આપ સૌ મિત્રોનો હાર્દિક આભાર.

1 Thanks for readingઆપ સૌ મિત્રોનો હાર્દિક આભાર.

આજથી બરાબર પાંચ વર્ષ પહેલાં મેં મારી વાર્તાનો બ્લોગ ૨૦૧૨માં પહેલી એપ્રિલે “સ્પેસ” વાર્તાથી શરૂ કર્યો હતો બ્લોગની કાંઈ આવડત નહીં. ઘણાને પીડીએફ ક્લિક કરીને વાર્તા વાંચવાનું પણ ફાવ્યું નહી. બ્લોગ મૂક્યાના શ્રી ગણેશ કર્યા પછી તરત જ બ્લોગ બાદશાહ શ્રી સુરેશ જાનીની કોમેન્ટ મળી. એમનાથી યે બ્લોગ ઓપન ના થયો.

આ રહી પાંચ વર્ષ પહેલાની મારી પહેલી પોસ્ટની મળેલી સૌથી પહેલી સુરેશ જાનીની કોમેન્ટ્.

Next Prasad

10 ટિપ્પણીઓ (+add yours?)

  1. સુરેશ જાની

    એપ્રિલ 02, 2012 @ 08:55:12 સંપાદન કરો

લો! વાર્તા સમજીને ક્લિક કરી …
અને એપ્રિલ ફૂલ બની ગયો !!

મેં ફરી મારી વાર્તા મારા જ બ્લોગમાં ફરી રીબ્લોગ કરી સમજાવ્યું હતું…

Reblogged this on પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ પ્રસાદી and commented:

હું હાઈસ્કુલ અને કોલેજમાં હતો ત્યારે વાર્તાઓ લખતો હતો અને સામયિકોમાં પ્રસિધ્ધ થતી હતી. ઈન્ટર સાયન્સમાં નાપાસ થયો. વાંચવા-લખવાના અને નાટક ચેટકની પ્રવૃત્તિને ૧૯૫૯માં રામ રામ કર્યા. ૨૦૦૯માં નિવૃત થયા બાદ મેં પહેલી વારતા “સ્પેસ” ગુજરાત દર્પણ માટે લખી. આજે મારી આ પહેલી વાર્તા રિબ્લોગ કરું છું. નાના ફોન્ટસ્માં Space વર્ડ છે એના પર ક્લિક કરવાથી એ વાર્તા ડાઉન્લોડ થશે. આશા છે કે એ તમે વાંચી શકશો . અને વાંચો તો પ્રતિભાવ આપવાનું ચૂકશો નહીં

૦૦૦૦

ધીમે ધીમે બ્લોગનું માળખું પણ બદલાતું ગયું. હું સાહિત્યકાર નથી. મનમાં જાગતી વાતો શબ્દોમાં આવડે તે પ્રમાણે દંભ વગરની બોલીમાં વાર્તા તરીકે રજુ કરી મિત્રોને વહેંચતો રહું છું. અન્ય બ્લોગર મિત્રોના બ્લોગ જેટલો મારો બ્લોગ વ્યઅરશીપ સ્મૃધ્ધ નથી જ પણ મને મારા થોડા વાચક મિત્રો તરફથી પ્રેમ મળ્યો એ મારે માટે સંતોષની વાત છે.

પાંચ વર્ષમાં કુલ ૭૮૦ પોસ્ટ મુકી છે અને ૧,૦૩૯૧૫ ક્લિક્સ મળી છે.  સૌ મિત્રોનો આભાર.

આજે મારા પહેલા બે કોમેન્ટેટર શ્રી સુરેશ જાની અને શ્રી ડો.ચંદ્રવદન મિસ્ત્રીનો હાર્દિક આભાર માનું છું. ચંદ્રવદનભાઈ વાર્તા વાંચી શક્યા હતા.

22 responses to “આપ સૌ મિત્રોનો હાર્દિક આભાર.

  1. pravinshastri April 8, 2017 at 11:37 AM

    ટ્રક લોડ.

    Like

  2. pragnaju April 7, 2017 at 11:03 PM

    ધન્યવાદ

    આપ સૌ મિત્રોનો હાર્દિક આભાર.
    કેટલો ભાર ઉંચકાવશો ?

    Liked by 1 person

  3. pravinshastri April 4, 2017 at 10:17 AM

    આપના પ્રેમ બદલ આપનો ઘણો આભાર.

    Like

  4. preeti tailor April 4, 2017 at 7:28 AM

    ઇન્ટરનેટ થકી વિશ્વ સાથે જોડાણ કર્યું છે આપે ..પોતાની અંદર ના વિશ્વને અક્ષર દ્વારા ઉજાગર કરીને બહારના વિશ્વ સાથે તમે એ સમૃદ્ધિ વહેંચી છે ..અભિનંદન આપને …

    Liked by 1 person

  5. pravinshastri April 3, 2017 at 10:25 PM

    “પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની વાતો”.એકદમ સરળ

    Like

  6. jugalkishor April 3, 2017 at 10:06 PM

    પહેલી વાત : જોડણી કે વાક્યરચનાને વાર્તાની વ્યાખ્યામાં ભેળવવાની જરુર નથી ! મોટા લેખકોની પણ ભાષાશુદ્ધી નથી હોતી..વાર્તાનું સ્વરુપ છે તેને જ ધ્યાને રખાય.

    બીજી વાત તે તમારાં તથા મીત્રોનાં લખાણોની ઓળખ. સૌ કોઈ જે લખે છે તે વીવીધ વીષયોનું અને વીવીધ સ્વરુપોનું હોય છે. તેને નામ આપવાનું સહેલું તો નથી જ છતાં પ્રયત્ન કરી શકાય.

    ત્રીજી વાત તે એ કે, મહેંક, કે રંગીન ફુવારા વગેરે થોડું ચીપ લાગે છે. એના કરતાં “પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોનું/ની/નાં/નો…..”છેલ્લે તમને ગમે તેવો શબ્દ ઉમેરી દો એટલે પત્યું……
    આ માટે કેટલાક શબ્દો સુચવું તો –

    –નું અલપઝલપ
    –ની પ્રયોગાત્મક પ્રસાદી
    –ના પ્રયોગો
    –નો ગુલદસ્તો
    –ની વાતોનું મેઘધનુષ્ય
    –નાં સર્જનો
    –ની અભિવ્યક્તિ
    વગેરે વગેરે વગેરે……………………..
    શુભેચ્છાઓ !

    Liked by 1 person

  7. pravinshastri April 3, 2017 at 3:31 PM

    જુગલકિશોરભાઈ

    હમણાં કંઈક બીજું જ સ્ફુર્યું. હું વાર્તાઓ લખતો થયો ત્યારે મને પૂરો ખ્યાલ હતો કે મારી અશુદ્ધ ભાષા, જોડણી, વાક્ય રચનાને કારણે એ વાર્તા નવલિકાતો ન જ કહેવાય. આ શબ્દ માત્ર સાાહિત્ય કારો જ પોતાની કૃતિમાટે વાપરી શકે. મેં માત્ર વાર્તા શબ્દ વાપર્યો. હવે મારે માટે એ વાર્તા શબ્દ પણ વજનદાર લાગે છે. વાર્તાઓ પણ નિયમોથી બંધાયલી છે. મને એ બંધન પણ નથી રૂચતું. વાર્તાને બદલે માત્ર પ્રવીણ શાસ્ત્રીની વાતો. સાથે મિત્રોના સર્જનનું મેઘધનુષ ને બદલે ગુલદસ્સ્તો ચાલે?

    “પ્રવીણ શાસ્ત્રીની વાતો અને મિત્રોના સર્જનનો ગુલદસ્તો.”

    અગર

    પ્રવીણ શાસ્ત્રીની વાતો સાથે મહેકે મિત્રોના સર્જનનો ગુલદસ્તો.

    અથવા માત્ર

    “પ્રવીણ શાસ્ત્રીના રંગીન ફુવારા”

    આપનો અભિપ્રાય અને બીજું કાંઈ સુચન? આપણે અત્યારે બ્રેઈન સ્ટોમિંગ સેસન્સમાં છીએ.

    Like

  8. jugalkishor April 3, 2017 at 8:51 AM

    સ્વાગતમ્ !!

    ‘પ્રાવીણ્ય’ના હોય સદાય માન,
    ‘શાસ્ત્રીયતા’ હો સનમાનવંત;
    જે જે કંઈ હ્યાં પ્રગટે બધું તે
    સૌ કોઈના પ્રેમનું પાત્ર હોજો.

    આ ‘પાત્ર’ તે તો નહીં બ્લૉગ માત્ર,
    એ તો બન્યું ‘મેઘધનુ’ સહુના
    રંગો થકી “સાર્થક–નામ”, એને
    વધાવીએ સૌ જનવાચકો અમે !!

    – જુગલકીશોર. ૩/૪/૧૭.

    Liked by 1 person

  9. pravinshastri April 3, 2017 at 12:58 AM

    મને આ ગમ્યું.”પ્રવીણ શાસ્ત્રીની વાર્તા અને મિત્રોનાં સર્જનોનું મેઘધનુષ” આખી જીંદગી સ્પેક્ટ્રોસ્કોપીમાં ગાળી એટલે રેઈન બો અને સ્પેક્ટ્રંમ ગમે જ ગમે. આપના પ્રેમ બદલ આભારી છું જુ ભાઈ.

    Like

  10. jugalkishor April 2, 2017 at 9:49 PM

    પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોનાં વિવિધરંગી લખાણો

    પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોનાં સર્જનોનું મેઘધનુષ

    પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોનાં સર્જનો

    પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોનાં મેઘધનુષી સર્જનો
    –––––––––––––––––––––––––––––––

    તો ઉતાવળેય ક્યાં છે, આપણે……ગગી આવે પછી નીરાંતે ગોઠવો…….જોકે ગવાતું
    થઈ ગયેલું ચાલુ રહે તેય ખોટું તો નથી જ…..પ્રકીર્ણની જગ્યાએ વિવિધરંગી શબ્દ
    મુકાય કે ન મુકાય બહુ ફેર નહીં પડે. પ્રસાદીને વીશેષણની જરુર નથી.

    શુભેચ્છા સાથે – જુ.

    *– જુગલકીશોર. *

    jjugalkishor@gmail.com
    matru-bhasha : http://www.jjugalkishor.in/
    –––––––––––––––––––––––

    2017-04-03 6:50 GMT+05:30 પ્રવીણ શાસ્ત્રીની વાર્તાઓ અને મિત્રોની પ્રકીર્ણ
    પ્રસાદી :

    > pravinshastri commented: “પ્રકીર્ણ શબ્દને બદલે “વિવિઘરંગી ” શબ્દ કેવો
    > લાગે. સાથે પ્રસાદી ને બદલે બીજો સીચક શબ્દ વાપરી શકાય? આપને હવે મારા બ્લોગનો
    > સામાન્ય ખ્યાલ તો આવી ગયો છે. શરૂઆતમાં મારી પકાશીત વાર્તાઓ જ મૂકતો, ત્યાર
    > પઃઈ જેમનો બ્લોગ નથી, પ્રસિધ્ધ નામ નથી એવા મિત્રોના કાવ્યો અને ”
    >

    Liked by 1 person

  11. deejay35(USA) April 2, 2017 at 9:24 PM

    મારા પણ પાચમી વર્ષગાંઠ નિમીત્તે અભિનંદન.

    Like

  12. pravinshastri April 2, 2017 at 9:20 PM

    પ્રકીર્ણ શબ્દને બદલે “વિવિઘરંગી ” શબ્દ કેવો લાગે. સાથે પ્રસાદી ને બદલે બીજો સીચક શબ્દ વાપરી શકાય? આપને હવે મારા બ્લોગનો સામાન્ય ખ્યાલ તો આવી ગયો છે. શરૂઆતમાં મારી પકાશીત વાર્તાઓ જ મૂકતો, ત્યાર પઃઈ જેમનો બ્લોગ નથી, પ્રસિધ્ધ નામ નથી એવા મિત્રોના કાવ્યો અને લેખો મુકવા માંડ્યા અને પછી રિબ્લોગ કે મને ગમટી અન્ય વાતોનો પણ સમાવેશ થયો. એક વાર વિચાર આવ્યો હતો “પ્રવીણ શાસ્ત્રી અને મિત્રોની સાહિત્યિક પાવભાજી” પણ એનાથી ગંભીરતાનો આગ્રહ રાખવા વાળા મિત્રો દૂર રહે એવું લાગ્યું. હું હળવાશ પસંદ કરું છું. જોકે નામ બદલવા માટે પણ મારી પૌત્રી સાસરેથી ઘેર આવે તેની રાહ જોવી પડે. મને તો ખાસ સમજ પડતી નથી. જો બીજો કોઈ ખ્યાલ આવે તો જરૂરથી સૂચવશો. બાકી અત્યારે તો આ નામ મિત્રોમાં ગવાતું થઈ ગયું છે.

    Like

  13. jugalkishor April 2, 2017 at 7:20 AM

    તમારામાં વાર્તા ઉપરાંત અન્ય હોય છે તો પ્રવીણ શાસ્ત્રી અને મિત્રો એટલું જ રાખી શકો ? અથવા ચાલુ છે તે નામમાંથી પ્રકીર્ણ શબ્દ કાઢી નાખી શકો.

    Liked by 1 person

  14. મનસુખલાલ ગાંધી April 1, 2017 at 8:54 PM

    આપની લેખન કલાની પાંચમી સંવત્સરીએ આપને અભિનંદન અને ઘણી બધી શુભેચ્છાઓ.
    વધારામાં, “જત જણાવવાનું કે રોજ નવું આપતાં રહો તેવી આશા….”

    Like

  15. pravinshastri April 1, 2017 at 2:11 PM

    આપના પ્રેમથી મારો ઉત્સાહ ટકી રહ્યો છે. આપ વડીલ મિત્રનો હું આભારી છું.

    Like

  16. Vinod R. Patel April 1, 2017 at 1:48 PM

    આપની લેખન કલાની પાંચમી સંવત્સરીએ આપને અભિનંદન અને ઘણી બધી શુભેચ્છાઓ.

    પાંચ વર્ષમાં કુલ ૭૮૦ પોસ્ટ મુકી છે અને ૧,૦૩૯૧૫ ક્લિક્સ મળી છે

    શરૂઆતમાં આળસી ગયા પછી પાંચ વર્ષ અગાઉ આજના જ પહેલી એપ્રિલ ના દિવસે “સ્પેસ” થી શરુ કરી આજ સુધીમાં કેટલું બધું લખી નાખ્યું .ગાડી ચાલી એ ચાલી , આપની લેખન પ્રવૃત્તિ વણરોકી ચાલતી રહે અને વાચન રસિકોને આનંદ પીરસતી રહે એવી શુભ કામના છે.

    Liked by 1 person

  17. pravinshastri April 1, 2017 at 1:06 PM

    ખુબમ ખુબમ આભારમ.

    Like

  18. ગોદડિયો ચોરો… April 1, 2017 at 12:21 PM

    તો એમ જ કહો ને આજથી પાંચ વરહ પહેલા જ
    આપે બધાં ને એપ્રિલ ફુલ બનાવવાનું ચાલું કરેલંુ
    ષષ્ઠમ વર્ષ પ્રવેશમ અભિનંદનમ

    Liked by 1 person

  19. pravinshastri April 1, 2017 at 10:50 AM

    આભાર મૌલિકભાઈ.

    Liked by 1 person

  20. pravinshastri April 1, 2017 at 10:49 AM

    મારી વાર્તાઓ ઉપરાંત મિત્રોની જૂદી જુડી વાતો નો મારા બ્લોગમાં સમાવેશ કરતો રહું છું…બ્લોગનું બીજું નામ કરણ સૂચવશો તો આભાર.

    Liked by 1 person

  21. jugalkishor April 1, 2017 at 9:14 AM

    ધન્યવાદ અને અભીનંદનો !! એક વણમાગી : શીર્ષકમાંથી પ્રકીર્ણ શબ્દ દુર કરાય ? મીત્રોની પ્રસાદીને માટે આ શબ્દ બરાબર ન ગણાય…..અલબત્ત જેને કોઈ વીભાગમાં વહેંચી ન શકાય તેવો અર્થ લઈ શકાય તો પણ……..સૉરી સાથે –

    Liked by 1 person

Leave a comment