ફેસબુકી વેલેન્ટાઈન ડે. (૩)

Pravinkant Shastri

૨૦૧૪ના વેલેન્ટાઈન ડે ને દિવસે ફેસબુક પર મૂકેલી મારી પોસ્ટ ફરી ત્રણ વર્ષ પછી પાછી ઝળકી. આશા છે કે મારા મિત્રોને આ હળવી વાત ગમશે.

February 14, 2014 ·

.

ફેસબુકી વેલેન્ટાઈન ડે.

%e0%aa%ab%e0%ab%87%e0%aa%b8%e0%aa%ac%e0%ab%81%e0%aa%95

.

“સુધા, પ્લીઝ હવે લેપટોપની લપ છોડને! હવે, આઈ એમ વેરી હંગ્રી.”
“હની જસ્ટ ટુ મિનીટ. આ ફેસબુક પર મારે કોમેન્ટ મુકવી જ પડશે. આજે તો વેલેન્ટાઈનની મારી પોસ્ટમાં ૧૨૩ લાઈક મળી.”

.

.

.

.

.

.

“ડાર્લિંગ હવે પેટ પૂજાનું કંઈક વિચારવું જોઈએ. પેટમાં બિલાડાં બોલે છે.”

.
“વેઈટ આ મિનીટ. મારે આનેતો રિસ્પોન્સ આપવો જ પડવાનો…સાલો કવિતા તો ફેન્ટાસ્ટિક મારે છે. નથી લાગતું કે જાતે લખતો હોય. કદાચ ચોરેલો માલ જ હશે.”

.

.

.

.

.

“સુધા ડિયર, હવે તો ખરેખર કકડીને ભૂખ લાગી છે હોં.”

.
“એક કામ કર, તું મારે માટે જે સવારે બુકે લાવ્યો હતો ફરીથી બીજા વાઝમાં જરા રિએરેન્જ કરી દેને પ્લીઝ. પછી આપણે બહાર ડિનર માટે નીકળી જ જઈશું.”
.
.
.
.
.
.
બે કલાક પછી. સુધાબેન ઉવાચ

.
“વાઉવ….૩૨૧ લાઈક… થોડા એફબી ફ્રેન્ડસને હેપી વેલેન્ટાઈન નોટ્સ મૂકીને હમણાં પાંચ મિનીટમાં તૈયાર થઈ જઈશ. શું પહેરીશ હબી? સાડી કે જીન્સ? તું તો સાડી કહેશે પણ હું તો જીન્સ જ પહેરીશ. હમણાં બે જ મિનિટમાં તૈયાર. હવે તો મને યે ભૂખ લાગી છે.”

.

એક મોટો ઑડકાર.

.
“હવે ઉતાવળ કરવાની જરુર નથી. નવ નંબર વાળી નયનાએ આગ્રહ કરી ઈન્વાઈટ કર્યો, એટલે એને ત્યાં મેં એને ત્યાં એની સાથે જ ડિનર લઈ લીધું. ઘરાઈને ખાઈ લીધું છે.”

.

.

.

.

.

.
“વ્હોટ? નખરાળી નૈના ને ત્યાં?  વેલેન્ટાઈન ડે ને દિવસે પરણેતરને છોડીને પારકી સાથે ડિનર? શરમ નથી લાગતી? આવો જ લવ? ડિનર પછી તને જાત જાતના રસો ઝરવા માડે છે તે હું જાણુને! સાચ્ચુ કહી દે તેં નૈનુડીને ત્યાં કયા કયા ભોજન કર્યા હતા? મારે માટે જરા પણ લાગણી કે sex hormone binding globulin (SHBG)   ના સાયન્ટિફિક આર્ટિકલમાં બતાવેલો એકાદ રસ મારે માટે રહેવા દીધો છે કે બધો જ નૈનુડીને ત્યાં જ ખલવાઈ ગયો છે? તારી સાથે તો એક પણ વેલેન્ટાઈન સારો નથી ગયો. મારા તો નસીબ જ ફૂટેલા છે.”

(થોડુંક આજે મઠારેલું)

પ્રવીણ શાસ્ત્રી.

ફેબ્રુ. ૧૪, ૨૦૧૭.

Advertisements

3 ટિપ્પણીઓ (+add yours?)

 1. harnishjani52012
  ફેબ્રુવારી 15, 2017 @ 21:16:04

  Excellent writing Pravinbhai I ead for the first time. I m smiling.

  Liked by 1 person

  જવાબ આપો

 2. મનસુખલાલ ગાંધી
  ફેબ્રુવારી 16, 2017 @ 00:43:34

  સ્ટાર તો પાંચ મળવા જોઈએ…..!!!

  સરસ લેખ….

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: