે ચાર ચોપડી ભણીએ, વિજ્ઞાન, ગણિત કે અન્ય વિષયમાં બે-ચાર પરિક્ષાઓ પાસ કરીએ, શિક્ષણ કે અન્ય સહારે બે-પાંચ પૈસા ભેગા કરી લઈએ, સમાજમાં થોડું નામ થાય, ચાર જણ આપણને પૂછવા, સલાહ લેવા આવે, પાંચ પચ્ચી જણ વાહ વાહ કરે એટલે આપણને ભ્રમણા ઊભી થઈ જાય કે હું તો રેશનાલીસ્ટ (વિવેકબુધ્ધી વાળો) છું.

પછી આવા ભ્રમિત માણસોનું ટોળું ભેગું થાય. સંગઠનો રચે, સેમિનારો અને સમારંભોનુ આયોજન થાય, જુદા જુદા વિષયો પર ચર્ચાઓ અને વાદ-વિવાદો થાય, નિંદાઓ અને કુથલીઓ થાય, પાછા તેના પુસ્તકો, મેગેઝીનો, લેખો છપાય એટલે એમ થાય કે હું તો મોટો સમાજ સુધારક છું, અંધશ્રધ્ધા અને અંધવિસ્વાસને નાબુદ કરનાર સજ્જન છું અને બાકીના બધા આ પામર જીવો બુધ્ધીહીન અને અંધકારમાં જીવે છે. જ્યારે આવું બધું થવા લાગે ત્યારે સમજવું કે આ બધો વિકૃત થયેલો અહંકાર માત્ર છે અને આવા અહંકારીઓનું ટોળું રવાડે ચઢેલું ટોળું માત્ર છે.

એક ટોળું ધર્મના નામે બખડજંતર ચલાવે છે જેને હિન્દુઈઝમ, ક્રિસ્ચનીઝમ, ઈસ્લામીઝમ કે બૌધીઝમ કે કમ્યુનીઝમ કે અન્ય કહે છે તેમજ આ એક ટોળું છે જે રેશનાલીઝમના નામે બખડજંતર કરે છે.

ધર્મના નામે ચલતા આવા ટોળાંઓને ધર્મ સાથે કોઈ જ લેવા દેવા નથી હોતી તેમજ રેશનાલીઝમના નામે ઊભા થયેલાં ટોળાંને રેશનાલીટી સાથે નહાવા નીચોવાનો પણ કોઈ સંબંધ નથી હોતો. કેવળ અહંકારનો ખેલ અને વિવેકબુધ્ધીના અભાવમાંથી આ બધાનો જન્મ થાય છે.

થોડી વિવેકબુધ્ધી હોય અને સમજાય તો ઠીક નહીં તો ધર્મના નામે અને રેશનાલીટીના નામે એક બીજા પર કાદવ ઊછાળવાની અને નીંદાની પ્રવૃત્તિ તો છે જ.  અનેક જન્મો એળે ગયા જ છે તો એક જન્મ વધુ.

Advertisements

31 ટિપ્પણીઓ (+add yours?)

 1. ગાંડાભાઈ વલ્લભ
  જાન્યુઆરી 05, 2017 @ 17:56:47

  નમસ્તે પ્રવીણભાઈ,

  શરદભાઈનો લેખ વાંચી નીચે મુજબ વીચાર આવ્યો, પણ ચર્ચામાં ઉતરવાનું મને પસંદ નથી, આથી માત્ર તમને અંગત રીતે જણાવું છું. એનું ખાસ કારણ મને આ લેખનો ટોન રેશનાલીઝમની પ્રવૃત્તીની ટીકા કરનાર લાગ્યો એ છે.

  જો તમને શરદભાઈ સાથે ઓળખાણ હોય તો અને મારા મનમાં નીચેના જે વીચારો આવ્યા તે એમને પુછવા યોગ્ય જણાતા હોય તો એમને ખાનગીમાં પુછી શકો. જો કે મને લાગે છે કે દરેક જણને પોતાના વીચારો ધરાવવાની સ્વતંત્રતા છે.

  “અનેક જન્મો એળે ગયા જ છે તો એક જન્મ વધુ.” કોના શરદભાઈ? “થોડી વિવેકબુધ્ધી હોય અને સમજાય તો ઠીક નહીં તો ધર્મના નામે અને રેશનાલીટીના નામે એક બીજા પર કાદવ ઊછાળવાની અને નીંદાની પ્રવૃત્તિ તો છે જ.” આના પરથી આપના અભીપ્રાય મુજબ ધાર્મીક અને રેશનાલીસ્ટ બંનેના કદાચ. હા, આપની વાત સાથે જરુર સંમત છું કે કાદવ ઉછાળવાની જો કોઈની પ્રવૃત્તી હોય તો તે બરાબર કહી ન શકાય. જો કે આપે વધુ સ્પષ્ટતા કરી હોત તો વધુ જાણકારી મળી શકત.

  ફરીથી, આ માત્ર અંગત વાત છે પ્રવીણભાઈ. કુશળ હશો.

  -ગાંડાભાઈ

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 05, 2017 @ 19:31:09

   હું વ્યક્તિગત વૈચારિક સ્વતંત્રતામાં માનું છું. જે રીતે આપની સાથે મૈત્રી છે તેવી જ મૈત્રી શરદભાઈ સાથે છે. એ જ પ્રમાણે રેશનાલિસ્ટ મિત્રો કુરૂક્ષેત્રવાળા ભુપેન્દ્રસિંહ અને અભિવ્યક્તિના ગોવિંદભાઈ સાથે પણ છે. હું મારા બ્લોગમાં સૌ મિત્રોના વિચારોને સથાન આપું છું. હું રેશનાલિસ્ટ મિત્ર માટે ધારમિક છું. અને ધાર્મિક મિત્રો માટે રેશના લિસ્ટ છું. આપ કુશળ છો ને?

   Liked by 1 person

   જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 06, 2017 @ 01:13:20

   પ્રિય ગાંડાભાઈ;
   પ્રેમ;
   પ્રવિણભાઈની આડમાં રહી સંવાદ કરવાની જરુર નથી. આપ સીધા સવાલ કરી શકો છો અને મારો સંપર્ક કરવા ફોન નંબર, ઈમેઈલ આઈડી કે સરનામુ જોઈએ તો પ્રવિણભાઈ પાસે મળી જશે.
   પ્રથમ આપના પ્રશ્નનો જવાબ આપી દઊં. આપ પુછો છો, જન્મ એળે જશે તે કોનો? સ્પષ્ટ છે જેમનુ જીવન બેહોશીમાં ગુજરે છે તેનો, જીવનમાં વિવેકબુધ્ધીનો આવિર્ભાવ નથી થતો તેનો, ઘેટાંના ટોળાં બની જીવન વ્યતિત થાય તેનો, મન, બુધ્ધી, ચિત્ત અને અહંકારના વિકારો ન ઓળખી શકે કે ન દુર કરી શકે તેનો.
   બીજું આપ લખો છો કે લેખનો ટોન રેશનાલીઝમની પ્રવૃત્તિની ટિકા કરતો લાગ્યો.
   મને ખબર છે કે આ લેખ જેઓ પોતાને રેશનાલીસ્ટ કે ધાર્મિક સમજે છે તે તમામને ટીકા કરતો લાગશે.
   હું ઓશોનો (રજનીશ) સન્યાસી છું. આપને ખબર જ હશે કે ઓશોની ટીકાઓ અને વિરોધ કેટલો બધો થતો અને આજે પણ અનેક જણ કરે જ છે.છાપાઓ, મેગેઝીનો, ટીવી અને બીજા અનેક માધ્યમોમાં તેમના માટે ટીકાત્મક લેખોનો મારો ચાલતો. શરુઆતમાં આવી ટીકાઓ અને અભદ્ર ભાષામાં છપાતા લેખો મને ખુબ વિચલિત કરતાં. ખુબ દુખ થતું. જે તમને પણ આ લેખ વાંચીને થયું હશે.
   પરંતુ જેમ જેમ ભિતર દૃષ્ટી જતી ગઈ તેમ તેમ સમજાવા માંડ્યું કે આ દુખ પહોંચે છે તેનુ કારંણ મારો અહંકાર જ છે. સવાલ કોઈ ઓશોની ટીકા કરે તેનો ન હતો, પણ સવાલ એ હતો કે હું ઓશોને માનુ છું ઓશોનો સન્યાસી છું અને ઓશોની ટીકા એ મારી ટીકા છે એવું સમજતો અને તેને પરિણામે દુખી થતો. મારા દુખનુ કારણ હતું ઓશો સાથેનુ મારું એટેચમેન્ટ, મારું ઓશોના સન્યાસીનુ લેબલ. સમજાઈ ગયું તે દિવસથી હવે કોઈ ગમે તેવી ઓશોની ટીકાઓ કરે તો દુખ નથી થતું. જરા રેશનાલીસ્ટનુ (કે ધાર્મિકનુ) લગાવેલું લેબલ ઊતારીને જોશો તો દુખ નહીં થાય અને જે કહેવાયું છે તે વધુ ગહેરાઈથી સમજી શકાશે. આ હું મારા અનુભવે કહું છું. આપણા અહંકારના આવા ખેલ દેખાવા લાગશે. અને જો એકાદ બે મિત્રોને પણ તે દેખાતા થાય તો લેખ લેખે લાગશે.
   કહેવાતા રેશનાલીસ્ટો બધા, કહેવાતા ધર્મો, શાસ્ત્રોની નીદા કરે છે અને વિજ્ઞાન અને માનવધર્મનુ સમર્થન કરે છે. હિન્દુ ધર્મની ટીકા કરે તો હિન્દુઓ અને ઈસ્લામની ટીકા કરે તો મુસલમાનો નારાજ થાય છે તે બધા કહેવાતા રેશનાલીસ્ટોનો અનુભવ છે જ.આપણિ આ નારાજગી આપણા લેબલને કારણે છે. અને જ્યાં સુધી બધા લેબલો દુર ન થાય ત્યાં સુધી માનવી, માનવી કેમ કરીને બનશે? અને માનવધર્મ તો પછીની વાત છે. પહેલાં માનવી તો બનવું પડે કે નહીં? હિન્દુનુ લેબલ છોડી રેશનાલીસ્ટનુ લેબલ લગાવવાથી ફેર શું પડે? પહેલાં હિન્દુની ટીકા ચુભતી હતી અને હવે રેશનાલીસ્ટની. આપણે તો ઠેરના ઠેર જ રહ્યા. ખરું કે નહીં?
   બીજું તમામ રેશનાલીસ્ટ અને ધાર્મિક મિત્રોને કહુ કે લેખનો કોઈ આશય કોઈની ટીકા કે નીંદા કરવાનો નથી. હું પોતે આ બધી અવસ્થામાંથિ પસાર થયો છું એક સમયે ધાર્મિક કે રેશનાલીસ્ટ રહી ચુક્યો છું અને પીડાઓમાંથી પસાર થયા પછી જે અનુભવ્યું છે તે કહું છું. આજે પણ મારા આપ્તજનો, અંગત મિત્રો ધાર્મિક અને રેશનાલીસ્ટો છે અને તેમના પ્રતિ ખુબ આદર અને પ્રેમ છે. આ લેખ કોઈ આક્રોશ કે દ્વેશવૃત્તિથી પ્રેરાઈને લખ્યો નથી કે કોઈને દુખ પહોંચાડવા નથી લખ્યો. લેખનો આશય કેવળ કોઈ જીવ જાગે તેટલો જ છે.
   હા, કબુલ કરું છું કે કોઈ કોઈ કડવા શબ્દોનો પ્રયોગ કર્યો છે પણ મારો દિકરો માંદો પડે તો તેને કડવી દવા આપુ છું તે દિકરા પ્રતિ કોઈ દ્વેષને કારણે નહી પણ પ્રેમને કારણે. બસ આવું જ છે.
   તેમ છત્તાં મારી વાતથી કોઈનુ દિલ દુભાયું હોય તો મોટું દિલ રાખી ક્ષમા કરશો.
   પ્રભુશ્રીના આશિષ.
   શરદ.

   Like

   જવાબ આપો

 2. jugalkishor
  જાન્યુઆરી 05, 2017 @ 20:36:36

  બુદ્ધીવાદ અને ધર્મની જેમ જ એક ત્રીજું ટોળું પણ ઉભું થયું છે જે આ દેશની બધ્ધી નબળાઈઓને જ બતાવ્યાં કરે છે. ભારતમાં આમ ને ભારતમાં તેમ ! ભારતીયો અંગે ગમે તેવા શબ્દો ઉચ્ચારવામાં કોઈ કસર રાખતા નથી…..આ લોકોનાં લખાણોમાં ભારતીયો અંગે સારા અભીપ્રાયો ભાગ્યે જ જોવા મળશે ! એટલું જ નહીં પણ ભારત સીવાયના કોઈ દેશના લોકોની ખરાબી ભાગ્યેજ ગણાવશે…ભારત સીવાયના દેશો જાણે સર્વગુણસંપન્ન હોય…..આ દેશની સારી બાજુઓ, આ દેશના લોકોની સારી ટેવો, આ દેશના ધર્મોની ને પરંપરાઓમાં રહેલી આદર્શ બાબતો કે બુદ્ધી કરતાં હૃદયથી વીચારનારાંઓની કેટલીક ઉચ્ચોચ્ચ જીવનશૈલી – આ ત્રણેય બાબતો અંગે બે સારા શબ્દો કહેવાની તૈયારી હોતી નથી ! આ એકપક્ષી વલણો એ વાતની સાબીતી છે કે તેઓને રૅશનલ ન જ કહી શકાય.

  પ્રવીણભાઈએ ઉપરની ટીપ્પણીમાં જે ખુલાસો કર્યો છે તે સાથે સંમત થવાની સાથે શરદભાઈનો મોટાભાગનો આક્રોશ સ્વીકારવા મન થાય છે. સૌનો ખુબ આભાર.

  Liked by 3 people

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 05, 2017 @ 21:21:48

   થેન્ક્સ જુભાઈ. મને મારી પત્નીની ઈચ્છા પ્રમાણે મંદીરે જવામાં વાંધો નથી. ઘરમાં સ્થાપીત દેવતાનું દેવસ્થાન છે. પુજન આરતિ પણ થાય છે. અને બે હાથ જોડીને ઉભો રહું છું. અને છતાં હું રેશનાલિસ્ટ છું. મારા રેશનાલિસ્ટ મિત્રો મને ત્રિશંકુ જ કહે છે અને તેઓ તેમના અર્થમાં સાચા જ છે. હુંતો એટલું જ માનું કે દરેકનો એક માનસિક “કંફર્ટ ઝોન ” હોય છે. તમારી માન્યતા બીજા સ્વીકારે એવો હટાગ્રહ ન જ રાખવો જોઈએ. અવકાશયાત્રીઓને અવકાશયાનમાં જતા પહેલાં હાર્ટ ક્રોસ કરતાં ટીવી પર જોયા છે. અને સુનિતા વિલિયમ્સ પણ કૂળદેવતા કે કૂળદેવીના દર્શને જાય છે. મેં હજું કોઈ ગુરુનું શરણું નથી સ્વીકાર્યું પણ શરદભાઈ જેવા મિત્રના વિચારો સમજવા કોશીશ કરું છું. ભલે એ ન સ્વિકારું એ વાત જૂદી છે.

   Liked by 1 person

   જવાબ આપો

   • jugalkishor
    જાન્યુઆરી 05, 2017 @ 21:43:27

    મારું પણ તમારી જેમ જ છે ! મને આવી બધી આત્યંતીક બાબતો ગમતી નથી. માણસને બુદ્ધી મળી છે તે વીવેક માટે ને વીવેકની વાતો કરનારાઓ પણ તટસ્થ કે સહનશીલ રહી શકે નહીં ત્યારે શું કહેવું ! મારા બાપુજી હવેલીમાં મુખીયાજી હતા ને ઘરમાં ચુસ્ત આભડછેટ હતી પણ એમણે જ પોતાનાથી ઉમરમાં નાના એવા ગાંધીવીચારના પોતાના સગા ભાણેજની અસરમાં હરીજનોના મંદીરપ્રવેશને મદદ કરેલી…એ જમાનામાં ! હું મંદીરમાં દર્શન કરી શકતો નથી ને છતાં ઈશ્વરની વાતોમાં મને અકલ્પ્ય રસ છે !! મને ભારતીઓની નબળાઈઓનું બહુ દુખ છે પણ હું પોતે સંપુર્ણ નથી તેથી કોઈની નબળાઈઓનો ધજાગરો કરતાં સંકોચ થાય છે. બીજાંઓની કેવળ ટીકા જ કરનારાઓ સાવ નબળા ગણાય ! કહેવાતા જ્ઞાનના પડળ આંખે આવી જાય એટલે પછી ટોળાં ભેગાં થઈ જાય છે.

    આ ટોળાંઓની ટીકા કરવાનું પણ યોગ્ય તો નથી જ છતાં ક્યારેક અતીશયોક્તી થાય ત્યારે તકલીફ થઈ જાય છે…..

    મને તમારી વાર્તાઓના વીષયોમાં ક્યારેક વાંધા જેવું લાગે પરંતુ તમારી નીખાલસતા માટે મારું માથું નમી જાય ! ભારતીઓની બદબોઈ કરનારાંઓ પણ સમાજસેવા જ કરે છે તેમ માનીને એમનેય વખાણું–વંદું છું….ધન્યવાદ સાથે – જુ.

    Liked by 2 people

    જવાબ આપો

    • pravinshastri
     જાન્યુઆરી 05, 2017 @ 21:58:40

     ધર્મ, સંસ્કૃતિ, વેદ, પુરાણ અને ઈતિહાસ, પ્રકૃતિ અને વનસ્પતી અને જીવંત શક્તિ, આત્મા પરમાત્મા, શ્ર્ધ્ધા અશ્રધ્ધા અંધશ્રધ્ધા એક માત્ર આડાઊભા તાણાવાણા જ હોત તો મારા જેવો અબુધ પણ સમજી શકતે. આતો જાણે કોમપ્યુટરાઈઝડ એમ્બોડરી…બધું જ ગુંચવાડા વાળું……હવે કેટલા બાકી રહ્યા? ૭૭ તો કન્ફ્યુઝનમાં ને કન્ફ્યુઝનમાં ખેંચી કાઢ્યા. થોડી વારમાં જ….છે તે માન્યતા સાથે સમય પસાર કરી નાંખવાનો. આપની સાથે વાતોની મજા આવી.

     Liked by 2 people

     જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 07, 2017 @ 07:53:02

   જુ’ભાઈ,
   તમારી વાત સાચી છે કે એક વર્ગ ભારતિય સંસ્કૃતિ, ધર્મો, શાસ્ત્રો (કૃષ્ણની ગીતા હોય કે અષ્ટાવક્રની મહાગીતા, ઉપનિષદો હોય કે પુરાણુ, જ્યોતિષ શાસ્ત્ર હોય કે આયુર્વેદ)ની સમજ વગર તેની ટિકા, નીંદાઓ કરવામાં પોતાની શાન સમજે છે. આ બેહોશી અને વિવેકબુધ્ધીના અભાવનુ પરિણામ છે.
   પોતાની મા ને કોઈ ડાકણ કહેતું નથી. પણ આવો વર્ગ તો એક સતીને ડાકણ પુરવાર કરવામાં શક્તિ અને શ્રમ કરી રહ્યો છે જે દુખદ છે અને તે બાબતે વારંવાર હું ધ્યાન ખેચું છું,
   આ લેખ કોઈ આક્રોશ કે આવેશમાં નથી લખ્યો. મારો ઈશારો સમજવામાં થાપ ખાઈ જાઓ તો એવું લાગે કે રેશનાલીસ્ટોને અને રેશનાલીઝમના નામે ચાલતી આવી નીંદાત્મક પ્રવૃતિની ટિકા છે. પણ ફરી લેખ વાંચજો. મારો ઈશારો છે આપણે કેવી રીતે અને કયા કારણોસર ભ્રમણામા સરી પડીએ છીએ અને કેવીરીતે અહંકારની જાળમાં ફસાઈ ધર્મ અને રેશનાલીઝમના નામે બખડજંતરો કરીએ છીએ તે તરફ છે.
   મને ખ્યાલ છે કે કોઈને બદલી નથી શકાતું. દરેક વ્યક્તિએ જાતે જ બદલાવું પડે છે. અહીં કોઈને બદલવાનો કોઈ આશય નથી. મારી જીવનયાત્રામાંથી જે શિખ્યો છું તે એ જ કે આપણને પોતાને આપણી ભુલો અને ગેરસમજ દેખાતી નથી હોતી પણ ક્યારેક આવા ઈશારા મનને ચિંતનની દિશામાં દોરી જાય છે અને સ્વાધ્યાય કરીએ તો સમજાય છે કે ક્યાં ભુલો કરી રહ્યા છે.
   અહીં કોઈ વિવાદિત મુદ્દાઓ રજુ નથી કર્યા કે આત્મા-પરમાત્મા છે કે નહી. ભુત-પ્રેત છે કે નહીં, સ્વર્ગ-નર્ક છે કે નહીં. આવા બધા મુદ્દઓ પરની ચર્ચાઓ બે કોડીની હોય છે. આત્મા-પરમાત્મા હોય કે ન હોય તેનાથી આપણા જીવનમાં શું ફેર પડવાનો? શું આપણો ક્રોધ, લોભ, મોહ, લાલચ,અહમ, મમતા કાંઈ ઓછું થવાનુ છે? જે આપણને ખરેખર પીડા આપે છે અને જીવનને નર્ક બનાવે છે?
   વાત કેવળ એટલી જ છે કે જીવન થોડું જાગૃતિપૂર્વક જીવીએ અને ભિતર જોતાં થઈએ તો ઘણી બધી નાહકની પીડાઓમાંથી છુટકારો થાય છે. અને આ હું કોઈ શાસ્ત્રોના આધારે કે કૃષ્ણ ગીતામાં કે બુધ્ધ ધમ્મપદમાં કહી ગયા હતા એટલે નથી કહેતો, પણ મારા સ્વાનુભવે કહુ છું.

   Like

   જવાબ આપો

   • jugalkishor
    જાન્યુઆરી 07, 2017 @ 09:43:57

    મને થાય છે કે આપણે સૌ ક્યાંક ને ક્યાંક જોડાયેલાં જ છીએ. ક્યાંક વધતા તો ક્યાંક ઓછા. એટલું તો નક્કી કે વીકાસયાત્રામાં ચર્ચાઓ બાધા નાખે છે. ચર્ચાઓમાં સહજ રીતે જ ઓછામાં ઓછી બે વ્યક્તી હોવાની. વીષય બન્નેને સરખો જ હોય પણ તુંડે તુંડે જે ભેદ હોય તે ચર્ચામાં વચ્ચે આવે જ આવે…ને એટલે સહજ રીતે વીષયાન્તર પણ થઈ જવાનું…..

    નેટ ઉપર તો એક મોટી નબળાઈ જ એ છે કે જવાબો કે ચર્ચામાંની ભાગીદારી વેળા ઉતાવળે અભીપ્રાય મુકાઈ જાય છે. મારી બાબતમાંં તો એવું થાય જ છે…..એટલે સુક્ષ્મ બાબતોમાં એકાદ શબ્દ પણ ઉતાવળે મુકાઈ ગયો કે વાતનું વતેસર થઈ જવાનુંં……લેખનમાં આવું બહુ નહીં બને પણ નેટ ઉપર તો સૌ ઉતાવળમાં જ મોટા ભાગે હોવાના…..

    ખરેખર તો ચર્ચા જાત સાથે જ થાય તે બધી રીતે ઈષ્ટ છે. તમારી વાત સાથે સહમતી અને આખી ચર્ચા માટે સૌને ધન્યવાદ સાથે – જુ.

    Liked by 1 person

    જવાબ આપો

 3. vkvora Atheist Rationalist
  જાન્યુઆરી 05, 2017 @ 22:52:42

  पोताना वीचारो बीजा उपर ठोकी बेसाडवा जे उधामा करवा पडे एने ज धर्मांध समजवो….

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 05, 2017 @ 23:13:09

   વોરા સાહેબ તમે તો જાણો જ છો. રેશનાલિસ્ટો પણ એજ કરે છે ને? એઓ પણ એવું જ કરે છે. વ્યવસ્થિત રીતે, તમે મુર્ખ છો, તમે અજ્ઞાની છો, દુનિયામાં જે જે અનર્થો થાય છે હિન્દુ ધર્મને લીધે જ થાય છે. અમે જે માનીયે તે જ સાચું છે. તમે અમારી માન્યતાનો જ સ્વીકાર કરો. આ બધું શા માટે? દરેકને પોતાની રીતે જીવવા દો ને. કોઈ ધર્માંધ હોય તો પણ શું? કોઈ રેશનાલિસ્ટ હોય તો પણ શું? બસ ટેન્સન વગર શાંતિથી જીવો અને જીવવા દો.

   Liked by 2 people

   જવાબ આપો

   • jugalkishor
    જાન્યુઆરી 05, 2017 @ 23:42:52

    પરવીણભૈની આ જ વાત, નીખાલસતા. મુંને બૌ ગમતી છે. સર્વથા સૌ સુખી થાઓ પણ કોઇના ભોગે નહીં….સરસ ચર્ચાનું ચર્ચ !

    Liked by 3 people

    જવાબ આપો

   • vkvora Atheist Rationalist
    જાન્યુઆરી 06, 2017 @ 05:24:05

    पोताना बणंगा फुंकवा, अमने तो आ वरसो पहेलां खबर हती अथवा अमारा शास्त्रमां आ बधुं तो पहेलेथी लखेल छे.

    मुहमद ए धजा पाडी पोताना हाथे पत्थर तोडी नाख्युं अने तगडा पुजारीओने गुलाम बनावी एमना हाथे ज लुंटेल माल गजनी लई गयो.

    पछी आ हीन्दुओ उपर हजार वरस राज कर्युं. औरंगझेबने लुंटेलो माल नीयमीत मळवा लाग्यो पछी कामचोरी अने भृष्टाचारने तो मोको मळी गयो. एमां हालना वडा प्रधान आवी जाय.

    Like

    જવાબ આપો

    • Sharad Shah
     જાન્યુઆરી 08, 2017 @ 01:51:39

     વોરા સાહેબ,
     મેં સાંભળ્યું છે કે જવાહરલાલ એક પાગલખાનાની મુલાકાતે ગયેલ. પાગલખાનાનો ડીન જવાહરલાલને બધી વ્યવસ્થા કેમ છે તે બતાવવા જવાહરલાલને સાથે લઈંને ફરતો હતો. એવામાં એક પાગલે જવાહરલાલનો હાથ પકડી લીધો અને પુછ્યું,” કોણ છો? ક્યાંથી આવો છો? તમારું નામ શું છે?”,”
     જવાહરલાલે નમ્રતાથી કહ્યુંં,,” ભાઈ હું આ દેશનો વડાપ્રધાન છું અને મારું નામ જવાહરલાલ છે.”
     પેલો એક્દમ જોર જોરથી હસવા લાગ્યો. જવાહરલાલે પુછ્યું,” કેમ આમ હસો છો?”
     પેલા ગાંડાએ કહ્યુ,” બસ ત્રણ વરસ લાગશે સ્થિતી સુધરતા. હું પણ અહીં આવ્યો તે પહેલાં આવું જ કહેતો હતો.”

     Liked by 1 person

     જવાબ આપો

 4. pravinshastri
  જાન્યુઆરી 06, 2017 @ 00:35:28

  જુભાઈ હું પોતે કહી શકતો નથી કે હું ધાર્મિક છું કે નાસ્તિક. મોટેભાગે મિત્રો જે લેબલ લગાવે તે સ્વિકારી લઉં, તો કોઈની સામે શિંગડાયે ભિડાઉં. અભિવ્યક્તિના લેખકોને ઊડાઉ અને સુજાની સાથે ટેં ટેં કરું કે આ બધી ગુરુજનોની લપ છોડો. જેઓ ડિપ્રેશ હોય તે જ ગુરુ પાસે જાય. બસ દલિલ કરવા માટેજ બાઇ દરેકને પોતાની માન્યતા માટે કંઈક કારણ હોય, સંજોગો હોય.
  હું હવે કર્મકાંડમાં મનતો નથી, મારા દાદાજીએ કાશીમાં વેદાભ્યાસ કર્યો હતો અને સુરતની સૂર્યપુર સંસ્કૃત પાઠશાળમાં સ્થાપનાથી જ કર્મકાંડાચાર્ય હય હતા. ઘરે પણ વિદ્યાર્થીઓ આવતા. આવર્તન સાથે વેદઋચાઓ ગવાતી. મને સમજ ન હતી પણ મને ગમતું. આજે પણ જો શુધ્ધ ઉચ્ચારો અને લય આવર્તન સાથે વેદમંત્રો ગવાય તો મને એનો નશો ચડે છે. ભક્તિ સંગીત પણ ગમે છે. એટલો ધાર્મિક તો ખરો જ. યોગિની ભગવાનની પૂજા કરતી હોય તો એની પાછળ ઉભો રહીને પગેલાગી લઉં. એની સાથે દલીલ ડહાપણ કરી એની ભાવનાની ટીકા નહિ કરું.

  Liked by 1 person

  જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 08, 2017 @ 01:18:27

   પરવીનભાઈ,
   ટમે નાસ્ટિકેય નઈ ને ઢાર્મિકેય ની મલો. ટમે મારા મિટ્ર છો. બસ બે બાટલી બિયર પી એ પહી ફીરકી ઉટારવાની મજા આવે કે ની? મોજમાં રહીએ.

   Liked by 1 person

   જવાબ આપો

 5. ગાંડાભાઈ વલ્લભ
  જાન્યુઆરી 06, 2017 @ 04:07:33

  નમસ્તે શરદભાઈ અને સહુ મીત્રો,
  શરદભાઈ, મને કશું ખોટું લાગવાનો પ્રશ્ન નથી. મને તો એમ હતું કે તમે જે શબ્દો વાપર્યા છે તેથી કદાચ તમને ખોટું લાગે અને તેથી જ મેં માત્ર પ્રવિણભાઈને અંગત લખ્યું, જે એમણે જાહેર કર્યું, આથી મારે ન છુટકે લખવું પડે છે. પણ લાંબું કરવાનું મને ગમતું નથી, ટુંકમાં બે શબ્દો.
  તો પહેલાં તો લેબલની વાત. રજનીશનો સંન્યાસ મેં ૧૯૭૯માં લીધેલો. ભગવાંને કારણે ગાળ પણ ખાધેલી. પછીથી જો કે ઓશોએ જ ભગવાં છોડી દેવાનું જણાવેલું. પુના પણ ગયેલો – વર્ષ બરાબર યાદ નથી. કદાચ ૧૯૮૭માં. પણ હવે બધાં લેબલ છોડી દીધાં છે. હું સંન્યાસી પણ નથી. મારે કોઈ જ લેબલ નથી, પણ ઓળખ માટે ગાંડાભાઈ ચાલુ રાખેલું છે. હું ધાર્મીક પણ નથી અને રેશનાલીસ્ટ પણ નથી, આથી મને ખોટું લાગવાનો કોઈ પ્રશ્ન નથી. હું કશાનો પ્રચાર કરતો નથી, કે નથી મારી માન્યતાની બધાને જાણ કરવાની મને કોઈ વાસના છે.
  તમારા પ્રતીભાવ માટે હાર્દીક આભાર.

  Liked by 1 person

  જવાબ આપો

 6. હરીશ દવે (Harish Dave)
  જાન્યુઆરી 06, 2017 @ 08:44:23

  હું મોડો જોડાયો છું. આપ સૌ મિત્રોની ચર્ચા રસપ્રદ રહી. . કદાચ આપણે પોતપોતાનાં દ્રષ્ટિબિંદુથી વિચારીએ ત્યારે આવી ચર્ચા જન્મે જ … તંદુરસ્ત સમાજના નિર્માણ માટે મતભેદ અને વિચારભેદ ઉપકારક પણ નીવડતા હોય છે. જો ચર્ચા કટુતા ફેલાવ્યા વગર આપણી વિચારધારાને ઝકઝોરી શકતી હોય તો તે આવકાર્ય છે. રેશનાલિઝમ પણ આવકાર્ય … વોરાસાહેબ અને ગોવિંદભાઈ સાથે અન્ય મિત્રો સૌની વિચારશક્તિને સચેત કરતા રહે છે.
  બીજું, શ્રી જુગલભાઈની ત્રીજાં ટોળાંની વાત વેધક છે. તે એક હકીકત છે. ત્રીજું, શ્રી પ્રવીણ ભાઈનું આંગણું આપણી બુદ્ધિસભાનું નિમિત્ત બન્યું તે ય મઝાની વાત!

  શ્રી શરદભાઈએ વિવેક બુદ્ધિ અને સૂક્ષ્મ શરીર પર સારી સમજૂતિ આપી છે. અંત: કરણ પણ સરસથી સમજાવ્યું. છતાં હું હજી તેના પર ઊંડી છણાવટની અપેક્ષા રાખું છું. સૂક્ષ્મ શરીર અને અંત:કરણ વિષે સામાન્ય વાચકને બહુ ઓછી સમજૂતિ હોય છે. શરદભાઈ ! આપ ફરી ક્યારેક વિશેષ પ્રકાશ ફેંકશો તો વાચકોને લાભ મળશે.

  શરદભાઈ! હું ઓશોના પ્રથમ સંપર્કમાં આવ્યો ત્યારે તેઓ હજી હમણાંના પ્રોફેસર રજનીશ – નવાસવા આચાર્ય રજનીશ હતા. તેમની અપ્રતિમ બુદ્ધિપ્રતિભા અને તર્કશક્તિ અદભુત ! તેમને મળવું, તેમની સાથે થોડી ક્ષણો ગુજારવી તે પણ સૌભાગ્ય. મને તેમની આંખોનું તેજ ખૂબ ગમતું. અમદાવાદની શરૂઆતની તેમની મુલાકાતોમાં પ્રવચનો સાંભળવા તે મારા માટે એક નસીબ હતું . ઓશોના બધાં જ વિષયોનાં પુસ્તકો લાજવાબ, પણ મારી અંગત પસંદ તેમના ઝેન, તાઓ, જિનવાણી, કબીર પરનાં પ્રવચનો… આપ ક્યારેક આ બધાં પર પણ લખતા રહો તો સારું.

  Liked by 1 person

  જવાબ આપો

  • pravinshastri
   જાન્યુઆરી 06, 2017 @ 09:54:44

   હરીશભાઈ આપ બ્લોગમાં પધાર્યા તે બદલ આનંદ અને આપનો ખૂબ ખૂબ આભાર. આપ મુક્ત મને મારા બ્લોગમાં આપના વિચારો પ્રતિભાવ દ્વારા વ્યક્ત કરી શકો છો. આપને પણ કોઈ વિષયમાં લખવું હોય તો આપને મારું હાર્દિક આમંત્રણ છે. પધારતા રહેજો.

   Liked by 1 person

   જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 07, 2017 @ 07:21:32

   હરીશભાઈ આપનુ સ્વાગત છે. અંતઃકરણ જેવાં વિષયપર બહ જુજ લોકોને જ રસ પડે છે. આ અગાઊના એક લેખમાં મેં થોડું વિસ્તારથી સમજાવેલ છે. મારા અગાઊના લેખો જોશો તો મળશે. વિષયમાં ઊંડા ઊતરવાની અને જીવનમાં સ્વ તરફનિ યાત્રામાં રસ હોય તો કોઈ સતગુરુના સાનિધ્યમાં જવું તે શોર્ટ કટ છે. ઓશોને ચુક્યાનો અફસોસ કરવાની જરુર નથી. કહે છે ને “બહુ રત્ના વંસુધરા”. અનેક સતગુરુઓ સદાથી મોજુદ છે. બસ તેમને ઓળખવાની આંખ હોવી જોઈએ. તેને જ વિવેક્બુધ્ધી કહેવાય. અને આ વિવેકબુધ્ધી ઊઘડતી જાય તેમ મોટાભાગે તો સતગુરુઓ જ આપણને શોધી લેતા હોય છે. સતશિષ્યો ભાગ્યે જ મળે છે.

   Liked by 1 person

   જવાબ આપો

 7. P. K. Davda
  જાન્યુઆરી 07, 2017 @ 19:45:24

  બધાનું બધું વાંચી ગયો. આ વિષયમાં હું ઠોઠ નિશાળીયો છું. એક વાર તો શું, સો વાર આ બધું વાંચી જઈશ તો પણ મને નહીં સમજાય.
  મને તો નરસિંહની પંક્તિ
  “હું ખરે તું ખરો, હું વિના તું નહીં” સહેલાઈથી સમજાય છે. આપણે બધા પોત પોતાની જરૂર મુજબના “લીસ્ટ” છીએ. જેમાં આપણું મન આનંદિત રહે, અને જે દેખીતી રીતે દૂષણ ન હોય, એ જ પંથ સાચો. ખ્રીસ્તીઓ માટે રામ નથી, હિન્દુઓ માટે ઈશુ નથી, મુસલમાનો માટે બન્ને નથી, આમાં કોણ રેશનાલીસ્ટ અને કોણ શ્રધ્ધાળુ?

  Liked by 2 people

  જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 08, 2017 @ 00:25:14

   દાવડાજી;
   પ્રેમ;
   જ્ઞાન આપાર છે. લાખો જન્મોમાં પણ નથી સમજી શકાતું. જે ન સમજાય તેને બાજુ પર મુકી દેવું. જીવનમાં બધું સમજવું જરુરી નથી. ઘણીવાર તો સમજ દુખનુ કારણ બની જતું હોય.
   આત્મા-પરમાત્મા કે તેની વાતો કે કૃષ્ણના વચનો કે અન્ય બુધ્ધના વચનો ન સમજાય તો ન સમજાય. પણ ન સમજાય તેથી તેમ કહેવું કે એવું કાંઈ છે જ નહીં એ કેટલું યોગ્ય છે?
   મને વિજ્ઞાનના અનેક નિયમો નથી સમજાતા, એટલે હું એમ તો ન જ કહી શકું કે આ બધા ગપગોળા અને તરકટ માત્ર છે. અને કહું તો તેમાં કઈ રેશનાલીટી છે?
   જીવનમાં એટલું સમજાય કે મારી ભિતર ક્રોધ ઉઠે છે,કામ ઊઠે છે, લોભમાં લાલચમાં ફસાઊં છું, ચિંતાઓ મને સતાવે છે,કામના અને વાસનાઓ પીડા આપે છેે, તે નથી સંતોષાતી તો ઉદ્વેગ, નિરાશા, હતાશા જાગે છે, વિચારો અને બકવાસ સતત અંદર ચાલે છે અને જે મને બેચેન કરે છે. આવું બધું ઘણું ઘણું મારી ભિતર ચાલી રહ્યું છે અને જીવન નર્ક બની રહ્યું છે. એટલું પણ સમજાય તો જીવનયાત્રાને યોગ્ય દિશા મળે છે.
   પહેલાં રોગ શું છે તે ખબર પડે તો તેના કારણો અને ઊપાયો શું? તેમાંથી છુટકારો કેમ મેળવવો તેની અભિપ્સા ઉઠે. રોગની જ ખબર ન પડે તેવી અવસ્થાનુ નામ જ સઘન બેહોશી છે.
   એક દર્દીને ક્લોરોફોર્મ આપ્યું હોય પછી તેનો પગ કે હાથ કાપીએ તોય ખબર નથી પડતી. બેહોશીમાં જીવન પીડાઓમાં વહ્યું તો જાય, પીડાની ખબર પણ ન પડે પણ પીડાથી મુક્તિ અને સ્વાસ્થ્ય શું છે તે જાણી પણ નથી શકાતું અને સ્વાસ્થ્યના આનંદથી વંચિત રહી જવાય છે.
   આપણી બધાની હાલત વત્તા ઓછા અંશે આવી છે. કેવળ માત્રા ભેદ. કોઈને રોગોની બિલકુલ ખબર નથી. કોઈને થોડો થોડો અણસાર છે. કોઈને પીડાઓ અતિશય માત્રામાં છે અને જીવન જ સમાપ્ત કરી દેવું તેવી મનષાઓ ઊઠે છે, કોઈને રોગો તો દેખાય છે તેના ઊપાયો શોધવા ફાંફા મારે છે, કોઈ કોઈ ઊંટવૈદોના હાથમાં સપડાયેલાં છે, કોઈને આવા ઊંટવૈદોના (નકલી ડોક્ટરો) કડવા અનુભવો થયા છે અને તે તમામ વૈદોને (ડોક્ટરો) ઊંટવૈદ જ સમજે છે, કોઈ એવા નિષ્કર્ષ આવી ગયા છે કે આખું વૈદકશાસ્ત્ર (આરોગ્ય શાસ્ત્ર) જ લોકોને લુંટવા ઊભું કરેલું છે, કોઈ રોગ મુક્તિ માટે વૈદક શાસ્ત્ર અને ઊપાયો જ વાંચ્યા કરે છે અને જુદા જુદા ઊપાયો, એલોપથી સારી કે આયુર્વેદ સારું, કે હોમિયોપેથી તેની ચર્ચાઓ પર ચર્ચાઓ અને વાદ-વિવાદમાં પડ્યા છે, કોઈને એમ થઈ ગયું છે કે મારો રોગ તો અસાધ્ય જ છે અને આ જનમમાં તો મટે તેમ જ નથી, ભાગ્યેજ કોઈ ઉપચાર કરે છે અને ઉપચારના નિયમોને પાળે છે.ખરું કે નહીં?

   Liked by 1 person

   જવાબ આપો

   • P. K. Davda
    જાન્યુઆરી 08, 2017 @ 10:52:07

    શરદભાઈ, તમારી આ વાતો સમજાય એવી છે, માત્ર મુંજવણ એક વાતની છે કે આ જનમનું વિચારવું કે મોક્ષ અને મુક્તિની પાછળ પડવું? આ જનમ આનંદ, સુખ અને શાંતિમાં વિતે એ જ શું મોક્ષ નથી?
    વિજ્ઞાનની આપણને સમજ ન હોય તો પણ એ સ્વીકારીએ છીએ, કારણ કે જેને સમજ છે એ આપણને પુરાવા સાથે સમજાવી શકે છે, જ્યારે ધરમ કરમની વાતો કરનારા પુરાવા વગર પોતાની વાતો કહે છે, એટલે બધાને ગળે ઉતરતી નથી.
    વચલો રસ્તો એક જ છે, “સબ સબકી સમાલો, મૈં મેરી ફોડતા હું” તો પોતાની હાંડી મળી જશે.
    સાદર,
    દાવડા

    Liked by 2 people

    જવાબ આપો

    • Sharad Shah
     જાન્યુઆરી 08, 2017 @ 12:36:02

     દાવડાજી;
     મારી મુક્તિ સભવ નથી. મારાપણાથી કહો કે હું(અહમ) ભાવથી મુક્તિ સંભવ છે. વિચાર મુક્તિ સંભવ છે. આ જનમનુ કે આવતા જનમનુ વિચારવાથી કોઈ મુક્તિ મળતી નથી. જીવન જીવવાથી મુક્તિ મળે છે.
     આપ પુછો છો આ જનમ સુખ, શાંતિ અને આનંદમાં વિતે તે મોક્ષ નથી?
     આપણી ભિતર જોઈ લેવું શાંતિ, સુખ, આનંદ છે? જો છે, તો શરદભાઈ, કે કોઈ ગુરુ કે ઊપરથી ભગવાન આવીને પણ કાંઈ કહે તો એને ન સાંભળવું. નાહક લફરું ઉભું કરવાની શું જરુર.
     પણ જરુરિયાતનુ બધું હોવા છત્તાં અંદર બેચેની, ઊકળાટ, ઉદ્વેગ, અશાંતિ છે તો જરુર કાંઈક ગરબડ છે. ક્યાંક હજી રોગ પડ્યા છે. અને બધી બેચેની/ અશાંતિ, રોગ છે તેની સુચક માત્ર છે. જેમ શરીરને તાવ આવે. તાવ શરીરમાં ક્યાંક રોગ છે તેનો સુચક છે. તાવ કોઈ રોગ નથી. પણ તાવ આવે તો ડોક્ટર પાસે જઈએ. શારિરીક તપાસ કરાવીએ અને રોગ ડાયાગ્નોસ થયા પછી જે તે રોગનો ઊપચાર કરીએ. તો સ્વાસ્થ્ય પાછું મળે.
     પરંતુ તાવ હોય છત્તાંય કહ્યા કરીએ કે મને કોઈ તાવ નથી, કોઈ રોગ નથી તો તે વધુ ઘાતક બને. આપણી જાત સાથે પ્રમાણિક રહેવું પડે કારણકે ગમે તેવો ડોળ કરીએ, આડંબર કરીએ જાતને છેતરવી લગભગ અશક્ય છે. જુઠે જુઠ કહીએ કે શાંતિ અને આનંદ વરસે છે તો તેનાથી બીજાને તો કાંઈ નુકશાન નથી થવાનુ, આપણે જ મુશ્કેલીમાં મુકાઈ જઈએ છીએ.
     આપ લખો છો વિજ્ઞાનની વાત પુરાવા હોવાથી સમજાય છે અને ધરકરમની વાત પુરાવાના અભાવે કોઈને ગળે નથી ઉતરતી. કોઈને ઉતરે કે ન ઊતરે તેનાથી તમને કે મને શું ફરક પડે? કૃષ્ણએ ગીતામાં કહ્યું, આત્મા છે, પુનર્જન્મ છે. મને એ વાત ગળે ઊતરી ગઈ તેનાથી શું ફેર અને ન ઊતરી તોય શું ફેર પડવાનો? શું તેનાથી મારા રોગો દુર થઈ જાય? મને શાંતિ મળે? આનંદ મળે? હા, કદાચ હું પણ એવું જ માનતો હોય તો મારા માનવાને સમર્થન મળે. મારો અહમ થોડો ફુલાય. પણ રોગ ત્યાંના ત્યાં જ રહે કે કદાચ વધે. અને કૃષ્ણની વાત ગળે ન ઊતરે તો શું ફરક પડે? કદાચ કૃષ્ણ બે કોડીના દેખાય. પણ હું અને મારા રોગ વળી ત્યાંના ત્યાં.
     આપણા રોગોથી મુક્ત થ્ઈ શકાય છે. સ્થુળ શરીરના રોગ મટે તો સ્વાસ્થ્યનો અનુભવ થાય અને સુક્ષ્મ શરીરના રોગ મટે તો આત્મતત્વનો અનુભવ થાય, મોક્ષનો અનુભવ થાય, પરમાત્માનો અનુભવ થાય. સ્થુળ શરીરના રોગ મટાડવામાં જે સહાયક થાય તેને ડોક્ટર કહીએ અને સુક્ષ્મ શરીરના રોગ મટાડવામાં જે સહાયક થાય તેને ગુરુ કહેવાય. જેમ સ્થુળ શરીરના રોગ મટાડવા ઊંટવૈદો કે નકલી ડોક્ટરો હોય તેમ જ સુક્ષ્મ શરીરના રોગ મટાડવા પણ ગુરુઘંટાલો હોય.
     રસ્તો આપણને આપણી સમજ (વિવેકબુધ્ધી) પ્રમાણે મળે છે. જેવી સમજ તેવું પરિણામ.

     Liked by 2 people

     જવાબ આપો

     • pravinshastri
      જાન્યુઆરી 08, 2017 @ 15:14:46

      શરદભાઈ, આપના લેખ અને પ્રતિભાવોએ સરસ અને સ્વસ્થ ચર્ચા ની શરૂઆત કરી છે. તંદુરસ્ત વિચારવિનિમય મને ગમ્યો. મારા રઢિયાળ જીવનમાં મને બાહ્ય ગુરુવાણી સાંભળવાની જરૂર નથી પડી. હું કોઈ સિધ્ધ વ્યક્તિના પ્રભાવ હેઠળ આવ્યો નથી. બસ મસ્ત રીતે જીવતો રહ્યો છું.
      જન્મ, જીવન અને મૃત્યુના ત્રણ મણકા પૂંઠાના અને આરસીના બનેલા કેલિડોસ્કોપમાં ફર્યા જ કરે છે. અનેક ડિઝાઈન સર્જે છે. જે ફરીવાર કદીયે રીપીટ થતી નથી.
      હું એહ સામાન્ય સ્પેક્ટ્રોગ્રાફર તરીકે જીવ્યો છું. ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ, રોહ્ડિયમ, ઈરિડિયમ જેવી તદ્દન શુધ્ધ ગણાતી નોબલ મેટલમાંથી પણ પાંંચ દશ પીપીએમ અશુધ્ધી શોધવાનો મારો વ્યવસાય. સામાન્ય માણસ જેને પ્યોર સમજતા હોય તેને પણ કેટલા ટકા અશુધ્ધ છે એ કહેવાનો ધંધો. એટલે જ મને પ્રસિધ્ધ અને પ્રચારાત્મક ગુરૂઓમાં કંઈ ને કંઈ અશુધ્ધી લાગતી રહી. પણ હવે મિત્રો સાથે તેમના વિચારો સાંભળવા ગમે છે. હું મારા લેખ વાર્તાઓમાં એક સંપ્રદાયની હળવી ટિકાઓ કરતો રહ્યો છું. એક બહેન એ સંપ્રદાયના કોઈ હાર્ડ અને ફાસ્ટ અનુયાઈ નથી તેમણે મને સરસ સત્ય સમજાવ્યું. પ્રવીણભાઈ, તમને જે પંથ ન ગમતો હોય તે પંથે, ન જવું, કોણ તમને ફરજ પાડે છે. જ્યાં ફાવે ત્યાં જાવ. શા માટે એ પંથે જતાની ટિકા કરો છો? તમારે યે બધાના ગુરુ બનવું છે? એમની વાત કેટલી સાચી છે. હું શરદભાઈ, સુરેશભાઈ, અમૃતભાઈ કે ગોવિંદભાઈ કે ભુપેન્દ્રસિંગ જેવા મિત્રો સાથે સારી ડંખ વગરની મૈત્રી જાળવી શકું છું. એમના વિવાદાસ્પદ વિચારોને મારા આ બ્લોગમાં સન્માન સાથે સ્થાન આપતો રહીશ.

      Liked by 1 person

      જવાબ આપો

 8. Amrut Hazari
  જાન્યુઆરી 07, 2017 @ 20:58:11

  Friends,
  I read the article and comments. On those all I do not have any comment. The article interested me to study the definition of the word , RATIONALISM. My findings are many but thought these two will demonstrate the purpose, because the word is covered and the meaning is covered……( The article is titled..”Rationalism….”) ( It is a English word.)
  1. Oxford living dictionary:
  Rationalism. (Noun)
  The practice or principle of basing opinions and actions on reason and
  knowledge rather than on religious belief or emotional response.

  2. Wikipedia :
  In epistemology, rationalism is the view that ” regards reason as the chief
  source and test of knowledge ” OR ” Any view appealing to reason as a
  source of justification”…More formally, rationalism is defined as a
  methodology or a theory ” in which the criterion of the truth is not sensory but
  intellectual and deductive.

  We need to know the definition of the word, Epistemology.

  Epistemology = The theory of knowledge, especially with regard to its methods, validity, and scope. Epistemology is the investigation of what distinguishes justified belief from opinion.

  For example, A man came to me from a temple and told me that their temple found a cow with six legs in its back yard.
  If, i am emotional and or practicing blind faith…I will believe. If I am rational, I will not believe what has been told to me. I will study literature.I will ask scientists, I will try to find out truth about existence of a cow with six legs. I will believe only what my deep study tells me and convince me.
  The article itself is a subject of deep study.
  મેં લખેલી ,આ બઘી વાતો સરસ રીતે સમજી શકાય અેમ છે.
  ચર્ચા કરવાનો ખુલ્લો વિષય છે.
  અમૃત હઝારી.

  Liked by 1 person

  જવાબ આપો

  • Sharad Shah
   જાન્યુઆરી 08, 2017 @ 00:43:48

   Dear Amrutbhai;
   How long we shall keep defining, discussing and debating on various definitions? Love is to experience, not to define. Life is to experience in totality not to define. All such definitions make us more and more confused and complex and we miss the whole life. Each moment gifted to us is blissful. Life is to enjoy these moments and religion is the way to see/ learn/ practice and that is rationality too..Real Religion and Real Rationality is synonyms. Rationality is the modern name of religion. Is not it?
   His Blessings;
   Sharad

   r

   Like

   જવાબ આપો

 9. Sharad Shah
  જાન્યુઆરી 08, 2017 @ 02:33:13

  मैने बहुतसे ईन्सान देखे है’
  जिसके बदनपर लिबास नहीं होता;
  मैने बहुतसे लिबास देखे है;
  जिसके अंदर ईन्सान नहीं होता,
  कोई हालात नही समझता;
  कोई जज्बात नहीं समझता,
  ये तो अपनी अपनी समझ है,
  कोई कोरा कागज भी पढ लेता है,
  कोई पुरी किताब नहीं समझता.

  Liked by 1 person

  જવાબ આપો

 10. Sharad Shah
  જાન્યુઆરી 08, 2017 @ 04:18:00

  क्यू जमाने में रहू अब मैं नकाबो की तरहा
  जब मेरा इश्क़ खिल रहा है गुलाबो की तरहा
  जो मिला उससे बेपनाह मोहब्बत की है
  मुझको जीना नहीं आया है हिसाबो की तरहा
  मेरा वजूद ओ जज़्बात को महसूस करो
  पेश आया न कर सवालो जवाबो की तरहा
  इश्क़ अहसास है अल्फाज़ो में समां न सका
  इसको पढना तो है दुश्वार किताबो की तरहा
  मैं हक़ीक़त हूँ रूबरू हूँ आरज़ू हूँ तेरी
  इस तरहा से न देख मुझको तू ख्वाबो की तरहा
  अनंता लफ़्ज़ लफ़्ज़ पे निशां है होठो के
  हर गज़ल मुझको लग रही है शबाबो की तरहा
  जब मेरा इश्क़ खिल रहा है गुलाबो की तरहा
  क्यू जमाने में रहू अब मैं नकाबो की तरहा

  Liked by 1 person

  જવાબ આપો

 11. Amrut Hazari
  જાન્યુઆરી 08, 2017 @ 08:55:49

  No comments.

  Liked by 1 person

  જવાબ આપો

 12. jugalkishor
  જાન્યુઆરી 08, 2017 @ 20:05:22

  ધન્યવાદ, પ્રવીણભાઈ અને શરદભાઈ – આવી સરસ ચર્ચા બદલ !!

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: