લિફ્ટ આગળ જોવા મળતા દ્રશ્ય…મુકેશ રાવલ

લિફ્ટ આગળ જોવા મળતા દ્રશ્ય…..

-લિફ્ટની રાહ જોવામાં તેના દરવાજાનેય ખખડાવે રાખે… જાણે હમણાં કોઇ અંદરથી ખોલશે…..

#

-કોઇ તો બુમ પણ મારે “એય લિફ્ટ….”

#

– જો વચ્ચેના કોઇ માળ પર ઉભા રહીને રાહ જોતા હોય તો ભલેને નીચે જવાનુ હોય તોય ઉપર ને નીચે જવાના બટન દબાવે રાખે….

#

– કોઇ તો દરવાજાની બારી માંથી જોવાય ટ્રાય કરે કે કેટલે પંહોચી!!!!

#

– કોઇ પાછા લિફ્ટ કયા માળે છે તેના ઇન્ડિકેટરની લાઇટ જોતા રહે અને ગણે… “એકવીસ… વીસ….ઓગણીસ…. અઢાર…. આ અઢાર વાળા બહુ વાર કરે છે…… બહુ ઉભી રહી…. સત્તર…..”

#

– જો એક કરતા વધારે લિફ્ટ હોય તો બધીના બટન દબાવી આવે… જે પહેલી આવી તે……

#

– અંદર જઇનેય…. પોતાને જે માળે જવાનુ હોય તે માળનુ બટન કોઇએ દબાવેલુ હોય તોય ફરી દબાવશે…. એય બે ત્રણ વાર…..

#

– જો ઉતાવળ હશે તો પગ પછાડ્યા રાખશે કે જો ઉપર જવાનુ હોય તો સિલીંગ બાજુ જોયે રાખશે ને નીચે જવાનુ હોય તો ફ્લોર બાજુ જોયે રાખશે….

#

– જો કોઇ વચ્ચે ઉતરવાનુ હોય કે વચ્ચેના માળેથી ચડે તો તેની સામે કોઇ નવુ પ્રાણી આવ્યુ હોય તેમ જોયે રાખશે…

#

– પોતાની ઉતાવળ બીજાને બતાવવા લાઇટ કે એસીની સ્વિચ ઓન ઓફ કરે રાખશે..

#

– કોઇ તો જાણે લિફટમેનની સર્વિસ આપતા હોય તેમ પેલા બસ કંડક્ટરની જેમ બોલેય ખરા… ” સાતમો માળ….. હવે આવશે છઠ્ઠો માળ….” (જો કોઇ નાનુ છોકરુ લિફ્ટમાં હોય તો બોલેય ખરુ …”અંકલ/આંન્ટી સાત પછી આઠ આવે….”😜)

#

-કોઇ તો નવા ચડનારને જ પુછી લે “કયા માળે જવાનુ છે???” અને પોતે જ તેનુ બટન દબાવી આપે…. એવી સેવામાં પોતે જ ભુલી જાય કે પોતાને ઉતરવાનો માળ જતો રહ્યો….😀😀😀😀

#

– જો લિફ્ટ કોઇ કારણથી બંધ હોય ને દાદર ચડીને કે ઉતરીને જવાનુ થાય તો… દરેક માળે જઇ લિફ્ટનુ બટન દબાવીને દર વખતે ખાત્રી કરશે કે લિફ્ટ ચાલુ તો નથી થઇને!!!!!

#

– જો લિફ્ટના દરવાજા જાળી વાળા હોય અને ઉપરના માળેથી રાહ જોતા હોય… લિફ્ટ નીચેથી આવવાની હોય…. તો જાળી માંથી કોઇ કચરો કે કાગળનુ ડુચો નીચે નાખશે…. જાણે કે જણાવતા હોય કે “હું રાહ જોઉ છું…

#

– કોઇ સેવા ભાવી હોય તો પોતાને ઉતરવાનો માળ ના આવે તોય વચ્ચે ઉતરનારા માટે પોતેય જે તે માળે લિફ્ટની બહાર નીકળીને જગ્યા કરી આપે…. તે કોઇ અંદર આવવાનુ રહી જતુ હોય તો પગને દરવાજાની વચ્ચે ધરીને લિફ્ટનુ બારણુ બંધ થતુ અટકાવે….(હવે તેના માટેય બટન તો હોય છે જ તોય….)

#

– લિફ્ટમાં ઉભા રહીને બીજા ઉભેલાના મોઢા સામે જ જોયે રાખે…. વાત કે સ્માઇલ તો કરેજ નહીં…

#

– જો લિફ્ટમાં કોઇ પુરુષ એકલો હોય ને કોઇ સ્ત્રી (સુંદર) આવે તો મનમાં તો પેલો એવુજ વિચારે કે “હે ભગવાન લિફ્ટ અધવચ્ચે બંધ પડી જાય” 😍😜 અથવા પોતાને ઉતરવાનો માળ આવી જાય તોય જ્યાં સુધી પેલી ઉતરે નહીં ત્યાં સુધી તેની સાથે લિફ્ટમાં જ રહે… જો પેલી છેલ્લા માળેજ જવાની હોય તો પોતે ધાબામાં જઇ આવવાનો ડોળ કરે….

#

– જો લિફ્ટમાં કોઇ સ્ત્રી એકલી હોય ને કોઇ પુરુષ (ઓફ કોર્ષ મારા જેવો દેખાવડો 😜) આવે તો મનમાં પેલી એવુજ વિચારે કે લિફ્ટની લાઇટ બંધ થઇ જાય ને પેલો……💕💕
પણ જો કોઇ ખડ્ડુસ પુરુષ આવે તો પેલી ખાલી ખાલી પણ મોબાઇલ પર વાતો કરતી હોય તેવો દેખાવ કરે અને મનમાં ક્યારે પોતાને ઉતરવાનુ આવે કે પેલાને ઉતરવાનુ આવે તેની રાહ જોતી હોય….

#

– કોઇ કોઇ બિલ્ડીંગમાં તો ઠરાવ પાસ કરે કે “લિફ્ટનો ઉપયોગ નીચે ઉતરવા ના કરતા ઉપર જવા માટે જ કરવો…” જાણે ઉપર ગયેલી લિફ્ટ નીચે આવવાનીજ ના હોય….

#

– તો ક્યાંક તો એવોય નિયમ બનાવેલો હોય કે પહેલા ત્રણ માળે લિફ્ટ ઉભી રહેશે નહીં….( પહેલા ત્રણ માળે રહેતાને લિફટના મેન્ટેનન્સ નો ફાળો ના પોસાતો હોય ને 😀)

#

-અમુક તો એવાય હોય કે જો ઉપર ગયા પછી થોડીજ વારમાં નીચે આવવાનુ હોય તો ઉપર ગયા પછી લિફ્ટનો દરવાજો ખુલ્લો રહે તેમ રાખી લિફ્ટને ત્યાંજ રોકી રાખે…

#

-ક્યાંક તો બોર્ડ પણ લગાવે “લિફ્ટમાં ભારે સામાન લઇ જવાની મનાઇ છે” જો કે આ રીતે તેઓ જાડા માણસોને બોડી મેન્ટ્ેન કરવામાં મદદ કરતા હોય છે..

#

– અને છેલ્લે… જો ઉપર જવા માટે લાંબી લાઇન હોય ને લાગે કે પોતાનો નંબર બીજા ત્રીજા ફેરામાંય નહીં લાગે…. તો મારા જેવા હોંશિયાર!!! તરત ઉપરના બીજા માળે દાદર થી જઇને નીચે આવતી લિફ્ટમાં નીચે આવે…. અને પછી નીચે ઉતરેજ નહીં… અંદરજ રહે…. અને પોતાનો નંબર આગળ લાવી દે!!!!😳😳😳😳

######

– પરમ મિત્ર Mitesh Pathak ની પોસ્ટ પર મારી( મુકેશ રાવલની) કોમેન્ટ

મુકેશ રાવલની ફેસબુક વોલ પરથી સાભાર.

 

Advertisements

2 ટિપ્પણીઓ (+add yours?)

 1. Sharad Shah
  જાન્યુઆરી 24, 2017 @ 08:20:36

  Very good observation and write up.

  Liked by 1 person

  જવાબ આપો

 2. Vinod Patel
  જાન્યુઆરી 25, 2017 @ 21:00:00

  લેખક નું લીફ્ટમાં રહ્યા રહ્યા કરેલું રમુજી અવલોકન

  જો પેલી છેલ્લા માળેજ જવાની હોય તો પોતે ધાબામાં જઇ આવવાનો ડોળ કરે…આવા માણસો પણ હશે જ !

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: