કાવ્ય ગુંજન ૪૬.

ફરી ફરી ને આપણે પાછાં આપણા જ
કુંડાળામાં પાછાં ફરીએ છીએ,

ભુલભુલામણીનાં અરીસા ગોઠવેલા હોય
તેવા ખંડમાં આપણે આપણી જ,
ભ્રાંતિમાં ભટક્યા કરીએ છીએ,

ધબકતા હૈયાનો સ્પર્શ,પતંગિયાનું
ફુલ પ્રત્યે ગવાતું ગીત,

ગગનમાં અષાઢે નીખરતું મેઘધનુષ,
ભમરા અને ફુલની ગુફતેગુ,
પવન અને વસંતનો પ્રણય ,

કશું ય સ્પર્શતું નથી…,

બસ! જાહોજલાલીની ભ્રમણામાં જીવતા
આપણે આપણા જ પ્રતિબિંબની તલાશમાં,
ભરબપોરે ભટકીએ છીએ ,

આપણે આપણી જ ઉભી કરેલી દીવાલને,
આપણી જ ફૂટપટ્ટી વડે માપ્યા કરીએ છીએ,

દીવાલની આગળ ,પાછળ,ઉપર, નીચે,
ને બસ! આપણે ભ્રાંતિ માં જ રહીએ છીએ.

અસ્મિતા

Asmita Atul Shah

January 20 at 6:46pm · Vadodara, India ·

 

નથી કાલ જોઈતી નથી આજ જોઈતી ,
મને તો બસ, આ જ જોઈએ છે,

ધબકતું,શ્વસતું,નાચતું,કૂદતું,ગાતું,કિલ્લોલતું,
સુખ દુ:ખની ઘેલછા છોડી ,

ઈચ્છા,અનિચ્છા,કલ્પના,પરીકલ્પના,
સંતોષ,અસંતોષ,ભોગ,લાલસા,સત્તા,પદ,મોભો,

સતી,વારાંગના,વીરાંગના,નૃત્યાંગના,દેવાંગના,
તપસ્વિની,મૃગનયની .મૃદુભાસીની,રૂપગૌરીતા,

નાં સીતા ના ગીતા,નાં દ્રૌપદી નાં અહલ્યા,
નાં મંદોદરી નાં ગાંધારી, નાં કાળી નાં કલ્યાણી,

નાં રામ નાં રાવણ, ના કૃષ્ણ નાં કંસ,
ઘડી ,પળ, મીનીટ,કલાક ,દિવસ,વર્ષ, યુગ,

સર્વનો ત્યાગ કરી મને જ ઝંખતું,મને જ ચાહતું,
મને જ પોષતું,મને જ સ્વીકારતું,

મારામાં જ રમબાણ મને મારું જ અસ્તિત્વ જોઈએ છે,

બસ! મને આજ (today) જોઈએ છે…

બસ! મને આ જ જોઈએ છે.

અસ્મિતા

###

border1

rachana

Rachana

 

મહેકે

 

ક્ષણમાં જો ક્ષણ ઉગે તો ક્ષણ મહેકે

તું આમ મને જુવે ને જો ક્ષણ મહેકે

વાત નિરાળી રોજની એમ જ નીકળે

આખી જીંદગીની સફર ફરફર મહેકે

આખેઆખું કોણ આમ નવરુંજન મળે

અહીં મીત્રોનો ગુલદસ્તો સહજ મહેકે

રંગ કેટકેટલા અહીં જુદી ઢબ ઝળકે

સુરયાત્રા કાયમની અભિનવ મહેકે

વેચાણ પર માલનો બધો મદાર નભે

પથ્થરમાં પણ ફૂલોની રચના મહેકે

flower1

Advertisements

1 ટીકા (+add yours?)

  1. Deejay.(USA)
    જાન્યુઆરી 25, 2017 @ 20:55:58

    નથી કાલ જોઈતી નથી આજ જોઈતી ,
    મને તો બસ, આ જ જોઈએ છે,
    વાહ,ભ્ાઇ વાહ.બહુ સરસ.

    Liked by 1 person

    જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: