Raag Darbari Kanda- દરબારી કાનડા-૧

રાગ દરબારી કાનડા માત્ર કલાકોનો કે દિવસોનો રાગ નથી. મહિનાઓ અને વર્ષો સૂધી માણ્યા કરીએ એટલા ઓડિયો-વિડીઓ ઉપલબ્ધ છે. ગમે એટલા પોસ્ટ કરું પણ અધૂરપ જ લાગે છે. મિત્રોને રસ હોય પણ સમયની પણ મર્યાદા નડે જ. કંટાળા જનક ન બને એટલા માટે તબક્કા વાર ત્રણ ચાર હપ્તામાં ટુંકા ઓડિયો-વિડીયો આ શ્રેણીમાં રજુ કરીશ અને તોયે સંપૂર્ણ તો નહિ જ. અત્યારે તો માત્ર થોડુંક જ. ફિલ્મોમાં પણ દરબારી કાનડા ઘણો જ ગવાયો છે. પરંતુ એ બધા ગીતોમાં સંગીતકારોએ કેટલીક છૂટો લીધી હોવાને કારણે એમાં આશાવરી થાટના અન્ય રાગોના નોટેશન પણ ભળ્યા છે. ફરી એક વાર કબુલ કરું છું કે આમાં મારું પોતાનું કશું જ નથી. અન્ય બ્લોગ અને યુ-ટ્યુબનું જ સંકલન છે. જેની ક્રેડિટ હું લઈ ન જ શહું. હમણાં આ માણી લો. બે ત્રણ દિવસમાં એના ફિલ્મી ગીતો રજુ કરીશ.

 

 

સુરતના શ્રી જનક નાયકના સાહિત્ય સંગમમાં યોજાયલા કાર્યક્રમનો વિડિયો શ્રી જનક ભાઈના સૌજન્ય સહિત આપને માટે રજુ કરું છું.

 Janak Naik

Published on Feb 20, 2017

સાહિત્ય સંગમ, પ્રણવ પારિજાત ટ્રસ્ટ અને મહાગુજરાત ગાંધર્વ સંગીત સમિતિના સંયુક્ત દર મહિનાના બીજા મંગળવારે યોજાતી સરગમ શ્રેણીમાં કાનડા રાગાંગવાળા, દરબારી કાનડા, સહાના કાનડા અને કૌંસી કાનડાની શાસ્ત્રીય બંદિશ, ભજન તથા ગઝલનો સરસ કાર્યક્રમ યોજાયો. ડૉ. સુનીલભાઈ મોદીએ એક સુંદર આલાપથી કાર્યક્રમની શરૂઆત કરતાં કહ્યું કે, આપણા ઋષિઓ@@@@એ સંગીતને સાધના કહી છે. ઋષિઓએ એ પણ જાણ્યું હતું કે સાધનામાં રિયાઝ ખૂબ જ જરૂરી છે. અને એ રિયાઝ કરવાનો શ્રેષ્ઠ સમય મળસકાનો છે. મળસ્કે કરતાં રિયાઝના સુંદર પરિણામો પણ સાધક ગાયકને મળે છે અને એ નિરામય, નિરોગી રહે છે. આધુનિક સંશોધન મુજબ એ સાબિત થયું છે કે ર્હદયરોગ અને દમના હુમલા સવારે ૪થી ૧૦ વાગ્યા સુધીમાં ખાસ આવે છે એ વખતે કાનડા રાગાંગવાળા રાગો ખાસ કરીને દરબારી કાનડા અને કૌંસી કાનડા ખૂબ જ ઉપયોગી બને છે. એમણે ભાવવાહી સ્વરે એક સરસ બંદિશ સંભળાવી. ‘સૌંચત કાહે મનવા ?’ મૂળ રાજસ્થાનના આ સંગીતવિદુષી સૂરતમાં સ્થાયી મનીષાબહેને એકતાલમાં બંદિશ ‘માન જાઓ સલોને પિયા, મેં તો તોપે વારી.’ દરબારી કાનડાના સુમધુર આલાપ સાથે શરૂ કરી. છેલ્લે રત્નાબહેન જાદવાણીએ બે બંદિશો અને એક ગઝલ સંભળાવ્યાં. પહેલી બંદિશ ‘અવગુન ભર્યો સકલ હૂં નાથ મેરે, અપનો સમજ માફ કિજે ઘનેરે’ તાલ ઝપતાલમાં બીજી બંદિશ ત્રિતાલમાં ‘સુંદર અંગના બેંઠી નિકસ કે, છીન લિયો મન મેરો હંસકે..’ છેલ્લે એમણી શહાનામાં ડૉ. અલ્લામા ઇકબાલની સુંદર ગઝલ પેશ કરી. ‘અગર કજેરો હેં અંજુમ, આસમાં તેરા હેં યા મેરા, મુઝે ફિક્ર-એ-જહાં ક્યોં હો, જહાં તેરા હેં યા મેરા ?’ ઉપસંહારમાં ડૉ. પ્રફુલ્લ દેસાઈએ ડૉ. મનીષાબહેન તથા હાર્મોનિયમ પર સંગત કરનાર રોનિત શાહ અને તબલાં પર સંગત કરનાર શ્રી કંચનલાલ જરીવાલાની પ્રશંસા કરતાં સૌને અભિનંદન આપ્યાં. પછી કાનડા રાગાંગો ‘ગમરેસા’ અને નિધનિપ’ કેવી રીતે શ્વસનતંત્ર અને આંખની રેટિના પર વિધાયક અસર કરે છે તે સમજાવ્યું. રાગ દરબારી કાનડા ગાતા ગાયકોનાં ફેફસાં એટલાં મજબૂત બને છે કે તેનાં લોહીમાં વધુ ઓક્સિજન વહન કરવાની તાકાત આવે છે. એટલે આ રાગો દમ, ટી.બી., કેન્સર જેવા રોગોમાં ખૂબ ઉપયોગી પૂરવાર થાય છે. જેનો રેટિના નબળો હોય કે પછી રેટિના ડિટેચમેન્ટ કે મેક્યુલર ડીજનરેશન હોય તેમણે પણ આ રાગો સહાયક છે.

#

 
દરબારી કાનડા રાગની ખાસિયત
@ અકબરનો પ્રિય રાગ હતો.
@ પૌરુષી રાગ હોવાથી નીચેથી ગાવામાં આવે છે.
આ રાગને મેઘનો પુત્ર માનવામાં આવે છે.
@ આ રાગ સાંભળવાથી માણસ હળવો થાય છે.
@ ડપિ્રેશનના દર્દીઓએ આ રાગ સાંભળવો જોઇએ.

 

 

Advertisements

4 ટિપ્પણીઓ (+add yours?)

 1. Neetin Vyas
  એપ્રિલ 07, 2017 @ 14:53:07

  શ્રી પ્રવીણભાઈ, ઘણુંજ સુમધુર સંગીત સાંભવ મળ્યું, દરબારી કાનડા પર નો લેખ પર રસપ્રદ રહ્યો, અભિનનદન

  Liked by 1 person

  જવાબ આપો

 2. pragnaju
  એપ્રિલ 07, 2017 @ 22:55:31

  આપણા સુરતના શ્રી જનકભાઇની વાત બીજા ભાગમા દોહરાવી છે

  Liked by 1 person

  જવાબ આપો

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

Please Enter your email address to follow this blog and receive notifications of new posts by email.

Join 1,141 other followers

%d bloggers like this: