ઈશ્વર?

ઈશ્વર?

acupuncture.egg&sperm

 

મને મારા ઓછા IQ વાળા બ્રેઇનમાં જે ન સમજાય તે બનાવનાર GOD છે. એમ માની લઉં છું. મારા અજ્ઞાન માટે મને જરાએ અફસોસ નથી. બસ ગમે તે એકાદ પથ્થર સામે હાથ જોડી ઉભો રહી જાઉં છું. Reflection of unconscious mind. રાતે નરી આંખે દેખાતા આકાશની પેલે પર એક નહિ અગણીત ગેલેક્ષીઓ છે, વિજ્ઞાનમાં શીખ્યો છું. ગુગલથી જાણ્યું છે. કલ્પી લઉં છું; પણ જરાયે સમજાતું નથી.  કદાચ ઈશ્વર એના કેન્દ્રમાં જ હશે એવી કલ્પના કરી બેસું છું.

આમતો આખી જિંદગી મેં સ્પેક્ટ્રોગ્રાફીમાં કાઢી. ઈલેક્ટ્રોનના એનર્જી લેવલના કૂદકા ભૂસ્કા પણ નોંધ્યા. મને તો ફરતા ઈલેક્ટ્રોનમાં પણ ઈશ્વર દેખાયા. કામ કરતાં ઈશ્વરની એક માનસ મૂર્તિ બનાવી કાઢી. અને કુદરતી વેવ્વ્ઝ તેની તરંગ લંબાઈ, પથ્થર કે ધાતુ પણ વેવ્વ્ઝ ફેંકે છે અને સ્વીકારે છે, આપણા હાથમાંના રમકડા ફોન ના તરંગો સેટેલાઈટથી વિશ્વના ધારેલા ફોનમાં સેકંડમાં પહોંચી જાય છે. આખરે તો આપણે ઈશ્વર સર્જનની પેરેલલ જ દોડી રહ્યા છે એવી મારી અબુધ માન્યતા છે.

અને પિતાના વિર્યના એક બુંદમાંના અનેકમાંથી એક ચોક્કસ ડિ.એન.એ. વાળો માનવ સર્જાયો, Oh my God!! જેમ જેમ વિજ્ઞાન જાણતો થયો તેમ તેમ ન સમજાય એવો ઈશ્વર મગજમાં ભમતો થયો. नते रूपं, नचाकारो, ગુગલે તો ઘણી જ માહિતિ આપી પણ જ્યાં જ્યાં ન સમજાઈ ત્યાં ત્યાં આ અલ્પ બુદ્ધિએ ઈશ્વરને બેસાડી દીધો. સાયન્ટિસ્ટોએ મને આસ્તિક બનાવી દીધો.

ધણા બધા ડોન ક્વિક્ઝોટ્સ આજે વિન્ડમિલ નામના ઈશ્વરરૂપી રાક્ષસ સાથે લડી રહ્યા છે. મંદિર અને તેમાના ભગવાન તો સંસ્કૃતિ છે. દર પેઢીએ તે બદલાતી જ રહેશે. પણ મારા મિત્રો જે ઈશ્વર સાથે લડી રહ્યા છે તે મારા ભગવાન નથી હોં. મારા ઈશ્વરને હું જ ન ઓળખી શક્યો ત્યાં તમને તો કેવી રીતે સમજાવું? તમે તો મારા ઈશ્વરને ક્યાંથી જ ઓળખો? મારા મિત્રો કેટલાક મિત્રો કુરિવાજો સામે જ લડે છે. સારી વાત છે. હું પણ એમની સાથે જ છું. કુરિવાજો ધર્મ સાથે જોડાઈ જાય ને ધર્મ ઈશ્વર સાથે જોડાઈ જાય અને સુપર જ્ઞાનીઓ ઘરડે ઘડપણ વિશ્વ સુધારણાં લાગી જાય ત્યારે મને પણ એ છીછરા પાણીમાં ઝબઝબીયા કરવાનું મન થઈ જાય.

એક ઝબકારોઃ ગુરુ બનવાનું યે વ્યસન હોય?

Advertisements

7 ટિપ્પણીઓ (+add yours?)

 1. Sharad Shah
  માર્ચ 26, 2017 @ 11:37:40

  પ્રવિણભાઈ,
  “ઈશ્વર” સદીયોથી ચર્ચાનો વિષય રહ્યો છે.એક પક્ષ તર્ક કુતર્કથી “ઈશ્વર છે” તેની તરફેણમાં અને બીજો પક્ષ “ઈશ્વર જેવું કાંઈ નથી” તે તર્ક કુતર્કથી સાબિત કરવામાં સમય અને શક્તિ વેડફી રહ્યો છે. અને અંતહીન વાદ વિવાદ ચાલે છે. કોઈ પક્ષ નમતુ જોખવા તૈયાર નથી. બન્ને પક્ષમાંથી એકેય પક્ષ એવો નથી કે જે તેના પોતાના અનુભવથી કહી રહ્યો હોય. બસ કેવળ ખોખલા દાવાઓ અને તર્ક. એકેય પક્ષને એ નથી સમજાતું કે અનુભવહીન તર્ક અને દલીલો બે કોડીની છે. પોતાના અજ્ઞાનનો સ્વિકાર કરવા કોઈ તૈયાર નથી અને સમસ્યા ત્યાં છે. આપણને ખબર ન હોય તો શું ઈશ્વર વિષે મને ખબર નથી તેમ સ્વિકાર કરવામાં તેમની શું જાગીર લુંટાઈ જવાની છે? પરંતુ અહંકાર એટલી હદે છેે કે આટલો સ્વિકાર કરવામાં આ બન્ને પક્ષને નાનમ લાગે છે. આપણને બધી જ ખબર કે અનુભવ હોવો જરુરી છે? કેટલાંક બુધ્ધપુરુષો સ્વાનુભવે કદાચ કહેતાં પણ હોય કે ઈશ્વર છે તો પણ ન તો તે માની લેવાની જરુર છે કે ન તો વગર અનુભવે ઈશ્વર નથીનો દાવો ઠોકવાની જરુર.
  અને એક પણ બુધ્ધપુરુષ એવો નથી કે જે કહેતો હોય કે મેં ઈશ્વરનો અનુભવ કરી લીધો અને હવે તમારે કરવાની જરુર નથી. હવે તમે તો કેવળ હું જેમ કહું તેમ માની લો. આજ સુધી થયેલ તમામ બુધ્ધપુરુષો એક જ વાત કરે છે કે મેં અનુભવ કર્યો છે અને તમે પણ અનુભવ કરી શકો છો. અને તે અનુભવ કરવાનો માર્ગ કેવળ બતાવે છે. પરંતુ જે લોકોને તેમના બતાવેલા માર્ગ પર ચાલવાનો શ્રમ કરવો નથી તેવા આળસુ/પ્રમાદી અને અહંકારી જીવો કેવળ આવા વાદવિવાદમાં જ રસ લે છે અને પાછા પોતે સાચા જ છે તેનો આગ્રહ રાખે છે. આ વર્ગને શું કહેવું?
  સાવ સાદી વાત છે કે ગોળનો પણ સ્વાદ માણવો હોય તો ગોળ જ ખાવો પડે. દલીલો કર્યે ગોળનો સ્વાદ પણ નથી પરખાતો તો ઈશ્વરનો સ્વાદ કેમ પરખાય?

  Liked by 2 people

  જવાબ આપો

 2. Vimala Gohil
  માર્ચ 26, 2017 @ 14:26:33

  ‘ગોળ જ ખાવો પડે. દલીલો કર્યે ગોળનો સ્વાદ પણ નથી પરખાતો ”
  આ વાસ્તવિક  સત્ય… ગમ્યુ ,મને પણ.

  Like

  જવાબ આપો

 3. Vinod R. Patel
  માર્ચ 26, 2017 @ 23:16:20

  ઈશ્વર એક આસ્થાનો સવાલ છે. એ એવી એક દૈવી શક્તિ છે જે અદ્રશ્ય રહીને વિશ્વનું સંચાલન કરી રહી છે.

  GOD means …

  Generator … બ્રહ્મા

  Organizer .. વિષ્ણુ

  Destroyer … મહેશ

  Like

  જવાબ આપો

 4. હરીશ દવે (Harish Dave)
  માર્ચ 27, 2017 @ 00:01:03

  દુનિયામાં વાડાઓ ઊભા કરવામાં શબ્દો અને ભાષાએ ભગવેલ ભાગ અવગણવો ન જોઈએ.

  હજારો વર્ષ પહેલાં આદિ માનવ પાસે ભાષા ન હતી; તે સમયે પણ ધ્વનિ,અવાજ, શબ્દ (ભલે કદાચ અર્થહીન) તો હતા જ. ત્યારે કદાચ આવશ્યકતા કે અજ્ઞાનતાને વશ માણસ પોતપોતાની ટોળીમાં રહેતો હશે. સાર્થ શબ્દો અને ભાષાએ કાળક્રમે માણસને પોતાના વિચાર માટે આગ્રહ (દુરાગ્રહ પણ?) કરતો કર્યો.
  વિચારશીલ માનવને પોતાની માન્યતાનું એવું વળગણ થતું ગયું કે તેણે વાડાઓ બનાવવા શરૂ કર્યા. વાડાઓએ કંઈક અંશે સ્પર્ધાપ્રિય માનવને દોડતો રાખ્યો છે, પણ વાડાઓ ન હોત તો માનવપ્રગતિ હજી ત્વરિત બની શકી હોત!
  આધુનિક માનવ તરીકે આપણું કમનસીબ એ છે કે આપણને વાડાઓમાં પૂરાઈ રહેવાની ટેવ પડે છે. હું શ્રદ્ધાળુ, તું અશ્રદ્ધાળુ, પેલો અંધશ્રદ્ધાળુ. લગાવો લેબલ; પછી તોડો બીજાના વાડાને.

  આ આસ્તિક, પેલો નાસ્તિક. પુરાઈ જાવ વાડામાં. આને ઈશ્વરમાં શ્રદ્ધા છે, ખોટું શું છે? તેને નથી, ભલે નથી. તમારા વિચારમાં તમારી શ્રદ્ધા તે સુશ્રદ્ધા, મારા વિચારમાં મારી શ્રદ્ધા તે અંધશ્રદ્ધા. તમે મારાથી જુદું વિચારો છો, માટે તમે અલ્પજ્ઞાની, અજ્ઞાની, મૂર્ખ. હંમેશા બીજાના વિચારો ખોટા જ છે, બીજાની માન્યતા ખોટી જ છે, તેવું પ્રતિપાદિત કરવા સદાયે શોરબકોર કરતા રહેવામાં મને તો બૌદ્ધિકતા જણાતી નથી. આમ કરવામાં ક્યારેક આપણે સત્ય અને સત્ત્વ બંનેની ઉપેક્ષા કરી બેસીએ છીએ.

  બુદ્ધિવાન વિચારક એ છે જે સમાજને તંદ્રામાંથી બહાર લાવે છે, પોતાની પ્રબુદ્ધતા સમાજમાં પ્રસરાવે છે. આપણી બૌદ્ધિકતા એમાં છે કે આપણે આપણા જ્ઞાનનું સંવર્ધન કરીએ અને તેનો પ્રસાર કરીએ.
  મને બીજા પર મારી માન્યતા થોપવાનો હક્ક નથી. જો તમારી માન્યતા કોઈકના બે શબ્દો સાંભળી લેવાથી કે મગજના ઝબકારે આવેલી અંત:સ્ફુરણાથી બની હોય તો સો વખત વિચારજો. હા, જો તમને આંતરખોજની કોઈક વિરલ ક્ષણે અંતરના ઊંડાણથી કાંઈક સંભળાય તો તેમાં શ્રદ્ધા મૂકજો. પણ યાદ રહે કે આવું જવલ્લે જ સંભળાય છે. પણ તે મને, તમને કે તેમને – કોઈને પણ સંભળાઈ શકે છે.

  પ્રવીણભાઈ! આપના લેખને સલામ! કોઈ દુરાગ્રહ કે પ્રોપેગન્ડા વિના આપે હૈયે સ્ફૂરી વાત મૂકી છે. ગમે કે ન ગમે, પણ સૌને વિચાર કરવા પ્રેરશે.

  આપને આપની રીતે સત્યની ખોજ કરવાનો હક્ક છે. આપનાથી તેમનો કે મારો માર્ગ જુદો પણ હોઈ શકે. આપણા વિચારો ભિન્ન હોઈ શકે. આપણે પરસ્પર મતમતાંતર હોય, આપણે એકબીજાના વિચારોનું મૂલ્યાંકન પણ કરીએ. આપ આપની રીતે સાચા હોઈ શકો.ભલે. હું મારા વિચારોને અનુસરી સત્યની ખોજ કરીશ. આપ મારા માર્ગમાં અંતરાય નથી, હું આપના રસ્તે રોડો નથી નાખતો.
  આપણી પોતાની વિચાર શક્તિ ખીલવીએ, પરંતુ આપણી જાતને વાડાથી મુક્ત રાખીએ.
  આપણે આવી દ્રષ્ટિથી સત્ય શોધીશું તે સમાજ અને માનવજાત અર્થે શ્રેયસ્કર હશે.

  Liked by 2 people

  જવાબ આપો

  • pravinshastri
   માર્ચ 27, 2017 @ 08:11:04

   માનનીય હરીશભાઈ, સ્નેહવંદન,
   આપના આટલા બધા વૈવિધ્ય સભર બ્લોગથી હું અત્યાર સૂધી કેમ અજાણ રહ્યો તે સમજાતું નથી. ધીમે ધીમે એક પછી એક વાનગીઓનો રસાસ્વાદ માણીશ. આપે સરસ વાત કરી. આપણી માન્યતાઓ બીજાને નુકસાન ન કરે. હા, કદાચ આપણા કર્મો કોઈકને કે સમાજને નુકશાન કરનારા નિવડી શકે. અત્યારે હું માત્ર માન્યતાની જ વાત કરું છું. મારો વિરોધ હંમેશા પોતાની માન્યતાઓ બીજાઓ ઉપર ઠોકી બેસાડનારાઓ સાથે છે. મારી માન્યતાઓ ન સ્વીકારનાર મુર્ખ છે. અલ્પ બુદ્ધિના કે ઓછા IQ વાળા છે એવી વાતો અને દુરાગ્રહ રાખનાર સામે છે.

   Like

   જવાબ આપો

 5. હરીશ દવે (Harish Dave)
  માર્ચ 27, 2017 @ 23:22:01

  આપે આપના વિચારો શાલીનતાથી વ્યક્ત કર્યા છે. દરેક બુદ્ધિમાન વિચારકે અને બુદ્ધિવાદીએ આ જ રીતે પોતાનો પક્ષ રાખવો રહ્યો.
  દરેકને પોતાના વિશ્વાસ, પોતાની માન્યતા, વિચાર દ્રષ્ટિ, ફિલોસોફી સાથે જીવવાનો અધિકાર છે. બીજાની દ્રષ્ટિ કે માન્યતા સાથે અસંમતિ હોઈ શકે, મતભેદ હોઈ શકે. અસહમતિ કે વિરોધ વિવેકપૂર્વક વ્યક્ત કરી શકાય. ભલે. પરંતુ જ્યારે એક બુદ્ધિમાન સજ્જન પોતાની માન્યતા વ્યક્ત કરે ત્યારે તે માન્યતા ખોટી જ કે હલકી કે બુદ્ધિવિહીન કે મૂર્ખતાપૂર્વકની છે તેમ કહી તે માન્યતાનું ખંડન કરવામાં હું મારી પૂરી બુદ્ધિશક્તિ લગાડું, તેમાં બુદ્ધિવાદ મને તો લાગતો નથી.

  આપણે ‘હોમો સેપિયન્સ સેપિયન્સ’ છીએ. આ વિશ્વયાત્રામાં આપણા સહપ્રવાસીઓ સંગે મતભેદો સાથે પણ આનંદથી, પરસ્પરની દ્રષ્ટિને માન આપીને ન જીવી શકીએ?

  Liked by 2 people

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: