આતા હવે નથી

આતાવાણી

aataa

સૌ નેટ મિત્રોને આઘાત આપે તેવા સમાચાર.

મિત્રો,
      હમણાં જ દેવ જોશી નો ફોન હતો.

      એક કલાક પહેલા આતાજી આપણને સૌને છોડીને ચાલ્યા ગયા છે. સૂતેલા હતા અને એમનો પૌત્ર ડેવિડ મંદીરે  જવા એમને ઊઠાડવા ગયો, ત્યારે તેઓ ભર નિદ્રામાં હતા. બસ કાર્ડિઆક એરેસ્ટ.શુક્રવારે એમનો ફોન હતો, અને દિવ્યભાસ્કરના ઈન્ટરવ્યુની વાત કરી, ત્યારે તો સરસ મૂડમાં હતા. ઘણી વાતો કરી હતી. આપણા અન્ય સૌ મિત્રોને જણાવશો.
– પ્રવીણ શાસ્ત્રી.

મારે માટે તો આ બાપ મરી ગયો હોય તેવો આઘાત છે.

આતા  મોક્ષમાં માનતા ન હતા. એમના આનંદી અને સદા કાર્યરત સ્વભાવ અને વર્તને એમનો જીવતે જીવ મોક્ષ કરી જ દીધો હતો.

પ્રભુ એમના આત્માને ચિરંતન શાંતિ આપે એવી આપણી સૌની પ્રાર્થના છે.

આતાનો પરિચય…

જીવનમંત્ર

सच्चा है दोस्त, हरगिज़ जूठा हो नहीं सकता।
जल जायगा सोना फिर भी काला नहीं हो सकता।
————
Teachers open door,
But you must enter by yourself.

તેમનો બ્લોગ…

View original post 235 more words

Advertisements

21 ટિપ્પણીઓ (+add yours?)

 1. હરીશ દવે (Harish Dave)
  જાન્યુઆરી 15, 2017 @ 21:38:32

  ભારે આઘાતના સમાચાર ! મિત્રો! આતાજીના આત્માને પરમ શાંતિ મળો! ઓમ શાંતિ!

  Liked by 1 person

  જવાબ આપો

 2. vimala
  જાન્યુઆરી 15, 2017 @ 23:04:25

  સમાચાર આઘાત જનક અને દુઃખદ.હજુ સવાલે જશવંતભાઈના સમાચાર આપતી એ આતાજીની ઇ મેઇલનો reply કર્યો તો એમનો પ્રતિ જવાબ જોવા જતા આસમાચાર મળયા!!! કેવી સહજતાથી આપણ સૌને છોડી ગયા? એમનાઆ અનુભવ જ્ઞાને ઘણું શીખવ્યું,એમને રૂબરૂ મળીને આશિર્વાદ લીધેલ છે તે માટે હું મને ભાગ્યશાળી ગણું છું . પ્રભુ એમના આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના.

  Liked by 1 person

  જવાબ આપો

 3. હરીશ દવે (Harish Dave)
  જાન્યુઆરી 15, 2017 @ 23:59:38

  પ્રવીણભાઈ! આપના બ્લૉગ પરથી આતાજીના દેહાવસાનના સમાચાર જાણ્યા. પછી આતાવાણીની મુલાકાત લીધી.

  આતાજી ગઈ સદીના પૂર્વાર્ધના સાક્ષી હતા. તે સમયના સૌરાષ્ટ્રના લોકજીવનને તેમણે માણ્યું હતું એટલું જ નહી, તેની બારીકીઓને અવલોકી હતી અને સ્મૃતિપટે સાચવી હતી. સાચે જ, તેમની પાસે તત્કાલીન સમયગાળાનો કીમતી ખજાનો હતો અને આતાજી ઉદાર દિલે તે આપણને લૂટાવતા રહ્યા.
  ક્યારેક તેમની તેમની નિખાલસતા અથવા ભાષા આપણને કઠે પણ ખરી, પરંતુ આપણે મધ લૂટીને તેમની વાતો માણતા રહ્યા. આતાજી એક વિરલ વ્યક્તિત્વ. ખુમારી અને જિંદાદિલીનો પર્યાય. સંઘર્ષ તો રગ રગમાં દોડતો રહેલો. જિંદગી જે રૂપે આવી, સ્વીકારતા રહ્યા અને માણતા પણ રહ્યા.

  આતાવાણી પરની તેમની છેલ્લી પોસ્ટ 11 જાન્યુઆરી 2017ના રોજ ” લંઘા ભાંડ ને ચારણા …” પર મારે તેમની સાથે ત્રણ ચાર કોમેંટ્સની આપલે થઈ. તે વાંચવા જેવી છે.

  કોણ જાણે કેમ, મેં તેમને તેમની વાતો વધારે પ્રકાશિત કરવા અથવા રેકોર્ડ કરવા આગ્રહભરી વિનંતી કરી તો તેમનો કાંઈક ગૂઢ, ગહન જવાબ હતો:

  પ્રિય હરીશભાઈ દવે
  તમારી વાત ખરી છે . કોઈ મને પૂછનાર મળેતો મારી પાસેથી ઘણું કઢાવી એમ છે પણ લોકોને પૂછવાનો કે વાંચવાનો સમય બહુ નથી . અને હું બહુ ભૂલી જાઉં એ પહેલા મળશે અને હું જીવું છું . ત્યાં સુધી મળશે .

