“…હા, સ્ત્રીઓ-જ ગુન્હેગાર છે!! …” જયેન્દ્ર આશરા

તાજા સમાચારના સંદર્ભમાં

જયેન્દ્ર આશરાના સૌજન્ય સાથે એમની

ની ફેસબુક ઉપરની એક પોસ્ટ.

JayendraAsara

“…હા, સ્ત્રીઓ-જ ગુન્હેગાર છે!! …”

%e0%aa%9b%e0%ab%87%e0%aa%a1%e0%aa%a4%e0%ab%80
.
“31, ડિસેમ્બર… 2016ના છેલ્લા દિવસે, બેંગ્લોરમાં ઍમ.જી રોડ પર …. નવ-વર્ષને વધાવવા જાહેરમાં પોતાના મિત્રો સાથે પહોંચેલી અમુક છોકરીઓ સાથે દારૂ-પીધેલ છોકરાઓના સમૂહે તે છોકરીઓના વસ્ત્રો ફાડી અને છેડછાડ લોકોની નજારો સામે કરી … 1000-પોલીસની હાજરીમાં આ સ્ત્રી-છેડછાડનો ગુન્હો થયો ….”…

આ ઘટના પશ્ચાત અને તે પહેલા પણ … સ્ત્રીને “પીડિત” નહિ પરંતુ “આરોપી” સાબિત કરતા અનેક બયાનો અમુક-તમુક ધર્મગુરુઓ-રાજકારણીઓ તરફથી આવ્યા … જે અત્યંત ઘૃણા સ્પદ છે …
.
ક્યાંથી શરૂઆત કરું? …
અગ્નિમાં-તપાવેલા લાલચોળ લોખંડના-સળિયા તે સૌ-પ્રથમતો સમાજના ઠેકેદાર બની બેઠેલા વાહિયાત-નિમ્ન-વિચારધારાઓ ધરાવતા કહેવાતા અમુક-તમુક ધર્મગુરુઓ અને રાજકારણીઓની પુંઠમાં ખોસવા જોઈએ … જેથી તેમને તે પીડિત-સ્ત્રીઓને થતા માનસિક-શારીરિક ત્રાસ નો અનુભવ-સાક્ષાત્કાર થાય … તેથી આવી હલકટ-છિછરી માનસિકતાએ પુરુષ-અત્યાચાર માટે સ્ત્રીઓને જવાબદાર ગણી બયાનો આપતા પહેલા બે-વખત વિચારે …
.
*** “लड़के है … (बलात्कार करने की) गलतियां हो जाती है … उस के लिए क्या उनको फांसी पे चढ़ाओ गे… ??? …”… – मुलायमसिंग यादव, समाजवादी-पार्टी
.
*** “…लड़कियों को रात को अपने भाई-बाप के सिवाय कीसी भी दोस्त के साथ घर के बाहर नहीं निकलना चाहिइ .. अगर वो रात को बाहर निकलती है तो वो (छेड़छाड़-बलात्कार केलिए) अवेलेबल हो जाती है … फिर आप पेट्रोल को आग से अलग नहीं कर सकते … और जहां (लड़की) शुगर-शक्कर होंगी वहा पर (पुरुषो) चींटिया आ जाएगी … (पुरुषो) चींटियों को आमंत्रण नहीं देना पड़ता …” … – अबु आज़मी, समाजवादी पार्टी
.
*** “…“છોકરીઓએ વેસ્ટર્ન-સ્ટાઇલ કોપી કરેલી … અને તેમના विचार-માઈન્ડસેટ પણ પશ્ચિમી હતા અને કપડા પણ … તેના કારણે થોડી તકલીફ તેમને થઇ … અમુક છોકરીઓની શારીરિક-છેડછાડ થઇ … આવું તો થયા કરે …” … – જી. પરમેશ્વરા, ગૃહ-પ્રધાન, કોંગ્રેસ-પાર્ટી, કર્ણાટક
.
*** …”…जब लड़की के पर बलात्कार होने वाला हो … तो वो लड़की को वह बलात्कारी को “भैया” बोलना चाहिए … “भैया मुझे छोड़ दो” … तो उसका बलात्कार नहीं होगा … “… आसाराम बापू, जो उनके चेलोंकी -१४से-१७ सालकी लड़कियों पे बलात्कार करने के जुर्ममें जेल में है …
.
*** “… વિદેશી-સ્ત્રીઓએ અહીં દુબઈના કાનૂન પ્રમાણે રહેવું … જો તેઓ “બળાત્કાર”ની ફરિયાદ લઈને પોલીસ-રિપોર્ટ કરશે … તો તેમને “વેશ્યા-વૃત્તિ” માટે 3-વર્ષની જેલ ફટકારવામાં આવશે …”… – સરિયા-કાયદા, દુબઇ-પોલિસ, ઇસ્લામિક દેશ
……..
આવા અણઘડ-જંગલી માનસિકતાએ સમાજના નેતા-ગુરુ બની બેઠેલા લઠ્ઠ-બુધ્ધિઓના બયાનો સાંભળી અને તેમના ચેલા-ફૌજ અને વોટ-આપનારાઓની દયા આવે છે … જેને કારણે આવા છીછરા-હલકટ દ્રષ્ટિ ધરાવતા નેતા-ગુરુઓના વાહિયાત-નિવેદનોએ ….મારા દેશની દીકરી-પત્ની-માતાઓને રસ્તા ઉપર “નગ્ન ફરતી બળત્કાર-છેડછાડ માટે અવેલેબલ સ્ત્રી” ગણવામાં આવે છે … અને આવાં ગુન્હાહિત-માનસિકતા ઉપર બયાની-સ્ટેમ્પ-પેપર પર ફતવા-નિવેદનોએ … તેમના જંગલિયત-યુક્ત પુરુષ-હક્કે તેમને તેમના ઉપર બળાત્કાર-શારીરિક છેડછાડ માટેના “ફ્રી-લાઇસન્સ” આપી દેવામાં આવે છે …
વાંક તો ફક્ત સ્ત્રીઓન-જ ગણાય છે …
તેમને કમ્ફર્ટેબલ તેમના “ટૂંકા-વસ્ત્રો”નો વાંક ગણાય છે …
તેમની “એકલતા”નો વાંક ગણાય છે …
તેમના “સંબંધોમાં-વિશ્વાસ”નો વાંક ગણાય છે …
તેમના “મુક્ત હાસ્ય – શારીરિક વણાંક – ચાલ”નો વાંક ગણાય છે …
તેમનો “સ્ત્રી-જાત” હોવાનો પણ વાંક ગણાય …
પરંતુ …
પરંતુ એકવાર … જો ફક્ત એકવાર આ દંભી-છીછરાં-કુદ્ર્ષ્ટા અમુક-તમુક રાજકીય-નેતા + ધર્મગુરુઓ દીકરા-ચાચા-મામા-બાપની વિરુદ્ધ એકપણ બયાન આપવાની “હિમ્મત-ચેષ્ટા” કરે તો … તો સલાઓને ખુદ પોતાની-જાતને દર્પણ-આર્સમાં બળત્કારી-અત્યાચારીના રૂપમાં જોઈ જતા હશે … અને એટલે-જ કદાચ પુરુષ સામાજિક-નેતાઓએ સ્ત્રી-અત્યાચારમાં હંમેશાથી સ્ત્રીઓનો વાંક ગણાવ્યો-સાબિતયો-પ્રમાણયો છે …
…….
ઇતિહાસમાં ભારતીય-સ્ત્રીઓનો પહેરવેશ જોઈએ તો 10મી-સદી સુધી … ક્યાંય સ્ત્રીઓને ઘૂંઘટ-પરદામાં નથી રખાઈ … પરંતુ જેવા ગુલામ-લોદી વંશ અને પછી મુઘલ-વંશની ઇસ્લામિક માનસિકતાની અશ્લિલ-કુદ્રષ્ટિ ભારતીય-સ્ત્રીઓ પર પડી … તેમને ઘરમાં પુરાઈ રહેવાનું અને પરદા કે ઘૂંઘટમાં રહેવાનું … પર-પુરુષની દ્રષ્ટિથી દૂર રહેવાના નિયમો થોપતા ગયા … ભારતીય સ્ત્રીઓ પરદા-ઘૂંઘટ-ઘરમાં કૈદ થઇ ગઈ …. જે બ્રિટિશ-રાજ આવતા પરિસ્થિતિ ઘણી સુધરી … અને ત્યાં સુધી કે ગાંધાર-અફઘાનિસ્તાનમાં સ્ત્રીઓ ડોકટર-એંજિનિયર બનવા લાગી અને ઓફિસીસ-જાહેરક્ષેત્રે નોકરીઓ પણ કરવા લાગી … જોકે હાલમાં, અફઘાનિસ્તાન સાથે તમામ ઇસ્લામિક દેશોને તાલિબાની-સરિયા કાનૂન વિચારધારાની બૂંદિયાળ-કુદ્રષ્ટિ લાગી ગઈ અને તેમની સ્ત્રીઓ ફરી એક વાર પરદા-ઘૂંઘટ-બુરખા પાછળ ઢંકાઈ ગઈ … ઇસ્લામિક-તાલિબાની વિચારધારાએ તેમની સ્ત્રીઓને ધર્મની-કૈદી બનાવી દીધી … ઇસ્લામિક-તાલિબાની વિચારધારાઓ તે સ્ત્રી-સ્વાતંત્ર્યથી કેમ ડરતી હશે??
………
#
પુરુષના મૂળ-પુરુષત્વના સંસ્કાર “ઘર-પરિવાર”થી સંસ્કરણીય થાય … જેની શરૂઆત બાળપણમાં તેની “માતા” ખુદ સંસ્કાર-રોપી કરી શકે … તેને બહેન-સખી-માતાનો આદર એ માતા ખુદ સમજની-શરૂઆતે સમજાવી શકે … અને બીજી તરફ બાપ-પિતા એ “સ્ત્રી-સન્માન”ના સંસ્કાર પોતાના પરિવાર-સમાજની સ્ત્રીઓ સાથેના વર્તન-વ્યવહારથી ઉદાહરણ દ્વારા સ્થાપી શકે … આવા પ્રકારના પારિવારિક-સંસ્કાર-બીજ ના કારણે-જ સ્ત્રીને સન્માન અને એક સ્ત્રી તરીકે જોવાની પૌરુષ-દ્રષ્ટિમાં ત્યારેજ ફર્ક આવશે … કિશોરાવસ્થાએ કે મોટી ઉંમરે કરેલા બળત્કાર-છેડછાડ જેવા ગુન્હાઓને કારણે જેલ-ફાંસીથી આ સમસ્યાનો અંત ક્યારેય નહિ આવે … કારણકે સ્ત્રી તરફ જોવાની દ્રષ્ટિ એ બાળપણથી કેળવાય અને મૂળમાં તે સંસ્કાર રોપાય … નહીતો બાળક જે તેની આસપાસ જુવે તે મોટી ઉંમરે અનુકરણ-અનુભવ કરે … જે વાતની પુષ્ટિ તે દિલ્લીના કુખ્યાત નિર્ભયા-બળાત્કાર-કેસના આરોપીનું નિર્લજ્જ બયાન આપે –
“बलात्कार करके हमने कौनसा गुन्हा किया? … वो भी अपने बॉय-फ्रेंड के साथ रात को (उसी केलिए) निकली थी … और बड़े लोग ऐसे कितने गुन्हा करते है … उनको तो कोई पुलिस पकड़ती नहीं …”…
.
– જયેન્દ્ર આશરા …2017.01.06…

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. pragnaju
  જાન્યુઆરી 06, 2017 @ 18:04:49

  વાહિયાત-નિમ્ન-વિચારધારાઓ ધરાવતા કહેવાતા અમુક-તમુક ધર્મગુરુઓ અને રાજકારણીઓ તરફ આક્રોશ જ પુરતો નથી કડક કાયદા અને અમલ જરુરી……………..
  મારા ભત્રીજાની દીકરી દોહા-કતારમા ભણતી ત્યારે યુની.માંથી કોઇ પણ ડર વગર રાત્રે એકલી નીકળતી

  Liked by 2 people

  જવાબ આપો

  • jashara
   જાન્યુઆરી 08, 2017 @ 01:30:18

   Prgnaju – અહીં મુંબઈમાં સાવ એવું નથી … અહીં સ્ત્રીઓ રાત ્રે 2-વાગ્યે મુક્ત ફરી શકે છે … ગુજરાત પણ સ્ત્રીઓ માટે સેઇફ છે … અને હમણાં વગોવાયેલું બેંગ્લોર પણ સેઇફ-જ છે … આ ટોટલી ઇસ્લામિક-નોર્થઇન્ડિયન મેંટાલિટી રહ્યી છે … જેમ તમારા ટ્રમ્પ-બ્રિગેડ સેક્સિસ્ટ -કોમેન્ટ કરે છે … તેવા અમારા ધર્મગુરુ-રાજકારણીઓ કરે છે … બાકી તમારા અમુક નેતાઓ પણ વેશ્યાને ત્યાં પડયા રહે છે અને અમારા પણ અમુક નેતાઓનું એમ-જ છે … કોઈ ફર્ક નથી …
   .
   ફર્ક મીડિયામાં છે … સર્વે મુજબ અમેરિકામાં 5-સ્ત્રીએ એક સ્ત્રી પર બળાત્કાર થઇ ચુક્યો છે … જ્યારે ભારતમાં આ બળાત્કારનો રેશિયો આટલો ઊંચો નથી … પરંતુ અમારું મીડિયા એટલું કોમ્પિટિશનમાં ફસાયું છે કે “આવી વાતોનો પોલીસ ઉકેલ લાવે તે પહેલા ચારે તરફ તેનો બિભસ્ત બ્લુ-ફિલ્મની જેમ ફેલાવો કરી નાખે છે … જાણે તેમના માટે કોઈ આઈટમ-નંબર હોય જે તેમનું TRP વધારવાનું હોય … “…

   Liked by 1 person

   જવાબ આપો

 2. Kaushik Dixit
  જાન્યુઆરી 07, 2017 @ 11:43:31

  આવા વિચિત્ર વક્તવ્યો આપતા રાજકારણીઓ, અને (અ) ધર્મ વડાઓને શેરીના ન્યાયથી સબક શીખવવો જોઈએ. ગુનેગારને મોદી સજા થશે તો ચાલશે. પહેલાં તેમના હોસલા બુલંદ કરનાર ને ખસી કરવા જોઈએ- તે પણ જાહેર માં આવા નેતાઓ આપણા ચીન્ત્તનાત્મક નિબંધો વાંચવા નવરા નથી, અને જે માત્ર શરીરના સ્તરથી ઊંડું કે ઊંચું ઉઠી શકે તેવા નથી તેમને તો તેમની ભાષામાં સમજાવવા પડે. જયેન્દ્ર ભાઈ આશરાનો લેખ આપણા હૃદયને કોચવી નાખે છે જરૂર, પણ જે ટાર્ગેટ ઓડીયન્સ છે તે તો તેને વાંચવાનો નથી. દર થોડાક સમયે આવા કોઈ ને કોઈ હેવાનિયતના કિસ્સા જોવા-સાંભળવા- વાંચવામાં આવે છે, અને સમાજ હવે પછી કોનો કિસ્સો આવશે તેની રાહ જોવામાં લાગી જાય છે. કદાચ આની પાછળ કોઈ MISGUIDED ધાર્મિક ઝનુન કામ કરતુ હોય તો તેની શક્યતા નકારી શકાય તેવી નથી. પણ સમાચારમાં આ વિગતો ગોપનીય રાખવામાં આવે છે- જેના સારા અને માઠા બંને પ્રકારની અસર થાય છે.
  આવા લંપટ ધર્મગુરુઓ અને રાજકારણીઓના નામ ઠામમ અને વક્તવ્યો ના સંદર્ભ સાથે તેમને EXPOSE કરવા જોઈએ, સારી કલમો તેમનું ચીર હરણ કરે તો જ તેઓ કાબુમાં આવે. કાયદાની રાહે તો થઇ શકે નહિ, પણ સામાજિક સ્તરે ઘણું કરી શકાય.

  Liked by 2 people

  જવાબ આપો

  • jashara
   જાન્યુઆરી 08, 2017 @ 01:34:35

   એ ચોક્કસ કે કોઈ “ધર્મગુરુ – રાજકારણી” આવા કોઈપણ લેખ – મંતવ્યથી સુધારવાના નથી … પરંતુ આ કે ચળવળ છે … એ લોકશાહીના-લોકમંચ ફેસબુકેથી એક અવાજ છે … જેના પ્રત્યાઘાતો સમાજમાં આવશે … સમાજ સજાગ થાય તે સૌથી પહેલા જરૂરી છે … જે ખોટું છે તેને નીડરતાથી ખોટું છે કહેવાની શક્તિ તેઓ કેળવે તે જરૂરી છે … એક વાર પ્રજામાં સમાજ સાથે સંકલ્પ આવશે … પછી સુધારો ચાલુ થશે … પરંતુ લેખનની અસર કોઈ નહીં થાય તે વાત એટલી પણ સાચી નથી-જ … માટે … અવાજ તો ઉઠાવતા રહેવું પડશે …

   Liked by 1 person

   જવાબ આપો

 3. Amrut Hazari
  જાન્યુઆરી 07, 2017 @ 21:22:30

  મિત્રો,
  ” Culture is not static for any group of people.” સંસ્કુતિ હંમેશા બદલાતી રહે છે. તે કદાપિ સ્થિર નથી રહેતી. દરેક પેઢીને પોતાનું વાતાવરણ હોય છે. મારા પિતાજી વલસાડમાં અેક ગરીબ હાર્ડ વર્કીંગ જિવન જીવી ગયા. વિજ્ઞાનીક શોઘો અને સમાજમાં તેનું ચલણ ખૂબ ોછું હતું. તેમણે ટી.વી પણ ન્હોતો જોયો. મારી અઢી વરસની ગ્રાન્ડ ડોટર આઇ ફોનને રમાડી શકે છે. તેના મનપસંદ કાર્યક્રમો માણી શકે છે. આ વિજ્ઞાન અને તેના થકી બદલાતા સમાજની વાત થઇ.આજે અમેરિકા અને ભારત બે ત્રણ મીનીટને અંતરે વસે છે. વિમાનમાં ૧૮ જેટલાં કલાકો જેટલાં દૂર. બીજા ઘણા ફેક્ટરોનો વિચાર કરવો રહ્યો. ભણતર, અભણતા, ઉમર પ્રમાણેનું જન વિશ્લેષણ, આવક, અને સૌથી મોટી વાત વિચારવાની જે છે તે છે…માનસિક પ્રૃથ્થકરણ…..
  સાયકો અેનાલીસીસ……
  બેંગલોરમાં જે થયું તેનું અને તેના કારણોનું વિગતે જો પ્રૃથ્થકરણ કરવામાં આવે તો સાચા કારણો મળી શકે. સેક્ષના ભૂખા અથવા સેક્ષ માટે ગાંડા લોકોની વચ્ચે આ શક્યતા વઘુ બને…અને તેમાં અગ્નિ ઉપર ગ્યાસતેલ છાંટવાનાં બીજા કારણો ભેગા થાય તો ભડકો થાય. અેટલે જ દરેકે પોતાની વિવેકબુઘ્ઘિ વાપરીને કાર્યક્રમોમાં ભાગ લેવો જોઇઅે. પોલીસ બંદોબસ્ત પણ કરવો જોઇઅે,પરંતું દરેક ઇન્ડીવીડયઅલે પોતાની વિવેકબુઘ્ઘિ વાપરીને જ આવાં સમારંભોમાં ભાગ લેવો જોઇઅે.
  પોલીટીશીયનો તોપોતાના વોટબેંકની ચિંતા કરતાં હોય છે. તેમને લોકોની પડેલી નથી હોતી.અને તેઓ પાસે વિવેકબુઘ્ઘિની અપેક્ષા કેવી રીતે રાખી શકાય ?
  ગુંડાઓ પાસે જો વિવેકબુઘ્ઘિ હોત તો શું તેઓ ગુંડા હોત ?
  સ્વબચાવની જેને ચિંતા હોય છે તેઓ તો વિવેકબુઘ્ઘિવાળા જ હોય છે.

  Liked by 2 people

  જવાબ આપો

  • jashara
   જાન્યુઆરી 08, 2017 @ 01:40:50

   બેંગ્લોર હંમેશાથી સેઇફ હતું … પરંતુ IT-industries ના revolution પછી ત્યાં સમગ્ર વિશ્વમાંથી નોકરી-વાંચ્છુક આવવા લાગ્યા … અને તેમાં પણ નોર્થ ઇન્ડિયન કે બિહાર-બંગાળ-ઓરિસ્સાની મેંટાલિટીએ અહીં ની કાયદા-વ્યવસ્થાની હાલત ખરાબ કરી છે … બીજી તરફ નેતાઓ પણ બે-જવાબદાર છે … એમ પૃથ્થકરણ કરીએ તો એ ઘટના તે લોકલ-બેંગલોરીઅન માનસિકતા નહિ પરંતુ બહારથી આવતા લોકોની માનસિકતા છે …
   બીજી તરફ મુંબઈમાં આવું નથી બનતું … કારણકે મારાથી-શિસ્ત અને શીવસેનાથી લોકો ડરે છે … અને મુંબઈ કોમર્શિયલ સિટી છે … તેથી લોકોના લક્ષ કમાવવા તરફ વધારે અને લફડા તરફ ઓછા હોય છે …

   Liked by 1 person

   જવાબ આપો

 4. aataawaani
  જાન્યુઆરી 08, 2017 @ 05:03:21

  પ્રિય પ્રવીણકાન્ત શાસ્ત્રી ભાઈ
  તમે જે શ્રી જયેન્દ્ર આશરાનો લેખ વાંચવા આપ્યો એ ઘણો સમજવા જેવો હતો .
  એક વાત એ મને વધારે ગમી કે બાળકોને નાનપણથીજ ઉત્તમ સંસ્કારો આપવા જોઈએ . સ્ત્રીઓ ઉપરની દૃષ્ટિ મા બેન ઉપર હોય એવી દૃષ્ટિ કેળવવી હોવી જોઈએ .
  હું મારો જાત અનુભવ કહું તો મારી માના સંસ્કારે મને બ્રિટિશના રાજ્ય વખતે આર્મીમાં મને સ્ત્રીઓ ઉપર ખોટા વિચારો પણ આવ્યા નહીં . અને કુ દૃષ્ટિ જેવી કુ ચેષ્ટા પણ કરેલી નહીં . મેં એક વખત સિંધુ નદીના સાત બેલા નામના બેટ ઉપર મેં એક સૌંદર્ય થી ભરપૂર યુવતીને સલામ કરેલી મને એના ઉપર કુવિચાર આવેલો નહીં . ફક્ત મજાક ખાતર . આપ આ મારી ચેષ્ટા ને જે ગણો એ . આ પ્રતાપ મારી માતાના શુભ સંસ્કારના હો . મારામાં હું જ્યારે અમદાવાદ પોલીસ ફોર્સમાં જોડાયો અમેરિકા આવ્યો . ત્યારે મારામાં થોડો ફેર પડી ગએલો ખરો . પણ બહુ નહીં . અને આવી શાયરી પણ બનાવવાનું સુજ્યું ,
  एक खूब रु माशूक़ने ऐसा जादू किया
  परीशाँ गेसूं वालिने खुदा भुला दिया . ખુબરૂ = સૌંદર્યવાન
  પરીશા ગેસું = વાંકડિયા વાળ

  Like

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: