જો મરવાનું જ હોય
તો અમને વનવગડામાં મરવું છે
ધૂળવાળી ધરતીને અડીઅડીને મરવું છે અમારે
ઇન્ટ્રાવિનસ નીડલને બદલે
વાંસના રોપા શરીરે ભોંકાતા હોય
આસપાસ સગાંસંબંધી નહીં
ચાર-છ ખિસકોલી હોય તો ગમશે
બામણોના મુખે થતા, પંદરમાં અધ્યાયના પઠનને નહીં
ઝાડઝાંખરમાંથી સરી જતા, પવનને સાંભળતાં સાંભળતાં
મરવું છે અમારે
બપોરના પરસેવાયુક્ત આલસ્યમાં
કે રાતની ભેંકારતામાં
મરવાની મજા ન આવે
બ્રાહ્મમુહૂર્ત હોય
અને આંખે ઓસનાં આંસુ બંધાતા હોય
તો છેટેના ગામનો કૂકડો ગ્રીવામાંથી કેકા કાઢે ને
એવી સરળતાથી પ્રાણ કાઢીને આપી દઈએ
પણ આવું બધું કહીશું તો માનશે કોણ ?
વ્યવહારકુશળ સજ્જનો છૂપું હસશે
પંડિતો ઠપકારશે કે વત્સ,
મરવા જેવી ચીજમાં, સ્થળ અને સમયની આસક્તિ રાખો છો ?
તો હવે ગઝલ સ્વરૃપે કહી જોઈએ
પ્રાસના વિશ્વાસ સાથે
છંદ પ્રબંધ સાથે
કદાચ અમારી વાત કોઈ સિરિયસલી સાંભળે….
પરોઢે પહેલા કલરવમાં, મને ચુપચાપ મરવા દો
ઉષાના મંગલોત્સવમાં, મને ચુપચાપ મરવા દો
શિયાળામાં પડયા રહી, ઓસભીની લાલ માટી પર
અહીં તરણાના નીરવમાં, ચુપચાપ મરવા દો
જુઓ…
વસંત ઋતુમાં યૌવન માદક બનતું હોય છે .વસંતમાં કુદરત પણ માદક બને છે.ફેબ્રુઆરી મહિનામાં
વસંત અને વેલેન્ટાઈનની અસર પ્રેમીઓમાં જણાય છે . વસંત એ કુદરતનું યૌવન છે .
જય વસાવડાની કલમે લખાયેલો લેખ મજાનો છે.
LikeLike