  મરતી વેળાએ મને એવું બધું સાબિત થયું
  વાર્તા હતી સાંભળ્યું તે જે જોયું સપનું હતું .
  ***

  આ કાંઈક સાંકેતિક પ્રતિભાવ હતો એવું હવે આપણને લાગે!

  આતાજીનો આત્મા ચિર શાંતિ પામો! ઓમ શાંતિ!

  Liked by 1 person

  જવાબ આપો

 4. nabhakashdeep
  જાન્યુઆરી 16, 2017 @ 01:07:09

  અક્ષર સુખિયા હો આતાજી. સાચું જીવી ગયા, આશિષ દેતા

  Sent from my iPhone

  >

  Liked by 1 person

  જવાબ આપો

 5. મનસુખલાલ ગાંધી, U.S.A.
  જાન્યુઆરી 16, 2017 @ 01:52:12

  ભારે આઘાતના સમાચાર !
  આતાજીના આત્માને પરમ શાંતિ મળે એવી પરમાત્માને પ્રાર્થના….!
  ૐ શાંતિ….ઓમ શાંતિ…ૐ શાંતિ…!

  Liked by 1 person

  જવાબ આપો

 6. Sharad Shah
  જાન્યુઆરી 16, 2017 @ 02:43:13

  जींदादिल कभी मरा नही करते.
  दिलवालोंके दिलोंमे है रहा करते,
  आताजीका शरीर भले ही छुट गया,
  वे दिलोंसे जगा खाली नहीं करते.
  शरद.

  On 1/16/17, પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી

  Liked by 1 person

  જવાબ આપો

 7. ગોવીન્દ મારુ
  જાન્યુઆરી 16, 2017 @ 06:35:35

  મારા ‘અભીવ્યક્તી’ બ્લોગ પર ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી કરવા અને તેની ઈ.બુક પ્રકાશીત કરવા માટે સીંધુ સંસ્કૃતી તથા બૃહસ્પતી (ચાર્વાક)ના ચાહક એવા 90(નેવું) વરસના સદા બહાર, સદા યુવાન હીમ્મતલાલ જોશી ‘આતાજી’ મને સતત પ્રોત્સાહન અને બળ પુરુ પાડતા હતા. ‘ચાર્વાકદર્શન’ની લેખમાળા પુરી થવાને આરે છે. ‘ચાર્વાકદર્શન’ ઈ.બુક પ્રગટ થાય તે પહેલાં જ ‘આતાજી’એ આજે આંખ મીચી દીધી એ માન્યમાં નથી આવતું. ‘અભીવ્યક્તી’ બ્લોગ પર હવે તેમના પ્રતીભાવની ખોટ સાલશે.. સદગતને નેટાંજલી….

  Like

  જવાબ આપો

 8. Sharad Shah
  જાન્યુઆરી 16, 2017 @ 07:09:48

  जींदादिल कभी मरा नही करते.
  दिलवालोंके दिलोंमे है रहा करते,
  आताजीका शरीर भले ही छुट गया,
  वे दिलोंसे जगा खाली नहीं करते.
  शरद.

  Liked by 1 person

  જવાબ આપો

 9. Ashok Vavadiya
  જાન્યુઆરી 16, 2017 @ 07:19:07

  RIP….

  Liked by 1 person

  જવાબ આપો

 10. Ashok Vavadiya
  જાન્યુઆરી 16, 2017 @ 07:21:33

  RIP

  Liked by 2 people

  જવાબ આપો

 11. pragnaju
  જાન્યુઆરી 16, 2017 @ 09:12:05

  આઘાતજનક સમાચાર
  એક જમાનાના દિગ્જજો ગણાતા કલાકાર-કસબીઓ ઢળતી ઉંમરે એવી ગુમનામીમાં પહોંચી જાય છે કે ક્યારેક તો માત્ર તેમની માંદગી કે મરણના સમાચાર આવે ત્યારે જ યાદ આવે કે આ કલાકાર હજી આપણી આસપાસ છે કે હતા!
  પણ
  આતાજી જે રીતે પ્રેરણા આપતા તે રીતે તેઓ આપણી વચ્ચે જીવતા જ રહેશે .ધન્ય તેમનું જીવન અને સહજ મહાપ્રયાણ..

  Liked by 1 person

  જવાબ આપો

 12. Sharad Shah
  જાન્યુઆરી 17, 2017 @ 12:42:48

  जो आया है इस जहां
  कोई नहीं रुकता यहां
  मगर फिरभी
  कोई नहीं झुकता यहां
  ख्वाबमें हम कहां कहां,
  किसीको कभी
  प्रश्न उठता है यहां?
  आता है सो जाता कहां?
  दिखता कभी,
  आता थे, अब नही यहां,
  कुछ दिन बस यादे रहेंगी यहां,
  देखते कभी,
  दुसरे तो मरते यहां
  मै न कभी मरा यहां,
  एक दिन
  मुझे भी मरना यहां,
  जानले अभीभी मौका यहां,
  थोडा जाग,
  देखले खुदा कहां,
  वह यहीं है, अभी है,
  तुं ढुंढता कहां कहां.
  शरद.

  Liked by 1 person

  જવાબ આપો

 13. jugalkishorj
  જાન્યુઆરી 20, 2017 @ 04:29:50

  જો આતા હૈ વો જાતા હૈ પરંતુ આ એ ‘આતા’ હૈ જો (દિલ સે)જાતા હી નહીં – જાયેગા ભી નહીં !!

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: